Browsing all articles from January, 2011
S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2011-01-31 09:12:00
શર્દુલ વિક્રિડીત...એક પ્રયોગ
ઉગે છે ડાળી ઉપર અવનવુ, આ જીંદગીના વૃક્ષ પર
કંટક હો, કૂંપળ કદી, ફળ ફુલો, પર્ણો લીલા ઉમ્રભર
સંજોગો ભજવે ઘણા પટ પરે, દ્રષ્યો રૂડાં, ધૂંધળા
કિંતુ તારો મ્હાયલો ખુદનો તને, કહેતો સદા એ જ કર
શીતળ રણના ઘૂંટ પી, શશી સહ, પ્યાલો ભરી ચાંદની
ના કરજે રવિ સંગ તું ભરોસો, દિવસે કદી મૃગજળ ઉપર
સંબંધોનાં શહેરમાં જઈ ચડી, ભૂલા પડો જો કદી
કેડી નામે લાગણી પર જજો, પહોંચી જશો છેક ઘર
તારૂં છે કોઈ સતત અહીં સદા, લાગ્યા કરે પણ ભલા
જેમા પોતિકાપણુ મળે ઘણું, અંતે હશે તારી કબર
ઉગે છે ડાળી ઉપર અવનવુ, આ જીંદગીના વૃક્ષ પર
કંટક હો, કૂંપળ કદી, ફળ ફુલો, પર્ણો લીલા ઉમ્રભર
સંજોગો ભજવે ઘણા પટ પરે, દ્રષ્યો રૂડાં, ધૂંધળા
કિંતુ તારો મ્હાયલો ખુદનો તને, કહેતો સદા એ જ કર
શીતળ રણના ઘૂંટ પી, શશી સહ, પ્યાલો ભરી ચાંદની
ના કરજે રવિ સંગ તું ભરોસો, દિવસે કદી મૃગજળ ઉપર
સંબંધોનાં શહેરમાં જઈ ચડી, ભૂલા પડો જો કદી
કેડી નામે લાગણી પર જજો, પહોંચી જશો છેક ઘર
તારૂં છે કોઈ સતત અહીં સદા, લાગ્યા કરે પણ ભલા
જેમા પોતિકાપણુ મળે ઘણું, અંતે હશે તારી કબર
Original Source: http://jkshabdasoor.blogspot.com/
મુખ પર મલકાયું – ભાસ્કર વોરા
કવિ - ભાસ્કર વોરા સ્વર - હેમા દેસાઇ સંગીત - આસિત દેસાઇ મુખ પર મલકાયું ગોકુળિયું ગામ ને મનમાં મથુરાના મ્હેલ, ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પ્રીત નાં...સંપૂર્ણ રચના માણો 'અભિષેક' પર. www.krutesh.info
Original Source: http://www.krutesh.info/
બેની મારી ઝગમગ ઝગમગ થાય
સ્વર - સાધના સરગમ, જયશ્રી ભોજવીયા, વત્સલા પાટીલ ફિલ્મ - દેશ રે જોયા દાદા પરદેશ જોયા < Facebook Twitter Google Reader PDF PrintOriginal Source: http://vinelamoti.com
તસવીરકાર પ્રફુલ્લભાઇ પટેલને તસવીરી અંજલિ

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ, ભાગ્યે જ જોવા મળે એવા ઉઘાડા માથે,
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર વિધિ વખતે, 1950

અત્યારે કલ્પના પણ ન કરી શકાય એવું દૃશ્યઃ મુંબઇ એરપોર્ટ, 1952

પ્રફુલ્લભાઇ પટેલની જીવનયાત્રા તસવીરોમાં
ગુજરાતમાં તસવીરકાર પ્રફુલ્લભાઇ (પી.સી.) પટેલની ઓળખાણ ક્યાંથી શરૂ કરવી, એવી મૂંઝવણ થાય. સૌથી પહેલું નામ તેમના પ્રતાપી પિતા, ગોંડલના વિદ્યાધિકારી અને ભગવદ્ગોમંડળ કોશકાર ચંદુલાલ બહેચરલાલ પટેલનું યાદ આવે. તસવીરકાર તરીકે પ્રફુલ્લભાઇના શરૂઆતનાં કામમાંનું એક હતું 1945માં યોજાયેલા ભગવદ્ગોમંડળ વિમોચન સમારંભની તસવીરો. એમ તો મકરંદ દવેના તંત્રીપદે નીકળતા હસ્તલિખિત સામયિક 'પગદંડી'માં પણ પ્રફુલ્લભાઇની તસવીરો મુખપૃ્ષ્ઠ પર મુકાતી હતી. મકરંદભાઇ અને તેમના પ્રફુલ્લભાઇ જેવા સહાધ્યાયીઓ 'પૂર્ણિમાયન' નામે દર પૂનમે મળતું મંડળ ચલાવતા હતા. 'પગદંડી'ના સંચાલક તરીકે 'પૂર્ણિમાયન'નું નામ મૂકાતું હતું.
ચંદુભાઇના પુત્ર તરીકે 1925માં ગોંડલમાં જન્મેલા પ્રફુલ્લભાઇ મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સ્ટીલ અને સીને ફોટોગ્રાફીમાં ડિપ્લોમા ભણ્યા. ત્યાર પછી તેમણે અનેક વ્યાવસાયિક અને કળાકીય એસાઇન્મેન્ટ પાર પાડ્યાં. ટ્રોમ્બે અણુમથક, નાગાર્જુન સાગર બંધ, દુર્ગાપુરનો સ્ટીલ પ્લાન્ટ જેવી અનેક સંસ્થાઓ-કંપનીઓ માટે દસ્તાવેજી તસવીરો લીધી. સાથોસાથ, જૂના મુંબઇની તસવીરો, પિક્ટોરિયલ ફોટોગ્રાફી અને પ્રયોગાત્મક તસવીરોમાં પણ ઘણું કામ કર્યું, જેમાનું કેટલુંક 'એ વ્યૂફાઇન્ડર્સ જર્નીઃ 55 યર્સ, ગ્લાસપ્લેટ ટુ ડિજિટલ' માં મૂકવામાં આવ્યું છે.
2001માં પ્રકાશિત આ પુસ્તક નિમિત્તે પ્રફુલ્લભાઇના પરિચયમાં આવવાનું થયું. 'સંદેશ'ની પૂર્તિમાં તેમના વિશે લેખ પણ લખ્યો હતો. તેમના નાના ભાઇ કે.સી.પટેલ અમદાવાદ રહે અને રજનીભાઇ (પંડ્યા)ના ગાઢ સંપર્કમાં. તેમના થકી પુસ્તક અને મુંબઇના એનસીપીએ સાથે સંકળાયેલા પ્રફુલ્લભાઇને મળવાનું થયું. મારા પુસ્તક 'સરદારઃ સાચો માણસ, સાચી વાત'માં અસ્તર પર ડબલ સ્ર્પેડમાં મુકેલી સરદારની અંતીમ યાત્રાની તસવીર પ્રફુલ્લભાઇની જ છે. 'અંતીમ યાત્રાની આ સિવાયની બીજી કોઇ તસવીરો ખરી?' એના જવાબમાં તેમણે ના પાડી હતી, પણ એ તસવીર વાપરવાની તેમણે ઉદારતાપૂર્વક મંજૂરી આપી હતી.
17 જાન્યુઆરી, 2011ના રોજ 85 વર્ષના પ્રફુલ્લભાઇએ વિદાય લીધી. તેમના જ પુસ્તકમાંથી લીધેલી કેટલીક તસવીરો વડે પ્રફુલ્લભાઇને હૃદયપૂર્વકની અંજલિ.
Original Source: http://urvishkothari-gujarati.blogspot.com/
જીવનની ક્ષણભંગુરતા અને અનિશ્ચિતતા
ગુજરાતમાં ચારેક દિવસ રોકાવાનો પ્લાન હતો પણ ઓફિસમાં કંઈક અર્જન્ટ કામ આવી ચડતા એ ટૂંકાવી એક જ દિવસમાં પાછો ફરી રહ્યો છું અને ટ્રેનમાં મારી મમ્મીનો રડમસ અવાજ સંભળાય છે.મારા નાની પરલોક સિધાવ્યાના ખબર મારી મમ્મી મને આપે છે.માતૃશોક ગમે તે વયે આવે, તે વસમો હોય છે.મા દરેકને વહાલી હોય છે અને મા ગુમાવ્યાનું દુ:ખ કદાચ જીવનના સૌથી વધુ દુ:ખોમાંનુ એક ગણી શકાય. આ બ્લોગમાં વાત માના પ્રેમ કે માના મૃત્યુ વિષે (Read more...)
Original Source: http://blognezarookhethee.blogspot.com/
S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2011-01-30 08:37:00
પ્રેમનો કક્કો અને બારાખડી
એક તારી આંખમાં અમને જડી
વેદની ઋચા હતી બે ઓષ્ટ પર
ચૂમતા સાથે ખબર અમને પડી
ભાગ્યના સમદર સમા બે હાથમાં
નીકળ્યો પુરૂષાર્થની લઈ નાવડી
આપણા "મિ. લોર્ડ" ને "ઓર્ડર" ઉપર
કેવડી બેઠી અદાલત છે વડી
એક બીજાને સતત અળગા કરી
રાખતી’તી એક ધૃણાની કડી
ત્રણના સહયોગથી શબરી બનો
રાહ જોતો હાથ, ને બે આંખડી
જાત મુશ્કેટાટ બંધાવી, છુટ્યા
લોક એને નામ દેતા ઠાઠડી
દિવ્યતાની ભવ્યતા એવી હતી
કે મઝારો પણ પડે છે સાંકડી
એક તારી આંખમાં અમને જડી
વેદની ઋચા હતી બે ઓષ્ટ પર
ચૂમતા સાથે ખબર અમને પડી
ભાગ્યના સમદર સમા બે હાથમાં
નીકળ્યો પુરૂષાર્થની લઈ નાવડી
આપણા "મિ. લોર્ડ" ને "ઓર્ડર" ઉપર
કેવડી બેઠી અદાલત છે વડી
એક બીજાને સતત અળગા કરી
રાખતી’તી એક ધૃણાની કડી
ત્રણના સહયોગથી શબરી બનો
રાહ જોતો હાથ, ને બે આંખડી
જાત મુશ્કેટાટ બંધાવી, છુટ્યા
લોક એને નામ દેતા ઠાઠડી
દિવ્યતાની ભવ્યતા એવી હતી
કે મઝારો પણ પડે છે સાંકડી
Original Source: http://jkshabdasoor.blogspot.com/
તમે તમારા ડાબા હાથથી તમારા જમણા હાથને વાઢી શકો?
દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - ૩0 જાન્યુઆરી ૨૦૧૧માં પ્રકાશિત
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
‘સ્લમડોગ મિલ્યોનેર’ ફેમ ડેની બોયેલની સત્યઘટનાત્મક ફિલ્મ ‘૧૨૭ અવર્સ’ની ક્લાઈમેક્સ જોઈને ઓડિયન્સ શા માટે રીતસર હેબતાઈ જાય છે?
--------------------------------------------------------------------
અઠ્ઠાવીસ વર્ષનો એક અમેરિકન જુવાનિયો છે. અરોન રાલ્સ્ટન એનું નામ. ભારે ઉત્સાહી અને તેજસ્વી. સ્વકેન્દ્રી કહી શકાય એટલો સ્વતંત્ર એનો મિજાજ છે, અવિચારી કહી શકાય એટલો એ મનમોજીલો છે. આ મિકેનિકલ એન્જિનીયરને એથ્લેટિક્સ તેમજ આઉટડોર સ્પોર્ટ્સમાં કમાલનો રસ છે. શિયાળાની ભયાનક ટાઢમાં ૧૪,૦૦૦ ફીટ (Read more...)
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
‘સ્લમડોગ મિલ્યોનેર’ ફેમ ડેની બોયેલની સત્યઘટનાત્મક ફિલ્મ ‘૧૨૭ અવર્સ’ની ક્લાઈમેક્સ જોઈને ઓડિયન્સ શા માટે રીતસર હેબતાઈ જાય છે?
--------------------------------------------------------------------
અઠ્ઠાવીસ વર્ષનો એક અમેરિકન જુવાનિયો છે. અરોન રાલ્સ્ટન એનું નામ. ભારે ઉત્સાહી અને તેજસ્વી. સ્વકેન્દ્રી કહી શકાય એટલો સ્વતંત્ર એનો મિજાજ છે, અવિચારી કહી શકાય એટલો એ મનમોજીલો છે. આ મિકેનિકલ એન્જિનીયરને એથ્લેટિક્સ તેમજ આઉટડોર સ્પોર્ટ્સમાં કમાલનો રસ છે. શિયાળાની ભયાનક ટાઢમાં ૧૪,૦૦૦ ફીટ (Read more...)
Original Source: http://shishir-ramavat.blogspot.com/
ઝૂકી પડ્યો ઊંચો હિમાલય – અવિનાશ વ્યાસ
બાપુનાં નિર્વાણદિનના દિવસે આ સુંદર રચના. દેશ માટે જીવન સમર્પિત કરીને અમર થયેલા બાપુને આપણી સાચા હ્રદયથી શ્રદ્ધાંજલી. આમતો ગાંધીજીના...સંપૂર્ણ રચના માણો 'અભિષેક' પર. www.krutesh.info
Original Source: http://www.krutesh.info/
મને કેર કાંટો વાગ્યો
સ્વર - જયશ્રી ભોજવીયા* ફિલ્મ - દેશ રે જોયા દાદા પરદેશ જોયા [audio:http://vinelamoti.com/wp-con Facebook Twitter Google Reader PDF PrintOriginal Source: http://vinelamoti.com
Recent Posts
- વેપાર વર્તમાન : માર્કેટિંગના ઉંદરની દોડાદોડી…
- શ્રી રામચરીત માનસ અનુસાર જ્ઞાન, ભક્તિ અને કર્મ – વિનોદ માછી
- S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-22 17:13:00
- S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-22 09:28:00
- ક્યાં ક્યાં ફરું – લલિત ત્રિવેદી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- "ગુજરાતી ગઝલ™"
- "સુરતીઉધીયું"
- મા ગુર્જરીના ચરણે....
- સહિયારું સર્જન - ગદ્ય
- મારો બગીચો
- ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં
- અશ્વિન પટેલ નો બ્લોગ
- વાંચનયાત્રા
Archives
- February 2012 (212)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)








