Browsing all articles from August, 2009
Aug
30
Comments Off

‘મારા જેલના અનુભવો’: એક ગુડ ન્યુઝ છે અને એક બૅડ ન્યુઝ

એક ગુડ ન્યુઝ છે અને એક બૅડ ન્યુઝ છે. સારા સમાચાર એ છે કે મારાં ૧૪ પુસ્તકોનું કામ આજે અલમોસ્ટ પૂરું થઈ ગયું છે. આજે બપોરથી સાંજ સુધી મારા ડિઝાઈનર મિત્ર કિરણ ઠાકર સાથે કામ કર્યું. હવે મામલો પ્રિન્ટિંગ પ્રેસના હવાલે. અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં. દિવાળીની રાહ જોઈએ. માઠા સમાચાર એ કે ‘મારા જેલના અનુભવો’નું રિ-રાઇટિંગ ધાર્યા [...]
Aug
28

આ વર્ષે ફરી અવળી કાઠીએ બેસતું ભારતીય ચોમાસું

વરસાદની આગાહીને લઇને ભારતના હવામાનશાસ્ત્રીઓ હંમેશાં આમજનતા માટે હાંસીપાત્ર ઠરતા આવ્યા છે. આર. કે. લક્ષ્મણ જેવા કેટલાય કાર્ટૂનિસ્ટો તેમનાં વ્યંગચિત્રોમાં મૌસમ ભવને કાઢેલા વર્ષાના વર્તારાની ઠેકડી ઉડાવતા રહ્યા છે. ભારતના ચોમાસાની પેટર્નનો છએક વર્ષથી રસપૂર્વક તેમજ જરા ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી હવે લાગે છે કે હવામાન ખાતાના ભારતીય નિષ્ણાતો બિચારા વગર વાંકે લાફિંગ સ્ટોક બને છે. ભારતીય ચોમાસાની પેટર્ન એટલી સંકીર્ણ છે કે વરસાદ ક્યારે પડશે અને વળી કેટલો પડશે તેનું પૂર્વાનુમાન કરવું ભારે કઠિન છે. ચોમાસું વાદળોનો દિશામાર્ગ એટલી હદે બદલાતો રહે છે કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ભારતમાં ચોક્કસ કયા સ્થળે અને કયા સમયે મઘેરાજાની મહેર થાય એ કહી શકાતું નથી.

આ વખતનું ભારતીય ચોમાસું સરેરાશ કરતાં ક્યાંય નબળું છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે તેનું સરેરાશ લેવલ જાળવ્યું નથી. બીજી તરફ અમુક વિસ્તારોમાં (દા.ત. ગુજરાત ખાતે પોરબંદરમાં અને માંગરોળમાં) બારેય મેઘ ખાંગા થયા છે. સિઝનની કુલ વર્ષા કરતાં ક્યાંય વધુ હેલી ત્યાં વરસી છે. દેશભરમાં એક લાંબા વિરામ બાદ તાજેતરમાં કેટલાંક રાજ્યોમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો ત્યારે ચોમાસુ સિઝન પૂરી થઇ ગયાની લાગણી અનુભતા અનેક લોકોને ધરપત વળી. સંભવ છે કે ધરપતની લાગણી સાથે મનમાં સવાલ પણ થયો હોય કે હજી થોડા દિવસ પહેલાં કોરૂં દેખાતું આકાશ એકાએક વર્ષાવાદળોથી શી રીતે ઘેરાઇ ગયું?

જવાબ વિગતે તપાસવા જેવો છે. ભારતનું ચોમાસું મુખ્ય કરીને વાદળોની ત્રણ પ્રવાસપેટર્ન પર નભે છે--

(૧) ભારતમાં પહેલી જૂને કેરળ ખાતે ચોમાસાનો વિધિવત આરંભ કરતા વર્ષાવાદળો, જેઓ સામાન્ય રીતે આફ્રિકા પાસે માદાગાસ્કર ટાપુથી છેક ભારતનો લાંબો પ્રવાસ કરે છે.

(૨) પશ્ચિમ ભારતના પ્રદેશોમાં વર્ષાના કારક બનતા વાદળો, જેઓ અરબી સમુદ્રમાં જન્મ લઇ બહુ વ્યાપક પ્રમાણમાં ફેલાયા બાદ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા જેવા રાજ્યોને ભીંજવે છે.

(૩) બંગાળના ઉપસાગરમાં પેદાં થતાં વાદળો, જેઓ પૂર્વ ભારત ઉપરાંત ઉત્તર ભારતમાં પણ વરસાદ વરસાવે છે.

આ ત્રણેય પેટર્નને વાદળો યોગ્ય રીતે અનુસરે તો ચોમાસું રંગેચંગે પાર પડે છે. અલબત્ત, વરસાદની એકદમ સચોટ આગાહી ત્યાર પછીયે થઇ શકતી નથી, કેમ કે ત્રણ દિશામાંથી ભારત પર ઘેરો નાખતાં વાદળો કઇ તરફ ક્યારે રૂખ બદલે તે ભાખી શકાતું નથી. અરબી સમુદ્રમાં તેમજ બંગાળના ઉપસાગરમાં હવાના દબાણમાં થતી વધઘટ મુજબ વાદળોનો પ્રવાસમાર્ગ બદલાય છે. વાદળોનો સતત બદલાયા કરતો પ્રવાસમાર્ગ અંતે હવામાનશાસ્ત્રીઓનું કામ કઠિન બનાવે છે. વરસાદની સચોટ આગાહી તેઓ કરી શકતા નથી. વાદળોની બદલાતી દિશા મુજબ પૂર્વાનુમાન વડે આગામી ચોવીસ કલાકનો ફલાદેશ કાઢે છે, જે મોટે ભાગે તો સાચો ઠરી શકતો નથી.

