આપણાં જ જીવતરની – ગૌરવ ધુવ
કવિ - ગૌરવ ધ્રુવ સ્વર - આસિત દેસાઇ,હેમા દેસાઇ સંગીત - આસિત દેસાઇ આપણાં જ જીવતરની આપણી જ વારતામાં આપણે જ રાજા અને રાણી. ખાધું પીધું અને પછી...Original Source: http://www.krutesh.info/
નમીયા સો સાહેબકું ગમીયા.. – લીરલબાઈ
પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતાં, એમને ત્યાં મીણલદેની કુખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો જન્મ થયો. પ્રસ્તુત ભજનમાં નમ્રતાનો મહિમા વ્યક્ત થતો હોય એવું ઉપરછલ્લું ચિત્ર, પણ તેના મૂળભૂત ભાવમાં ભક્તિ અને સમર્પણની વાત પડી છે. ધાર્મિક પાત્રોના ઉદાહરણો સાથે ખૂબ સુંદર એવા આ ભજનની રચના જેટલી સરળ દેખાય છે એટલી જ તેની અભિવ્યક્તિ ગહન છેOriginal Source: http://aksharnaad.com
ગઝલની સામગ્રીમાં – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
કલમ ને કાગળ ઘરવખરીમાં, જીવે રાજીપો કઈ નગરીમાં. દૂધે ધોઈને આપ્યા શ્વાસો, ઉધાર લાવ્યા’તા ગગરીમાં. સૂરજને સાફામાં બાંધું, હજુ મને વિશ્વાસ પરીમાં. ક્યાં લગી દોષ ગણું આંખોનો, રોજ ખીલે જાસુદ ટગરીમાં. મિસ્કીન, શબ્દો, સ્મરણો, આંસુ, હતા ગઝલની સામગ્રીમાં. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ “છોડીને આવ તું…” પાન નં. ૮૦ Facebook Google Buzz Twitter Google ReaderOriginal Source: http://vinelamoti.com
સદ્દામ હુસૈન-Saddam Hussein અને જુલ્ફીકારઅલી ભુટ્ટો- Zulfiqar Bhutto ફાંસી ચઢવાના યોગો કયા ??
૧૯૮૧ માં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ” જન્મ કુંડળી નાં બાર લગ્નો “ Shri K. J. Mehta Retired Civil Judge લેખક શ્રી કે. જે. મહેતા ( રીટાયર્ડ જજ ) એ પાનાં નં ૫૮ – ૫૯ શ્રી જુલ્ફીકારઅલી ભુટ્ટો ની કુંડળી ચર્ચી છે. આ જન્મ કુંડળી માં ફાંસી ચઢવાના યોગો કયા ?? એક યોગ કહે છે કે બીજા સ્થાનનો અધિપતિ [...]Original Source: http://drsudhirshah.wordpress.com
નજર ભીતર રાખી છે : મકરંદ મુસળે
. જાણે દુશ્મન પર રાખી છે, એમ નજર ભીતર રાખી છે. નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે, શ્રધ્ધા જાત ઉપર રાખી છે. છાતી પર ખંજર ક્યાં મારો ? જાન હથેળી પર રાખી છે. હું તો ચલ, ધીમું ચાલું છું, તેંય ગતિ મંથર રાખી છે. માણસ દોડ્યે રાખે માટે, ઈચ્છાઓ ઘર ઘર રાખી છે. - મકરંદ મુસળે [...]Original Source: http://webmehfil.com
હાલો હાલોને લોકશાહીની જાનમાં…રમેશ પટેલ(આકાશદીપ)
રાજ્યોની ચૂંટણીના પડઘમ વાગ્યા છે. લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી.
મતદાનથી પ્રજાના હિતની રખવાળી કરે તેવા યોગ્ય ઉમેદવારને
જીતાડવો એટલે જ આપણા અને દેશના ભાવિનું રાજ તિલક. આ
ફરજની મજા આ ગીત વડે માણીએ..સમજી જજો ગીતના ઢાળને.
