Browsing all articles from December, 2009
શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
હજાર શબ્દો જે ન કહી શકે તે એક ચિત્ર કહી જાય છે, અને જો ચિત્ર ને બદલે વિડીયો હોય તો ???? વિડીયો વડે મદદ કરવી એ આજકાલ વધારે સહેલુ બનતુ જાય છે, ઘણી વખત તમારે કોઈ સોફ્ટવેર વિશે વધારે જાણવું હોય છે પણ તે વિશેનું વાંચન એટલુ કંટાળાજનક હોય છે કે જાણવાની ઈચ્છા હોવા છતાં પણ તમે તે વાતને પડતી મુકો છો. પણ જો વાંચનની જગ્યાએ તમને કોઈ વિડીયોથી શિખવાનું હોય તો ??? તમે ક્યારેય ના નહિ (Read more...)
Original Source: http://kakasab.com/blog
સફળતાની ચાવી(પ્રસિધ્ધ પુસ્તકોની કૉમન થીયરી)
એક ઈન્ટ્રસ્ટીંગ થીયરી એવું કહે છે કે "ભરપૂર લાગણિઓથી વિચારેલાં લક્ષ્યો હંમેશાં સિધ્ધ થાય છે જ."આ થીયરી મુજબ આપણાં વિચારોને કારણે એક બળ(Force)નું નિર્માણ થાય છે.આ બળ આપણાં વિચારો જેટલું જ મજબૂત હોય છે.જો આપણે આપણાં વિચારોમાં "બિલીવ" કરતાં હોઈયે અને એ વિચારો ખૂબ જ કોન્ફીડન્સથી અને લાગણીઓ ઊમેરીને કરીયે,તો એના કારણે ઊત્પન્ન થયેલું બળ સંજોગો અને વ્યક્તિઓને એવી રીતે "મેનીપ્યુલેટ" કરે છે કે એ વિચારોOriginal Source: http://maarikalpanaa.blogspot.com/
ભારતની પેચવર્કવાળી સુરક્ષાવ્યવસ્થામાં હજી જબરાં છીંડાં છે
સંપાદકનો પત્ર
'Safari' December 2009
મુંબઇ પર અજમલ કસબ ઍન્ડ કંપનીએ આતંકવાદી હુમલો કરી સેંકડો લોકોને જોતજોતામાં મોતને ઘાટ ઉતારી દીધા તે બનાવને ગયા મહિને ૨૬મી તારીખે એક વર્ષ પૂરૂં થયું. આ પ્રસંગ નિમિત્તે સરકારે આતંકવાદીઓનો ભોગ બનેલા કમનસીબ ભારતીયો પ્રત્યે શોક જતાવ્યો અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ ચલાવતા પાકિસ્તાન સામે રોષનો શાબ્દિક બળાપો કાઢીને સંતોષ માન્યો. ટૂંકમાં, આગુ સે ચલી આતી પ્રણાલિનું આપણી સરકાર દ્વારા ફરી એક વખત વન્સ મોર થયું. ૨૬ મી નવેમ્બરનો દિવસ (Read more...)
Original Source: http://harshalpushkarna.blogspot.com/
ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૫–અને છેલ્લો)
શામોની મો બ્લાંઓક્ટોબર ૨૩, ૨૦૦૯
આજે Aiguille Du Midi/એગ્વિલ દયૂ મિદી કેબલ કાર મારફત મો બ્લાંને અત્યંત નિકટથી જોવાનો પ્રોગ્રામ હતો. સવારે ઊઠીને સૌ પહેલાં નજર મો બ્લાં પર્વત પર પડી અને મૂડ જરા બગડ્યો. વાદળોનું ધાડું પ્રોગ્રામમાં અવરોધ બનીને આવી ચડ્યું હતું. આમ છતાં ‘જો હોગા, દેખા જાયેગા’નો અભિગમ અપનાવી અમે કેબલ કારની ટિકિટ ઓફિસે ગયા. કાઉન્ટરે બેઠેલી મહિલાએ સલાહ આપી કે આજે મો બ્લાંની મુલાકાત લેવાનું ટાળો તો સારૂં, કેમ કે ઉપર વાતાવરણ ચોખ્ખું નથી અને વાદળોની ઓથે ઢંકાયેલું મો બ્લાંનું શિખર જોવા ન મળે એ સંભવ છે. ઘડીભર અમે વિચારમાં પડ્યા. રોપ-વેની ટિકિટનો ચાર્જ જેવોતેવો ન હતો. બીજી તરફ શામોનીથી આવતી કાલે પેરિસ જવા નીકળી જવાનું હતું. છેવટે ટિકિટ ખરીદી અને એગ્વિલ દયૂ મિદી કેબલ કારમાં બેઠા. (ફ્રેન્ચ ભાષામાં એગ્વિલ દયૂ મિદી એટલે મધ્યાહન બતાવતો ઘડિયાળનો કાંટો. એગ્વિલ = સોય અથવા કાંટો; દયૂ = ની; મિદી = બપોર). મો બ્લાં પર્વતની પડખે આવેલા ઊંચા પર્વત સુધી પહોંચવા માટેનું લગભગ ૨,૮૦૦ મીટરનું ચઢાણ એગ્વિલ દયૂ મિદી કેબલ કાર અત્યંત તીવ્ર ખૂણે ચઢે છે--અને તે બદલ તેના નામે વિશ્વવિક્રમ બોલે છે.
