Browsing all articles from April, 2009
Swine Fly!
Rundle Mall upgrade થઈ રહ્યો હતો ત્યારે નગરપંચાયત (Adelaide City Council) દ્વારા કલાત્મક રચનાઓ વડે તેને સજાવવાની મંજૂરી અપાઈ હતી. Marguerite Derricourtએ બનાવેલા ચાર કાંસાની પ્રતિમાઓ Myer center ના ઊંચા building સામે સ્થાપિત કરાઈ અને 3 July 1999 ના રોજ તેમનું અનાવરણ થયું ત્યારથી તે 'મૂર્તિસમૂહ' ખ્યાતનામ થઈ ગયો.જાણે હમણા હલશે કે દૉડવા માંડશે તેવી વાસ્તવિક આ આકૃતિઓને એકદમ જોઈને પહેલીવાર તો ઘણા ડઘાઈ જાય છે - 'આ વળી અહીં શું કરે છે?'.
લોકો પાસે પડાવેલ નામ દઈને કહું તો Truffles તેની જગ્યાએથી હલતો પણ નથી તો બાળકો તેની પર બેસીને કોઈ જાદુગરના ખેલ જુએ છે, Horatioને બેસી રહેવાનું પસંદ છે એટલે તેને હાથ પસવારવાનું દરેકને ગમે તેમ છે, Oliver સ્વભાવગત અકરાંતીયો છે એટલે એને રમવાનો time નથી અને and Augustaને આમતેમ દૉડાદૉડ કરવી ગમે છે એટલે તેની સવારી કરીને બાળકો photos પડાવે છે. આવતાં-જતાં માનવમેળાને પોતપોતાની સુનિશ્ચિત જગ્યાએથી તદ્દન ભોળાભાવે તાકી રહેલ આ અબોલ અસ્તિત્વોને કચકડે કંડારવાનો લ્હાવો મુલાકાતીઓ ચૂકતાં નથી અને બાળકો ને પણ તે અતિપ્રિય થઈ ગયા છે.
આ વાત છે Rundle Mallના logoમાં સ્થાન પામેલ "Mall's Balls" પછી કદાચ સૌથી વિખ્યાત "A Day Out" તરીકે ઓળખાતી ચાર ભૂંડની પ્રતિમાઓની!
અત્યારે એમને યાદ કરવાનું કારણ એ કે ગઈકાલે અમારા staff માં ફરતી થયેલી એક email માં ચારેયના મૉઢે માસ્ક પહેરાવીને Swine Flu થી સાબદા રહેવા ચેતવણી આપવામાં આવી છે! તમામ airports પર આ virus ને પ્રવેશબંધી ફરમાવતી કરડાકી વર્તાય છે જેથી Flu fly કરીને ના આવે!
SAARS, Bird Flu અને Swine Flu થી ત્રાહિમામ્ પોકારી ગયેલી દુનિયાના તારણહાર તરીકે Adelaide ના વૈજ્ઞાનિક Dr. મોહમ્મદ અલશરીફીને ચમકાવતા આજના The Advertiserના મુખપૃષ્ઠ પર એમાંના એકની આવી 'masked' તસવીર છે. યોગાનુયોગ હું આ લેખ online વાંચતો હતો ત્યારે ANZ Bankની "SmartyPig" campaign ની flash ad ચાલતી હતી!
Bonus:ચકલી ઊડે ............ફૂર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર....
પોપટ ઊડે ............ફૂર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર....
ભૂંડ ઊડે..............??????????
હા ભઈ, ભારતના નેતાઓ એમણે આપેલા તમામ વચનો પાળવાના છે, ક્યારે? ભૂંડ ઊડે ત્યારે!
પોપટ ઊડે ............ફૂર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર....
ભૂંડ ઊડે..............??????????
હા ભઈ, ભારતના નેતાઓ એમણે આપેલા તમામ વચનો પાળવાના છે, ક્યારે? ભૂંડ ઊડે ત્યારે!
ગબ્બરનો Orkut Profile!
એક મિત્રના Orkut photos માં મૂકેલ કોઈક અજ્ઞાત કલાકારે હાથે બનાવેલ ચિત્ર ના આધારે અને Orkut ના screenshot વાપરીને Paint.Net વડે બનાવેલ "The Orkut Profile of Gabbar Singh / गब्बर सिंह का ऑर्कुट प्रोफाईल / ગબ્બર સિંહનો ઑર્કુટ પ્રોફાઈલ") સારી Quality માં જોવા માટે નીચેના ચિત્ર પર click કરો!
![]() |
| From Blogger Pictures |
"અરે ઓ સાંભા!" થી શરુ થતા scene માં ગબ્બર તેના સાથીઓ સાથે જે ગમખ્વાર ગેમ રમે છે તેનું નામ છે Russian Roulette એવું અહિં આ forum પરની શોલે વિશેની પ્રશ્નાવલી માંથી જાણવા મળ્યું!
US Visa Bulletin May 2009
| Family | All Other | CHINA | INDIA | MEXICO | PHILIPP |
| 1st | 22SEP02 | 22SEP02 | 22SEP02 | 08OCT92 | 01AUG93 |
| 2A | 08OCT04 | 08OCT04 | 08OCT04 | 01APR02 | 08OCT04 |
| 2B | 15NOV00 | 15NOV00 | 15NOV00 | 01MAY92 | 01FEB98 |
| 3rd | 08SEP00 | 08SEP00 | 08SEP00 | 22OCT92 | 22JUN91 |
| 4th | 08JUN98 | 22MAR98 | 08JUN98 | 01MAY95 | 08JUL86 |
| Other | CHINA- mainland born | INDIA | MEXICO | PHILIP | |
| Employ | |||||
| 1st | C | C | C | C | C |
| 2nd | C | 15FEB05 | 15FEB04 | C | C |
| 3rd | U | U | U | U | U |
| Other Workers | U | U | U | U | U |
| 4th | C | C | C | C | C |
| Certain Religious Workers | C | C | C | C | C |
| 5th | C | C | C | C | C |
| Targeted Employ-ment Areas/ Regional Centers | C | C | C | C | C |
| 5th Pilot Progams | C | C | C | C | C |
ગુજરાતી લખો જાદૂઈ Lipy વડે!
વિચાર:ગુજરાતી blog જગતની બહુ જૂની ફરિયાદ છે કે અમારા comment box માં ગુજરાતી લખાતું કેમ નથી? comment box ની નજીક વાચકો IndicIME install કરે કે અન્ય typepads વાપરી લખાણ copy-paste કરે તેવા સૂચનો મૂકવા પડે છે. વિશાલભાઈએ ઘણા સમય પહેલાં આનો ખૂબજ સરળ જવાબ આપતાં પ્રમુખ typepad નું અત્યંત સરલ સ્વરૂપ પણ બનાવ્યું હતું અને એના ઉપયોગ વિશે સમજૂતી આપી હતી પણ કદાચ technical મર્યાદાઓને કારણે આ ખૂબ જ સુંદર રચના એટલી વપરાશમાં ન આવી. મને હંમેશા થતું હતું કે એવું કંઈક હોવું જોઇએ જેથી આ copy-paste ની કડાકૂટ માંથી બચી શકાય. એવું કંઈક કે એક button દબાવો અને સાદું textarea control (કે જેમાં તમે તમારી comments કે લાંબા લખાણ લખો છો) તરત જ એક સરળ ગુજરાતી type pad માં પરિવર્તિત થઈ જાય! આ જાદુ એટલો સરળ દેખાતો હતો કે મેં ઘણી વાર પ્રયત્નો કર્યા પણ અંતે એટલું જ સમજાતું હતું કે આ ખરેખર એટલું સરળ નહોતું! એક છડી ફેરવો ને દેડકામાંથી રાજકુમાર બની જાય! ABRACADABRA! હવે સુધરેલા browsers અને મારા વધેલા અનુભવના આધારે આ પાઘડીનો વળ છેડે આવ્યો! એ વસ્તુ છે મારી પ્રિય technique - bookmarklet! 'લીપિ' શબ્દ પરથી મેં આને Lipy એવું નામ આપ્યું છે!
કાર્ય:
આ bookmarklet ખુલ્લી tab માં મુખ્ય પાના પરના તમામ textarea ને સરળ ગુજરાતી Typepad માં પરિવર્તિત કરે છે.
પદ્ધતિ:
service.vishalon.net પરથી એક javascript current document માં સામેલ કરે છે
current tab ના document ના તમામ forms ના દરેક textarea control ને ગુજરાતી typepad માં પરિવર્તિત કરે છે અને તે મતલબ નો સંદેશ ઉમેરે છે.
ઉપયોગ:
તો આ રહી એ bookmarklet!
માત્ર આ bookmarklet ને ઢસડીને તમારા firefox, Safari કે Chrome ના bookmark bar પર મૂકી દો. જ્યારે તમે કોઇ બ્લોગ ના comment box માં ગુજરાતીમાં type કરવા ઈચ્છો ત્યારે માત્ર આ bookmarklet ને click કરી દો. માત્ર થોડી seconds માં જે તે comment box અને અન્ય textareas માં હવે ગુજરાતી લખી શકાશે. દર વખતે જ્યારે તમે એ blog ની મુલાકાત લો ત્યારે bookmarklet વાપરવી જરૂરી છે જ્યાં સુધી જે તે blogger પોતે ગુજરાતી typing ની વ્યવસ્થા ના કરી આપે. વધુ માહિતી માટે મારી bookmarklets સંબંધિત posts ની મુલાકાત લો.
મુશ્કેલીનિવારણ:
આ કોઈ guaranteed program નથી અને તમે તેને પોતાના જોખમે વાપરશો પણ જો bookmarklet click કરવાથી textarea માં ગુજરાતી type થવાનું શરુ ના થાય તો textarea નું લખાણ copy કરી પાના ને refersh/reload F5 કરીને paste કરવું અને શક્ય હૉય તો પાના નું સરનામું URL અને તમારા Browser નું તથા તમારી operating system નું version જણાવવા મારો સંપર્ક કરવો.
નોંધ:
Windows Vista પર નીચેના Browsers માં બરાબર ચાલે છે.
બીજે વાપરીને અનુભવ જણાવશો.
મોટાભાગના web developers FireBug વાપરે છે F12 shortcut key નો ઉપયોગ કરે છે. તેથી મેં Lipyમાં F9 shortcut key નો ઉપયોગ કર્યો છે અર્થાત્ ગુજરાતી-અંગ્રેજી અદલ-toggle-બદલ કરવા માટે keyboard માં છેક ઉપરની હરોળની F9 key નો ઉપયોગ કરવો.
વિસ્તાર:
- આ પ્રકારના bookmarklets દરેક ભાષા માટે બનાવી શકાય.
- textarea માંથી વધુ વિસ્તૃત પ્રમુખ Typepad પ્રકારનું toolbar અને જોડણી પરિક્ષક સહિતનું editor બનાવી શકાય.
- હું જાણું છું કે આ સર્વશ્રેષ્ઠ રીત નથી પણ bloggers પોતે આ Lipy link પોતાના comment box ની બાજુમાં મૂકે તો તેને વાચક bookmarklet ની અવેજમાં વાપરી શકે.
- આ bookmarkletનું offline version પણ શક્ય છે પણ મને તેની જરૂરિયાત જણાઈ નથી. પણ કોઈને જરૂર જણાય તો "order પર પૂરતું ધ્યાન આપવામાં આવશે"
વિશાલભાઈ મોણપરા
Bonus:
અપેક્ષિતપણે આ bookmarklet IE8 (8.0.6001.18702) માં ચાલતી નથી!
Archives
- July 2010
- June 2010
- May 2010
- April 2010
- March 2010
- February 2010
- January 2010
- December 2009
- November 2009
- October 2009
- September 2009
- August 2009
- July 2009
- June 2009
- May 2009
- April 2009
- February 2009
- January 2009
- December 2008
- November 2008
- October 2008
- June 2008
- May 2008
- March 2008
- January 2008