વરસાદનો વર્તારો કાઢવાના કષ્ટદાયક કામને ઓર મુશ્કેલ બનાવતી સમસ્યા ભારતીય ચોમાસાની વિચિત્ર રીતે બદલાઇ રહેલી પેટર્ન છે. એક દાખલો જુઓ. બંગાળના ઉપસાગરમાં રચાતાં વરસાદી વાદળો સામાન્ય રીતે ઇશાન ભારત, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ વગેરે સ્થળોએ ઝાપટાં પાડે છે. મુખ્ય ભૂમિથી દૂર સમુદ્ર પર પેદા થતાં વાદળો પહેલાં ઇશાન દિશા પકડે છે, ત્યાર પછી ઉત્તરે સરકીને પશ્ચિમ તરફ આગેકૂચ કરે છે અને અંતે વધુ એક ટર્ન મારી પશ્ચિમ બંગાળ પર સ્થાયી થાય છે. આ રીતે એક સંપૂર્ણ કલ્પિત વર્તુળ તેઓ પૂરૂં કરે છે.

આ તેમની નોર્મલ ચાલ થઇ. પરંતુ કેટલાંક વર્ષથી એ ચાલમાં અણધાર્યો બદલાવ આવ્યો છે. એટલે કે બંગાળના ઉપસાગરમાં પેદાં થતાં વાદળો ઇશાન તરફનો રસ્તો પકડવાને બદલે ક્યારેક પરબારાં પશ્ચિમ દિશામાં તણાઇ આવે છે. પરિણામે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્રનો વિદર્ભ વિસ્તાર, મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણી રાજસ્થાન જળબંબાકાર થાય છે. કેટલાંક વર્ષ પહેલાં રાજસ્થાનમાં આવેલાં પૂર બંગાળના ઉપસાગરથી ‘હુમલો’ લાવેલાં વાદળોને આભારી હતાં. આજે પણ રાજસ્થાનનાં કેટલાંક નપાણિયા પ્રદેશોમાં ક્યારેક અણધારી વર્ષા થાય છે. બીજી તરફ પૂર્વનાં રાજ્યોમાં વરસાદની કારમી અછત વરતાય છે. મેઘાલયમાં ચેરાપુંજી ખાતે થતા સરેરાશ વાર્ષિક વરસાદનું લેવલ છેલ્લાં કેટલાંક વર્ષમાં ઘટી જવા પામ્યું છે.

બીજો દાખલોઃ અરબી સમુદ્ર પરથી પૂર્વ દિશા તરફ જતાં વાદળો સામાન્ય રીતે સમગ્ર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રને વરસાદ આપે છે. આ વાદળોની ચાલ પણ ક્રમશઃ બદલાઇ રહી છે. વાદળોનો એક ફાંટો સૌરાષ્ટ્રના તટવર્તી વિસ્તારો તરફ જાય છે, જ્યાં તેનું બધું જોર વરસાદરૂપે હણાઇ ગયા પછી ગુજરાતના આંતરિક વિસ્તારો કોરા રહી જવા પામે છે. અરબી સમુદ્રમાં ઉદભવેલાં વાદળોનો બીજો (ક્યાંય મોટો) ફાંટો ક્યારેક ઉત્તર મહારાષ્ટ્ર સુધી જ સીમિત રહેતો નથી. અગાઉ કરતાં વધુ તીવ્ર (અંદાજે ૧૦ ડિગ્રીનો) ખૂણો રચી દક્ષિણે છેક કર્ણાટક સુધી ધસી જાય છે. પરિણામે મધ્ય અને દક્ષિણ મહારાષ્ટ્રના તટવર્તી ગામો અને શહેરોમાં વરસાદથી ધડબડાટી બોલે છે. બે-ત્રણ વર્ષથી મુંબઇમાં ચોમાસા દરમ્યાન ક્યારેક અણચિંતવ્યો જબરજસ્ત વરસાદ પડી જતાં એ શહેર જળબંબાકાર બને છે તેનું કારણ એ કે ત્યાં એકસામટી બે ક્લાઉડ સિસ્ટમ ભેગી મળે છે. એક સિસ્ટમ માદાગાસ્કરથી લાંબો પ્રવાસ કરીને આવેલાં વાદળોની, તો બીજી અરબી સમુદ્રથી ધસી આવેલાં વાદળોની.

ગુજરાતની વાત કરો તો એ રાજ્યની પણ રેઇન પેટર્ન બહુ વિચિત્ર રીતે બદલાઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છના માથે જે વરસાદ પડે છે તે મુખ્ય કરીને અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલાં અને પૂર્વ તરફ આગળ વધતાં વાદળોને આભારી છે, દક્ષિણ ગુજરાતમાં વરસતો વરસાદ દક્ષિણ-પૂર્વે મહારાષ્ટ્ર તરફ પ્રવાસ કરતાં વાદળોની ઉપજ છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાત પર ખબાકતાં વાદળાં છેક બંગાળના ઉપસાગરથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવ્યાં હોય છે. આ લખાય છે ત્યારે ગુજરાત પર જે ચોમાસું વાદળોનો જમાવડો થયો છે તે અરબી સમુદ્રનાં નથી. બંગાળના ઉપસાગરનાં છે, જ્યાં લો પ્રેશર સર્જાતાં વાદળોએ પશ્ચિમની દિશા પકડી છે.