કેબલ કારમાં સારી એવી સ્પીડમાં પ્રવાસ ખેડાતો હોવા છતાં ૨,૮૦૦ મીટરે પહોંચવામાં અમને વીસેક મિનિટ લાગી. ઊંચે ચડતા ગયા તેમ વધુ ને વધુ ઘટ્ટ વાદળોમાં દાખલ થતા રહ્યા. કેટલીક મિનિટો કોહરામાં વીતાવી ત્યાં એકાએક સૂર્યપ્રકાશની સોનેરી ટશરો દેખાવા લાગી. વાદળોની પેલે પાર આસમાની આકાશ એકદમ સ્વચ્છ હતું અને મો બ્લાં સ્પષ્ટ રીતે જોઇ શકાતો હતો. ફેરો સફળ થયાની લાગણી અમારા જ નહિ, કેબલ કારમાં ઉપસ્થિત સૌ પર્યટકોના ચહેરા પર ઉભરી આવી. મો બ્લાં પર્વતની બાજુના પર્વત પર બનાવવામાં આવેલા ઓપન એર ઓબ્ઝર્વેશન ડેક પર અમે ગયા. બરાબર સામે જ ૪,૮૦૭ મીટર ઊંચો મો બ્લાં હતો. ફ્રાન્સ અને ઇટાલિની સરહદ પર આવેલો આલ્પ્સ પર્વતમાળાનો સૌથી ઊંચો પર્વત! ઓબ્ઝર્વેશન ડેકની જમણી તરફ ઊંડી કોતર હતી, તો ડાબી તરફ લાંબી હિમસરિતા દેખાતી હતી. ક્ષિતિજ સુધી બર્ફિલા પર્વતોનો જબજસ્ત પથારો હતો.
હિમાલયના પર્વતોનાં શિખર જેમણે બહુ નજીકથી તેમજ રસપૂર્વક જોયા હોય તેમને મો બ્લાંનું શિખર કદાચ બહુ પ્રભાવશાળી ન લાગે. ઉપરથી તે બુઠ્ઠું છે. (ઉપરનો ફોટો). અર્થાત હિમાલયના શિખરોને હોય છે તેવી અણીદાર ચોટી તેને નથી. આકાર રાઉન્ડ છે--વેફર કોન પર મૂકેલા આઇસ ક્રીમ સ્કૂપની ઉપલી સપાટી જેવો! મો બ્લાં કરતાં તેની આસપાસના અમુક પર્વતો અમને જરા વધુ પ્રભાવશાળી લાગ્યા.
મો બ્લાંનું નિરીક્ષણ કરતાં અમે ઊભા હતા ત્યાં બે ફ્રેન્ચ ટુરિસ્ટો આવ્યા. સાથે એક ટાબરિયો પણ હતો. ‘બોં જૂર’ એક પર્યટક બોલ્યો.
‘બોં જૂર.’ અમે પણ ગૂડ મોર્નીંગ કહીને અભિવાદન કર્યું.
‘Vous etes d’ou’. (વૂ જેત દૂ/તમે ક્યાંના છો?) તેણે પૂછ્યું.
‘Je suis d’Inde’. (જ સ્વી દ ઈંદ/હું ભારતીય છું). ‘Comment alez vous?’ (કોમે તાલે વૂ/તમે કેમ છો?) અમે પૂછ્યું.
‘Je vais bien, Merci’. (જ વે બિંયા, મેસી/હું ઠીક છું, ધન્યવાદ).
‘Comment vous s’appelez vous?’ (કોમે વૂ જાપ્લે વૂ/તારૂં નામ શું છે?) ટાબરિયાને અમે પૂછ્યું.
આ સાંભળીને બેઉ ફ્રેન્ચો ખીલી ઊઠ્યા. અમને એક કરતાં વધુ ફ્રેન્ચ વાક્યો બોલતા સાંભળીને કદાચ તેઓ હરખાઇ ગયા હતા. છોકરા વતી તેમણે જવાબ આપી દીધો.
‘Avez vous froid?’ (આવે વૂ ફ્રૂઆ?/તને ઠંડી લાગે છે?) જેકેટ અને ટોપીમાં સજ્જ ટેણિયાને અમે સવાલ કર્યો. એણે હકારમાં તેનું મસ્તક હલાવીને જવાબ આપ્યો. ‘C’est un bon garcon’. (સેતં બોં ગારસોં/આ ટાબરિયો સરસ છે). અમે આગળ ચલાવ્યું. પેલા બેઉ જણાને વળી આશ્ચર્ય થયું. એ બેઉને અંગ્રેજી આવડતું નહોતું, એટલે ફ્રેન્ચમાં બીજી થોડીક ગોટપીટ અમે કરી.
મો બ્લાં નજીક લગભગ દોઢ-બે કલાક વીતાવ્યા બાદ અને આસપાસના પેનેરોમિક વ્યૂના ફોટાઓ લીધા બાદ રોપ-વે મારફત અમે નીચે ઊતરવાનું શરૂ કર્યું. વાદળોની જાજમ ભેદી ત્યાં વળી હરિયાળું શામોની ટાઉન દેખાવા લાગ્યું. રોપ-વેનો પ્રવાસ પૂરો થયો અને બહાર નીકળ્યા, એટલે પેલા બે ફ્રેન્ચો નજીક આવ્યા. હાથ મિલાવીને અભિવાદન કર્યું અને એકબીજાને ‘અ રવૂઆ’ (અલવિદા!) કહીને અમે છૂટા પડ્યા.
શામોની ટાઉનમાં પગપાળા ચાલીને અમે સાંજ સુધી ફર્યા. પંદર દિવસના વેકેશનનો આજે છેલ્લો દિવસ હતો. ઓક્ટોબર ૧૨, ૨૦૦૯ના રોજ લંડન ખાતેની શરૂ થયેલો યાદગાર પ્રવાસ ૨૩મી ઓક્ટોબરે પૂરો થયો. ૨૪મી તારીખે શામોનીથી મો બ્લાં એક્સ્પ્રેસ પકડીને Saint-Gervais-les-Bains સ્ટેશને અને ત્યાંથી બીજી ટ્રેન મારફત લિયો પહોંચ્યા બાદ લિયોથી TGV મારફત છેવટે મોડી રાત્રે Aéroport Charles de Gaulle/શોલ દ ગોલ એરપોર્ટના અન્ડરગ્રાઉન્ડ રેલ્વે સ્ટેશને ઊતર્યા. એરપોર્ટની નજીકમાં આવેલી હોટલમાં રાત્રિરોકાણ કર્યું--અને બીજે દિવસે સવારે દસ વાગ્યે પેરિસ એરપોર્ટથી અમદાવાદનો વળતો પ્રવાસ આરંભ્યો.
