Browsing all articles from April, 2010
Apr
29

ગુરુનો મીન રાશિમાં પ્રવેશ

દેવોના ગુરુ અને જ્ઞાનનો ભંડાર એવાં શ્રી ગુરુ મહારાજ તા.૨.૫.૨૦૧૦ના રોજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તા.૨૩.૭.૨૦૧૦થી ગુરુ વક્રી થશે અને તા.૧.૧૧.૨૦૧૦ના રોજ વક્ર ગતિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તા.૧૮.૧૧.૨૦૧૦થી ગુરુ માર્ગી થશે અને તા.૬.૧૨.૨૦૧૦ના રોજ ફરીથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તા.૮.૫.૨૦૧૧ સુધી મીન રાશિમાં ગોચર ભ્રમણ કરશે.

ગુરુનું મીન રાશિમાં થતું આ ગોચર ભ્રમણ (Read more...)

Original Source: http://vedicastrology-gujarati.blogspot.com/

Apr
29
Comments Off

ગુરુનો મીન રાશિમાં પ્રવેશ

દેવોના ગુરુ અને જ્ઞાનનો ભંડાર એવાં શ્રી ગુરુ મહારાજ તા.૨.૫.૨૦૧૦ના રોજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તા.૨૩.૭.૨૦૧૦થી ગુરુ વક્રી થશે અને તા.૧.૧૧.૨૦૧૦ના રોજ વક્ર ગતિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તા.૧૮.૧૧.૨૦૧૦થી ગુરુ માર્ગી થશે અને તા.૬.૧૨.૨૦૧૦ના રોજ ફરીથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તા.૮.૫.૨૦૧૧ સુધી મીન રાશિમાં ગોચર ભ્રમણ કરશે.

ગુરુનું મીન રાશિમાં થતું આ ગોચર ભ્રમણ (Read more...)

Original Source: http://vedicastrology-gujarati.blogspot.com/

Apr
23
Comments Off

Julie and Julia (2009) – જોવા જેવી ફિલ્મ


Bon Apetit! આ શબ્દો છે જૂલીયા ચાઇલ્ડના. જેને અંગ્રેજીમાં 'Enjoy your meal' અને ગુજરાતીમાં શું કહી શકાય તે હમણાં યાદ નથી આવતું. મેરિલ સ્ટ્રીપની કોઈ નવી ફિલ્મ જોવાની ઈચ્છામાં આ ફિલ્મ હાથ લાગી. ઘણા વખતે કોઈ સીધી-સાદીછતાં જકડી રાખતીહળવી અને મનોરંજક ફિલ્મ જોવા મળી. આ ફિલ્મની વાર્તા વાસ્તવિક પ્રસંગોને આધારિત છે. બે સ્ત્રીઓ કે જેમને એક બીજા સાથે કોઈ સીધો સંબંધ નથી તેમની આ (Read more...)

Original Source: http://charkho.blogspot.com/

Apr
18
Comments Off

સુરતમાં urFUN design


તમે ઘણી વખત રોડની બાજુમાં લાંબો સમય પડી રહેતા કોન્ક્રીટના મોટા-મોટા સ્ટ્રોમ વોટર સિસ્ટમના (વરસાદી પાણીના નિકાલ માટેના) ભૂંગળા જોયા હશે. આ ભૂંગળા જોઇને શું વિચાર આવે? મ્યુનીસીપાલીટીનું  બાકી રહેલું કામ, કોઈકની આળસ કે બેદરકારી, 'શહેરનો વિકાસ થઇ રહ્યો છે તેથી થોડું તો ભોગવવું પડે' વગેરે વગેરે. આ કોન્ક્રીટના અજગરો આમ પથરાઈને પડી રહેવાને લીધે આખા રસ્તામાં ચાલવાની મજા મરી જાય છે. એક રસ્તો છે કે આ ભૂંગળાના અહીં પડી રહેવાના લીધે પડતી હાલાકી વિષે મ્યુનીસીપલ કોર્પોરેશનમાં અરજી (Read more...)

Original Source: http://charkho.blogspot.com/

Apr
17
Comments Off

Do you follow IPL?