આમ, ભારતીય ચોમાસાની સિસ્ટમ ભારે સંકીર્ણ છે અને હવે તે સંકીર્ણ સિસ્ટમમાં વિચિત્ર ફેરબદલા આવી રહ્યા છે. શા માટે આવી રહ્યા છે એમ પૂછો તો જવાબમાં કદાચ ગ્લોબલ વોર્મીંગ તરફ શંકાની આંગળી ચીંધી શકાય. સમુદ્રના સરેરાશ તાપમાનમાં વધારો થયા બાદ સમુદ્રી પ્રવાહોનો લય તૂટી જાય, એ કુદરતી લય તૂટવાને કારણે વરસાદી વાદળોનું ગઠન તેના મૂળભૂત સ્થાન કરતાં સેંકડો કિલોમીટરનો સ્થાનફરક પામે અને તે સ્થાનફરકના પગલે વાદળોનો પ્રવાસમાર્ગ બદલાય એ શક્ય છે.

આમાંનું કશું જ માનો કે બનતું નથી એમ ઘડીભર માની લો તો પણ ભારતીય ચોમાસાનો વર્તારો કાઢવાનું કામ ભારે કપરૂં છે એ હકીકત બદલાતી નથી. આ હકીકતથી સામાન્ય માણસ અજાણ છે એ મૌસમ ભવનમાં બેઠેલા સંશોધકોની કમ્બખ્તી છે, એટલે વરસાદની આગાહીને લઇને એ પંડિતો બિચારા વખતોવખત રમૂજી ટૂચકાનું કેન્દ્ર બને છે.
Aug
22
Comments Off

ઉટપટાંગ, આડેધડ અને મીડિયોકર ‘કમીને’નો રિ-રિવ્યુ: ભાગ બીજો અને છેલ્લો

‘કમીને’ની ગઈકાલે શરૂ કરેલી વાત આજે પૂરી કરીએ. સ્વીટીએ ગુડ્ડુ આગળ પરણવાનું ત્રાગું કરતાં પહેલાં  પંડિતજી સાથે એ જ રાતના આઠ વાગ્યાનું મુહૂર્ત જોવડાવી રાખેલું અને લગ્નની તમામ તૈયારીઓ કરી રાખેલી , હનીમૂન માટેની ટિકિટ અને પાસપોર્ટ પણ ! પાસપોર્ટ એણે પોતાનો તૈયાર રાખ્યો હોય, ગુડ્ડુનો કેવી રીતે? વેલ…તમે કહેશો કે હિંદી ફિલમ છે. હું માનું [...]
Aug
21
Comments Off

ઢેન્ટેણેન…! ‘કમીને’નો એક ઓર રિવ્યુ!

મારી તો ભઈ, એક પોલિસી છે. મને મળતો આનંદ હું બધા સાથે વહેંચું. ‘લવ આજ કલ’નો ઉલ્લાસ સાત દિવસ સુધી વહેંચતો રહ્યો. તો પછી મારા દુખમાં તમને કેમ સહભાગી ના કરું! દુખમાં અને મેં ભોગવેલા ટોર્ચરમાં પણ! એટલે જ આ પોસ્ટ! કોઈ સારી  ફિલ્મનો રીવ્યુ બેવાર ના જ થઈ શકે એવો કોઈ નિયમ નથી એમ કોઈ [...]
Aug
21
Comments Off

Enough Anish…

enough of crying now Anish….. that’s what u wanted when u was in college and now when u r getting all these things… u r crying like baby…. I know many of u feeling like that after reading my previous blogs after coming Mumbai…. even me too felt that I was crying too much…. after all I wanted to do job in Mumbai, to wear formals, to work in finance domain so I shouldn't cry… n over top of that Dad is ready to buy car now so that I can also enjoy driving a car during weekends so I should be happy… more reasons r here to be happy then being sad…

Aug
21
Comments Off

સમાચાર ક્વીઝ !


What are they doing? any guess? Leave your comment or else wait for a day or two for an answer!
Aug
20
Comments Off

‘લવ આજકલ’ ફરી એકવાર-૭

‘જિંદગીમાં શું કરવું છે તે નક્કી કરવું જેટલું અગત્યનું છે એટલું જ મહત્વનું એ છે કે જે કંઈ કરવું છે તે કોની સાથે રહીને કરવું છે’ હવે તમને મારા પાગલપન વિશે વાત કરું. રક્ષાબંધનની સવારે બીજી વાર ‘આખું થિયેટર ભાડે કર્યું ’ એ પછી એ  દિવસે બપોરે ઘરે આવીને ‘લવ આજ કલ’ની સીડી સાંભળી. [...]
Aug
19
Comments Off