ટાવર ઓફ લંડનથી લઇને મો બ્લાં જોવા સુધીની સફરમાં કેટકેટલું અમે જાણ્યું, માણ્યું અને અનુભવ્યું હતું! બ્રિટન અને ફ્રાન્સની ટુર અમારા માટે ખરા અર્થમાં સ્ટડી ટુર સાબિત થઇ હતી, કેમ કે પ્રવાસની યાદગીરીઓ ઉપરાંત થોકબંધ જ્ઞાન પણ અમે લઇને આવ્યા હતા.
આજે Aiguille Du Midi/એગ્વિલ દયૂ મિદી કેબલ કાર મારફત મો બ્લાંને અત્યંત નિકટથી જોવાનો પ્રોગ્રામ હતો. સવારે ઊઠીને સૌ પહેલાં નજર મો બ્લાં પર્વત પર પડી અને મૂડ જરા બગડ્યો. વાદળોનું ધાડું પ્રોગ્રામમાં અવરોધ બનીને આવી ચડ્યું હતું. આમ છતાં ‘જો હોગા, દેખા જાયેગા’નો અભિગમ અપનાવી અમે કેબલ કારની ટિકિટ ઓફિસે ગયા. કાઉન્ટરે બેઠેલી મહિલાએ સલાહ આપી કે આજે મો બ્લાંની મુલાકાત લેવાનું ટાળો તો સારૂં, કેમ કે ઉપર વાતાવરણ ચોખ્ખું નથી અને વાદળોની ઓથે ઢંકાયેલું મો બ્લાંનું શિખર જોવા ન મળે એ સંભવ છે. ઘડીભર અમે વિચારમાં પડ્યા. રોપ-વેની ટિકિટનો ચાર્જ જેવોતેવો ન હતો. બીજી તરફ શામોનીથી આવતી કાલે પેરિસ જવા નીકળી જવાનું હતું. છેવટે ટિકિટ ખરીદી અને એગ્વિલ દયૂ મિદી કેબલ કારમાં બેઠા. (ફ્રેન્ચ ભાષામાં એગ્વિલ દયૂ મિદી એટલે મધ્યાહન બતાવતો ઘડિયાળનો કાંટો. એગ્વિલ = સોય અથવા કાંટો; દયૂ = ની; મિદી = બપોર). મો બ્લાં પર્વતની પડખે આવેલા ઊંચા પર્વત સુધી પહોંચવા માટેનું લગભગ ૨,૮૦૦ મીટરનું ચઢાણ એગ્વિલ દયૂ મિદી કેબલ કાર અત્યંત તીવ્ર ખૂણે ચઢે છે--અને તે બદલ તેના નામે વિશ્વવિક્રમ બોલે છે.કેબલ કારમાં સારી એવી સ્પીડમાં પ્રવાસ ખેડાતો હોવા છતાં ૨,૮૦૦ મીટરે પહોંચવામાં અમને વીસેક મિનિટ લાગી. ઊંચે ચડતા ગયા તેમ વધુ ને વધુ ઘટ્ટ વાદળોમાં દાખલ થતા રહ્યા. કેટલીક મિનિટો કોહરામાં વીતાવી ત્યાં એકાએક સૂર્યપ્રકાશની સોનેરી ટશરો દેખાવા લાગી. વાદળોની પેલે પાર આસમાની આકાશ એકદમ સ્વચ્છ હતું અને મો બ્લાં સ્પષ્ટ રીતે જોઇ શકાતો હતો. ફેરો સફળ થયાની લાગણી અમારા જ નહિ, કેબલ કારમાં ઉપસ્થિત સૌ પર્યટકોના ચહેરા પર ઉભરી આવી. મો બ્લાં પર્વતની બાજુના પર્વત પર બનાવવામાં આવેલા ઓપન એર ઓબ્ઝર્વેશન ડેક પર અમે ગયા. બરાબર સામે જ ૪,૮૦૭ મીટર ઊંચો મો બ્લાં હતો. ફ્રાન્સ અને ઇટાલિની સરહદ પર આવેલો આલ્પ્સ પર્વતમાળાનો સૌથી ઊંચો પર્વત! ઓબ્ઝર્વેશન ડેકની જમણી તરફ ઊંડી કોતર હતી, તો ડાબી તરફ લાંબી હિમસરિતા દેખાતી હતી. ક્ષિતિજ સુધી બર્ફિલા પર્વતોનો જબજસ્ત પથારો હતો.
હિમાલયના પર્વતોનાં શિખર જેમણે બહુ નજીકથી તેમજ રસપૂર્વક જોયા હોય તેમને મો બ્લાંનું શિખર કદાચ બહુ પ્રભાવશાળી ન લાગે. ઉપરથી તે બુઠ્ઠું છે. (ઉપરનો ફોટો). અર્થાત હિમાલયના શિખરોને હોય છે તેવી અણીદાર ચોટી તેને નથી. આકાર રાઉન્ડ છે--વેફર કોન પર મૂકેલા આઇસ ક્રીમ સ્કૂપની ઉપલી સપાટી જેવો! મો બ્લાં કરતાં તેની આસપાસના અમુક પર્વતો અમને જરા વધુ પ્રભાવશાળી લાગ્યા.મો બ્લાંનું નિરીક્ષણ કરતાં અમે ઊભા હતા ત્યાં બે ફ્રેન્ચ ટુરિસ્ટો આવ્યા. સાથે એક ટાબરિયો પણ હતો. ‘બોં જૂર’ એક પર્યટક બોલ્યો.
‘બોં જૂર.’ અમે પણ ગૂડ મોર્નીંગ કહીને અભિવાદન કર્યું.
‘Vous etes d’ou’. (વૂ જેત દૂ/તમે ક્યાંના છો?) તેણે પૂછ્યું.
‘Je suis d’Inde’. (જ સ્વી દ ઈંદ/હું ભારતીય છું). ‘Comment alez vous?’ (કોમે તાલે વૂ/તમે કેમ છો?) અમે પૂછ્યું.
‘Je vais bien, Merci’. (જ વે બિંયા, મેસી/હું ઠીક છું, ધન્યવાદ).
‘Comment vous s’appelez vous?’ (કોમે વૂ જાપ્લે વૂ/તારૂં નામ શું છે?) ટાબરિયાને અમે પૂછ્યું.
આ સાંભળીને બેઉ ફ્રેન્ચો ખીલી ઊઠ્યા. અમને એક કરતાં વધુ ફ્રેન્ચ વાક્યો બોલતા સાંભળીને કદાચ તેઓ હરખાઇ ગયા હતા. છોકરા વતી તેમણે જવાબ આપી દીધો.
‘Avez vous froid?’ (આવે વૂ ફ્રૂઆ?/તને ઠંડી લાગે છે?) જેકેટ અને ટોપીમાં સજ્જ ટેણિયાને અમે સવાલ કર્યો. એણે હકારમાં તેનું મસ્તક હલાવીને જવાબ આપ્યો. ‘C’est un bon garcon’. (સેતં બોં ગારસોં/આ ટાબરિયો સરસ છે). અમે આગળ ચલાવ્યું. પેલા બેઉ જણાને વળી આશ્ચર્ય થયું. એ બેઉને અંગ્રેજી આવડતું નહોતું, એટલે ફ્રેન્ચમાં બીજી થોડીક ગોટપીટ અમે કરી.
મો બ્લાં નજીક લગભગ દોઢ-બે કલાક વીતાવ્યા બાદ અને આસપાસના પેનેરોમિક વ્યૂના ફોટાઓ લીધા બાદ રોપ-વે મારફત અમે નીચે ઊતરવાનું શરૂ કર્યું. વાદળોની જાજમ ભેદી ત્યાં વળી હરિયાળું શામોની ટાઉન દેખાવા લાગ્યું. રોપ-વેનો પ્રવાસ પૂરો થયો અને બહાર નીકળ્યા, એટલે પેલા બે ફ્રેન્ચો નજીક આવ્યા. હાથ મિલાવીને અભિવાદન કર્યું અને એકબીજાને ‘અ રવૂઆ’ (અલવિદા!) કહીને અમે છૂટા પડ્યા.શામોની ટાઉનમાં પગપાળા ચાલીને અમે સાંજ સુધી ફર્યા. પંદર દિવસના વેકેશનનો આજે છેલ્લો દિવસ હતો. ઓક્ટોબર ૧૨, ૨૦૦૯ના રોજ લંડન ખાતેની શરૂ થયેલો યાદગાર પ્રવાસ ૨૩મી ઓક્ટોબરે પૂરો થયો. ૨૪મી તારીખે શામોનીથી મો બ્લાં એક્સ્પ્રેસ પકડીને Saint-Gervais-les-Bains સ્ટેશને અને ત્યાંથી બીજી ટ્રેન મારફત લિયો પહોંચ્યા બાદ લિયોથી TGV મારફત છેવટે મોડી રાત્રે Aéroport Charles de Gaulle/શોલ દ ગોલ એરપોર્ટના અન્ડરગ્રાઉન્ડ રેલ્વે સ્ટેશને ઊતર્યા. એરપોર્ટની નજીકમાં આવેલી હોટલમાં રાત્રિરોકાણ કર્યું--અને બીજે દિવસે સવારે દસ વાગ્યે પેરિસ એરપોર્ટથી અમદાવાદનો વળતો પ્રવાસ આરંભ્યો.
ટાવર ઓફ લંડનથી લઇને મો બ્લાં જોવા સુધીની સફરમાં કેટકેટલું અમે જાણ્યું, માણ્યું અને અનુભવ્યું હતું! બ્રિટન અને ફ્રાન્સની ટુર અમારા માટે ખરા અર્થમાં સ્ટડી ટુર સાબિત થઇ હતી, કેમ કે પ્રવાસની યાદગીરીઓ ઉપરાંત થોકબંધ જ્ઞાન પણ અમે લઇને આવ્યા હતા.
(સંપૂર્ણ)
Original Source: http://harshalpushkarna.blogspot.com/
ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૪)
શામોની મો બ્લાંઓક્ટોબર ૨૨, ૨૦૦૯
લંડનમાં અને પેરિસમાં ટાઇટમટાઇટ ટાઇમટેબલ હેઠળ થકવનારો પ્રવાસ કર્યા પછી છેલ્લા બે દિવસો દક્ષિણ ફ્રાન્સના આલ્પ્સ પર્વતો વચ્ચે કુદરતના ખોળે વીતાવવાનું નક્કી કર્યું હતું. આ માટે Chamonix Mont Blanc/શામોની મો બ્લાં નામનું ટચૂકડું ગામ પસંદ કરેલું. પેરિસ શહેરથી તે લગભગ ૬૪૦ કિલોમીટર છેટે આવેલું છે.
વહેલી સવારે પેરિસના Gare de Lyon/ગાર દ લિયો રેલ્વે સ્ટેશને અમે પહોંચી ગયા. ફ્રાન્સની હાઇ સ્પીડ Train à Grande Vitesse/ત્રાં અ ગ્રાં વિતેસી (વિત = ઝડપ) કહેવાતી ટ્રેન વિશે ઘણુંબધું વાંચ્યું-લખ્યું હતું. આજે તેમાં બેસવાનો જાતઅનુભવ કરવાનો હતો, એટલે થનગનાટ થવો સ્વાભાવિક હતો. પ્લેટફોર્મ પર ઉભેલી TGV ના કેટલાક ફોટા પાડ્યા પછી પાટાનું જરા બારીકાઇથી અવલોકન કર્યું. આપણે ત્યાં જોવા મળતા રેલ્વેના ટ્રેક કરતાં રચના ખાસ જુદી ન હતી. મુખ્ય તફાવત ફિશપ્લેટનો લાગ્યો, જેને પાટા સાથે વેલ્ડિંગ કરીને કાયમી ધોરણે જડી દેવામાં આવી છે. (આપણે ત્યાં આવું વન્સ ફોર ઓલ જોડાણ હોતું નથી). TGVના પાટાને કોન્ક્રિટના સ્લીપર્સ સાથે જોડી રાખતા ધાતુના બોલ્ટ નીચે ફ્રેન્ચ ઇજનેરોએ રબ્બરના વાઇસર જેવા પેડ ગોઠવ્યા છે. પૂરપાટ ભાગતી TGV પેદા કરેલા ધ્રૂજારીના ઘણા આંચકા તે વાઇસર ખમી લે છે.
ટ્રેન ઉપડવાની બરાબર વીસ મિનિટ પહેલાં બધા કોચના ઓટોમેટિક દરવાજા ખૂલ્યા, એટલે અમે ટ્રેનમાં ગોઠવાયા. ટ્રેન શરૂ થઇ અને અડધા-પોણા કલાકે તેણે મહત્તમ સ્પીડ પકડી ત્યારે જાદુઇ શેતરંજી પર જાણે ઊડતા હોવાનો આભાસ થવા લાગ્યો. સ્પીડ કલાકના ૩૦૦ કિલોમીટરની આસપાસ હતી, છતાં તેની પ્રતીતિ કોચમાં લગીરે થતી નહોતી. સુપરફાસ્ટ ઝડપે બદલાતા પાટાની ધડધડાટી પણ વરતાતી ન હતી. લગભગ અઢી કલાકમાં Bellegarde-sur-Valserine નામના સ્ટેશને અમે પહોંચી ગયા. અહીં અમારે ઊતરવાનું હતું અને બીજી ટ્રેન પકડી Saint-Gervais-les-Bains સ્ટેશને જવાનું હતું. વહેલી સવાર હતી. વાતાવરણ ધુમ્મસિયું હતું અને કડકડતી ઠંડી પડી રહી હતી. પ્લેટફોર્મ પર મુસાફરો લગભગ નહિવત હતા. સામે કેટલાક યુનિફોર્મસજ્જ ફ્રેન્ચ પુલિસ અફસરો ઊભા હતા. પ્લેટફોર્મ પર અમને સામાન સાથે ઊભેલા જોઇને એક અફરસ પાસે આવ્યો.
‘Bon jour/બોં જૂર’ તેણે ફ્રેન્ચમાં ગૂડ મોર્નીંગ કહ્યું.
‘બોં જૂર’ અમે જવાબ દીધો.
‘તૂરિસ્ત?’ જરા કડક અવાજમાં તેણે પૂછ્યું. ‘Peux je voir votre passeport?’ અમે સમજી ગયા કે અફસર અમારો પાસપોર્ટ માગી રહ્યો હતો.
‘Oui/ઉઇ’ હકારમાં અમે કહ્યું અને પછી બેગમાંથી પાસપોર્ટ કાઢી દીધા.
બે-ત્રણ બીજા અફસરો એવામાં આવી ચડ્યા અને અમારા પાસપોર્ટનું પ્રયોગશાળાના દેડકાને તપાસતા વિજ્ઞાનની પેઠે ચેકિંગ કરવા લાગ્યા. એક હટ્ટાકટ્ટા અફસરે ઇન્ટરોગેશનના ધોરણે ફ્રેન્ચમાં સવાલ પૂછવાનું શરૂ કર્યું. અમુક વાક્યો ન સમજાયા, એટલે નમ્રતાથી અમે તેને પૂછ્યું: ‘Excusez moi sil vous plait. Parle vous Anglais?/એક્સક્યૂઝે મુઆ સિલ વૂ પ્લે. પારલે વૂ ઓંગ્લે?’ (માફ કરજો પ્લીઝ, પણ તમે અંગ્રેજી બોલી શકો છો?)
અફસરે હકારમાં ડોકું ધૂણાવ્યું અને પછી ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં અમારી સાથે વાત કરી. તેના દરેક સવાલનો અમે સંતોષકારક જવાબ દીધો, એટલે ભાઇસાહેબ જરા ઢીલા પડ્યા. અવાજમાં નમી આવી અને વર્તન જરા સુંવાળું બન્યું. Saint-Gervais-les-Bains સ્ટેશને જવાની ટ્રેન ક્યાંથી પકડવી તેનું માર્ગદર્શન તેણે વગર કીધે આપ્યું. વળી એમ પણ જણાવ્યું કે આગળ જતાં ટ્રેન બે ભાગે વહેંચાશે અને આગલો ભાગ જિનિવા જશે, માટે તમે પાછળ તરફની બોગીમાં બેસજો.
‘Merci beaucoup. A bientot/મેસી બોકુ. આ બિયાંતો’ (ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું!) કહીને અમે આગળ નીકળ્યા.
‘De rien/દ રિયાં’. (મેન્શન નોટ). અફસરે કહ્યું.