Author Rutul Joshi    Category Uncategorized     Tags
You must be following IPL? No. તમે IPLની કઈ ટીમને સપોર્ટ કરો છો? કોઈ પણ નહિ. શું આમ કહેવું પાપ છે ? જયારે લોકો મને IPLના કોઈ મેચ વિષે કૈંક પૂછે છે અને હું જયારે મારું અજ્ઞાન જાહેર કરું ત્યારે મારી સામે એવી રીતે જોવે છે કે જાણે મેં દેશદ્રોહનો ગંભીર અપરાધ કર્યો હોય કે પછી મારું જીવન મિથ્યા હોય. મારે સૌથી પહેલા એ જાહેર અહીં કરવું જોઈએ કે મને ક્રિકેટમાં રસ છે અને સમજ પણ પડે છે. જીવનનો મોટો ભાગમેં ભારતીય ક્રિકેટના સમર્થક તરીકે અને એવી ગલીઓમાં - અગાશીઓમાં ક્રિકેટ રમીને પસાર કર્યો છે કે જેમાં ખરેખર ક્રિકેટ રમવા માટે રમતના નિયમો બદલવા પડે. આ રમતોમાં અમે ખેલાડીની એમ્પાયરની અને BCCIની એવી ત્રેવડી ભૂમિકાઓ રમતાં-રમતાં ભજવી છે. વહેલી સવારે જાગીને ન્યુઝીલેન્ડમાં રમાતી મેચો અને આખી રાત જાગીને વેસ્ટ ઇન્ડીઝમાં રમાતી મેચો જોઈ છે. ચેતન શર્માના છેલ્લા બોલે જાવેદ મિયાદાદે ફટકારેલો છગ્ગો હજુ ચચરે છે અને વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં સચિન તેંદુલકરે શોએબ અખ્તરની બોલીંગમાં ઓફ સાઈડમાં ફટકારેલો છગ્ગો હજુ મમળાવીએ છીએ.

ક્રિકેટના અને ખાસ તો ભારતીય ક્રિકેટના ચાહક હોવાની 'કટ્ટરતા' સાબિત કર્યા પછી એવું કહેવું પડે છે કે બોસ, ક્રિકેટનો અતિરેક નથી થઇ રહ્યો? દર વર્ષે દોઢ મહિના માટે IPL , વળી પાછી ચેમ્પિયંસ લીગ અને હવે તો આવતા વરસથી દસ ટીમો ભેગી થવાની છે. તે સિવાય ભારતીય ક્રિકેટરોનું કેલેન્ડર ભરચક. મને ક્રિકેટના બદલાતા જતા સ્વરૂપ સામે કે પછી ક્રિકેટના વધતા જતા વ્યાપારીકરણ સામે બહુ વાંધો નથી. (જોકે એ અલગ વાત છે કે વ્યાપારીકરણ વધતું જતું ના હોય વ્યાપારીકરણ હમેશા વધુ જ હોય, તો જ વ્યાપાર થાય એવું વ્યાપાર કરવા વાળા લોકો કહે છે.) વિશ્વભરમાં ભારતને સૌથી મોટા ક્રિકેટપ્રેમી દેશ તરીકે જોવામાં આવે છે અને સૌથી વધુ ટીવી જોતા પ્રેક્ષકોના દેશ તરીકે પણ. તેથી જ કદાચ આપણે એવા દેશો જોડે કે એવા સ્થળોએ વધુ ક્રિકેટ રમીએ છીએ કે જ્યાંથી ટીવીનું પ્રસારણ એવા ટાઇમે થાય કે જયારે વધુ પ્રેક્ષકો મળે. BCCI નું કેલેન્ડર દુનિયાભરમાં સૌથી વધુ વ્યસ્ત હોય છે. બીજા દેશોમાં ક્રિકેટની સીઝન હોય છે. પરંતુ BCCI તો દુનિયાની સૌથી મોટી સીઝનલ દુકાન છે જે દિવાળીમાં ફટાકડા, હોળીમાં પિચકારી, ચોમાસામાં છત્રી અને શિવરાત્રિમાં ભાંગ વેચે છે.

