Browsing all articles from December, 2010
Dec
31
Comments Off

Suhani Yade…24

Anand me raho…Khush raho… Be like a flower..be in moment.. Dr Sudhir Shah na Snehalvandan Filed under: News

Original Source: http://drsudhirshah.wordpress.com

Dec
31
Comments Off

ચાંદો ચોકમાં આવી કહે છે મને

Author     Category Uncategorized     Tags
સ્વર - ધૃતિ ઓઝા, સત્યમ રાવલ સંગીત - સત્યમ રાવલ, ભવ્ય રાવલ સંગીત સંકલન - દિપેશ દેસાઈ આલ Facebook Twitter Google Reader PDF Print

Original Source: http://vinelamoti.com

Dec
31
Comments Off

ઈન્ટનેટ વેપારમાં આડા આવતાં સાડા ત્રણ પ્રાણપ્રશ્નો

આપણે સૌ જાણીએ છીએ કે નેટ પર ‘બિજનેસ’ શરુ કરવો હવે બચ્ચાનો ખેલ બની ગયો છે, પણ ટકાવી રાખવો એટલે ‘બાપ રે બાપ!’. આવા ખેલની શરૂઆત તો સમજ્યા જાણે કે ખોબામાં પાણી પીવા સમાન છે, પણ પછી વખત આવે ત્યારે પરીસ્થિતઓ આપણને ભૂ પીવડાવી જાય છે. સહન કરવાની તાકાત ન હોય તો મા-બાપ, ભાઈ-બહેનો-દોસ્તો...અરે ઘણી વાર સોશિયલ વિરોધનોય સામનો કરવો મુશ્કેલ થઇ જાય છે. ત્યારે અનેક ડરોનો હૂમલો આવવો સ્વાભાવિક છે. પણ તમને ખબર છે?...ઈન્ટરનેટ પર સફળતા પામેલા ભડવીરોનું ગ્રૂપ પહેલા બાળક જ હતું અને છે. એમણેતો શરૂઆતથી જ ડરને ઓફ-લાઈનથી ઓન-લાઈન લાવીને ‘ઓફ’ કરી નાખ્યો હતો. અને આજે પણ એ રીતે પહાડો જેવી મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે. કેમ કે પ્રભુ! એ લોકો શું કરી રહ્યાં છે એમનું એમને સતત ભાન હોય છે. એમણે પોતાની જાતને બરોબર ઓળખી છે...પારખી છે. એવા સવાલોના જવાબો એમણે પોતાના મનને, મગજને આપ્યા છે જેનાથી એમનું વેપારી માનસ સતત ખુલતું અને ખીલતું રહ્યું છે.

Original Source: http://netvepaar.wordpress.com

Dec
30
Comments Off

નઝમની પરી પર નઝમ હું લખું છું

Author     Category Uncategorized     Tags
સ્વર - દિલીપ ગજજર

Original Source: http://vinelamoti.com

Dec
30
Comments Off

ગુજરાતીસંસાર માટે મદદ જોઈએ છે.

મિત્રો આ બ્લોગ બનાવ્યાના માત્ર બે જ દિવસમાં મારે ગુજરાતી બ્લોગજગત અને બીજા ગુજરાતી મિત્રોની જાહેર સલાહની જરૂર પડી છે. અને મને વિશ્વાસ છે કે દરેક વ્યક્તિ જરૂરી મદદ કરશે જ.. ગુજરાતીસંસારની આ વેબસાઈટ http://gujaratisansar.amigowork.com/ ની હાલની ટેગલાઈન કઈંક આવી છે.. ” ગુજરાતીસંસાર – ગુજરાતી બ્લોગજગતનું આંગણું.. “ આ સાઈટ બનાવતી વખતે મે આ ટેગલાઈન [...]

Original Source: http://gujaratisansar.wordpress.com

Dec
30

ડૂબ્યો ભલે ..

Author neetnavshabda.com    Category Uncategorized     Tags

ડૂબ્યો ભલે દરિયા તણા મઝધારમાં
લહેર થકી વારંવાર તને કિનારે મળું છુ.
ડર નહી થોડા પ્રહર અંધકાર થી-
સાંજે ડૂબ્યો, ફરી કાલે સવારે મળું છુ..

-ગુરુદત્ત ઠક્કર.

Original Source: http://neetnavshabda.blogspot.com/

Dec
30
Comments Off

ડૂબ્યો ભલે ..

