Browsing all articles from March, 2010
Mar
31

બીબી બીડી પીતી તી – BB BD PTT

ઉલ્લાસ ભાઈએ શરુ કરેલી સીરીઝમાં આજની મંગળવારી, મંગળ સવારે નવું નજરાણું - BB BD PTT PT PT KTT BD PYK BD CY GY [...]
Mar
31

સહેલો ઉપાય..

મમ્મી, મારી બેનપણી સાથે થયા છે કિટ્ટા.. મને ગમતું નથી.. શું કરું હું ? બેટા..એમાં શું ? સો [...]
Mar
31

પ્રથમ નજરે…

najar mali ane najar ma samai gai tu raday-gagan par gata bani 6vai gai tu bija milan ma su thase khuda jane pratham najre jigarma kotrai gai tu. નજર મળી અને નજરમાં સમાઈ ગઈ તું, હૃદય- [...]
Mar
31

આત્મસુખ

                                             આજે ચૈત્ર વદ એકમ આજનો સુવિચાર:- જેમને આંતરિક શાંતિ પ્રાપ્ત [...]
Mar
31

S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2010-03-31 23:11:00

પ્રેમનો પાડો.....( કે પછી ખાડો..?)

પ્રેમ એકુ પ્રેમ
પ્રેમ દુ ને સ્નેહ
પ્રેમ તેરી સગાઈ
પ્રેમ ચોકુ ચોરી
પ્રેમ પંચા છોકરાં
પ્રેમ છક કચકચ
પ્રેમ સત્તા શંકા
પ્રેમ અઠા કંકાસ
પ્રેમ નવ્વા જુદાઈ
પ્રેમ દાન તલ્લાક..!!
ખેલ બધો ખલ્લાસ..!!

પ્રેમ નુ ગણિત

પ્રેમ એકુ પ્રેમ
પ્રેમ દુ ને સમજણ
પ્રેમ તેરી સગાઈ
પ્રેમ ચોકુ બંધન
પ્રેમ પંચા પરિવાર
પ્રેમ છક સ્નેહી
પ્રેમ સત્તા સબંધો
પ્રેમ અઠા આબરૂ
પ્રેમ નવ્વા વિશ્વાસ
પ્રેમ દાન પરમેશ્વર..!!
હોજો આવું સૌનુ ઘર..!!

Mar
31

શકુની ની રોજનીશી (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ

શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી. આ મારું મૌલીક રી-(વિ)સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે. સમયાંતરે અન્ય પાનાં પણ ઉપલબ્ધ થતાં રહેશે.
Mar
31

My Life…My way

Hello to All... This is first time I’m writing something that what I thought. So there are many spelling or grammar errors. Please keep them aside. I think blog is the best way to express your thoughts or feelings to world. Why I chose my [...]
Mar
31

આજની ખાટી મીઠી..

કરે ચાકરી તો પામે ભાખરી કરે નોકરી તો મળે છોકરી.. ખીલાને જોરે વાછડું કૂદે, ખુરશીને જોરે [...]
Mar
31

‘ટોપલીમાં તેજ લઈ નીકળી પડો’ !!

તેજસ્વીતા એમને એમ મળતી નથી.                                                  – જુગલકીશોર. ‘એમ પણ બને’ નામનો [...]
Mar
31

ગઝલ ઃ વાગ્યા વગર રહે નહીં

છેલ્લા ઘણા સમયથી નવી ગઝલ મૂકવાનું વિચારતો હતો તેથી આજે જરાક અનુકૂળતા મળતાં જ આ મારી નવી ગઝલ [...]
Mar
31

મને ભુલાયુ હશે…

પોતાને કેટલા ધાવો આપીને એમણે મને ભુલાયુ હશે , મારી યાદોએ એમને પાગલ બનાવી રડાવ્યુ હશે. . . વાત [...]
Mar
31

High profile sex rackets caught in Ahmedabad

પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રાગડ ગામ આનંદ વિહાર ખાતે રહેતો દેવાંગ ઉર્ફે અમીત સ્નેહલકુમાર ઠક્કર અગાઉ દેહ વક્રિયના વ્યવસાયમાં પકડાયો હતો અને પાસા હેઠળ પણ જેલમાં જઇ આવ્યો છે.તેમ છતાં દેવાંગે સોલા સાયન્ય સીટી રોડ પરના શ્યામ કુટીર બંગલોઝના બંગલા નંબર-૧ માં બહારના રાજયોમાંથી કોન્ટ્રાક્ટ ઉપર રુપલલનાઓને લાવીને હાઈ પ્રોફાઈલ સેકસ રેકેટ ચાલુ કયું હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર મયુર ચાવડાને મળી હતી.