લોકોએ એ નક્કી કરવાનું આવે કે આપણે પ્રેક્ષક છીએ કે પછી આ રમતના ચાહક. જો ચાહક હોઈએ તો પછી આપણી ગમતી રમતને ગમતી રીતે, મન થાય ત્યારે જોઈએ. આપણને આપણી ગમતી રમત પર ગુસ્સો પણ આવી શકે અને કંટાળો પણ. આજ કાલ ક્રિકેટ જગત ટીવી જેવું થતું જાય છે. ભલે સો ચેનલો હોય પણ અમુક જ ચેનલો પર અમુક જ પ્રોગ્રામ સારા આવતા હોય. હવે ચેલેન્જ એ છે કે આ અમુક ચેનલ પરના અમુક પ્રોગ્રામોને શોધી કેવી રીતે કાઢવા? જોકે આ વખતે આપણે IPL વળી ચેનલ બદલી કાઢી છે.

Original Source: http://charkho.blogspot.com/

Apr
17

વક્રી ગ્રહો – ૧

જ્યારે કોઈ ગ્રહ પોતાનાં માર્ગમાં આગળ વધવાને બદલે પાછળ જતો દેખાય ત્યારે તે ગ્રહ વક્રી થયો કહેવાય છે. સામાન્ય રીતે ગ્રહો રાશિચક્રની દિશામાં એટલે કે મેષથી વૃષભ તરફ ગતિ કરે છે. રાશિચક્રની દિશામાં ગતિ કરતાં ગ્રહોને માર્ગી ગ્રહો કહેવાય છે. પરંતુ ક્યારેક ગ્રહો રાશિચક્રથી ઉલટી દિશામાં એટલે કે મેષથી મીન તરફ જતાં દેખાય છે. રાશિચક્રથી ઉલટી દિશામાં ગતિ કરતાં ગ્રહોને વક્રી ગ્રહો કહેવાય છે. અહીં હકિકતમાં ગ્રહ પાછળ જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ (Read more...)

Original Source: http://vedicastrology-gujarati.blogspot.com/

Apr
17
Comments Off

વક્રી ગ્રહો – ૧

જ્યારે કોઈ ગ્રહ પોતાનાં માર્ગમાં આગળ વધવાને બદલે પાછળ જતો દેખાય ત્યારે તે ગ્રહ વક્રી થયો કહેવાય છે. સામાન્ય રીતે ગ્રહો રાશિચક્રની દિશામાં એટલે કે મેષથી વૃષભ તરફ ગતિ કરે છે. રાશિચક્રની દિશામાં ગતિ કરતાં ગ્રહોને માર્ગી ગ્રહો કહેવાય છે. પરંતુ ક્યારેક ગ્રહો રાશિચક્રથી ઉલટી દિશામાં એટલે કે મેષથી મીન તરફ જતાં દેખાય છે. રાશિચક્રથી ઉલટી દિશામાં ગતિ કરતાં ગ્રહોને વક્રી ગ્રહો કહેવાય છે. અહીં હકિકતમાં ગ્રહ પાછળ જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ (Read more...)