`લવ આજકલ’ ફરી એકવાર-૬

`મોડું થઈ ગયું છે પણ… ઝિંદગી ખતમ નહીં હુઈ’ ‘યે ઈતને સાલોં સે મુઝસે દૂર જા રહી હૈ યા ઔર કરીબ આ રહી હૈ મેરે…’ વિક્રમને પરણ્યાના બીજા જ દિવસે દીપિકાને રિયલાઈઝ થાય છે કે ઇટ વૉઝ અ મિસ્ટેક. ‘લવ આજકલ’ના કેટલાક ભાવકોને લાગે છે કે યાર, આવું તે કંઈ હોતું હશે? લગ્નના બીજા જ દિવસે ભૂલ થઈ [...]
Aug
18
Comments Off

‘લવ આજકલ’: ફરી એકવાર-૫

‘મારે આ જગ્યા ખાલી જોઈએ છે જ્યાં કોઇ બીજો પ્રવેશી શકે…’ સૈફને લંડનથી દિલ્લી જવાનું બહાનું મળી જાય છે. નવી ગર્લફ્રેન્ડ જો ઈન્ડિયા અને ‘તાજ મહાલ જેવા ઈન્ડિયન ટેમ્પલ્સ’ જોવા માગે છે. દિલ્લીમાં દિપીકાનું પુરાના કિલ્લાને રિસ્ટોર કરવાનું કામ શરૂ થઈ ગયું છે. સૈફ સાઈટ પર જઈને એને સરપ્રાઈઝ આપે છે. દિપીકાના રંગથી ખરડાયેલા બ્લ્યુ ડાંગરી [...]
Aug
17
Comments Off

‘લવ આજકલ’: ફરી એકવાર-૪

‘જાને સે પહેલે એક આખરી બાર મિલના ક્યોં ઝરૂરી હોતા હૈ?’ ‘લવ આજકલ’: ફરી એકવાર-૩ વાંચવા અહીં ક્લિક કરો, ફિલ્મનો રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો ફિલ્મનો ઈન્ટરવલ પડી ગયો. પણ ઈન્ટરવલ પહેલાંની થોડીક વાતો મારી બાકી રહી ગઈ છે. ‘મારા આ બ્રેક-અપ સાથે મારા ઘરવાળાઓને શી લેવાદેવા, અને ફોર ધૅટ મેટર, તમને પણ શી લેવાદેવા’ એ મતલબનું  રિશીને [...]
Aug
15
Comments Off

‘લવ આજકલ’: ફરી એકવાર-૩

(’લવ આજકલ’: ફરી એકવાર-૨ વાંચવા અહીં ક્લિક કરો, ફિલ્મનો રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો) આજે દિવસ ઉગ્યો છે તારા રંગ જેવો… ગોરી ચિટ્ટી પંજાબી કુડીની ત્વચા જેવો સોનેરી ઉઘાડ છે આજના દિવસનો ! રિશી કપૂરની આંખ સામેથી રેલવે સ્ટેશનના એ અંતિમ દર્શનનું દ્રશ્ય પસાર થઈ જાય છે. રિશીના ફ્લૅશબૅકનાં દ્રશ્યો, યુવાન વીર સિંહ બનીને, સૈફ અલી [...]
Aug
14
Comments Off

Missing my team at Persi…

For lunch and tea breaks… I don’t know anyone here and yet manager isn't finalized my project… he manages 3-4 projects.. he told me by next week, he will see in which project I fits… till then I can enjoy… bt how can I enjoy alone… there is too much restrictions here.. dress code.. no messengers for chatting.. no personal mail sites.. n over top of that I don’t know anyone… other joinee got the project and they r going with their respective teams.. that’s not the case when I joined Persistent… I knew Kavan and Rahul there and then 2 more friends whom I knew before Persi joined with me…. so I don’t face this kind of problem there…. Rama… Lee.. Prakash…. earray team….. I m missing you guys………. at least in this week :) ……… other things r settle now… flat.. commuting by bus… its hardly take 30-35 mins in bus n that too very less crowdy bus so its relief compare to mumbai…. net connect hopefully be ready by next weekend…. so see… its just a matter of few days to settle……. aaha… now I m going surat today.. wow…. kind of relief…..
Aug
12
Comments Off

Third day at office…

After two days of boring induction, I went to malad office today where I am going to work... and I had travelled by BEST bus and After arrived at the Malad office, I felt lucky my self when I saw the bus at opposite road... It was full....too crowded... Normally, There is traffic from Malad to Andheri, from outskirts towards city and I m going to opposite direction so mine bus was almost empty you can say... and my thought of being lucky confirmed at evening too... when I was waiting at bus for andheri and I saw the buses coming from andheri and going to boriwali....
But at office, I am not that lucky... didnt allocated desk yet, sitting at temprory location... not able to meet my team today as my manager was too busy.... more scary thing is that they gave me laptop to work.. aah.... that too latitude model of dell.. which specially build to work outside office.. it means that I am supposed to work from home too.... support.... noooooooooo...... I don't want laptop.. I already have sir....
and my project is Prime Brokerage... I dont know the defination of that so I googled it.. after reading its defination on wikipedia... I found it will be good... Dad.. be ready for questions now over this weekend... prime borkerage, investment banking... hedge funds.... hmmmmmmmm.....
Aug
12
Comments Off

આપણે ધાર્મિક છીએ?