થોડી વારમાં અમારી ટ્રેન આવી. અમે તેમાં ગોઠવાયા અને બીજા અઢી કલાકનો પ્રવાસ ખેડીને Saint-Gervais-les-Bains સ્ટેશને પહોંચ્યા, જ્યાં Chamonix Mont Blanc/શામોની મો બ્લાં જવા માટેની માઉન્ટેન ટ્રેન અમારી રાહ જોતી ઊભી હતી. મોટા મોટા કાચની બારીઓ ધરાવતી લાલ રંગની મો બ્લાં એક્સપ્રેસમાં અમે બેઠા અને પ્રવાસ શરૂ થયો, એટલે થોડી મિનિટોમાં આલ્પ્સના પર્વતો દેખાવા શરૂ થયા.
પહાડોના ઢોળાવમાં, મેદાનોમાં અને ખીણોમાં લીલોતરી આંખને ઠંડક આપે તેવી હતી. પહાડી પ્રદેશની સુંદરતા માણતા લગભગ પોણો કલાકે અમે શામોની મો બ્લાં સ્ટેશને પહોંચ્યા. સ્થાનિક ઘડિયાળમાં બપોરનો દોઢ વાગી ચૂક્યો હતો. સ્ટેશનની બહારથી ટેક્સી લઇને દસેક મિનિટમાં હોટલે (વાસ્તવમાં બેડરૂમ, હોલ અને કિચન ધરાવતા સેલ્ફ કેટરિંગ અપાર્ટમેન્ટે) પહોંચી ગયા. લગભગ સાતેક કલાકનો પ્રવાસ ખેડીને અમે આવ્યા હતા, છતાં રૂમની બાલ્કનીમાં જઇને સામેનું દ્રશ્ય જોયું એટલે પળવારમાં તરોતાજા થઇ ગયા. બરાબર સામે આલ્પ્સ પર્વતમાળાનો વિશાળ પથારો દેખાતો હતો--અને તેમાં ૪,૮૦૭ મીટર ઊંચો મો બ્લાં પર્વત! ફ્રેન્ચ ભાષામાં મો એટલે પર્વત અને બ્લાં અથવા બ્લાંશ એટલે સફેદ. નામ પ્રમાણે મો બ્લાંની ટોચ હિમની સફેદ ચાદર ઓથે ઢંકાયેલી હતી. આ દ્રશ્ય જોઇને ફોટોગ્રાફીનો કીડો સળવળાટ કરવા લાગ્યો. તરત જ કેમેરો હાથમાં લીધો અને ઝૂમ લેન્સ મો બ્લાં તરફ તાકીને એ શિખરના તેમજ આસપાસના પહાડોના સંખ્યાબંધ ફોટા લઇ લીધા.
હોટલમાં કેટલાક કલાકો વીતાવ્યા બાદ (અને રૂમના કિચનમાં જાતે રાંધીને બપોરનું ભોજન લીધા બાદ) સાંજે શામોની ટાઉનમાં પગપાળા પ્રવાસે નીકળ્યા. શામોનીમાં ત્યારે ઓફ-સિઝન હતી, એટલે પર્યટકોની સંખ્યા લગીરે ન હતી. (ફ્રાન્સના તથા પડોશી દેશોના પર્યટકોનો નવેમ્બર-ડિસેમ્બરમાં શામોની ખાતે ભારે ધસારો હોય છે. આઇસ સ્કીઈંગના શોખીનો માટે મો બ્લાં અને આસપાસના પર્વતો આદર્શ સ્થળ છે). ચારેય તરફ આલ્પ્સના પર્વતો, પર્વતોની આસપાસ છવાયેલાં સફેદ વાદળો, પર્વતોના ઢોળાવ પર ચીડનાં વૃક્ષો, પર્વતોની તળેટીમાં વસેલું શાંત અને રમણીય શામોની ટાઉન, ટાઉનનાં રૂપકડાં મકાનો, સ્વચ્છ રસ્તા, રસ્તાઓ પરની દુકાનો તથા કોફી શોપ્સ વગેરે બધું જોતા, માણતા અને સ્મૃતિપટ પર તેમને અંકિત કરતા સાંજે હોટલે પાછા ફર્યા.
પર્વતોના સફેદ બરફ પરથી સૂર્યના સોનેરી રંગના કિરણોનો ઢોળ ધીમે ધીમે ઊતરી રહ્યો હતો. વાદળો આસ્તે આસ્તે પર્વતોને પોતાની પાછળ ઢાંકવા આવી રહ્યા હતા. ચારેય તરફ પરમ શાંતિ હતી. એકમાત્ર અવાજ પક્ષીઓના કલરવનો હતો. રૂમની બાલ્કનીમાં બેઠા બેઠા આવું બધું માણતા અમે મોડે સુધી બેઠા. રાત્રે છેલ્લી વાર મો બ્લાં તરફ નજર કરી. આવતી કાલે અમારે તેના બહુ નિકટથી દર્શન કરવા જવાનું હતું--દુનિયાના સૌથી ઊંચા રોપ વે મારફત!
લંડનમાં અને પેરિસમાં ટાઇટમટાઇટ ટાઇમટેબલ હેઠળ થકવનારો પ્રવાસ કર્યા પછી છેલ્લા બે દિવસો દક્ષિણ ફ્રાન્સના આલ્પ્સ પર્વતો વચ્ચે કુદરતના ખોળે વીતાવવાનું નક્કી કર્યું હતું. આ માટે Chamonix Mont Blanc/શામોની મો બ્લાં નામનું ટચૂકડું ગામ પસંદ કરેલું. પેરિસ શહેરથી તે લગભગ ૬૪૦ કિલોમીટર છેટે આવેલું છે.