Original Source: http://vedicastrology-gujarati.blogspot.com/

Apr
11
Comments Off

Climate Change અને જીવન શૈલી -1

Author Rutul Joshi    Category Uncategorized     Tags
હવામાનના બદલાવના સબંધમાં ચર્ચાઓનું હવામાન રોજ બદલાય છે. ગયા ડીસેમ્બરમાં એવું લાગતું હતું કે દુનિયા માટે સૌથી મહત્વનો મુદ્દો આ જ છે. આજ કાલ તો જો કે મીડિયામાં પર્યાવરણ સંબંધિત સમાચાર કે લેખ જોઇને નવાઈ લાગે. હવામાન અને પર્યાવરણ વિષે વાત કરવાની સીઝન પૂરી થઇ લાગે છે. તેથી આ વિષે લખવાનું મન થાય છે. વાત જાણે એમ છે કે પહેલી વખત સમગ્ર માનવ ઇતિહાસમાં માનવ સંખ્યા ૬.૬૯ બિલિયન સુધી પહોંચી છે. પચાસ વર્ષ પહેલા માનવ સંખ્યા ૩ બિલિયન હતી. અત્યારે લગભગ ૪૭% લોકો શહેરોમાં વસે છે જે સંખ્યા અને ટકાવારી પ્રમાણે માનવ ઇતિહાસમાં પહેલી વાર થયું છે. ઈ.સ. ૨૦૩૦ સુધીમાં દુનિયામાં ૫ બિલિયન લોકો શહેરોમાં અને લગભગ ૩.૨ બિલિયન લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હશે. ઈ.સ. ૨૦૧૫ સુધીમાં બૃહદ મુંબઈમાં ૨.૨ કરોડ લોકો અને બૃહદ દિલ્હીમાં ૨ કરોડ લોકો વસતા હશે. દુનિયાના મોટા ભાગના લોકો પહેલી વખત ખેતી કે બીજી પ્રાથમિક પ્રવૃતિઓ પર આધારિત નથી. છેલ્લા પચાસ વર્ષોમાં થયેલું કાર્બન ઉત્સર્જન પણ ઐતિહાસિક રીતે ક્યારેય થયું નથી. વિવિધ થીયરીઓ એક વાતનું પુનરાવર્તન કરે છે કે આડેધડ થયેલા કાર્બન ઉત્સર્જન અને કુદરતી આફતો, નવા રોગ ચાળા, ખેતી પર થતી અસરો વચ્ચે સામ્ય તો છે જ.

હવામાન કે પર્યાવરણનો મુદ્દો સૌથી નક્કર અને વાસ્તવિક હોવા છતાં ફેશનનો વિષય છે કે પછી તેને બહુ ગૂઢ કે ટેકનીકલ મુદ્દો સમજીને ભુલાવી દેવો સહેલો હોય છે. આપણા બાળકો જ્યાં સુધી 'વૃક્ષો વાવો' અને 'save trees' પ્રકારના ચિત્રો દોરતા હશે ત્યાં સુધી પર્યાવરણને વાંધો નહિ આવે એવું ધારી લેવામાં આવે છે. એ વાત પણ સાચી છે કે જયારે સામાન્ય માણસ તેની રોજીંદા જીવનની ઘટમાળમાં એટલો બધો ગૂંચવાયેલો હોય કે આવતા મહિનાના પગારને આધારે આ મહિનાની કઈ વસ્તુઓ ન કરવી તેનું આયોજન થતું હોય ત્યારે આવતી પેઢી માટે આપણી પેઢીએ કઈ વસ્તુઓ ન કરવી તે વિષે વિચારવું અઘરું હોય છે તેથી જ પર્યાવરણની ચિંતા કરવી તે એક શોખનો વિષય બને છે. It is a luxury!તેથી જ વિકસિત દેશોમાં પર્યાવરણના પ્રશ્નો વિશે સામાન્ય લોકોમાં રસ અને સમજ બંને જોવા મળે છે. તેમની મોટી ચિંતા એ છે કે હવે જયારે ભારતીય હાથી અને ચાઇનીસ ડ્રેગન તેમણે સાધેલા ઔદ્યોગીકરણના રસ્તે આગળ વધશે ત્યારે પર્યાવરણનું અને પૃથ્વીનું શું થશે? તેમની ચિંતા કેટલી વ્યાજબી છે નહિ તે વધારે મહત્વનું નથી. આપણી પર્યાવરણ તરફની જવાબદારી તેમની આ ચિંતાને લીધે નથી. આપણી ચિંતા બીજી છે અને એ એવી છે કે જયારે હવામાનમાં બદલાવના લીધે સમગ્ર દુનિયાને અસર પડશે ત્યારે તે દુનિયામાં દર છઠ્ઠી કે પાંચમી વ્યક્તિ ભારતીય હશે. આપણા સમાજની અસમાનતાઓને કારણે તે પીડિત વ્યક્તિમાં કુદરતી આપત્તિઓ કે આર્થીક સંકટોમાંથી ઉભા થવાની શક્તિ વિકસિત દેશોના સમાજો કરતા પ્રમાણમાં ઓછી હશે. આ આપણી બહુ જ સ્પષ્ટ રીતે સમજી શકાય તેવી ચિંતા છે. જો કે આવી ચિંતાઓની સાથે સાથે અમુક તકો પણ આવતી હોય છે.