Author neetnavshabda.com    Category Uncategorized     Tags

ડૂબ્યો ભલે દરિયા તણા મઝધારમાં
લહેર થકી વારંવાર તને કિનારે મળું છુ.
ડર નહી થોડા પ્રહર અંધકાર થી-
સાંજે ડૂબ્યો, ફરી કાલે સવારે મળું છુ..

-ગુરુદત્ત ઠક્કર.

Original Source: http://neetnavshabda.blogspot.com/

Dec
29
Comments Off

ગેસ્ટ બ્લોગ : મોંઘવારીના વમળમાં ફસાયેલો મધ્યમવર્ગનો માનવી

"ધરતી પર ફેલાયો છે મોંઘવારીનો રોગચાળો,


ત્રાહી ત્રાહી મચી છે, કોઈ તો સંજીવની પાઓ."

હા, ત્રાહી ત્રાહી મચી ગઈ છે સમગ્ર વિશ્વમાં મોંઘવારી નામનો રોગચાળો ફાટી નિકળ્યો છે. જેનું ઔષધ શોધવામાં વૈજ્ઞાનિકો પણ સફળ થયા નથી અને જેના દ્વારા પ્રશાસનના પાયા ડગમગવા લાગ્યા છે એ મોંઘવારીની કાળી છાયામાંથી નીકળવા મધ્યમવર્ગીય માનવી પાણી વગરની માછલીની જેમ તરફડીયા મારી રહ્યો છે. સતત વધતા જતા મોંઘવારીના વમળમાં માનવી સૂડી વચ્ચે સોપારીની જેમ ફસાયેલો છે. પોતાના મનની ભાવના, (Read more...)

Original Source: http://blognezarookhethee.blogspot.com/

Dec
29
Comments Off

પિયર ગયેલી ભરવાડણની ગઝલ

Author     Category Uncategorized     Tags
સ્વર - નયન દેસાઈ આલ્બમ - ગઝલ ઉસને છેડી [audio:http://vinelamoti.com/wp-content/uploads/2010/12/013-Nayan-Desai.mp3|titles=Naya Facebook Twitter Google Reader PDF Print

Original Source: http://vinelamoti.com

Dec
29
Comments Off

કેટલાક કાંદા-લીક્સ

ડુંગળીના તમતમતા ભાવવધારા નિમિત્તે જુદા જુદા નેતાઓ વચ્ચે કેવા પ્રકારની વાતચીત થઇ હશે, તેનો વાસ્તવિક રેકોર્ડ ‘વિકિલિક્સ’ જેવા કોઇ પાસેથી મળે ત્યારે ખરો, પણ અત્યારે આપણે કલ્પનાથી કામ ચલાવવું રહ્યું.
***
રાહુલ ગાંધીઃ કાંદા એટલે પેલું જ ને? તે દિવસે ઉત્તર પ્રદેશમાં ને પછી એક વાર બિહારમાં પેલી દલિત મહિલાને ઘેર ખાઘું હતું...

સોનિયા ગાંધીઃ શ્શ્શ્...ડોક્ટરસાહેબ પાસેથી બીજું કંઇ નહીં તો ચૂપ રહેવાનું તો શીખ. આ બહુ સંવેદનશીલ મુદ્દો છે. આમઆદમી સાથે સંકળાયેલો.

રાહુલ ગાંધીઃ હા, મને પણ ‘આમ’ બહુ ભાવે.

સોનિયા ગાંધીઃ બાબા! મેંગોની નહીં, કોમનમેનની વાત થાય છે.

રાહુલ ગાંધીઃ સોરી. સોરી. મેડમ પાર્ટી પ્રેસિડેન્ટ.

ડો.સિંઘઃ ઇટ્સ ઓલરાઇટ, રાહુલજી. તમારે કોઇ પણ સંજોગોમાં માફી માગવાની જરૂર નથી. નકામો રિવાજ પડી જાય ને લોકો આશા રાખતા થઇ જાય.

રાહુલ ગાંધીઃ તો એમાં વાંધો શું છે? ભૂલ થાય તો માફી ન માગવી પડે?

ડો.સિંઘઃ વાંધો? અરે, કૌભાંડોની સંખ્યા ને ગંભીરતા જોતાં બાકીનાં ત્રણ વર્ષ આપણે માફી જ માગ્યા કરવી પડશે. પછી રાજ ક્યારે કરીશું?

શરદ પવારઃ દરેક વાત વિરોધ પક્ષની દૃષ્ટિએ જોવાનો આપણો અભિગમ બદલવાની જરૂર છે. આપણે લોકોને રાજી થવાનું કહેવું જોઇએ કે આ રાજમાં ડુંગળી કરતાં સફરજન સસ્તાં થઇ ગયાં. આવું ને આવું ચાલશે તો ડુંગળીને બદલે સફરજન ગરીબોની કસ્તુરી તરીકે ઓળખાતાં થઇ જશે. તમે જ કહો. આઝાદી પછીનાં સાઠ વર્ષમાં સફરજન આટલાં સસ્તાં થયાં છે કદી?...આઇડિયા! મને એક આઇડિયા આવે છે. આપણે આપઘાત કરનાર ખેડૂતોને વળતરની રકમ સાથે સફરજનનો એક ટોપલો આપીએ તો?

સોનિયા ગાંધી: ડોક્ટર, આ વૃષભમંત્રીને- આઇ મીન, કૃષિમંત્રીને- કંઇક કહો. એમનું મોં બંધ નહીં રહે તો આવતી ચૂંટણીમાં આપણે બધા ઘેર બેસીશું ને કોંગ્રેસને રાજકારણ છોડીને આઇપીએલમાં ટીમ ઉતારવાનો વારો આવશે.

પવારઃ ડોન્ટ વરી મેડમ, એમાં પણ અઢળક પૈસા છે. આપણે મમ મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે?

ડો.સિંઘઃ આપણે નહીં, તમારે. અમારે તો ટપ ટપ સાથે પણ કામ હોય છે પવાર. ટપ ટપ થાય તો જ મમ મમ મળે, પણ તૈયાર ભાણે બેસનારાને એ ક્યાંથી સમજાય?

એ.રાજાઃ એક મિનીટ. મારે પણ કંઇક કહેવું છે. પવારસાહેબ, આઇપીએલમાં ઓક્શન કરવાની શી જરૂર છે? સ્પેક્ટ્રમની જેમ એના પણ ભાવ ઉચ્ચક નક્કી કરી નાખ્યા હોય તો?

દિગ્વિજયસિંઘઃ નીરા રાડિયાનો અવાજ આવો પુરૂષ જેવો કેમ થઇ ગયો? અરે...આ તો રાજા છે. સોરી, રાજા. હું થોડો દૂર બેઠો છું એટલે એકદમ ખ્યાલ ન આવ્યો.

ડો.સિંઘઃ પેલું નામ તમે બોલ્યા તે બોલ્યા. આજ પછી જાહેરમાં કે ખાનગીમાં એ નામ લેતા નહીં.

રાહુલ ગાંધીઃ હવે વિકિલિક્સના જમાનામાં જાહેર ને ખાનગીનો તફાવત ક્યાં રહ્યો જ છે! કોને ખબર, આપણી આ વાતચીત પણ રેકોર્ડ થતી હોય અને કાલે ઉઠીને કોઇ છાપા-મેગેઝીનમાં આવી જાય.

***

કાંદાના ભાવવધારા અંગે કેવી વ્યૂહરચના અપનાવવી એ અંગે ફાઇવ સ્ટાર હોટેલના કોન્ફરન્સ રૂમમાં ભાજપી નેતાઓની બેઠક મળી છે.

અરૂણ જેટલી (ઘૂંઆપૂંઆ અવાજે) : ટેબલ પર કાપેલા કાંદાની પાંચ-છ પ્લેટ, કાપેલાં લીંબુ, મીઠું, મરી...આ બઘું શું છે? કોણે મૂક્યું?

એક એટેન્ડન્ટ : સાહેબ, ગાંધીનગરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે બેઠક માટે બધી પાકી વ્યવસ્થા કરવાની છે.

અરૂણ જેટલી (ટાઢા પડીને): સારૂં, સારૂં હવે. મૂક્યાં છે તો ભલે રહ્યાં. અન્નદેવતાનું અપમાન ન થાય, પણ એટલું જોજો કે અહીં કોઇ ફોટો ન પાડે.

સુષ્મા સ્વરાજઃ ...અને ફોટો પાડે તો કાલે છાપામાં ન આવે.

ગડકરીઃ સાથીઓ, આપણે આ બધી ચર્ચા છોડીને મુદ્દાની વાત પર આવીએ.

મુરલી મનોહર જોષીઃ ઉમા ભારતીને પક્ષમાં પાછાં લેવાનાં છે કે નહીં?

રાજનાથસિંઘઃ ભવિષ્યમાં આપણે જીતીએ ત્યારે સરકારમાં મારૂં સ્થાન શું રહેશે?

સુષ્મા સ્વરાજઃ મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરવાના છે?

ગડકરીઃ મુદ્દાની વાત એટલે આ બધી ઘરકંકાસની વાત નહીં. દેશ માટે, દેશની પ્રજા માટે...

(સામુહિક પોકારો થાય છેઃ ભારતમાતાકી....જય. વંદે....માતરમ્)

ગડકરીઃ શાંતિ, શાંતિ. દેશનું નામ આવે એટલે સમસ્યાઓ બાજુ પર રાખીને સૂત્રો પોકારવાની વ્યૂહરચના આપણે જાહેરસભાઓ માટે રાખી છે. આપણી બેઠકોમાં એ દાવ અજમાવવાની જરૂર નથી. દેશની પ્રજાને કાંદાના અને શાકભાજીના વધેલા ભાવની ચિંતા છે અને... (એટેન્ડન્ટને) અરે ભાઇ, જરા શાંતિથી વાત તો કરવા દે. વળી પાછી આ શાની પ્લેટો આવી?

એટેન્ડન્ટઃ સાહેબ, ગરમાગરમ કાંદાભજિયાં છે. શિયાળામાં બહુ સારાં...ગાંધીનગરથી ફોન...

અડવાણીઃ પણ..પણ...

જેટલીઃ શું પણ? કોઇ માણસ પ્રેમથી આપણી સરભરા કરતો હોય ત્યારે જ બધા સિદ્ધાંત યાદ આવે છે? ઝીણાનાં વખાણ કરતી વખતે બઘું ક્યાં જાય છે?

ગડકરીઃ શાંતિ.. શાંતિ..આમ વિવાદમાં ઉતરવાથી પાર નહીં આવે.

અડવાણીઃ પણ મારૂં પૂરૂં સાંભળો તો ખરા. મારો વાંધો કાંદાભજિયાં સામે નથી, પણ એ જેમાં પીરસાયાં છે તે પ્લેટો પર મોદીજીના ફોટાની શી જરૂર હતી? અને ચટણીની કટોરીઓ ઉપર પણ મોદીજીનો નાનો ફોટો?

એટેન્ડન્ટઃ (નમ્રતાપૂર્વક) સાહેબ, ગાંધીનગરથી સૂચના તો એવી હતી કે દરેક ભજિયાની અંદરથી નીકળતા કાંદાના પતીકા પર મોદીસાહેબનો ફોટો હોવો જોઇએ. પણ અમારા શેફે કહ્યું કે એ નહીં બને. એટલે પછી પ્લેટ અને કટોરી પર ફોટોથી સંતોષ માનવો પડ્યો.

જેટલીઃ જોયું? આવી રીતે થાય રાજ!

ગડકરીઃ બસ. હવે બહુ થયું. દિલ્હી એ ગાંધીનગર નથી અને ભારત ગુજરાત નથી. આપણે કાંદાની અને આમજનતાની વાત કરીએ.

સુષ્મા સ્વરાજઃ તે કરોને. કોણે તમારા મોં પર તાળું માર્યું છે!

ગડકરીઃ (ઓઝપાઇને) એટલે હું એમ કહેતો હતો કે કાંદાના ભાવવધારાના મુદ્દે આપણે જેપીસી (સંયુક્ત સંસદીય સમિતિ)ની માગણી કરીએ અને ફરી એક વાર સંસદની કાર્યવાહી ખોરવી નાખીએ. કોંગ્રેસને આપણે એવી
ભીડવીએ, એવી ભીડવીએ કે...

એટેન્ડન્ટ: ...કે કાંદાના ભાવ ઘટી જાય?

ગડકરીઃ (ગુસ્સે થઇને): ચૂપ. તને રાજકારણમાં શી ખબર પડે?

અડવાણીઃ બરાબર છે. કાંદાના ભાવ પહેલી વાર આપણા રાજમાં વધેલા. આને બાપડાને કશી ખબર ન હોય ને કે આપણે કેટલા અનુભવી છીએ! તમારૂં સૂચન હું આવકારું છું.

સુષ્મા સ્વરાજઃ મારો પણ આ સૂચનને ટેકો છે. હવે ગાંધીનગરના હુકમથી અને નીરા રાડિયાની ગોઠવણથી કાંદાની ત્રીજી આઇટેમ આવે તે પહેલાં આપણે બેઠક બરખાસ્ત કરીએ?

ગડકરીઃ ખબરદાર, જો નીરાનું નામ ફરી લીઘું છે તો. આપણું બઘું જ રેકોર્ડ થાય છે. કદાચ આ બેઠકની કાર્યવાહીનું પણ છૂપું રેકોર્ડિંગ થતું હોય અને વિકિલિક્સ જેવા કોઇ તોફાનીના હાથમાં આવીને એ બહાર પડી જાય તો?

Original Source: http://urvishkothari-gujarati.blogspot.com/

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives