Browsing all articles from February, 2009
પ્રેમ પડદે જોવો ગમે છે, પડખે જોવામાં ક્યા વાંકુ પડે છે?
‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી પ્રેમપ્રધાન ફિલ્મોને અતિશય પ્રતિભાવ આપીને મેગા હિટ બનાવતો સમાજ ‘પ્રેમ’ અને ‘પ્રેમલગ્ન’ સામે ઘૃણા કેમ કરે છે? ‘પ્રેમ’ અને ‘પ્રેમલગ્ન’ સમાજને કોઠે નથી પડતાં તો પ્રેમપ્રધાન ફિલ્મોને માથે શીદ ચડાવે છે? ભૂજ તાલુકામાં પ્રેમીઓ રાજેશ અને દીપલને પ્રેમલગ્ન કરવા બદલ લગ્નના અઢી મહિના બાદ તેમનું અપહરણ કરી અત્યાચાર ગુજારાયો. ધાકધમકીથી છૂટાછેડા ઉપર સહી કરાવી લીધી અને નિર્દોષ પતિ ઉપર બળાત્કારનો ગુનો દાખલ કરી પોલીસસ્ટેશનમાં હાજર કર્યો. (સમાચાર તારીખ ઃ (Read more...)
Original Source: http://himmatkataria.blogspot.com/

રહેમાનને વખોડનારાને અલ્લાહ અકલ બક્ષે

‘રહેમાન ‘ઑસ્કાર’ ઍવૉર્ડર્ને લાયક નથી. રહેમાનનું સંગીત સાધારણ કક્ષાનું છે, રહેમાનની સંગીતકલા કરતાં આંતરરાષ્ટ્રીય દબાવના કૌશલ્યને કારણે રહેમાન ઑસ્કાર જીતી ગયા...’ ઑસ્કાર ઍવૉર્ડર્ જીત્યા પછીય રહેમાન વિરોધીઓ મોળા પડશે નહીં. ચિત્રવિચિત્ર દાખલાદલીલો રજૂ કરીને રહેમાનને હીણો ચીતરવાના પ્રયત્નો કર્યે રાખશે. પણ ભારતને પ્રથમ ઑસ્કાર અપાવનાર રહેમાનને પોંખવો છે. પછી ભલે આરોપો લાગતા રહે.
રહેમાન ઉપર આરોપ છે કે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને સંગીત નિપજાવે છે. ડ્રમર શિવમણી અને વાંસળીવાદક સિવાય તેના સંગીતકાફલામાં ઝાઝા જણ હોતા (Read more...)

Google Cache: રોકડું ને ઢૂંકડું
- તમારું માનીતું web page નથી ખુલી રહ્યું?
- slow connection હોવાથી સંદેશ કે દિવ્યભાસ્કર ના અમુક page ખુલવામાં વાર લાગી અને connection error નો સામનો કરવો પડ્યો?
- હમણાં જ ખોલેલો Readગુજરાતી.com પરનો લેખ જ્યારે પપ્પાને વંચાવવા ખોલ્યો તો site down છે?
- લેખનું લખાણ copy કરવું છે પણ સાથે સાથે બિનજરૂરી જાહેરાતો, ચિત્રો અને links પણ આવે છે?
Original Source: http://manishmistry.blogspot.com/

Torrens તારાં વહી ગયાં પાણી…
પાતળી લીટી જેવી નદી Torrens River Adelaide ગામ વચ્ચે થી પસાર થાય છે. જાણે વ્યસ્ત દિવસ એટલે કે CBD (Working City) અને આરામદાયક રાત્રિ એટલે કે North Adelaide (Residential City) ને જે જુદાં પાડે છે તે એનો એટલો ભાગ એક catchment એટલે કે બંધ કરેલું લાંબું તળાવ છે. બંને છેડા બંધ કરીને પાણીનો સંગ્રહ કરી તેની આસપાસ (River-Front) રમણીય સ્થળો બનાવ્યાં છે.
એક સવારે Torrens Bridge પરથી પસાર થતી બસમાંથી બહાર નજર ગઈ તો આંખો (Read more...)

ભાર જરૂરી છે નહીતર ઉડી જવાશે

ગોખણપટ્ટીનો છેદ ઉડાડવાના અને ભાર વગરનું ભણતર પિરસવાના આશયથી પાઠયપુસ્તક સાથે રાખીને પરિક્ષા આપવાની જાહેરાત થઈ અને પછીથી જાહેરાત પાછી પણ ખેંચી લેવાઈ. ભાર સાથેનું ભણતર અને ગોખણપટ્ટીવાળુ ભણતર જરૂરી છે કારણ કે,...
સમજવા માટે પ્રથમ વસ્તુના બંધારણનો આલેખ મગજમાં હોવો જરૂરી છે. એટલે સમજણશક્તિ વિકસાવવા માટે યાદદાસ્ત વિકસાવવી જરૂરી છે. સ્મરણની ક્રિયાને આપણે નકારાત્મક અર્થમાં ‘ગોખણપટ્ટી’ નામ આપીએ છીએ. પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપીને ગોખણપટ્ટી અટકાવવાની કવાયતમાં સમજણશક્તિનો ગ્રોથ પણ ઘટી જશે. આનું ઉદાહરણ જોઈએ તો વિજ્ઞાનના અભ્યાસુએ પોતાના સંશોધનમાં આગળ વધવા માટે વિવિધ તબક્કે અનેક સમીકરણો યાદ હોવા(ગોખેલા હોવા) જરૂરી છે. આજે વિશ્વભરમાં ભારતીય પ્રોફેશનલ્સની બોલબાલા છે તેની પાછળનું એક કારણ તેમની તેજ સ્મરણશક્તિ છે.
બાળવયથી યુવાવસ્થા સુધીનો ગાળામાં જીવનઉર્જા છલોછલ હોય છે. જો આ ઉર્જા કશામાં રોકેલી રાખવામાં ન આવે કે તેનો યોગ્ય ઉપયોગ ન થાય તો તે નકારાત્મક માર્ગે ફંટાઈને પતન તરફ લઈ જાય છે. આપણે ભાર વગરના ભણતરની વાત કરીએ ત્યારે આ વાત કેમ વિસરી જઈએ? યુરોપ અને અમેરીકાના દેશોમાં બાળગુનાખોરીનું પ્રમાણ ઘણુ વધારે છે. બાળક કે કિશોર દ્રારા આડેધડ ગોળીબાર જેવા ગુનાનાં કિસ્સાઓના સમાચારો સમયાંતરે પ્રગટ થતા રહે છે તેની પાછળના ઘણા કારણો પૈકીનું એક પ્રમુખ કારણ ત્યાંનું ભાર વગરનું ભણતર છે.
એક નિયમ છે કે મગજને સતત પ્રવૃત રાખવાથી મગજની ક્ષમતા ઘટતી નથી પણ ઉલટાની વધે છે. આ નિયમ હેઠળ ભણતરને આવરી લઈએ તો ગોખણપટ્ટીના ભારવાળુ ભણતર સરવાળે મગજનો વિકાસ કરનારૂ સાબિત થાય છે. ભારવગરનું ભણતર લાવીને મગજને આળસુ ન બનવા દેવું જોઈએ.
પુસ્તકના પાઠને મગજમાં બેસાડવા માટે( ગોખવા માટે) તમારી સમગ્ર ચેતના તમારા પઠન પ્રત્યે કેન્દ્રિત હોવી જરૂરી છે. આ વાતને એકાગ્રતાના સંદર્ભમાં લઈએ તો ગોખણપટ્ટી વખતે આપણુ ધ્યાન દરેક બાબતોમાંથી હટીને માત્ર પઠન પ્રત્યે જ એકાગ્ર થયુ હોય છે. જો આ એકાગ્રતામાં રતિભારની પણ ખોટ હોય તો વાંચેલુ યાદ રહેતુ નથી. માટે ગોખણપટ્ટી ૧૦૦ ટકાની એકાગ્રતા માંગે છે. એકાગ્રતા સૌથી વધુ જીવનઉપયોગી ચીજ છે એમાં બેમત નથી અને ગોખણપટ્ટીથી એકાગ્રતામાં વિકસે છે.
પાકા ઘડે કાંઠા ન ચડે એમ મગજને કસવા માટે બાળપણથી જ તેવી કસરતો કરવી જરૂરી છે. ગોખણપટ્ટી આ પ્રકારની કસરત છે. પાઠ્યપુસ્તકમાંથી ગોખણપટ્ટી કરવા માત્રથી તે વિષયો લાંબા સમય સુધી યાદ રહી જતા નથી. વાંચેલું લાંબા સમય સુધી યાદ રાખવા માટે પ્રથમ જે તે વિષય પ્રત્યેનો અણગમો દુર કરવો પડે. પછી અનેક વિષયોમાં રત રહેતા વેરવિખેર મનને અનેક ઠેકાણેથી હટાવીને જરૂરીયાતના વિષયો ઉપર જ કેન્દ્રિત કરવું પડે. એકાગ્રતા કશેથી સીધી મળતી નથી. રસ પરિપક્વ થાય અને ધ્યાન વેધક થાય એ પછી જ વાંચેલું બધું છબી રૂપે કે શબ્દ રૂપે મનમાં અંકિત થાય છે. ગુરૂ દ્રોણની પરિક્ષામાં અર્જુનને શરુઆતમાં ડાળ સહિતની ચકલી દેખાતી હતી અને પછી માત્ર ચકલીની આંખ જ દેખાતી હતી તેમ ક્રમશઃ એકાગ્રતા પ્રગટે છે. યાદ રાખવાની વારંવારની મથામણથી શ્રમનો ગુણ વિકસે છે. આમ ગોખણપટ્ટી શક્તિનું એકેન્દ્રિકરણ છે અને તેના પરિણામે શિસ્ત અને શ્રમના ગુણો વિકસે છે.
વર્તમાન પરિક્ષા પદ્ધતિના વિરોધમાં એવી દલીલ કરવામાં આવે છે કે વર્ષ દરમિયાન ગોખેલુ પરિક્ષાના ડરને કારણે પરિક્ષા હોલમાં યાદ ન આવે ત્યારે વિદ્યાર્થીએ નુકશાન ભોગવવું પડે છે. આ દલીલ વ્યાજબી નથી કારણ કે મુશ્કેલ સંજોગોમાં સ્વસ્થતા રહે એ જ તો મોટી કસોટી છે. ભણી લીધા પછી જીવનમાં ઘણીવાર અતિસંકટની ઘડીઓ આવે તે સમયે તમારે સ્વસ્થતાપુર્વક માર્ગ કાઢવાનો હોય છે. જો સ્વસ્થતાનો ગુણ તમારામાં ન હોય તો મુશ્કેલ સમયે તમારી હોશિયારી કામ નહી લાગે અને ડગલેને પગલે તમારે નુકશાન ભોગવવું પડશે.
પુસ્તક સાથે પરિક્ષાની છુટ આપવાથી યાદ રાખવાની મથામણ અને ‘હોમવર્ક’ કરવાનું બંધ થઈ જશે. પરિણામે વિદ્યાર્થી આળસુ પ્રકૃતિનો થી જવાની સંભાવના રહે છે.
ઓપન બુક એક્ઝામમાં તમારી પાસે તૈયાર માહિતિ છે અને તમારે માત્ર તેની ‘કોપી’જ કરવાની રહે છે ત્યારે તેમાં વિદ્યાર્થીઓની હોંશિયારીનું આકલન કઈ રીતે કરવું? અભ્યાસમાં નબળા અને તેજસ્વી વિદ્યાર્થીની તારવણી કઈ રીતે કરશો?
બૌદ્ધ ધર્મના વડા દલાઈ લામાએ એક મુલાકાતમાં કહ્યુ હતુ કે બાળપણમાં મારા પર લાદવામાં આવેલા અંકુશો મને ત્રાસદાયક અને અન્યાયી લાગતા હતા પણ આજે હું કબુલુ છુ કે મારા વિકાસમાં બાળપણના મારા પર લદાયેલા વ્રત અને અનુશાસનનો મોટો ફાળો છે. તત્વચિંતક જી.આઈ. ગુર્જીએફે વ્યક્તિનિતિ ઉપર બે બોલ કહ્યા તેમાં યુવાવસ્થા સુધી શિસ્ત અને અનુશાસનમાં રહેવા ઉપર ભાર મુક્યો છે. માટે બાળક ઉપરથી પુસ્તકો યાદ રાખવાનો ભાર હટાવી દેવાથી તેની એકાગ્રતા, શિસ્ત, અનુશાસન, શક્તિ સંચયને ફટકો પડશે.
અભ્યાસનો ભાર હળવો થઈ જવાથી નિરંકુશ અને દિશાહિન બાળકનું ઘડતર કરવા માટે માવતર પાસે પોતે પોતાની જ પળોજણમાં હોઈ પુરતો સમય નથી. ત્યારે બાળક કુછંદે, કુટેવે ચડી જવાની સંભાવનાઓ વધી જાય છે.
Original Source: http://himmatkataria.blogspot.com/
Visa અને Recession
ઘણા Australian Immigration Visa જેમ કે SIR અને student visa પછી મળતી permanent residency aka PR માટે પ્રતિસપ્તાહ અમુક કલાકોનો paid work experience જરૂરી છે. હાલ ચાલી રહેલ recession કે વૈશ્વિક મહામંદી માં જ્યારે employers પાસે પણ પૂરતું કામ ન હોવાથી પોતાના employees ને એ full-time કામ આપી શકતાં નથી. આથી એ શરત પૂરી કરવી કેટલાક casual employeesને સહજપણે અઘરી પડે તે શક્ય છે. આ વાતને ધ્યાનમાં રાખીને DIMA ઉપરોક્ત શરતમાં કંઈક recession discount આપશે?
Original Source: http://manishmistry.blogspot.com/
Recent Posts
- ઢોલીવુડના આસમાનમાં વિક્રમ – મમતાની પતંગ
- પતિ ગયો કાઠીયાવાડ – સંગીતમય કૉમેડી નાટક
- સાધુ-સંતને ખોટો ક્રોધ શોભે?
- સહિયર મોરી,વગડો વીણવા જઈએ….રમેશ પટેલ(આકાશદીપ)
- નરેશ કનોડિયાની હેટ્રિક – સતત 3 વાર વર્દી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- કુરુક્ષેત્ર
- "સુરતીઉધીયું"
- અશ્વિન પટેલ નો બ્લોગ
- ગુર્જર કાવ્ય ધારા.........a way of talking
- ગદ્યસુર
- બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा
- મા ગુર્જરીના ચરણે....
- મારો બગીચો
Archives
- February 2012 (49)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)

Uncategorized