વહેલી સવારે પેરિસના Gare de Lyon/ગાર દ લિયો રેલ્વે સ્ટેશને અમે પહોંચી ગયા. ફ્રાન્સની હાઇ સ્પીડ Train à Grande Vitesse/ત્રાં અ ગ્રાં વિતેસી (વિત = ઝડપ) કહેવાતી ટ્રેન વિશે ઘણુંબધું વાંચ્યું-લખ્યું હતું. આજે તેમાં બેસવાનો જાતઅનુભવ કરવાનો હતો, એટલે થનગનાટ થવો સ્વાભાવિક હતો. પ્લેટફોર્મ પર ઉભેલી TGV ના કેટલાક ફોટા પાડ્યા પછી પાટાનું જરા બારીકાઇથી અવલોકન કર્યું. આપણે ત્યાં જોવા મળતા રેલ્વેના ટ્રેક કરતાં રચના ખાસ જુદી ન હતી. મુખ્ય તફાવત ફિશપ્લેટનો લાગ્યો, જેને પાટા સાથે વેલ્ડિંગ કરીને કાયમી ધોરણે જડી દેવામાં આવી છે. (આપણે ત્યાં આવું વન્સ ફોર ઓલ જોડાણ હોતું નથી). TGVના પાટાને કોન્ક્રિટના સ્લીપર્સ સાથે જોડી રાખતા ધાતુના બોલ્ટ નીચે ફ્રેન્ચ ઇજનેરોએ રબ્બરના વાઇસર જેવા પેડ ગોઠવ્યા છે. પૂરપાટ ભાગતી TGV પેદા કરેલા ધ્રૂજારીના ઘણા આંચકા તે વાઇસર ખમી લે છે.ટ્રેન ઉપડવાની બરાબર વીસ મિનિટ પહેલાં બધા કોચના ઓટોમેટિક દરવાજા ખૂલ્યા, એટલે અમે ટ્રેનમાં ગોઠવાયા. ટ્રેન શરૂ થઇ અને અડધા-પોણા કલાકે તેણે મહત્તમ સ્પીડ પકડી ત્યારે જાદુઇ શેતરંજી પર જાણે ઊડતા હોવાનો આભાસ થવા લાગ્યો. સ્પીડ કલાકના ૩૦૦ કિલોમીટરની આસપાસ હતી, છતાં તેની પ્રતીતિ કોચમાં લગીરે થતી નહોતી. સુપરફાસ્ટ ઝડપે બદલાતા પાટાની ધડધડાટી પણ વરતાતી ન હતી. લગભગ અઢી કલાકમાં Bellegarde-sur-Valserine નામના સ્ટેશને અમે પહોંચી ગયા. અહીં અમારે ઊતરવાનું હતું અને બીજી ટ્રેન પકડી Saint-Gervais-les-Bains સ્ટેશને જવાનું હતું. વહેલી સવાર હતી. વાતાવરણ ધુમ્મસિયું હતું અને કડકડતી ઠંડી પડી રહી હતી. પ્લેટફોર્મ પર મુસાફરો લગભગ નહિવત હતા. સામે કેટલાક યુનિફોર્મસજ્જ ફ્રેન્ચ પુલિસ અફસરો ઊભા હતા. પ્લેટફોર્મ પર અમને સામાન સાથે ઊભેલા જોઇને એક અફરસ પાસે આવ્યો.
‘Bon jour/બોં જૂર’ તેણે ફ્રેન્ચમાં ગૂડ મોર્નીંગ કહ્યું.
‘બોં જૂર’ અમે જવાબ દીધો.
‘તૂરિસ્ત?’ જરા કડક અવાજમાં તેણે પૂછ્યું. ‘Peux je voir votre passeport?’ અમે સમજી ગયા કે અફસર અમારો પાસપોર્ટ માગી રહ્યો હતો.
‘Oui/ઉઇ’ હકારમાં અમે કહ્યું અને પછી બેગમાંથી પાસપોર્ટ કાઢી દીધા.
બે-ત્રણ બીજા અફસરો એવામાં આવી ચડ્યા અને અમારા પાસપોર્ટનું પ્રયોગશાળાના દેડકાને તપાસતા વિજ્ઞાનની પેઠે ચેકિંગ કરવા લાગ્યા. એક હટ્ટાકટ્ટા અફસરે ઇન્ટરોગેશનના ધોરણે ફ્રેન્ચમાં સવાલ પૂછવાનું શરૂ કર્યું. અમુક વાક્યો ન સમજાયા, એટલે નમ્રતાથી અમે તેને પૂછ્યું: ‘Excusez moi sil vous plait. Parle vous Anglais?/એક્સક્યૂઝે મુઆ સિલ વૂ પ્લે. પારલે વૂ ઓંગ્લે?’ (માફ કરજો પ્લીઝ, પણ તમે અંગ્રેજી બોલી શકો છો?)
અફસરે હકારમાં ડોકું ધૂણાવ્યું અને પછી ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં અમારી સાથે વાત કરી. તેના દરેક સવાલનો અમે સંતોષકારક જવાબ દીધો, એટલે ભાઇસાહેબ જરા ઢીલા પડ્યા. અવાજમાં નમી આવી અને વર્તન જરા સુંવાળું બન્યું. Saint-Gervais-les-Bains સ્ટેશને જવાની ટ્રેન ક્યાંથી પકડવી તેનું માર્ગદર્શન તેણે વગર કીધે આપ્યું. વળી એમ પણ જણાવ્યું કે આગળ જતાં ટ્રેન બે ભાગે વહેંચાશે અને આગલો ભાગ જિનિવા જશે, માટે તમે પાછળ તરફની બોગીમાં બેસજો.
‘Merci beaucoup. A bientot/મેસી બોકુ. આ બિયાંતો’ (ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું!) કહીને અમે આગળ નીકળ્યા.
‘De rien/દ રિયાં’. (મેન્શન નોટ). અફસરે કહ્યું.
થોડી વારમાં અમારી ટ્રેન આવી. અમે તેમાં ગોઠવાયા અને બીજા અઢી કલાકનો પ્રવાસ ખેડીને Saint-Gervais-les-Bains સ્ટેશને પહોંચ્યા, જ્યાં Chamonix Mont Blanc/શામોની મો બ્લાં જવા માટેની માઉન્ટેન ટ્રેન અમારી રાહ જોતી ઊભી હતી. મોટા મોટા કાચની બારીઓ ધરાવતી લાલ રંગની મો બ્લાં એક્સપ્રેસમાં અમે બેઠા અને પ્રવાસ શરૂ થયો, એટલે થોડી મિનિટોમાં આલ્પ્સના પર્વતો દેખાવા શરૂ થયા.
પહાડોના ઢોળાવમાં, મેદાનોમાં અને ખીણોમાં લીલોતરી આંખને ઠંડક આપે તેવી હતી. પહાડી પ્રદેશની સુંદરતા માણતા લગભગ પોણો કલાકે અમે શામોની મો બ્લાં સ્ટેશને પહોંચ્યા. સ્થાનિક ઘડિયાળમાં બપોરનો દોઢ વાગી ચૂક્યો હતો. સ્ટેશનની બહારથી ટેક્સી લઇને દસેક મિનિટમાં હોટલે (વાસ્તવમાં બેડરૂમ, હોલ અને કિચન ધરાવતા સેલ્ફ કેટરિંગ અપાર્ટમેન્ટે) પહોંચી ગયા. લગભગ સાતેક કલાકનો પ્રવાસ ખેડીને અમે આવ્યા હતા, છતાં રૂમની બાલ્કનીમાં જઇને સામેનું દ્રશ્ય જોયું એટલે પળવારમાં તરોતાજા થઇ ગયા. બરાબર સામે આલ્પ્સ પર્વતમાળાનો વિશાળ પથારો દેખાતો હતો--અને તેમાં ૪,૮૦૭ મીટર ઊંચો મો બ્લાં પર્વત! ફ્રેન્ચ ભાષામાં મો એટલે પર્વત અને બ્લાં અથવા બ્લાંશ એટલે સફેદ. નામ પ્રમાણે મો બ્લાંની ટોચ હિમની સફેદ ચાદર ઓથે ઢંકાયેલી હતી. આ દ્રશ્ય જોઇને ફોટોગ્રાફીનો કીડો સળવળાટ કરવા લાગ્યો. તરત જ કેમેરો હાથમાં લીધો અને ઝૂમ લેન્સ મો બ્લાં તરફ તાકીને એ શિખરના તેમજ આસપાસના પહાડોના સંખ્યાબંધ ફોટા લઇ લીધા.
હોટલમાં કેટલાક કલાકો વીતાવ્યા બાદ (અને રૂમના કિચનમાં જાતે રાંધીને બપોરનું ભોજન લીધા બાદ) સાંજે શામોની ટાઉનમાં પગપાળા પ્રવાસે નીકળ્યા. શામોનીમાં ત્યારે ઓફ-સિઝન હતી, એટલે પર્યટકોની સંખ્યા લગીરે ન હતી. (ફ્રાન્સના તથા પડોશી દેશોના પર્યટકોનો નવેમ્બર-ડિસેમ્બરમાં શામોની ખાતે ભારે ધસારો હોય છે. આઇસ સ્કીઈંગના શોખીનો માટે મો બ્લાં અને આસપાસના પર્વતો આદર્શ સ્થળ છે). ચારેય તરફ આલ્પ્સના પર્વતો, પર્વતોની આસપાસ છવાયેલાં સફેદ વાદળો, પર્વતોના ઢોળાવ પર ચીડનાં વૃક્ષો, પર્વતોની તળેટીમાં વસેલું શાંત અને રમણીય શામોની ટાઉન, ટાઉનનાં રૂપકડાં મકાનો, સ્વચ્છ રસ્તા, રસ્તાઓ પરની દુકાનો તથા કોફી શોપ્સ વગેરે બધું જોતા, માણતા અને સ્મૃતિપટ પર તેમને અંકિત કરતા સાંજે હોટલે પાછા ફર્યા.પર્વતોના સફેદ બરફ પરથી સૂર્યના સોનેરી રંગના કિરણોનો ઢોળ ધીમે ધીમે ઊતરી રહ્યો હતો. વાદળો આસ્તે આસ્તે પર્વતોને પોતાની પાછળ ઢાંકવા આવી રહ્યા હતા. ચારેય તરફ પરમ શાંતિ હતી. એકમાત્ર અવાજ પક્ષીઓના કલરવનો હતો. રૂમની બાલ્કનીમાં બેઠા બેઠા આવું બધું માણતા અમે મોડે સુધી બેઠા. રાત્રે છેલ્લી વાર મો બ્લાં તરફ નજર કરી. આવતી કાલે અમારે તેના બહુ નિકટથી દર્શન કરવા જવાનું હતું--દુનિયાના સૌથી ઊંચા રોપ વે મારફત!
(ક્રમશઃ)
Original Source: http://harshalpushkarna.blogspot.com/
Recent Posts
- ઢોલીવુડના આસમાનમાં વિક્રમ – મમતાની પતંગ
- પતિ ગયો કાઠીયાવાડ – સંગીતમય કૉમેડી નાટક
- સાધુ-સંતને ખોટો ક્રોધ શોભે?
- સહિયર મોરી,વગડો વીણવા જઈએ….રમેશ પટેલ(આકાશદીપ)
- નરેશ કનોડિયાની હેટ્રિક – સતત 3 વાર વર્દી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- કુરુક્ષેત્ર
- "સુરતીઉધીયું"
- અશ્વિન પટેલ નો બ્લોગ
- ગુર્જર કાવ્ય ધારા.........a way of talking
- ગદ્યસુર
- બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा
- મા ગુર્જરીના ચરણે....
- મારો બગીચો
Archives
- February 2012 (49)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)

admin