હાલો હાલોને લોકશાહીની જાનમાં…રમેશ પટેલ(આકાશદીપ)
લાડલી લોકશાહીની લાડલી રે
લાડલીના લગનીયાં લેવાય
પાંચ પાંચ વરસે આવ્યાં ટાણાં
લોકશાહીને દઈએ સન્માન
લાડલીના લગનીયાં લેવાય
હાલો હાલોને લોકશાહીની જાનમાં
મળતીયાઓએ બાંધ્યો રૂડો માંડવો રે
લાભીયા પીરસે પકવાન
લાગે વ્હાલાં જે ગાય ગીતડાં,
જાહેરમાં વચનોની લ્હાણ
હાલો હાલોને લોકશાહીની જાનમાં
સાળીઓ થઈ આજ કોયલડી રે
શેરીએ ટહુકે દિન રાત
સાળા એ બાંધ્યા છે ઢોલકાં રે,
ફોઈઓ ફૂંકે શરણાઈ
હાલો હાલોને લોકશાહીની જાનમાં
સામા મળ્યા ને નવાજ્યા ભાવે
દીધા કાકાઓને હુલામણા નામ
નાણા કોથળી મૂકી છૂટી રે,
દોડે ગાડીઓની વણઝાર
હાલો હાલોને લોકશાહીની જાનમાં
ટિકિટ ના મળે એ ચાલ્યા રીસામણે રે
ચાલે અવળી રે ચાલ
વાટે ફરકાવે કાળા વાવટા રે,
મળ્યા શત્રુ મેદાન
હાલો હાલોને લોકશાહીની જાનમાં
નેતાજી અમારા લાડલા રે
જીભે ફરે રે કટાર
મોકલ્યા સામે બે ડાઘીયા ને,
વિરોધીઓના કરડ્યા છે કાન
હાલો હાલોને લોકશાહીની જાનમાં
વિરોધીઓ ફૂલે થઈ ફાળકે રે,
માઈકમાં ઘૂરકે અપાર
ધાંધલ ધમાલની મોંકાણ મોટી રે
પોલીસે કીધી ધુલાઈ
હાલો હાલોને લોકશાહીની જાનમાં
કોણ પરણે ને કોણ હાલ્યા જાનમાં
પ્રજા કરજો રે વિચાર
જડશે નેતા કોઈ સાચલો રે,
દેજો મત વિચારી સુજાણ
લાડલી લોકશાહીની લાડલી રે
લાડલીના લગનીયાં લેવાય
હાલો હાલોને લોકશાહીની જાનમાં
Original Source: http://nabhakashdeep.wordpress.com
હોય છે…
શક્યતાથી સહેજ આગળ હોય છે જે સફળતાની ખરી પળ હોય છે ! કોઇ ઘટના સાવ અમથી ના ઘટે ત્યાં,સમયની કાર્યરત કળ હોય છે મૂલ્ય, ઓછું આંકવું સારૂં નથી પથ્થરો પાસે ય અંજળ હોય છે ! મન જાણે છે જાય તો શું જાય એ રાંકના ઘરને ય સાંકળ હોય છે ! એ, નજર સાથે નજર નહીં [...]Original Source: http://drmahesh.rawal.us
INDIA જીતી ગયું.
INDIA જીતી ગયું ને હાશ થઇ. ઓફીસ ની રજા માથે ના પડી
. પહેલા લાગ્યું હતું કે લોચો પડ્યો છે આ મેચ માં, પણ આપડા પ્લેયર્સ ઘણું સારું રમ્યા ને લગભગ હારેલી મેચ જીતીગયા.
Original Source: http://anuragrathod.wordpress.com
અશરીરીનાં અનેક રૂપ – યજ્ઞેશ દવે
[‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.] વરસો પહેલાં દ્વારકા ગયો ત્યારે એક વિદ્વદજનની ખબર કાઢવા દરિયાકાંઠે આવેલી સરકારી હૉસ્પિટલે ગયેલો. એક તો ઓખામંડળ પ્રદેશ છેવાડાનો ને અંતરિયાળ. સપાટ ખારોપાટ. દ્વારિકાધીશની દ્વારિકામાં પણ એક જાતના ખાલીપાનો અનુભવ થાય. ચિત્ત ‘મહાભારત’ કાલીન સુવર્ણ દ્વારિકાની ઝંખના કરે ને આંખ સૂકી સોરાતી દ્વારિકા સામે ધરે. મહાભારતનું ભીષણ કરુણ યુદ્ધ, યાદવાસ્થળી, કૃષ્ણે [...]Original Source: http://www.readgujarati.com
શિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા
[પુનઃપ્રકાશિત : વઢવાણમાં જન્મેલા લેખક પોતે શિલ્પી છે, તેમણે અનેક શહેરોમાં મંદિર તેમજ શિલ્પ સ્થાપત્યના નિર્માણનું કાર્ય કર્યું છે. મુંબઈની વિવિધ આર્ટગેલેરીઓમાં તેમના પ્રદર્શનો યોજાયા છે. ‘શિલ્પી ઍકેડમી’, ‘શિલ્પી સમાજ’, ‘મુંબઈ લોખંડવાલા ગુજરાતી સમાજ’ ના તેઓ ઉપપ્રમુખ રહી ચુક્યા છે. શિલ્પ સ્થાપત્યના તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. મુંબઈ દુરદર્શન, તેમજ ‘આસ્થા’ ચેનલ પર તેમના [...]Original Source: http://www.readgujarati.com
Recent Posts
- વેપાર વર્તમાન : માર્કેટિંગના ઉંદરની દોડાદોડી…
- શ્રી રામચરીત માનસ અનુસાર જ્ઞાન, ભક્તિ અને કર્મ – વિનોદ માછી
- S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-22 17:13:00
- S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-22 09:28:00
- ક્યાં ક્યાં ફરું – લલિત ત્રિવેદી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- "ગુજરાતી ગઝલ™"
- "સુરતીઉધીયું"
- મા ગુર્જરીના ચરણે....
- સહિયારું સર્જન - ગદ્ય
- મારો બગીચો
- ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં
- અશ્વિન પટેલ નો બ્લોગ
- વાંચનયાત્રા
Archives
- February 2012 (212)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)