હવામાનના બદલાવના આખા ઘટનાક્રમને લીધે પશ્ચિમના દેશોએ કરેલી ભૂલોના રસ્તે જવાને બદલે આપણો રસ્તો નવો ચાતરવાની તક મળે છે. ભારતમાં જીવન શૈલીને જોડાયેલી ઘણી બધી એવી પ્રવૃતિઓ છે કે જે પર્યાવરણને નુકસાન કારક નથી પરંતુ ફાયદા કારક છે. જેમકે મોટા ભાગના ભારતીય કુટુંબો આજે સ્થાનિક બજારો પર આધાર રાખે છે ત્યારે વિકસિત દેશોના કુટુંબો ગ્લોબલ કે કોર્પોરેટીકરણ પામેલા બજારો પર. તેથી ડાયનીંગ ટેબલ પર આવતી બ્રેડ કે સંતરા પહોંચાડવાનો આર્થિક ખર્ચ જે હોય તે પરંતુ તેનો પર્યાવરણને લાગતો ખર્ચ ક્યારેય વ્યાજબી હોતો નથી. મેકડોનાલ્ડ્સના બર્ગરનો સ્વાદ દુનિયામાં બધે સરખો આવે માટે (to make it a standard global product) કેટલા કાર્બન ધુમાડા થતા હશે અને તેની સામે સ્થાનિક રીતે બનતા બર્ગર કે દાબેલી માટે કાર્બનનો વપરાશ ઓછો હોય તે સમજી શકાય તેવી વાત છે. ભારતીય કુટુંબમાં એક દિવસમાં પેદા થતો સરેરાશ ઘન કચરો બે કિલો હોય છે જયારે વિકસિત દેશોના કુટુંબોમાં તે આંકડો આઠ થી દસ કિલો નો છે. તેનું એક કારણ વિકસિત દેશોની use and throw સંસ્કૃતિ છે તો બીજું કારણ છે ઊંચા ધોરણની જીવન શૈલી. તેમને વસ્તુઓ ફેંકી દેવી પોસાય છે તેથી આખું માર્કેટ તે પ્રમાણે કામ કરે અને માર્કેટિંગ પણ એ પ્રમાણે જ થાય. આ થયું આપણું feel good factor!

ભારતમાં સતત વધતી જતી આવકને લીધે, વિકસિત બનવાની લ્હાયમાં કે પછી કોઈ આંતર-રાષ્ટ્રીય વેપારનીતિને હિસાબે એવું બની શકે કે નાગપુરને બદલે સાઉથ આફ્રિકાના સંતરા, કૂર્ગને બદલે કોલામ્બીઆની કોફી અને મહુવાને બદલે મોઝામ્બિકની ડુંગળીને પ્રાથમિકતા જ નહિ પરંતુ ગ્રાહકોનો આવકાર પણ મળે. ત્યારે શું થશે? જો ભારત અમેરિકાના દરે કુદરતી સંશાધનોનો ઉપયોગ કરવાનું ચાલુ કરે તો આપણને કદાચ બે કે વધારે પૃથ્વી જોઈએ. અમેરિકા આ દરે કુદરતી સંશાધનો વાપરીને કેટલો વિકાસ કેટલા સમય માટે કરી શકાશે તે અલગ પ્રશ્ન છે. આવતી કાલ કદાચ એવી પણ આવે કે તેમાં good environment is good business પ્રકારની નીતિઓ ઘડાશે ત્યારે ભારતના વેપારો કેટલા આગળ હશે તે વધારે મહત્વનો પ્રશ્ન છે. આજે ભલે વિવિધ દેશો વચ્ચે કોણ શું કરશે અને કોણ ક્યારે કેટલું પ્રદુષણ કરી શકે તેના અંગે વાટાઘાટો ચાલતી હોય. પરંતુ બહુ સીધી વાત એ છે કે પૃથ્વી એક જ છે અને ભલે આપણને કોઈ પ્રકારના લોકો ગમે કે ન ગમે તે બધાએ તેને બચાવવા 'કંઇક' કરવું પડશે.