ભારતના લોકો ધાર્મિક છે આવું વિધાન તમને ઠેરઠેર સાંભળવા મળશે. પણ ખરેખર આ વાત સાચી છે? મોટા ભાગના લોકો આંખો મીંચીને કહેશે જગતમાં સૌથી વધુ ધાર્મિક દેશ હિંદુસ્તાન છે. એમ? મને તો આ વાતમાં બહુ તથ્ય હોય તેવું લાગતું નથી. મારું માનવું છું કે ધર્મ એટલે બીજું કાંઈ નહીં, પણ પ્રામાણિકતા અને સદાચારયુક્ત કરુણામય જીવન. પડતાને પાટું મારે તે અધર્મ અને હાથ ઝાલીને બેઠો કરે તેનું નામ ધર્મ. આ હિસાબે ખરેખર આપણે ધાર્મિક છીએ? ક્યાંક આપણે ધાર્મિક હોવાનો ડોળ કરવાને તો ધર્મ નથી સમજી બેઠાને? દરરોજ શિવાલય જઇને શિવલિંગને દૂધ-પાણીનો અભિષેક કરવો અને બિલિપત્ર ચડાવવા એનું નામ જ ધર્મ? ઇસ્કોનના મંદિરમાં જઇને ટોળામાં હરે રામા હરે કૃષ્ણાની ધૂન પર બે હાથ ઊંચા કરીને મસ્તરામ થઈને એકબીજા પર પડતું મૂકવું એટલે ધર્મ? સત્યનારાયણ ભગવાનની કથા કરીને સોજીના લોટનો શીરાનો પ્રસાદ વહેંચવો એ જ ધર્મધુરંધર?

ધર્મ એટલે પ્રામાણિકતા અને નૈતિકતા. ધર્મ સમાજને ઉપયોગી થવાનું શીખવે છે અને સહકારની ભાવના ખીલવે છે. પણ સ્વાઇન ફ્લુએ એક વખત ફરી દેખાડી દીધું છે કે, આપણો દેશ ધાર્મિક કર્મકાંડો કરવામાં નંબર વન છે, પણ ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવામાં કે જીવદયા પ્રત્યે કરુણા દાખવવામાં આપણને છેલ્લું સ્થાન મળે તો પણ કોઈ શેહશરમ નથી. સ્વાઇન ફુલ માટે જવાબદાર એચ1એન1 વાઇરસ નો ચેપ ન ફેલાય એટલે ડૉક્ટરોએ નાગરિકોને એન-95 માસ્ક પહેરવાની સલાહ આપી. આ માસ્ક હજારો-લાખોની સંખ્યામાં ઉપલબ્ધ ન હોય તે સ્વાભાવિક છે. આ સમયે કેમિસ્ટોની ફરજ એ હતી કે તેમની પાસે જેટલા એન-95 માસ્ક ઉપલબ્ધ હોય તો તેમનો સ્વાભાવિક નફો લઇને વેંચવો. પણ થયું શું?

વૈદિક, જૈન, બૌદ્ધ, ઇસ્લામ વગેરે તમામ ધર્મો અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બાવાઓના સંપ્રદાય હારી ગયા અને લોભ જીતી ગયો. મુંબઈ, અમદાવાદ, પૂણે, નાશિક, બેંગ્લોર જેવા દેશના વિવિધ શહેરોમાં પોતપોતાના ભગવાનને દીવાબત્તી કરીને કેમિસ્ટોએ માસ્કના કાળા બજાર કર્યા. સામાન્ય રીતે એન-95 માસ્ક 300 રૂપિયામાં મળે છે, પણ પ્રજામાં ફફડાટ અને ગભરાટ જોઇને કેમિસ્ટોએ 500 રૂપિયા કરતાં વધારે કિંમતે આ માસ્કનું વેચાણ કર્યું. આટલું પૂરતું નથી. જે કેમિસ્ટ પાસે એન-95 માસ્ક નહોતા તેમણે સામાન્ય માસ્કના પણ કાળા બજાર કર્યા. પ્રજાને એન-95 માસ્ક ન મળ્યાં તો સામાન્ય માસ્ક પર તૂટી પડી. આ માસ્કની કિંમત સામાન્ય સંજોગોમાં પાંચથી દસ રૂપિયા હોય છે, પણ કેમિસ્ટોએ તેને પણ 30થી 50 રૂપિયામાં વેંચ્યા. જેવો ગ્રાહક તેવો ભાવ...આપણા ધાર્મિક દેશના આ કેમિસ્ટોએ એકથી વધુ વખત વપરાયેલા માસ્કને ભેગા કરીને તેને ધોઇને તેના પણ કાળા બજાર કર્યા. એક વખત વપરાયેલા માસ્કનો બીજી વખત ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ ખિસ્સા માટે તો લાભદાયક છે ને...

હકીકતમાં કેમિસ્ટોની ફરજ શું હતી? ગુજરાતના આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે કેમિસ્ટોને માનવતા દાખવવાની અને પ્રજાને ગેરમાર્ગે ન દોરી જરૂર હોય તેને જ સામાન્ય કિંમતે માસ્ક વેંચવાની અપીલ કરી. માનવતાના નામે કરેલી અપીલને આપણા ધાર્મિક દેશની જનતા ઘોળીને પી ગઈ. ધર્મ કહે છે કે તક મળે ત્યારે જનતાની સેવા કરી લો અને સ્વાર્થી અને ભ્રષ્ટ વેપારનો સિદ્ધાંત તક મળે ત્યારે વધુમાં વધુ ફાયદો ઉઠાવી લેવાનો છે. આપણે ધાર્મિક છીએ કે સ્વાર્થમાં અંધ ધાર્મિકતાનો ડોળ કરતાં લોભી માનસિકતા ધરાવતા અમીચંદો ?