જેના આધારે તેમણે સ્ટાફ સાથે દરોડો પાડી આ મકાનમાંથી દિલ્હી,આસામ અને પૂનાની ત્રણ રુપલલનાઓ તેમજ મુખ્ય દલાલ દેવાંગ,બીજો દલાલ દિનેશ શંકરભાઇ શાહ, તેમના બે નોકર બંસીલાલ મીણા અને ચિરાગ ગુણવંતભાઇ પંચાલ ઉપરાંત થલતેજ ખાતે રહેતા ગ્રાહક સંદિપ મનુભાઇ પટેલને ઝડપી લીધા હતા.

જયારે પોલીસે બે વૈભવી કાર,પાંચ મોબાઈલ ફોન,દારુની ૬ બોટલો તેમજ એક્ટીવા સહિત રૂ.૧૭.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં આ અંગે મયુર ચાવડાએ જણાવ્યું હતું કે દેવાંગ બહારના રાજયોમાંથી કોન્ટ્રાકટ ઉપર રુપલલનાઓને લાવીને હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ચવાલતો હતો. જ્યારે તેના ઘરમાંથી પકડાયેલા ગ્રાહક સંદપિ પટેલ બિલ્ડર હોવાનું જાણવા મળ્યું છે.

જો કે જેલમાંથી છુટ્યા બાદ દેવાંગ કેટલા સમયથી દેહ વક્રિયનો વ્યવસા કરતો હતો અને રુપલલનાઓને કેવી રીતે, કેટલા પૈસા ચુકવીને કેટલા સમયના કોન્ટ્રાકટ પર લાવતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Mar
31

ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે !!

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે . શબ્દોથી પર જો દિલનું [...]
Mar
31

ૐ હનુમતે નમઃ

વિનિયોગઃ- ૐ અસ્ય શ્રીહનુમત્સહસ્ત્રનામસ્તોત્રમન્ત્રસ્ય બ્રહ્મા ઋષિઃ હનુમાન દેવતા, [...]
Mar
31

Caught a person who did robbery of ATM by CCTV’s footage

સુત્રોના જણાવ્યા અનુસાર ૨૮મી ફેબ્રુઆરીના રોજ વસ્ત્રાલની બંશીધર સોસાયટીમાં રહેતા ઉમેશભાઇ શંભુભાઇ પ્રજાપતી (૩૫) રાજેન્દ્રપાર્ક ખાતેનાં એસ.બી.આઇનાં એટીએમ સેન્ટર પર પૈસા ઉપાડવા ગયા હતા. જ્યાં પહેલેથી શીકારની શોધમાં ઉભેલા અમરાઇવાડનાં શીવસિંગ રામચંદ્રસિંગ નામનાં શખ્સે ઉમેશભાઇને પૈસા ઉપાડી આપવાનું જણાવી તેમનું એટએમકાર્ડ બદલી નાંખ્યુ હતું.

બાદમાં ઉમેશભાઇના કાર્ડથી ૧૪,૮૦૦ની રોકડ રકમ ઉપાડી જઇ ઠગી કરી હતી. આ અંગે ઉમેશભાઇએ રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન પોલીસે સીસી ટીવી ફુટેજનાં આધારે શીવસીંગની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

Mar
31

High court strictly ordered to check every Hukkabar

આજે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસ.જે. મુખોપાધ્યાએ હાલ શહેરમાં કેટલા હુક્કાબાર ચાલુ છે, કેવા પ્રકારે ચાલી રહ્યા છે જેવા મુદ્દાઓને આવરી લઈ દરેક હુક્કાબારની સઘન તપાસ યોજવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે. આ ઉપરાંત, આવી તપાસ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અથવા પોલીસ કમિશનર કક્ષાના અધિકારી દ્વારા જ યોજાય તેવી તાકીદ કરી ૩૦મી એપ્રિલે હાઈકોર્ટમાં આનો અહેવાલ સુપરત કરવાનો હુકમ કર્યો છે.

છેલ્લા કેટલાક સમયથી હાઈકોર્ટમાં આ પિટિશન પર સુનાવણી મોકૂફ થતી રહી હતી. પરંતુ આજે જ્યારે તે યોજાઈ ત્યારે હુક્કાબારમાં સ્મોકિંગ કરનારાઓ માટે ખુલ્લી પણ અલગથી બેઠક વ્યવસ્થા થતી હોવાની હકીકત તેમની આંખે ચડી હતી. આ અંગે તેમણે એવી પણ ટકોર કરી , ગુજરાત રાજ્યમાં જાહેર સ્થળોએ ધૂમ્રપ્રાન નિષેધનો કાયદો જ્યારે અમલી હોય તેવા સંજોગોમાં રેસ્ટોરન્ટ જેવાં સ્થાનોએ કેવી રીતે ધૂમ્રપાનની છૂટ હોઈ શકે. ઉલ્લેખનીય છે કે, શહેરના મોટાભાગના હુક્કાબાર રેસ્ટોરન્ટ્સના લાયસન્સ ધરાવે છે.

સંદેશલ્લના અહેવાલમાં અનેક હુક્કાબારમાં હુક્કાના સેવનની આડમાં શહેરના યુવાધનને નશા અને અન્ય બદીઓના રવાડે ચડાવવામાં આવતા હોવાની સિલસિલાબંધ વિગતો રજૂ કરવામાં આવી હતી. શહેરના પોલીસ અને અન્ય સત્તાવાળાઓ આ હુક્કાબારમાં ચાલતી પ્રવૃત્તિ વિષે સુપેરે પરિચિત હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા હોવાનું એ અહેવાલમાં પ્રસિદ્ધ થયું હતું. જેની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી અને પોતે જ અરજદાર બની સુઓ મોટો પિટિશન દાખલ કરી હતી.

શહેરના હુક્કાબાર અને રેસ્ટોરેન્ટ્સ એસોસિયેશને પોતાના બચાવમાં એવી દલીલ કરી હતી કે, હુક્કાનું સેવન સિગરેટ જેવું સહેજે હાનિકારક નથી. આના સમર્થનમાં તેમનું કહેવું હતું કે, હુક્કામાં પાણીને બેઈઝ બનાવી કશ ખેંચવામાં આવતા હોવાથી શરીરને કોઈ હાનિ થતી નથી. આ દલીલના ખંડનમાં એડિશનલ એડ્વોકેટ જનરલ તુષાર મહેતાએ પૂર્વ ચીફ જસ્ટિસ કે.એસ.રાધાકૃષ્ણન સમક્ષ સુનાવણી દરમિયાન એક મોટો હુક્કો રજૂ કર્યો હતો અને હુક્કામાં દ્રવ્ય કોઈપણ હોય છતાં તેનું સેવન હાનિકારક છે જ તેમ પુરવાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એ સમયે પણ હાઈકોર્ટે મૂળ પ્રશ્નની યાદ અપવાતાં ધ્યાન દોર્યું હતું કે, સવાલ હુક્કાના સેવનથી હાનિ થાય છે કે આવા હુક્કાબાર કાયદેસર જોગવાઈઓ પાળે છે કે નહીં તેનો નથી. મહત્ત્વનો મુદ્દો તો અહીં યુવાધન વેડફાતું હોય તે સૂચવતા અહેવાલો મળ્યા છે તેનો છે.

Mar
31

Amitabh will not Brand ambassador of common wealth

Commonwealth Games

Commonwealth Games

ભાજપના નેતા વિજયકુમાર મલ્હોત્રાના બિગ-બીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા અંગેના સૂચન સંબંધિત પ્રશ્નના જવાબમાં ગેમ્સની આયોજન સમિતિના અઘ્યક્ષ સુરેશ કલમાડીએ કહ્યું હતું કે આ માટે તેઓ કોઈ યુવાન ચહેરો શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર માટે તેઓ મિલ્ખાસિંઘ અને પીટી ઉષા જેવા ખેલાડીઓનાં નામ પર વિચાર કરી રહ્યાં છે.

આયોજકો બોલિવૂડના કોઈ સ્ટારને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા વિચારી રહ્યા છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં કલમાડીએ કહ્યું હતું કે આ અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.

ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના ઉપાઘ્યક્ષ અને ભાજપના નેતા વિજયકુમાર મલ્હોત્રાએ રવિવારે કલમાડીને એક પત્ર લખીને માગણી કરી હતી કે બચ્ચનને આ ગેમ્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ. ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં કોંગ્રેસ અને અમિતાભ બચ્ચન વચ્ચેના સંબંધો વણસી ગયા છે. ખાસ કરીને બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા પછીથી કોંગ્રેસે અમિતાભનો જાહેરમાં ઉગ્ર વિરોધ કરવા માંડ્યો છે.

જીવન માટે ટીકા જરૂરી છે: અમિતાભ બચ્ચન

જીવન માટે ટીકા જરૂરી છે. આપણે ભૂલોમાંથી જ શીખીએ છીએ. હું ટીકાને ગંભીરતાથી લઉ છું અને તેમાંથી શીખું છું, એમ અમિતાભે અત્રે સિમ્બાયોસિસ ઈન્સ્ટિટયૂટની કોલેજ ઓફ માસ કોમ્યુનિકેશનના સમારંભમાં હાજર મેદનીને સંબોધતાં જણાવ્યું હતું. મને ટીકામાંથી જ પ્રેરણા મળી છે અને તેનું અનુસરણ કરવા માટે અભિષેકને પણ સમજાવ્યો છે. વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આફતાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે સિનેમા રાષ્ટ્રીય એકતામાં મહત્વનો ભાગ ભજવે છે અને તેનો હિસ્સો બનવાનો મને ગર્વ છે.

Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

Professional Web Hosting with Neepra.com

RSS Top 5 blogs at WP

Blogroll