હવામાનના બદલાવ અંગે શું કરવું તે અંગે હજારો મૂંઝવણો છે. ક્યારેક તે ઉભી કરવામાં આવી છે તો પછી ક્યારેક તે ખરેખર સાચી હોય છે. ખરેખર તો આ આખી હવામાનના બદલાવની ઘટનાના નાના ભાગ કરીને વ્યક્તિ દીઠ, કુટુંબ દીઠ, સમાજ દીઠ અને રાષ્ટ્રીય પણે શું જવાબદારીઓ છે તે સમજવી પડે.આ ચિત્રો અને ગ્રાફિકસ આપણી વ્યક્તિ દીઠ કે કુટુંબ દીઠ શું જવાબદારીઓ છે તેનું સચોટ વર્ણન કરે છે અને climate changeના પ્રશ્નો અને પડકારોને બહુ જ સાદી રીતે સમજાવે છે. (દરેક ચિત્ર પર ક્લિક કરવાથી મોટી ઈમેજ જોવા મળશે) જોકે આ પશ્ચિમ જગતને ધ્યાનમાં રાખીને બનાવાયું છે છતાં એકંદરે તે બધાને લાગુ પડે છે.આ વેબસાઈટ તેની નાની અને સુંદર એનીમેટેડ ફિલ્મો માટે બહુ પ્રખ્યાત છે. આ ફિલ્મો પર્યાવરણને લગતા બહુ જટિલ મુદ્દાઓને સરળતાથી સમજાવે છે. હું પણ આ વિષયને સમજી રહ્યો છું તેથી જેમ જેમ સમજ પડશે તેમ વધુને વધુ લખતો રહીશ.આગળના લખાણોમાં વિવિધ દેશો વચ્ચે રહેલી સમાનતા અને અસમાનતાઓ વિષે, હવામાનના બદલાવની ચર્ચાઓમાં રહેલા વિરોધાભાસ વગેરે આવરી લેવા છે.

Original Source: http://charkho.blogspot.com/

Apr
10

ગેટ વેલ સૂન રસૂલભાઈ

Author જપન પાઠક    Category Uncategorized     Tags
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં આગ લાગી એમાં અમદાવાદમાં એટુઝેડ સેટેલાઈટ ટીવી ચેનલના કેમેરામેન રસૂલભાઈ ઘવાયા છે. રસૂલભાઈ અતિઉત્સાહમાં આગનું શૂટિંગ લેવા ધુમાડા ભરેલા વીએસના વોર્ડની અંદર ચાલ્યા ગયા હતા. આમાં વોર્ડની જે ચીજો બળી એના ઝેરી ધુમાડાની અસરથી સેકંડોમાં જ બેભાન થઈને ઢળી પડ્યા. ફોટોગ્રાફર ગૌતમ મહેતાનું કહેવું છે કે રસૂલભાઈ શૂટિંગ કરવા વોર્ડમાં ગયા એ સાથેજ વોર્ડનો છતનો વ્હાઈટ સિમેન્ટવાળો એક ભાગ

Original Source: http://abgdeshgujarat.blogspot.com/

Apr
10
Comments Off

ગેટ વેલ સૂન રસૂલભાઈ

Author જપન પાઠક    Category Uncategorized     Tags
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં આગ લાગી એમાં અમદાવાદમાં એટુઝેડ સેટેલાઈટ ટીવી ચેનલના કેમેરામેન રસૂલભાઈ ઘવાયા છે. રસૂલભાઈ અતિઉત્સાહમાં આગનું શૂટિંગ લેવા ધુમાડા ભરેલા વીએસના વોર્ડની અંદર ચાલ્યા ગયા હતા. આમાં વોર્ડની જે ચીજો બળી એના ઝેરી ધુમાડાની અસરથી સેકંડોમાં જ બેભાન થઈને ઢળી પડ્યા. ફોટોગ્રાફર ગૌતમ મહેતાનું કહેવું છે કે રસૂલભાઈ શૂટિંગ કરવા વોર્ડમાં ગયા એ સાથેજ વોર્ડનો છતનો વ્હાઈટ સિમેન્ટવાળો એક ભાગ

Original Source: http://abgdeshgujarat.blogspot.com/

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives