સમાજ, સરકાર અને ડોકટરો
હમણા જુનિયર ડોકટરોની હડતાલ ચાલે છે, ગરીબો સરકારી હોસ્પિટલોને બદલે ખાનગી દવાખાનાઓ તરફ વળ્યા છે અને મસમોટી સરકારી હોસ્પિટલો ખાલી રહે છે. વાંધો આ હોસ્પિટલો ખાલી રહે એનો ના હોય પણ ગરીબ લોકો યોગ્ય સારવાર ના પામે કે ખાનગી દવાખાનાઓમાં જઈ મોટા દેવામાં ઉતરી જાય એની સામે આપણે સવિનય વિરોશ નોંધાવવો રહ્યો. જપન પાઠકે એનો વિરોધ હડતાલના શરૂઆતના દિવસોમાં જ આક્રમક અને યોગ્ય રીતે નોંધાવ્યો જ છે. (જપનના બ્લોગની નોંધ દરેક રાજકીય માંધાતાઓ લેતા જ આવ્યા છે એ એક આડવાત નોંધવી રહી.)ગરીબ પ્રજાનો સામાન્ય રીતે કોઈ ગોડફાધર હોતા નથી સિવાય કે આ પ્રશ્ન પોલીટીકલ સ્વરૂપ ધારણ કરે. આપણે ત્યાં અમુક વર્ગને ખાસ સ્ટેટસ અને પ્રાધાન્ય મળે છે જેવા કે રાજકારણીઓ, ડોકટરો, શિક્ષકો, વકીલો, સાધુ મહાત્માઓ. ( અહીં પબ્લીસીટીની વાત નથી નહિ તો ફિલ્મી સિતારા અને રમતવીરો પણ આ લીસ્ટમાં આવત). સમાજ આ વર્ગોને માનભરી નજરે જુએ છે. પણ સામા પક્ષે આ મળેલાં માંનામોભાને બરાબર અનુસરવાની જવાબદારી પણ ખરી. જો એમાં પાર ના ઉતરી શકે તો સમાજે ગીયર બદલવાની જરૂર ખરી.
ગરીબ પ્રજાના માંદગીઓ અવગણી પગારને પ્રાધાન્ય આપતા આ ડોકટરોનો વિશિષ્ટ દરજ્જો એના પ્રોફેશનલ અપ્રોચથી છીનવાય જવો જોઈએ. પગાર વધારો માંગવો એ કઈ ખોટી બાબત નથી પણ એની પ્રાયોરીટી સારવારથી આગળ ના હોઈ શકે.
સરકાર પક્ષે પણ ( જેમ દરવર્ષે ધારાસભ્યોનો પગારવધારો ચુપચાપ વિધાનસભામાં પાસ કરી દેવાય છે એમ ) ડોકટરોના વેતન ચુપચાપ મોંઘવારી અને બીજા રાજ્યોની સમકક્ષ કરી આપવા જોઈએ આવી બાબતે ડોકટરોને માંગણી કરવાનો અવસર જ ના આપવો જોઈએ.
રાજકારણી એટલે શું? રાજનીતિજ્ઞ એટલે શું?
'બાલ ઠાકરે મુસ્લિમોનું મોં જોવાનું પણ પસંદ ન કરે', 'નરેન્દ્ર મોદીને દેશના પીએમ બનાવી દેવાય તો મુસ્લિમોને આ દેશમાં કેવી રીતે જીવવું તે શીખવાડી દે', 'રાહુલ ગાંધી વડાપ્રધાન થાય તો દેશનું ચિત્ર જ બદલાઈ જાય.' આ પ્રકારના વિધાન સાંભળીએ ત્યારે ખરેખર હસવું આવે. પણ આવી માનસિકતા ધરાવતા અનેક ગગાજી ડોટ કોમનો આપણા અમદાવાદમાં અને દેશમાં ટૂટો નથી. આ પ્રકારના ગગાજી ડોટ કોમની પિપૂડી વાગતી હોય છે ત્યારે તેના જેવા એકસોને એક ગગા-કમ-લલવા ટપાકાં પાડતાં જોવા મળશે.
રાજકારણી અને રાજનીતિજ્ઞ વચ્ચે મૂળભૂત ફરક શું છે? હાથીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ-અલગ હોય છે. રાજકારણીઓ હાથી જેવા હોય છે. બહુજન સમાજ પક્ષ તો એટલો પ્રામાણિક છે કે તેનું નિશાન જ હાથી રાખી દીધું છે. કાશીરામ દીર્ઘદ્રષ્ટા હતા. તે સારી રીતે જાણતા હતા તેમના પક્ષની લગામ ભવિષ્યમાં કોને સોંપવાની છે...રાજકારણીઓ જેવું બોલે છે તેવું આચરણ ધરાવતા નથી અને જેવું આચરણ ધરાવે છે તેને જાહેર કરવાની હિમ્મત તેમનામાં હોતી નથી. તેઓ શરાબ પીને પણ જૂઠ્ઠું બોલી શકે છે. પ્રજાની માનસિકતા જાણીને તેને અનુરૂપ સ્વાંગ તેઓ સજે છે. રાજકારણ એટલે શું? રાજકારણી એટલે શું? અને રાજનીતિજ્ઞ એટલે શું?
રાજકારણ એટલે રાજ કરવા માટેનું કારણ અને રાજકારણીઓ એટલે રાજ કરવા માટે યોગ્ય કે અયોગ્ય-કોઈ પણ માર્ગે શાસન કરવા માગતા સ્વાર્થી અને મહત્વાકાંક્ષી લોકો. માયાવતી, નરેન્દ્ર મોદી, શરદ પવાર, મુલાયમ સિંહ, એલ કે અડવાણી, ઉમા ભારતી, અમરસિંહ જેવા આજના બધા 99.99 ટકા નેતાઓ રાજકારણીઓ છે. જવાહરલાલ નહેરુ રાજનીતિજ્ઞ હતા. તમે તેમની નીતિ સાથે અસહમત થઈ શકો છો, પણ રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિષ્ઠા પર આંગળી ન ઉઠાવી શકો. તેમના દિકરી ઇન્દિરા પ્રિયદર્શિની મહાન રાજકારણી હતા. રાજીવ ગાંધી ન રાજનીતિજ્ઞ હતા, ન રાજકારણી. મનમોહન સિંઘ દેશભક્ત સરકારી અધિકારી હતા, પણ રાજકારણીઓ તેમને રાજકારણી બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં છે. રાજનીતિજ્ઞ અને રાજકારણીઓ વચ્ચે હાથી-ઘોડાનો ફરક છે.
રાજનીતિજ્ઞ એટલે સ્ટેટ્સમેન. તેમના માટે દેશનું હિત સર્વોપરી હોય છે, સત્તા નહીં. તેઓ સત્તા મેળવવા કે જાળવવા દેશનું હિત જોખમાય તેવો વિચાર સુદ્ધાં કરતાં નથી. દેશની જનતાના ચરણોમાં તેમણે તેમનું જીવન સમર્પિત કરી દીધું હોય છે. તેમના શાસનનો આશય દેશ અને જનતાની સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ વધારવાનો હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ડો. રાજેન્દ્રપ્રસાદ, લાલબહાદુર શાસ્ત્રી રાજનીતિજ્ઞ હતા.
રાજનીતિજ્ઞ ભવિષ્યની પેઢીઓ માટે આદર્શરૂપ હોય છે, પ્રેરણારૂપ હોય છે જ્યારે રાજકારણીઓ પર તેમનું પોતાનું લોહી પણ થૂંક ઉડાવે છે. લાચાર અને નિઃસહાય જનતાનું શોષણ કરતા આ સત્તાસમ્રાટો જીવે છે ત્યારે ધિક્કારને પાત્ર હોય છે અને મરી જાય છે પછી તેમની તકતી પર ભવિષ્યની પેઢીઓ લઘુશંકા કરી તેમના પૂર્વજોની પીડાનો બદલો વાળતી હોય છે...
ગુજરાતનું જાણીતું પખવાડિક વિચારપત્ર ‘નિરીક્ષક’ હવે ઓનલાઇન
ગુજરાતનું જાણીતું પખવાડિક વિચારપત્ર 'નિરીક્ષક' હવે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. (http:// www.nireekshak.com) પહેલી જુલાઈ, 2009થી પોસ્ટેજ સમસ્યાને કારણે 'નિરીક્ષક' તેના ગ્રાહકો સુધી પહોંચી શક્યું નથી. પરંતુ હવે ઇન્ટરનેટ પર તેની પીડીએફ આવૃત્તિ ઉપલબ્ધ છે. છેલ્લાં કેટલાંયે વર્ષોથી ગુજરાતને એક સારા વિચારપત્રની-વિવેચનયુક્ત સમાચારો, નિર્ભય વિચારચર્ચાઓ અને નિષ્પક્ષ નિરાકરણો પૂરા પાડનારા સાપ્તાહિક પત્રની-ખોટ રહેલી છે.
એના પ્રથમ અંકમાં પ્રગટ થયેલ અભિલાષ અને અભીપ્સા આ પ્રમાણે છે:
મહાત્મા ગાંધીના તપોબળે અને ભાવનાશીલોના સ્વાર્પણે મેળવી આપેલું સ્વરાજ્ય, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ જેવા સપૂતોના પુરુષાર્થથી આપણી પરંપરામાં ઊંડાં મૂળ નાંખે ન નાંખે ત્યાં તો દેશમાં છિન્નતાની પરંપરાઓ સર્જાઈ છે અને રાજસત્તા લોકસત્તાને ગ્રસી જાય તેવી પરિસ્થિતિ નીપજી છે. તેવે, લોકજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં નવું નેતૃત્વ પેદા કરીને લોક-શાસનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના હેતુથી ગુજરાતની પ્રજાને અમે વિનમ્રભાવે એક નવા સાપ્તાહિક ‘નિરીક્ષક’ની નવાજેશ કરી રહ્યા છીએ.
આપણા બંધારણે જે ઉત્તમ લોકશાહી માળખાની દેશને ભેટ ધરેલી છે તે છિન્નભિન્ન થઈ જાય તેવી કટોકટીઓ આપણા દેશમાં સર્જાઈ રહી હોય ત્યારે બંધારણને અને લોકશાહી સંસ્થાઓને ટકાવવા માટે પણ નિર્ભય અને નિષ્પક્ષ સાપ્તાહિક પત્રની જરૂર સમજાય છે. દેશનો બુદ્ધિશાળી વર્ગ ઉત્તમ વિચારમાંથી પ્રગટેલા ઉત્તમ કાર્યની ભૂમિકા ઉપર સંગઠિત થઈ શકતો નથી એનું એક કારણ આવાં વિચારપત્રો નથી તે પણ છે. હકીકતને પવિત્ર ગણવી અને ટીકાને મુક્ત રાખવી એ જેનો ધ્યાનમંત્ર હોય એવાં પત્રો જ સબળ લોકશાહીનું જતન કરી શકશે.
‘નિરીક્ષક’ કોઈ પણ રાજકીય પક્ષનું વાજિંત્ર નથી. ‘નિરીક્ષક’ પ્રત્યેક પ્રશ્નનો સૂક્ષ્મ અને તટસ્થ અભ્યાસ કરી રહ્યું છે. એ વસ્તુસ્થિતિનાં તથ્યોને અને લોકશાહી જીવનમૂલ્યોને વળગી રહ્યું છે. લોકજીવનનાં સ્વાસ્થ્ય અને સંસ્કારને સમૃદ્ધ કરવા એ સતત પ્રયાસરત છે. ‘નિરીક્ષક’ની નિષ્ઠા લોકનિષ્ઠા છે અને લોકલાગણી તથા સત્ય વચ્ચે સમન્વયના સેતુ બાંધવાની તેની આકાંક્ષા છે. ‘નિરીક્ષક’ ગુજરાતના, ભારતના અને વિશ્વના વિવિધ વિચારોને મુક્ત મને આવકારી રહ્યું છે અને ગુજરાતના લોકજીવનના તાણાવાણામાં તેને વણી લેવા મથી રહ્યું છે. છતાં એની લોકનિષ્ઠા અચળ છે. ગાંધીજી કહેતા કે મારાં બારીબારણાં ખુલ્લાં છે, ચારે દિશાના વાયરા ભલે વાતા, પણ તેથી હું મારો પગ ભોંયથી ચળવા નહીં દઉં. ‘નિરીક્ષક’નો પણ આ જ શિવસંકલ્પ છે.
આ કામ અઘરું છે અને તેનાં મૂળ ઊંડાં ઊતરે ત્યાં સુધી ધીરજની કસોટી કરે તેવું છે. તેમ છતાં ગુજરાતમાં સહિષ્ણુતા, વિવેક અને વિચારનાં પ્રગતિશીલ મૂલ્યોએ જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તેને કારણે ગુજરાતમાં આવા મુક્ત અને ઉદાર વિચાર-વાહનની ખરેખરી ભૂખ જાગી છે. એટલે અમને શ્રદ્ધા છે કે આ સાહસને ગુજરાતના લોકહિતચિંતકોનું ઉત્તમ સમર્થન સાંપડશે અને એ લોકસહકારથી પોતાનું કામ ગોઠવશે.
ટેસ્ટ ક્રિકેટ જ અસલી કળા છે અને તેનું મહત્વ વધશેઃ બિશનસિંઘ બેદી

આઇસીસીના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં સ્થાન મળતાં કેવી લાગણી અનુભવો છો?
તમે જે કામ ઇમાનદારીપૂર્વક કર્યુ હોય તેને માન્યતા મળે ત્યારે બહુ સારું લાગે તે સ્વાભાવિક છે. જે કામ માટે તમે આજીવન સર્મપિત રહ્યાં હોય અને કોઈ તેની કદર કરે કે તેને મહત્વ આપે છે ત્યારે સંતોષ થાય છે.
તમને કેપ (ટોપી) મળી ગઈ?
(બિશનસિંઘ બેદી હસી પડે છે) ના. ડેવિડ મોર્ગનને મને પૂછ્યું છે કે હું કેપ ક્યાં લેવાનું પસંદ કરીશ. મને પંજાબ કે દિલ્હીમાં કેપ મેળવવાની ઇચ્છા છે. શક્ય ન હોય તો પછી લોર્ડસમાં કેપ લેવાની ઇચ્છા છે. તે મારા મનપસંદ મેદાનમાંનું એક છે. કદાચ તે મને આઇસીસીના શતાબ્દીના આયોજનમાં જ ટોપી પહેરાવી દે. (બંને ભૂતપૂર્વ ક્રિકેટર મિત્રો હંસી પડે છે)
તમે છેલ્લાં 50 વર્ષથી ક્રિકેટ સાથે જોડાયેલા છો. આ દરમિયાન તમે ક્રિકેટમાં શું ફેરફાર અનુભવ્યાં?
અનેક પરિવર્તન. પણ દરેક ફેરફાર સારા હોય તે જરૂરી નથી. અત્યારે કાંડુ વાળવાના 15 ડિગ્રીના નિયમ સાથે હું સહમત નથી. ખરેખર તે નિયમ નહીં દાદાગીરી છે. બીજી વાત એ છે કે અત્યારે દરેક ઑફ સ્પિનર દૂસરા ફેંકવા માગે છે અને તે બોલિંગનો એવો પ્રકાર છે જેને તમે જોવાનું પસંદ નહીં કરો. કોઈ સ્પિનર પરંપરાગત સ્પિનની લૂપ, ઘુમાવ અને ઉછાળ જેવી ખાસિયતોનો પ્રયોગ કરી વિકેટ ઝડપશે તો મને ગમશે.
ટ્વેન્ટી-20 કિક્રેટ વિશે તમારું શું માનવું છે?
નવા પ્રયોગ કરવાની જરૂર હંમેશા હોય છે, ટ્વેન્ટી-20 પણ આવો જ એક પ્રયોગ છે.
કેટલાંક ક્રિકટરોનું માનવું છે કે તેનાથી ટેસ્ટ ક્રિકેટનો મૃત્યુઘંટ વહેલો વાગી જશે?
ટેસ્ટ ક્રિકેટમાં જ ક્રિકેટરોની સાચી ક્ષમતા જાણી શકાય છે. ટેસ્ટ ક્રિકેટ કાબેલ ક્રિકેટરોની રમત છે. ક્રિકેટની સાચી કળા છે. ક્રિકેટરૂપી મુગટમાં સૌથી કિંમતી રત્ન છે. ક્રિકેટના આ ક્લાસિક સ્વરૂપને કોઈ પણ નબળી ન કહી શકે...
પણ ઘણા ક્રિકેટરો ટેસ્ટ ક્રિકેટનો અંત વહેલો આવી જશે તેવી ભવિષ્યવાણી કરી રહ્યાં છે...
આગામી દિવસોમાં ખબર પડે જશે. તમે જોશો કે તમામ પ્રકારના દબાણ વચ્ચે ટેસ્ટ ક્રિકેટનું મહત્વ વધશે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એશીઝ શ્રેણી છે.
ક્રિકટેનું વધારે પડતું વ્યાવસાયિકરણ થઈ ગયું છે?
રમતને ટકાવવા, પ્રતિભાશાળી ખેલાડીઓને તેની સાથે જોડવા અને રમતને આકર્ષક બનાવવા તમારે નાણાંની જરૂર પડે છે. ક્રિકેટ રમીને તમારે જિંદગી નાણાભીડમાં પસાર કરવી પડે તો તમે ક્રિકેટ રમવાનું પસંદ કરશો? જરૂર સંતુલનની છે.
શર્મ-અલ-શેખ, કસાબ અને ઉર્દૂ અખબારો…

હિંદુસ્તાનના ઉર્દૂ અખબારો જણાવે છે, નાપાક પાકિસ્તાન પાસેથી પાક વલણની આશા રાખવાથી કશું વળવાનું નથી. બીજી તરફ પાકિસ્તાનના ઉર્દૂ અખબારોનું વલણ અત્યંત નિરાશાજનક છે. તેમાં પાકિસ્તાનનું અગ્રણી ઉર્દૂ અખબાર 'મિલ્લત ન્યૂઝ' આગળ પડતું છે. શર્મ-અલ-શેખમાં સંયુક્ત નિવેદન પર પાકિસ્તાનના ઉર્દૂ અખબારો તેમના વઝીર-એ-આલમ યુસુફ ગિલાની પર આફરીન થઈ ગયા છે. પાકના નાપાક પત્રકારોએ તો ઇજિપ્ત જ 'વી વિન'ના બણગાં ફૂંકવાની શરૂઆત કરી દીધી હતી. ગિલાની ઇજિપ્તથી સ્વદેશ પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે લાળપાડું નાપાક પત્રકારો તેમને ત્રણ વખત મળ્યાં હતા અને વારંવાર અભિનંદન આપ્યા હતા.
રાજકીય નેતાઓ સાથે સલામત અંતર જાળવવું એક કળા છે અને અત્યંત ઓછા પત્રકારો તેમાં માહેર હોય છે. પાકિસ્તાનના આ લાળપાડું પત્રકારોનું કહેવું છે કે, પાકિસ્તાને પોતાની શરતો પર ભારતને સમજૂતી કરવા રાજી કર્યું. ભારતે બલૂચિસ્તાન અને વઝીરિસ્તાનમાં દખલઅંદાજીની વાત પણ કબૂલી લીધી છે. પાકિસ્તાનના મીડિયાથી વિપરીત આપણા ઉર્દૂ અખબારોએ વધુ ગંભીરતા દાખવી છે. તે લખે છે, પાકિસ્તાન ભ્રમમાં ન રહે. દિલ્હીથી પ્રકાશિત થતું 'સહાફત' લખે છે કે, 'પાકિસ્તાન વાટાઘાટને ભારતની નબળાઈ ન સમજે. અમે ઝરદારી કે ગિલાનીના કારણે વાટાઘાટ કરવા રાજી થયા નથી. ત્યાંની જનતાની શાંતિ અને સલામતી માટે અમે આ માનવતાવાદી પગલું લીધું છે.'
'જદીદ ખબર' લખે છે, 'પાકિસ્તાન ભલે ગમે તે કહે. સાચી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય અને હિંદુસ્તાનના દબાણમાં આવીને તેને મુંબઈ હુમલા માટે પોતાની જમીનનો ઉપયોગ અને તેમાં પાકિસ્તાનના આતંકવાદીઓનો હાથ હોવાની વાત કબૂલવી પડી છે.' એક ઉર્દૂ અખબારે લખ્યું છે કે, પાકિસ્તાન પર વિશ્વાસ કરવા જેવો નથી. તેની જમીનનો નાપાક ઇરાદા માટે ઉપયોગ નહીં થાય અને ત્યાંથી ભારત પર આતંકવાદી હુમલા નહીં તેની કોઈ ખાતરી નથી.
કસાબની કબૂલાત અને ફાંસની સજા મેળવવાની ઇચ્છા પર પણ હિંદુસ્તાન અને પાકિસ્તાનના ઉર્દૂ અખબારોનો દ્રષ્ટિકોણ અલગ-અલગ છે. હિંદુસ્તાનના ઉર્દૂ અખબારોએ કસાબની કબૂલાતના સમાચારને 'હા, મૈં કાતિલ હૂં', 'મૈંને સેંકડો બેગુનાહોં કા ખૂન કિયા હૈ' જેવા મથાળા સાથે પ્રકાશિત કર્યા છે. પાકિસ્તાનના ઉર્દૂ અખબારો કસાબની કબૂલાત એક ષડયંત્ર માને છે. તેઓ પૂછે છે કે, 'અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે જ કસાબે કબૂલાત કેમ કરી?'
એકલે હાથ સંભાળું છું મોરચો..

એકલે હાથ સંભાળું છું મોરચો.
સ્વપ્નમાં યે અગર ભાળું છું મોરચો.
એક હૈયા ઉપર ને બીજો મૂઠ પર,
ઊંઘમાં યે હવે પાળું છું મોરચો.
કોણ છે બીજું કે હું પ્રહારે કરું?
જાત સામે જ તો વાળું છું મોરચો.
દેખ, હમણાં જ અજવાળું છું મોરચો.
જાગો રે અભિયાનઃ ફાયદો કોને થયો? લોકશાહીને કે ટાટા ટીને?

'મેરા ભારત મહાન'ના મહાન ભારતીયોને મન ચાની ચૂસ્કી વધુ મહત્વની કે મતદાન? તમે અમિતાભ બચ્ચનના પ્રશંસક હશો તો તમારા મુખમંડળમાંથી 'હંઈ', આમિર ખાનના પ્રશંસક હશો 'હાય અલ્લાહ, યે ક્યા કહે રહે હો', રાજેશ ખન્નાના પ્રશંસક હશો તો 'બાબુ મોશાય, ક્યા કહે રહે હો' અને દિલીપ કુમારના આશિક હશો તો 'એ ભાઈ, ક્યા કહે રહે હો, ભાઈ' જેવો ઉદગાર નીકળી જશે. પણ ચા રસિકોને એ જાણીને આનંદ થશે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન એક વાતનો ફેંસલો થઈ ગયો છે કે, આ દેશની જનતાને મતદાન કરતાં ચામાં વધુ રસ છે.
જાગો રે..જાગો રે...જાગો રે....યાદ છે આ જાહેરાત? ના યાદ હોય તો પણ વાંધો નહીં. આમ પણ આપણે ભારતીયો ખરેખર યાદ રાખવાની વાતો બહુ ઝડપથી ભૂલી જઇએ છીએ અને સમજવાની બાબત હોય તેને પાછળથી સમજીએ છીએ. જે વાત પાછળથી સમજાય તેનો રંગ હંમેશા લાલ હોય છે. લોકસભાની ચૂંટણી પહેલાં 'નેનોનરેશ' રતન ટાટાના ગ્રૂપની ટાટા ટી કંપનીએ જાગો રે અભિયાન ચલાવ્યું હતું. તેમાં એક દેશપ્રેમી યુવાન કોલેજીયન વિદ્યાર્થીઓને કહે છેઃ ''ઇલેક્શન કે દિન અગર આપ વોટ નહીં કર રહેં હૈ તો આપ સો રહે હૈં.'' આ અભિયાન કે જાહેરાતનો આશય એક યા બીજી રીતે જનતા જનાર્દનને મતદાન કરવાની પ્રેરણા આપવાનો હતો. તેનાથી લોકસભાની ચૂંટણીમાં મતદાન વધશે તેવી આશા હતી. પણ થયું શું?
જનતાને પ્રેરણા મળી પણ મતદાન કરવાની નહીં, ટાટા ટીની ચા પીવાની. આપણે બધા જાણીએ છીએ કે આ વેળાની લોકસભા ચૂંટણીમાં અગાઉની ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું હતું. પણ મતદાન કરવાની પ્રેરણા આપતી કંપનીઓનો વકરો વધી ગયો છે. તેનું ઉદાહરણ ટાટા ટીના બજાર હિસ્સામાં થયેલો વધારો છે. પુરુષ અને સ્ત્રીઓના કામરસથી લઇને વિવિધ કંપનીઓના દેખાવ પર સરવે કરવા માટે જાણીતા કંપની એસી નિલ્સેનનો ટાટા ટી પરનું સંશોધન કહે છે કે, જાગો રે અભિયાનથી લોકશાહીના પાયા સમાન મતદાનમાં તસુભાર પણ વધારો થયો નથી, પણ ચાના બજારમાં ટાટા ટીના હિસ્સામાં ખાસ્સો વધારો થયો છે.
જૂન, 2007માં ટાટા ટીનો માસિક બજાર હિસ્સો 19.5 ટકા હતો જ્યારે ચાના બજારમાં અગ્રેસર હિંદુસ્તાન યુનિલીવર લિમિટેડ (એચયુએલ)નો હિસ્સો 22 ટકા હતો. પણ તે પછી ટાટા ટીનું જાગો રે અભિયાન શરૂ થયું. આ અભિયાન બે વર્ષ ચાલ્યું હતું અને લોકસભાની ચૂંટણી વેળાએ પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. આ ગાળા દરમિયાન બજારમાં ટાટા ટીનો હિસ્સો વધતો ગયો છે. એસી નિલ્સેનના જણાવ્યા મુજબ, માર્ચ 2009માં ચાના બજારમાં ટાટા ટીનો માસિક બજાર હિસ્સો 22.3 ટકા હતો જ્યારે એચયુએલનો હિસ્સો 23 ટકા હતો. એટલે કે જાગો રે અભિયાનના ગાળા દરમિયાન એચયુએલનો હિસ્સો માત્ર એક ટકા વધ્યો જ્યારે ટાટા ટીનો હિસ્સો 2.8 ટકા વધ્યો. ટાટા ટી માટે આ એક મોટી વ્યાવસાયિક સફળતા છે.
ચા, અખબાર અને પહેલો પ્રેમ-આ ત્રણેયનો એક કેફ હોય છે. તેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. જે ચાની ચૂસકી ગમી જાય પછી પેઢીઓ સુધી તેને બદલવામાં આવતી નથી. આ પ્રકારના માનસિકતા ધરાવતા સુજ્ઞ ચા રસિકોનો ટેસ્ટ બદલવામાં ટાટા ટીને જાગો રે અભિયાન ફળ્યું છે. આ વાંચ્યા પછી તમારા મોંમાંથી માત્ર ત્રણ શબ્દ નીકળશે તેની ખાતરી છેઃ મેરા ભારત મહાન...
અમદાવાદમાં બીઆરટીએસને પ્રથમ ગ્રાસે મક્ષિકા….





વાત એમ છે કે, અહીં બીઆરટીએસ માટે ધરણીધર દેરાસરના ચાર રસ્તા બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે પ્રજા નારાજ થઈ છે. અહીં બીઆરટીએસ કારણે રસ્તા સાંકડા થઈ જવાથી પ્રજામાં નિરાશા તો હતી જ. તેમાં ધરણીધર દેરાસર જેવા ચાર રસ્તા બંધ કરવાનો નિર્ણય લેવાતા પ્રજા વિફરી હતી. આ દેરાસર ચાર રસ્તા નાગરિકો માટે અત્યંત ઉપયોગી છે. તે બંધ થઈ જાય તો વિકાસ વિદ્યાલય અને જીવરાજ મહેતા હોસ્પિટલ તરફ જવા માટે લોકોને એક લાંબો ચક્કર મારવો પડે.
પ્રજાની આ નારાજગીનો ફાયદો કોંગ્રેસે સારો એવો ઉઠાવ્યો છે. વાસણા વોર્ડમાં કાર્યરત કોંગ્રેસના કાર્યકરોએ પહેલાં શનિવારે અહીં પ્રાયોગિક ધોરણે દોડતી બીઆરટીએસની બસો અટકાવી દીધી અને રવિવારે ધરણીધર દેરાસર ચાર રસ્તા ખુલ્લા રાખવા મતદાન યોજ્યું હતું. પ્રજાએ પણ તેને સારો પ્રતિસાદ આપ્યો હતો અને સારું મતદાન થયું હતું. હવે જનતાનો આ અવાજ બીઆરટીએસના નિર્માણ માટે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (એજેએલ)ને સોંપવામાં આવશે.
આ વિશે વાસણા વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરાગ પટેલે કહ્યું હતું કે, ''આ મતદાન પછી એજેએલ ધરણીધર ચાર રસ્તા ખુલ્લા રાખવા કે નહીં તેનો નિર્ણય લેશે.'' જોકે એજેએલ આ ચાર રસ્તા બંધ કરવાનો નિર્ણય લેશે તો પણ કોંગ્રેસ તેની લડત ચાલુ રાખશે તેવું તેમણે ઉમેર્યું હતું. અત્યારે સમગ્ર શહેરમાં બીઆરટીએસનું કામકાજ ચાલુ છે. જે વિસ્તારોમાં તેનું કામકાજ ચાલુ છે ત્યાં રસ્તા સાંકડા થઈ ગયા હોવાની ફરિયાદો ઊઠી છે. શહેરમાં બીઆરટીએસના 18 કોરિડોર બની રહ્યાં છે, જે નીચે મુજબ છેઃ
વાસણા-સાબરમતી-નરોડા (47.5 કિમી)
વાસણા-સાબરમતી (15 કિમી)
નરોડા-નારોલ (18 કિમી)
થલતેજ-કાલુપુર (9.1 કિમી)
સત્તાધાર-કાલુપુર (9.55 કિમી)
ઘાટલોડિયા-વાડજ (4.92 કિમી)
સાબરમતી-સરખેજ વાયા આશ્રમ રોડ (17.63 કિમી)
ઇસ્કોન મંદિર-કાલુપુર (11.09 કિમી)
કાલુપુર સ્ટેશન-નારોલ-લાંભા (8.44 કિમી)
કાલુપુર સ્ટેશન-જશોદાનગર ક્રોસરોડ-હાથીજણ (12.81 કિમી)
કાલુપુર-ઓઢવ (9.49 કિમી)
કાલુપુર-નરોડા (10.29 કિમી)
થલતેજ-નારોલ-લાંભા (યુનિવર્સિટી રોડ) (17.15 કિમી)
સરખેજ-ગોતા (12.45 કિમી)
પાલડી-કાલુપુર સ્ટેશન વાયા જમાલપુર (3.25 કિમી)
ઇસ્કોન મંદિર-વાસણા વાયા નેહરુ નગર સર્કલ (3.25 કિમી)
સાબરમતી-કાલુપુર (8.98 કિમી)
વાડજ-ગોતા (5.75 કિમી)
શિવરંજની ક્રોસરોડ-કાલુપુર વાયા શ્રેયાંસ, ન્યૂ બ્રીજ, સ્ટેશન (11.57 કિમી)
કોઈ પણ વ્યવસ્થા પ્રજાની સુવિધા માટે હોય છે. બીઆરટીએસનો આશય સારો છે પણ તેનો અમલ શહેરમાં સફળ થશે કે નહીં તે આગામી દિવસોમાં ખબર પડી જશે.
‘હું જ રાજ્ય છું’: દૈવી સિદ્ધાંતમાં માનતા આપખુદ, નિરંકુશ, સર્વાસત્તાધીશ અને નબળા લૂઈ શાસકો
(નિર્બળ, નિરંકુશ, સર્વસત્તાધીશ લૂઈ શાસકોના વૈભવવિલાસનું પ્રતીક વર્સેલ્સ મહેલ)સામાન્ય રીતે મનુષ્યની મૂળભૂત જરૂરિયાત રોટી, કપડા અને મકાન છે. શાસકો પોતાની સત્તાના કેફમાં અંધ બનીને પ્રજાની આ ત્રણ મૂળભૂત જરૂરિયાત પર તરાપ મારે છે ત્યારે ક્રાંતિનું બીજારોપણ થાય છે. ઓક્સફર્ડ ડિક્શનરીમાં ક્રાંતિનો અર્થ 'આમૂલ પરિવર્તન', 'પરિસ્થિતિમાં મહાન પલટો' આપવામાં આવ્યો છે. ક્રાંતિ એટલે જૂની વ્યવસ્થાનો નાશ અને નવી વ્યવસ્થા માટેનું વિસ્ફોટક પરિવર્તન. જનતા જૂની વ્યવસ્થાથી ત્રાસી જાય છે ત્યારે નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવા ક્રાંતિનો માર્ગ અપનાવે છે. ફ્રાંસની જનતા પણ આપખુદ, નિરંકુશ અને નિર્બળ રાજાશાહી વ્યવસ્થાથી ત્રાહિમામ પોકારી ગઈ હતી અને તેની ક્રૂર બેડીઓમાંથી છૂટવા પ્રજાએ ક્રાંતિનો કાંટાળો માર્ગ પસંદ કર્યો હતો. સર્વસત્તાધીશ અને નિર્બળ લૂઈ રાજાશાહીના કારણે ફ્રાંસના રાજકીય, વહીવટી, કાનૂની, સામાજિક અને આર્થિક એમ તમામ ક્ષેત્રે અરાજકતા ફેલાયેલી હતી અને સામાન્ય જનતા તેમાં પીસાઈ રહી હતી.
રાજાશાહી કે સરમુખત્યારશાહીની સફળતાનો આધાર રાજા કે સરમુખત્યારની યોગ્યતા, કુશળતા અને તેના દ્રઢ મનોબળ પર હોય છે. પ્રજા અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરતી કોઈ પણ શાસન વ્યવસ્થાનો સ્વીકાર જનતા કરે છે. આપણી સામે ક્યુબાના સામ્યવાદી સરમુખત્યાર ફિડેલ કાસ્ટ્રોનું ઉદાહરણ છે. ક્યુબામાં છેલ્લાં 50 વર્ષથી કાસ્ટ્રોનું શાસન છે. અમેરિકાએ તેને દૂર કરી મૂડીવાદ સ્થાપવા અનેક પ્રયાસ કર્યા છે, છતાં પ્રજા કાસ્ટ્રોના જનહિતકારી શાસન વ્યવસ્થાથી સંતુષ્ટ છે. પણ ફ્રાંસમાં પરિસ્થિતિ વિપરીત હતી.
ફ્રાંસમાં રાજાને રાજકાજમાં સલાહ આપવા લોકપ્રતિનિધિઓની એક સભા હતી જે જનરલ એસ્ટેટ નામે ઓળખાતી હતી. તેમાં પ્રજાના ત્રણ વર્ગોને સ્થાન હતું-ધર્મગુરુઓ, ઉમરાવો અને સામાન્ય જનતા. પણ લૂઈ રાજાઓએ 1614 પછી તેનું અધિવેશન જ બોલાવ્યું નહોતું. લોકોને તેની ચૂંટણી અને કામગીરી પણ યાદ નહોતી. રાજા સંપૂર્ણપણે મનસ્વી થઈ ગયા હતા અને અમર્યાદિત શક્તિઓનો ઉપયોગ કરતા હતા. તેમના સ્વેચ્છાચારી આચરણ પર અંકુશ લગાવી શકતી કોઈ સંસ્થા હતી તો એ પાર્લમા હતી. તે પ્રતિનિધિ સભા નહોતી પણ તેની કામગીરી થોડી ઘણી અદાલત જેવી હતી. તેનું મુખ્ય કાર્ય રાજાના આદેશોને મંજૂર કરવાનું કે ફગાવી દેવાનું હતું. ફ્રાંસમાં કુલ 13 પાર્લમા હતી જેમાં પેરિસની પાર્લમા સૌથી વધુ શક્તિશાળી હતી.
ક્રાંતિ અગાઉના વર્ષોમાં પાર્લમાએ રાજાના કેટલાક અયોગ્ય આદેશોને માન્ય કરવાનો ઇનકાર કરી દીધો હતો અને જનતાનું ધ્યાન ખેંચ્યું હતું. પણ રાજા અને તેના દરબારીઓએ એક યુક્તિ વાપરી તેને પણ નબળી પાડી દીધી. પાર્લમામાં પદો વંશાનુગત બનાવી દીધા. યોગ્ય વ્યક્તિની પસંદગીને કોઈ અવકાશ જ રહેવા ન દીધો. જે સંસ્થા કે રાજ્યનું સંચાલન યોગ્ય વ્યક્તિના હાથમાં ન હોય ત્યાં અરાજકતા જ સર્જાય છે. ઇતિહાસકાર સી ડી એમ કેટલ્બીએ કહ્યું છે કે, 'ફ્રાંસમાં જૂની વ્યવસ્થાનું સૌથી આગળ પડતું લક્ષણ હતું-અરાજકતા.' અને આ અરાજકતા માટે જવાબદાર કોણ હતા? પૃથ્વી પર શાસન કરવા પોતાને પરમેશ્વરના પ્રતિનિધિ માનતા મદમસ્ત લૂઈ શાસકો.
લૂઈ રાજાઓ દૈવી સિદ્ધાંતમાં માનતા હતા. લૂઈ 14મો (1643-1715) ગર્વથી કહેતો, 'I am the State' અર્થાત્ 'હું જ રાજ્ય છું.' તે આપખુદ અને નિરંકુશ શાસક હતો, પરંતુ તેનું મનોબળ દ્રઢ હતું. તેણે અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જે તેવા પરિબળોને અંકુશમાં રાખ્યાં હતા. તેના પછી શાસન વ્યવસ્થા ક્રમશઃ નબળી પડતી ગઈ. તેના પુત્ર લૂઈ 15મામાં (1715-1774) એક શાસક માટે જરૂરી યોગ્યતા કે કુશળતા નહોતી. હેઝ, મૂન અને વેલેન્ડને મતે, 'તેણે વહીવટ કરવા ઉપપત્નીઓ અને અયોગ્ય પ્રધાનો રાખ્યા હતા.' શાસનતંત્રને સુધારવાને બદલે તે આનંદ-પ્રમોદ અને ભોગ-વિલાસમાં ચૂર રહેતો હતો. તેને કેટલાંક યોગ્ય સલાહકારોએ શાસનમાં સુધારો કરવાની સલાહ આપી ત્યારે તેણે શું જવાબ આપ્યો હતો?
'અત્યારે જે વ્યવસ્થા છે તેમાં મારું આયખું પૂરું થઈ જશે. પછી ચિંતા કરવાની શું જરૂર!' પણ મોત નજીક આવ્યું ત્યારે તેને અહેસાસ થયો હતો કે ફ્રાંસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પોતાના મૃત્યુ સમયે તેણે કહ્યું હતું, 'મારા મૃત્યુ પછી પ્રલય થશે...' અને ખરેખર પ્રલય થયો. તેના પુત્ર લૂઈ 16મામાં નેતૃત્વક્ષમતા નહોતી. અને અધૂરામાં પૂરું તે ભલો અને ભોળો હતો. નપોલિયન કહેતો કે, 'લોકો રાજાને ભલો માણસ કહે ત્યારે તેનું શાસન નિષ્ફળ ગયું છે તેમ માનવું.'
આ ભલા અને ભોળા શાસક પર તેની પત્ની મહારાણી મેરી આન્તાનેતનો પ્રભાવ હતો. તે ઑસ્ટ્રિયાની મહારાણી મેરિયા થેરીસાની પુત્રી હતી. મેરી મૂર્ખ હતી અને કોઈ પણ બાબતે લાંબું વિચારવાની તેની પાસે ક્ષમતા નહોતી. તે સતત ખોટા સલાહકારોથી ઘેરાયેલી રહેતી અને લૂઈ 16મો તેનો પડ્યો બોલ ઝીલતો હતો. તે પણ તેના બાપની ભોગ-વિલાસી હતો. તેના વૈભવવિલાસના આંકડા પર નજર ફેરવશો તો ફ્રાંસની પ્રજાનો આક્રોશ આપણને યોગ્ય લાગે છે.
રાજા અને તેના કુટુંબીજનો ફ્રાંસની રાજધાની પેરિસથી 12 માઇલ દૂર વર્સેલ્સમાં વિશાળ રાજમહેલમાં રહેતા હતા. તેના ભવ્ય દરબારમાં કેટલાં માણસો હતા? 18,000. તેમાંથી 16,000 તો રાજા અને તેના કુટુંબીજનોના અંગત નોકરો હતા. બાકીના 2,000 ખુશામતિયા અને ઉમરાવો હતા. મેરી પાસે જ 500 સેવકો હતા. શાહીતબેલામાં 1,900 ઘોડા હતા અને તબેલાનો ખર્ચ જ દર વર્ષે 40 લાખ ડોલર આવતો. રાજા દર વર્ષે ભવ્ય ભોજનસમારંભો યોજતા જેની પાછળ દર વર્ષે 15 લાખ ડોલરનો ધુમાડો થતો. ખેડૂતો ભૂખ્યે મરતાં અને રાજા ભોજનસમારંભો યોજતા! ક્રાંતિના વર્ષમાં જ રાજારાણીએ પોતાના મોજશોખ અને વૈભવવિલાસની પાછળ બે કરોડ ડોલર કરતાં વધારેનો ખર્ચ કર્યો હતો અને આ બધું જોઇને પ્રજાનો ગુસ્સારૂપી લાવારસ ઉકળી રહ્યો હતો...જરૂર હતી એક ચિંગારીની અને તે ચિંગારી ખુદ રાજા લૂઈ 16માએ જ ચાંપી....
અમ્મેરિકા… [1]
અમેરિકા અને ભારત- બંને મોટા લોકશાહી તંત્રો. છતા ક્યારેક પ્રશ્ન થાય કે આપણે ખરેખર સંસદીય લોકશાહીમાં કાયદાનું સ્થાન સર્વોચ્ચ હોવું જોઈએ એવું છે ખરું ? ગુજરાતમાં ભાજપના કોઈ નેતા સામે આંગળી ઉંચી કરો તો કોર્ટ સજા કોને આપશે? તમને કે અસલી ગુનેગારને ? વડોદરાનો કોઈક નેતા હમણા જ નિર્દોષ ચુંટાય આવ્યા છે, જેમને જાહેરમાં હોળીના દિવસે હવામાં ગોળીબાર કરેલો. કોંગ્રેસ શાસિત પ્રદેશમાં કોંગ્રેસનો નેતા ગમે તેવું કૃત્ય કરે તો એને સજા મળે ખરી?આજે સવારે ન્યૂ જર્સી રાજ્યના ચારેક શહેરોના રાજકીય આગેવાનો - આપણાં ધારા સભ્ય, અને મેયર કક્ષાના - અને કેટલાક પાદરીઓ મળીને ૩૦ મહાનુભાવોને જેલભેગા કરી દેવાયા. ૩ કલાકની અંદર દરેક છાપાની હેડ લાઈન ( ઈન્ટરનેટ પર ) પથરાય ગઈ. આમાં અહીના મુખ્ય બંને પક્ષના સભ્યોને અંદર કરાયા છે. મતલબ રાજ્ય અને દેશ આખામાં જેમનું શાસન છે એવી પાર્ટીના સભ્યો પણ જેલમાં હવા ખાય છે! ચપોની વેબસાઈટ પર સંપૂર્ણ રીપોર્ટ પણ મુકાયેલા છે. એફ બી આઈનો રિપોર્ટ, દરેક પર લાગુ પડાયેલ ગુના વગેરે સંપૂર્ણ માહિતી ચારેક કલાકમાં આવી ગઈ . આમાંના કેટલાક તો માત્ર ૫૦૦ ડોલરની લાંચમાં ઝડપાયા છે ! હું જ્યાં રહું છું એ વિસ્તારના ૩ મોટા શહેરોના મેયરો કે ડેપ્યુટી મેયરોને એફ બી આઈ ઉપાડી ગઈ છે અને હમણા કોર્ટમાં રજુ કરવામાં આવશે.
આનું નામ તે લોકશાહી ! ઓબામાનો ફોન આવશે તોય કેસ ચાલશે અને કાર્યવાહી થશે !
હમણા સાઉથ કેરોલીના રાજ્યના ગવર્નર ( આપણે ત્યાના મુખ્યમંત્રી સમકક્ષ ) કોઈને જાણ કાર્ય વગર ફરવા જતા રહ્યા હતા. હોદ્દો છોડવો પડે એવી નોબત આવીને ઉભી રહી. આપણે ત્યાં કોઈનેય ખબર હોઈ છે કે આ રાજકારણીઓ ક્યાં ભાંગરો વાટે છે? ગઈ કાલે ગુજરાતની ધારાસભામાં માત્ર ૪૦ જેટલા સભ્યો હાજર હતા ! કોઈ પબ્લિક પૂછે છે કે ક્યાં હતા સાહેબશ્રી ? વરસમાં થોડા દિવસો માત્ર સત્ર ચાલતું હોય છે એમાં જવાનો પણ સમય ના હોય ...!
પાદરીઓને અમેરિકામાં કાનૂની સકંજામાં લઇ શકાય છે. આપણે ત્યાં આવું થઇ શકે ? આશારામનો વાળ વાંકો થયો ?
યારો, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ! મેરા ભારત મહાન !
Google Wave

...and now its Google Wave ! See the video on this link and know what google is coming up with !
ભવિષ્યવાણી
હું એ શક્તિને ક્યારેય નહોતો સમજી શક્યો.એ વરદાન હતું કે શાપ...એ પણ નહીં. શરૂઆત હું પાંચમા ધોરણમાં ભણતો ત્યારે થયેલી.એ રાત્રે મને સપનામાં એક છોકરો દેખાયો.ચહેરા પર કોઈ ભાવ વગરનો...જોઈને ડરી જવાય એવો...પણ ધ્યાનથી જોયું તો એ હું જ હતો.હું થોડીવાર સપનામાં દેખાતી મારી જાત સામે જોઈ રહ્યો.પણ સામે એ જ ભાવ વગરનો ચહેરો.થોડી ક્ષણો રાહ જોઈ...પણ સામેથી કંઈ બોલાયું નહીં.મને ખબર નહોતી કે હું આટલો ડરામણો પણ થઈHarry Potter and the half-blood Prince Review
(૧)"અરે...!બૂકમાં તો આવું હતું...આમાં ક્યાં છે?કેમ બદલી નાંખ્યું?...અને...આવું ક્યાં બૂકમાં હતું !!! છે એ નથી બતાવ્યું...તો ઘરનુંય ઊમેરવાની ક્યાં જરૂર હતી...?" (૨)"આ બધું શું ચાલી રહ્યું છે?" આ બે પ્રકારના વિચારો "harry potter and the half-blood prince" ફિલ્મ જોવા બેઠેલાં લોકોના મનમાં ચાલી રહ્યાં હતાં...પહેલા પ્રકારનાં વિચારો એ લોકોમાં જેમણે બૂક વાંચેલી હતી...અને જે વાંચ્યું હતું એ બધું જ જોવાHarry Potter and the Half-blood Price…ફિલ્મ જોતાં પહેલાંનું વૉર્મીંગ અપ…
Harry Potter and the Half-blood Price ફિલ્મ ૧૭ જુલાઈ,શુક્રવારે ભારતમાં રીલીઝ થઈ રહી છે. આ પોસ્ટ વડે હું હેરી પોટરનાં ગુજરાતી ચાહકોને આ ફિલ્મ વિષે કોઈ સસ્પેન્સ ખોલ્યા વિના...આ ફિલ્મમાં શું જોવા મળશે એ માહિતી આપવા ઈચ્છું છું. જે લોકોએ આ છઠ્ઠું પુસ્તક વાંચ્યું હશે એ લોકો માટે પણ મારી આ પોસ્ટ એક "ક્વીક રીવીઝન" જેવી થઈ રહેશે. આટલું વાંચ્યા પછી ફિલ્મ જોવા જશો તો કોઈ પણ અગત્યની ઘટનામાં "શું?" કે "હેંછાપાંની websites: ઝબકતી જાXખ વચ્ચેનું વાંચન
રવિવારે સવારની ચાના cup સાથે આ surprise મળી કે દિવ્યભાસ્કર ફરી રૂપરંગ બદલે છે. આમ જુઓ તો છેલ્લે કરેલા ફેરફારો ઉપરાંત નવું કઈ નથી. દેખીતા ફેરફારો (cosmetic changes) થી મુખ્યપૃષ્ઠ ને થોડી સુંદરતા સાંપડી છે પણ જો કોઈ link કે poll ના ચાલે ત્યારે તમામ વાચકો પર testing કરાઈ રહ્યા હોવાનો અહેસાસ થાય છે. એક વાત ખરી કે ગુજરાત સમાચાર ક્યારનાય બીતાં-બીતાં beta site ચલાવે રાખે છે એટલે કે તેને finalise નથી કરાતી જ્યારે દિવ્યભાસ્કર પોતાની readership ના કે content ના જોરે ક્યાંક-ક્યાંક કાચી રહેલી રોટલી પણ પીરસી દે છે!ગુજરાતી છાપાંની websites પર વાંચનાર કે જોનારની આંખો ને થાક લાગે પણ ઝગમગ કરતી "ટચુકડી" જાXખ ને થાક નાં લાગે! અને ક્યારેક તો આ જાહેરાતો જરા વધુ પડતી લાગે છે! અને હવે તો તમે વાંચતા હોવ તે દરમિયાન શેઠાણી સામે સાડીઓનો ખડકલો કરનાર દુકાનદાર જેમ નવી નવી varieties દેખાડતો જાય તેમ સતત refresh થતી રહે છે. "તમે આ જાહેરાત પર click ના કરી મતલબ તમને એ ના ગમી; તો લો આ બીજી જોઈ જુઓ!".
આંખો ને ખુંચે તે હદે બેડોળ કે out-of-proportion graphics કે જેમાં કરીના કપૂર ના zero figure અંગેના સમાચાર માં તે ટુનટુન જેટલી જાડી દેખાતી હોય કે દેશનેતાઓને ખેતર ની વાડે ખડ ઉગ્યું હોય તેમ ઊંચા-લાંબા કરી દેવાયેલા હોય ("નેતાઓને larger-than-life ચીતર્યા" એમ કહી શકાય?) તેવી તસવીરો સાથેની photo galleries જોઇને jQuery Photo Galleries suggest કરવાનું મન થાય. (BTW, viithii.com પરનુ છબી પ્રદર્શન effect interesting છે!)
સંદેશ અને ગુજરાત સમાચાર beta પર મોટા ભાગે એક જ જાહેરાત બે જુદીજુદી size માં જોવા મળે છે. પણ સંદેશ પોતાની જાહેરાતો (જે અમુક વાર થોડી loud લાગે છે) પણ ચાલુ રાખે છે. જે network તેમણે subscribe કર્યું છે તે એટલું તો સારું છે કે મને અહી Adelaide માં મને વધુ લાગુ પડી શકતી local businesses ની જ ads બતાવે છે! (એ પણ બે-બે વાર - ઊભી ના ગમે તો આડી જોઈ લો!) છેલ્લા થોડા સમયથી સંદેશ પર Times of India Group related એટલી બધી links અને ads દેખાય છે કે એકવાર તો મેં About Us પાનાં પર જઈને ખાતરી કરી લીધી કે ક્યાક સંદેશ ને TOI એ ખરીદી તો નથી લીધુંને!
આ બધી sites પર editorials (તંત્રીલેખો) તો જાણે સંતાડીને રાખ્યા હોય તેમ લાગે છે! દિવ્યભાસ્કર તંત્રીલેખો, સંદેશ તંત્રીલેખો ગુજરાત સમાચાર beta તંત્રીલેખો (કદાચ!)
મારા આ blogની જેમ ગુજરાત સમાચાર ને પણ Adsense દ્વારા તો "Google દ્વારા જનહિત માટે જાહેરખબરો" જ મળે છે.
શું હું આ sites પાસેથી news.com.au કે nytime.com જેવી અપેક્ષા રાખું છું? આના કરતાં તો તેઓ WordPress જેવું સુવિકસિત blogging platform વાપરે તો કદાચ વધારે સારા અને સુંદર પરિણામો મળે!
Bonus:
http://www.tidyread.com "જાXખ"નો અકસીર ઈલાજ છે!
તા.ક.
આ post Google Indic Transliterator માં લખી અને પછી blogger ના editor માં edit કરી post કરી.
Some Thoughts
strange.. next morning, in times, I read these lines.... "Our interest in the Budget revolves mostly around out immediate concerns: will I take home a fatter salary, will my investments yield higher returns, will my business benefit? our budget edition seeks to address such concerns. but there is another India that many of us have only a passing acquaintance with. its an India of several hundred million people who barely make a few rupees a day. They live without a roof over their head and die without medical treatment. They can not write or spell their names.... its time we gave the other India hope of a better life.... not just because it's the right thing to do, but also because if we don't, 'our India' won't grow and prosper in the long run.." .... very true...
really we are very selfish, Hippocrates... first we thought only about our take home, our benefits then when go out side and see poor peoples, bad roads and we scolded government for not doing anything about these..... very bad....
ya but one thing I surely still not understand is tax structure.... when I was in MCA, one of my friends who was studying CS that time, he said that rule is that if tax is implemented on one thing, another type of tax must not implements on that thing... I was student at that time and don't know government will deduct tax direct from my salary, even before it comes to my hand.. :( ..... so I didn't argue anything that time... but now I know a bit.. a bit only... so when we met last time, I asked him that you told me that rule, but I didn't get that yet, Ones I paid tax from income, why should I pay tax on things I buy like VAT.... like entertainment tax at cinema and then he said... you paid tax on your income from your salary, at cinema u r paying entertainment tax, when u buy something u r paying sales tax ... so its not the same, its different.. rule is that you can't pay tax twice on the same thing but here things r changed, transformed from one thing to another, when u r buy raw material, u have to pay tax on that.. when u buy some furnished thing from that raw material, its the different thing so u have to pay another tax... so its like energy can't be destroyed, it just transformed from one form to another....
aah... its difficult.. not for me that's the sure.... even Albert Einstein can not understand, how can I..... but then vice verse also not true....what Einstein understands, I can not even understand those things.... hmmmmmmmmm
Funny Poem……
Got it one of forwarded mails....Don't know weather it's wining poem or not but you its funny and sarcastic and I feel worth to share.... so enjoy.....
WASHINGTON POST COMPETITION ASKED FOR A TWO-LINE RHYME WITH THE MOST ROMANTIC FIRST LINE, BUT THE LEAST ROMANTIC SECOND LINE
This is the winner:-
My darling, my lover, my beautiful wife,
Marrying you screwed up my life.
I see your face when I am dreaming.
That's why I always wake up screaming.
Kind, intelligent, loving and hot;
This describes everything you are not.
I thought that I could love no other --
that is until I met your brother.
Roses are red, violets are blue, sugar is sweet, and so are you.
But the roses are wilting, the violets are dead, the sugar bowl's empty and so is your head.
I want to feel your sweet embrace;
But don't take that paper bag off your face.
I love your smile, your face, and your eyes --
Damn, I'm good at telling lies!
My love, you take my breath away.
What have you stepped in to smell this way?
My feelings for you no words can tell,
Except for maybe “ 'Go to hell. ” '
What inspired this amorous rhyme?
Two parts tequila, one part lime JJJ
Archives
- July 2010
- June 2010
- May 2010
- April 2010
- March 2010
- February 2010
- January 2010
- December 2009
- November 2009
- October 2009
- September 2009
- August 2009
- July 2009
- June 2009
- May 2009
- April 2009
- February 2009
- January 2009
- December 2008
- November 2008
- October 2008
- June 2008
- May 2008
- March 2008
- January 2008