બીજું એક ઉદાહરણ આપું. આખા દેશમાં અત્યારે મોંઘવારીની હાયતોબા મચી ગઈ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને ગરીબોને ખીચડી ખાવી પણ પોષાય તેમ નથી. આ મામલે સરકાર બેવડી રમત રમી રહી છે. એક તરફ તેણે દુષ્કાળના નામે ઓછું ઉત્પાદન થશે તેવું કહી હાથ ઊંચા કરી દીધા છે તો બીજી તરફ કૃષિ પ્રધાન શરદ પવારને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પણ સટ્ટો કરવાની છૂટ આપીને જનતાની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ સંજોગોમાં દેશની જનતાએ એકબીજાને ટેકો આપવાની જરૂર છે. પણ નાના-મોટા વેપારીઓ પણ વહેતી ગંગામાં હાથ ધોવામાં કંઈ પાપ સમજતા નથી. ખાંડનું જ ઉદાહરણ લઇએ.

જે વેપારીઓ 24થી 25 રૂપિયાની પડતર કિંમતે ખાંડ લાવ્યાં હતા તેઓ ગઇકાલ સુધી 30 રૂપિયે કિલો ખાંડ વેચતા હતા. આજે તેમણે ખાંડના ભાવ 34 રૂપિયા કરી નાંખ્યા છે. આ વિશે મારે એક વેપારી સાથે વાતચીત થઈ તો તેણે કહ્યું કે ખાંડના ભાવ વધવાના જ છે. એટલે જેટલો થાય તેટલો નફો ઘરે કરી લેવામાં જ માલ છે. આવા અનેક વેપારીઓ છે જેમણે ખાંડ અને તેના જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી રાખ્યો છે અને ભગવાનનું નામ લઇને તેને કૂદકે-ભૂસકે વધતા ભાવે વેચી રહ્યાં છે. આપણે પોતે જ કાળા બજાર કરતાં હોય ત્યારે સરકારને દોષ દેવો કેટલો યોગ્ય છે? આપણે પોતે નૈતિકતા જાળવતા નથી અને સરકાર ભ્રષ્ટ હોવાનું કહીને સત્યનારાયણ બનીને ફરવાનો ડોળ કરીએ તે કેટલું યોગ્ય છે?

ધર્મ અન્યાય સામે લડતાં શીખવાડે છે. રામાયણમાં રામ અન્યાયી રાવણનો નાશ કરવા શસ્ત્ર ઉઠાવે છે અને ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ આતતાયી કૌરવોને હણીને પૃથ્વીનો ભાર હળવો કરવા અર્જુનને ગાંડીવ ધારણ કરવાની પ્રેરણા આપે છે. પણ આપણે ગીતાનો પાઠ કરવામાં અને રામાનંદ સાગરના દિકરાની રામાયણ જોવાને જ ધર્મ માનીએ છીએ. ખરેખર આપણે ધર્મને સમજવા માગતા જ નથી. આપણે પોતાને ધર્મગુરુ જ ગણીએ છીએ. આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે આપણા ધર્મગુરુઓ આપણા કરતાં વધારે ચડિયાતા અને વિશિષ્ટ જ હોવાના.

મોંઘાવારીએ માઝા મૂકી છે તેમ છતાં એક પણ બાવાએ સરકારને કહ્યું નથી કે, બાપ, આ શું થવા બેઠું છે? ગરીબ માણસ ચા ને રોટલો પણ ખાઈ શકે તેમ નથી ત્યારે તમે હાથ શાને ઊંચા કરો? એકપણ બાવાઓએ નઘરોળ વેપારીઓને કાળા બજારથી દૂર રહેવાની સલાહ આપી નથી. તેમને કદાચ ડર છે કે જો વેપારીઓને સાચું કહેશે તો તેમના મહેલો જેવા આલીશાન મઠ અને મંદિરો કોણ બનાવી આપશે? સ્વાઇન ફ્લુનો સામનો કેવી રીતે કરવો કે સમલૈંગિકતા યોગ્ય છે કે અયોગ્ય કે અંબાણી બંધુઓએ ઝઘડો ન કરવાની વણમાગી સલાહ આપવાનો સમય આ બાવાઓ પાસે છે, પણ પ્રજાનું લોહી ચૂસતી આ સરકારને શોષણખોર વૃત્તિ અટકાવવાની સલાહ આપવાની હિમ્મત એક પણ ધર્મગુરુઓ પાસે નથી.

હકીકતમાં નથી આપણે ધાર્મિક, નથી આપણા ધર્મગુરુઓ ધાર્મિક. આપણે બધા સ્વાર્થી, શોષણખોર, તકવાદી અને ભ્રષ્ટ છીએ. ધર્મને નામ ધતિંગ કરતાં અમીચંદો છીએ...
Aug
11
Comments Off

સૌરાષ્ટ્ર સમાચાર


ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં સૌરાષ્ટ્ર સમાચારની વેબસાઈટ બાબતે ચિંતા અને શોક વ્યક્ત કર્યા હતાં. આજે ફરીથી આ સાઈટની મુલાકાત લઈએ તો ? એક ખુશીના અને એક જુના ને જાણીતા શોકના સમાચાર, સૌરાષ્ટ્ર સમાચાર સાથે સંકળાયેલા છે. શકિતસિંહ ગોહિલ વેબ સેવી તરીકે જાણીતા છે અને એમણે હમણા એક પ્રસંગે ટકોર કરી કે સૌરાષ્ટ્ર સમાચારની વેબસાઈટ હોય તો કેવું? જવાબ મળ્યો કે હાજીર હૈ ! આ વાંચીને અમે પહોંચી ગયા આ નવી સાઈટ પર. વેલ, હવે જુનો પ્રશ્ન ઉકેલાય ગયો છે, એક સાલ બાદ. મતલબ, સાઈટ જોવા મળે છે. થોડા ઘણા વાસી સમાચારો પણ જોવા મળે છે. પણ હવે શોક એ વાતનો છે કે મોટા ભાગના સમાચારોમાં ગુજરાતી ફોન્ટ ઉકેલી શકતા નથી ! લો કરો ટ્રાઈ -
"લ કતરપ કરબક બહગબ ગહબગહ બગહબ"
વધુ ડીકોડીંગ મહાવરા માટે ભાસ્કર ગ્રુપની આ વેબસાઈટ જોવી રહી!
Aug
11
Comments Off

અફઘાન સ્ત્રીઓની વેદનાનો નગ્ન ચિતારઃ मुझे उस बिस्तर में घुसना हैं, जिससे मुझे नफऱत है

જોડકણા એ કવિતા નથી અને કવિતા એ જોડકણા નથી. મોટા ભાગના જોડકણા કવિતાનું વિકૃત સ્વરૂપ છે અને તેને મારી મચડીને કવિતાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. પણ આપણને કવિતા અને જોડકણામાં બહુ સમજણ પડતી નથી અને (અદ્)ભૂત કવિતાપ્રેમીઓ જોડકણા બનાવીને યુગકવિઓ બનવા થનગની રહ્યાં છે. કવિતા શું છે? સમાજ અને તેમાં જીવતા નાગરિકોની વેદના-સંવેદનાનો નગ્ન ચિતાર. વેદના-સંવેદના ચરમ સીમાએ પહોંચે ત્યારે કવિતાનો ઘાટ બંધાય છે.

કવિતા સાહિત્યનો એક પ્રકાર છે અને સાહિત્ય? સાહિત્ય જે તે યુગમાં જીવતા સમાજનો આયનો. થોડા દિવસ પહેલાં નોર્વેની યુવાન મહિલા પત્રકાર ઓસ્ને સેયેરસ્તાડનું બેસ્ટસેલર પુસ્તક 'The Bookseller of Kabul'નો હિંદી અનુવાદ 'કાબુલ કા કિતાબવાલા' ખરીદ્યું. આ પુસ્તક આજના અફઘાનિસ્તાનના સમાજની કડવી વાસ્તવિકતા રજૂ કરે છે. કોઈ પણ સમાજ કેટલો પ્રગતિશીલ છે તેની જાણકારી તે સમાજની સ્ત્રીઓની સ્થિતિ પરથી મળી જાય છે. આ પુસ્તકના કેટલાંક પ્રકરણમાં અફઘાન સ્ત્રીઓની ઇચ્છા-આકાંક્ષા, આશા-નિરાશા, પ્રેમ-નફરતનો કાવ્યાત્મક ચિતાર રજૂ કરવામાં આવ્યો છે.

અફઘાન સમાજમાં આજે પણ પ્રેમને સૌથી મોટો અપરાધ ગણવામાં આવે છે અને તેની સજા સ્ત્રીઓને જ ભોગવવી પડે છે. કટ્ટર મુલ્લા અને મૌલવીઓ માટે સૌથી બેકાર અને નાપાક ચીજ છે પ્રેમ. પુરુષોના હ્રદયમાં પ્રેમરૂપી પુષ્પ અંકુરિત થાય તો તે માટે તેઓ કોને ગુનેહગાર ગણે છે? સ્ત્રી અને તેની સુંદરતાને. અહીં પ્રેમની સજા 'સજા-એ-મૌત' છે. યુવાન છોકરીઓનો વિક્રય થાય છે, વિનિયમ થાય છે. માલસામાનની જેમ અબ્બા-અમ્મી તેમની દિકરીઓની હરાજી કરે છે. વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરતાં પહેલાં એક વખત ફરી જવાનીનો જોશ અનુભવવા માગતા. અડધા દાંત પડી ગયેલા હવસખોર વૃદ્ધો ઊંચી મેહર (છોકરાવાળા છોકરીવાળાના પરિવારને ભેટસૌગાદગદ આપે છે તેને મેહર કહેવાય છે. યુવતીની સુંદરતાના આધારે તેના પરિવારને મેહર મળે છે) આપી સુંદરતાનો સોદો કરે છે. તેમાંથી જન્મે છે પીડા, ચીસ, ચિત્કાર!

અફઘાન શાયર સૈયદ બહાઉદ્દીન મજરુહે તેમની ભાભીની મદદથી અફઘાન સ્ત્રીઓની કવિતાઓ ભેગી કરી હતી. તેના બદલામાં તેમને શું મળ્યું? કટ્ટરપંથીઓએ 1988માં પેશાવરમાં તેમની હત્યા કરી નાંખી. આ કવિતાઓમાં અફઘાનની મોટા ભાગની સ્ત્રીઓનો પ્રેમી અને શૌહર (પતિ) અલગ જ હોય છે. આ સ્ત્રીઓ પોતાના શૌહર પ્રત્યને ગુસ્સો કાઢતા કહે છેઃ

बर्बर लोगों,
तुम बुढे आदमी को देख रहे हो
वो मेरे बिस्तर की तरफ बढ रहा है
और तुम,
तुम मुझसे पूछ रहे हो कि
मैं रोते हुए अपने बाल क्यों नोंच रही हूं
ओह, मेरे खुदा,
फिर से तुने मुझे
काली रात में धकेल दिया

और फिर मैं
सर से पैर तक
कांप रही हूं
मुझे उस बिस्तर में घुसना हैं,
जिससे मुझे नफऱत है
-------------------
मैं गुलाब जैसी खूबसुरत थी,
तुम्हारे नीचे दबकर मैं संतरे जैसी पीली पड गई हूं.
मुझे कभी गम का अहसास भी नहीं था,
इसलिए मैं सीधी बडी हुई, फर के पेड की तरह.

અફઘાનમાં આ કવિતાઓને 'લાંડે' કહેવાય છે, જેને અર્થ થાય છે 'લઘુ'. તેની થોડી પંક્તિઓ નાની અને લયબદ્ધ હોય છે જેને કવિ મજરુહ 'કોઈ ચીસ' કે 'ખંજરના ઘા' જેવી કહે છે. કવિતાઓમાં સ્ત્રીઓ વિદ્રોહ કરે છે. તે પોતાના પ્રેમ માટે જીવ જોખમમાં મૂકે છે અને તે પણ એવા સમાજમાં જ્યાં પ્રેમની સજા રુંવાડા ઊભા કરી દે તેવી હોય છે.

मुझे अपना हाथ दो
ए मेरे महबूब,
और हम
घास के मैदान में छुप जाएंगे.

प्यार करेंगे
या फिर
खंजर के वार से
घायल हो जाएंगे.

मैं नदी में कूदी,
लेकिन बहाव मुझे
बहा कर दूर नहीं
ले जा रहा.

मेरे शौहर की तकदीर अच्छी हैं,
मैं हंमेशा वापिस किनारे पर पटक दी जाती हूं.

कल सुबह तुम्हारे कारण
मेरी हत्या कर दी जाएगी.
फिर ये मत कहना,
तुमने मुझसे प्यार नहीं किया था.

આ કવિતાઓમાં ભરપૂર મીઠાશ છે. વ્યવહારિકતાના ત્રાજવામાં તોલ્યા વિના અફઘાન સ્ત્રીઓએ પોતાની લાગણી કવિતામાં રજૂ કરી છે. તે પુરુષોની પુરુષોની મર્દાનગીને પડકાર ફેંકતી હોય તેવું પણ લાગે છે.

बंद कर दे मेरा मुंह अपने मुंह से,
लेकिन मेरी जीभ को खुला रहने दो, ताकि यह प्यार की बात कर सके.

पहले मुझे अपनी बाहों में भर लो!
फिर अपने-आपको, मेरी मखमली जांघो में पैबस्त कर लेना.

मेरा मुंह तुम्हारा हैं, इसे खा जाओ, डरो मत!
यह कोई चीनी का नहीं बना, जो धुल जाएगा.

मेरा मुंह, इसे चूम लो,
लेकिन सुलगाओ न मुझे - मैं तो पहेली ही भीग चुकी हूं.

मैं तुम्हें जला करी खाक कर दूंगी.
बस एक पल के लिए मैं अपनी नजर तुम पर गडा दूं.

ચલતે-ચલતેઃ કવિતા આત્માને નગ્ન કરવાની પ્રક્રિયા છે. તેમાં લજ્જાને કોઈ સ્થાન નથી-ચંદ્રકાંત બક્ષી
Aug
10
Comments Off

Software Engineers should work at software firms only…

Because at financial firms, you need to wear formals.. business formals like Trousers and Shirts from monday to thursday..... even on friday, t-shirts and jeans are allowed but only coulers t-shirts... really need to do shopping of formal trousers now.... n then you don't do trading without prior approvals...... Todays... at Induction, I got bored... more than very often.... actually I never liked lectures... n over on that.. most terminologies used are in financial terms.... open fund-close fund...equities...derivatives... which all bounced for my brain... al though I need to learn all these things now..... all day I thought if I am at persistent, I am doing this thing at this time, taking tea with rama at this time..... n all..... n then I am asking my self.. why.. why I joined financial firms... I should join pure software firms only.......
ya ya... I know I have to give some time to my self to set... to get used with all these things.... and I know its just matters of few days.. may be 1 or 2 weeks..... after that myself would not agree with above thoughts.... even I had dreams to wear business formals and do job... while I was in college.... at that time.. Forget about JP..Persi..... we had worried of getting job at anywhere.. even at small firms..... if we thought about these firms.. everyone laugh at us.. including our self... :) ...... but ya.. God is great.. or may be Luck.... whatever it is.... it is good....

Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

Professional Web Hosting with Neepra.com

RSS Top 5 blogs at WP

Blogroll