Browsing all articles from June, 2011
Jun
30

ઓઢું તો ઓઢું ચુંનરીયા રંગ શ્યામની

ફિલ્મ - ઘુંઘટ સ્વર - વાણી જયરામ ઓઢું તો ઓઢું ચુંનરીયા રંગ શ્યામની બીજી રે ચુનરીયા મારે નહીં કામની કાળો મારો કાન્હો, હું રાધા એની...

Original Source: http://www.krutesh.info/

Jun
30

કેફમાં ભૂલ્યા કરું…..રમેશ પટેલ(આકાશદીપ)

માણસ પાસે જ્યારે સત્તા આવે ત્યારે તેનો એક પાવર એવો આવી જાય છે કે સત્ય

દેખાતી વાતો તેને વિપરિત લાગે છે. તેનું વર્તન કેફથી સારા-નરસાનો વિવેક ખોઈ

બેસે છે. જ્યારે કુદરત ન્યાય આપી દે છે ત્યારે સંભલવાનો સમય જતો રહે છે.

આજે ભારત દેશ કરવટ બદલી રહ્યો છે અને લોકજાગૃતિ વધતી જાય છે.સત્તાધીશો

સવેળા જાગી જાય અને કેફમાંથી બહાર આવે, પ્રજાહિતની ઉપેક્ષા ના કરે,

 એવી અપેક્ષા સાથે ‘કેફ’ ની (Read more...)

Original Source: http://nabhakashdeep.wordpress.com

Jun
30

તમે ગયા ને…. – ભીખુ કપોડિયા

Author     Category Uncategorized     Tags

તમે ગયાં ને આંગણિયે લીંપણમાં પાડી
હથેળીઓની ભાત નથી કલબલતી.

આંગણ ઢૂક્યો મોર પાધરો
થીજી ગયેલી ઓકળીઓની પાંખ નીરખી આભ જેવડો
એક નિસાસો નાંખે;

સવારમાં મુઠ્ઠી દાણા લઇ
તમે વેરતાં કલરવ ક્યાં? ને કેટકેટલી કીકીઓ એની
આંખોમાંથી શૂન્ય વેરતી તાકે?

- અને છીબમાં ન્હાઇ નિરાંતે ઊછળી પડતી
દીવાલ પર તે સૂરજ કેરી ક્યાં છે પેલી માછલીઓ ઝલમલતી?

બપોરના ઢળતી નેવેથી ઉંબર પર
તડકાની લો આ કરવત પાછી ઓકળીયાળી પાંખ
વ્હેરાતી ચાલી;

સાંજ પડ્યે તુલસીને પાનેપાન (Read more...)

Original Source: http://urmisaagar.com/saagar

Jun
30

GYPSY’S DIARY: આખરી ‘બાય-લાઇન’

અમારા સાપ્તાહિકના દિવાળી અંક માટે લખાયેલ લેખનું સંક્ષિપ્ત રૂપાંતર અહીં રજુ કરૂં છું.

‘શહાદતની પરંપરા’ લેખક શ્રી. નરેન્દ્ર...

૧૯૭૧ના નવેમ્બરની ૨૯ કે ૩૦ તારીખ હતી. હું હેડક્વાર્ટર્સમાં અૅજુટન્ટ (કમાંડીંગ અૉફિસરના સ્ટાફ અૉફિસર)ની ડ્યુટી બજાવી રહ્યો હતો. ઠંડીને કારણે મારૂં ટેબલ તડકામાં રાખીને બેઠો હતો એટલામાં એક પડછંદ હવાલદાર મારી પાસે અાવ્યો અને સૅલ્યૂટ કરી. આ માણસની કવાયત અને સફેદ દાઢીમૂછ જોઇ હું અંજાઇ ગયો.

“બત્રીસ-ઓગણપચાસ, હવાલદાર મહેરસિંહ સીઓ સાહબકો મિલને આાયા હૈ, જનાબ.” પંજાબ (Read more...)

Original Source: http://captnarendra.blogspot.com/

Jun
30

ટહુકે ટહુકે ઓગળવુ એ પ્રેમ – તુષાર શુક્લ

ટહુકે ટહુકે ઓગળવુ એ પ્રેમ, સખી, દે તાલી ! આ વધઘટ મનમાં વ્હેમ, પ્રિયે, લે તાલી… દે તાલી ! અધ-મધરાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ, આંખોના આકાશમાં હોયે કાં’ક તો નીતિ નિયમ; પરવાળાના ટાપુ જેવી નીંદરને ના લડીએ, પાંપણ પાળે પ્રીત વસે છે એને જઈને કહીએ. હોવું આખું મ્હેંક મ્હેંક કે પ્રેમ, સખી, દે તાલી ! આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી… દે [...]

Original Source: http://layastaro.com

Jun
30

…આખરે ‘સફારી’ ફેસબૂક પર !

Author Harshal Pushkarna    Category Uncategorized     Tags ,
ઓરકુટ અને ફેસબૂક પર ઘણાં વર્ષથી ‘સફારી’ના નામની (અનધિકૃત) કમ્યૂનિટી ચાલે છે. આ કમ્યૂનિટીઝ સામે કશો વાંધો નથી--અને હોવો પણ ન જોઇએ, કેમ કે ‘સફારી’ના હજારો વાચકોને ઓરકુટ તેમજ ફેસબૂક પર વિચાર-વિમર્શ કરવાનું (અધિકૃત) પ્લેટફોર્મ ખુદ ‘સફારી’એ જ પૂરૂં પાડ્યું ન હતું.

આજે તે ઓવરડ્યૂ કામનું કોણ જાણે શી રીતે એકાએક મૂહુર્ત નીકળી આવ્યું અને ફેસબૂક પર ‘સફારી’નું પેજ એકાએક જ ઊભું કરી દીધું. આ પેજ તર્કબદ્ધ અને બુદ્ધિગમ્ય ચર્ચાનું પ્લેટફોર્મ બની રહે તો પેજના (Read more...)

Original Source: http://harshalpushkarna.blogspot.com/

S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2011-06-30 09:14:00

Author Dr. Jagdip Nanavati..m.d.    Category Uncategorized     Tags
બે - હિસાબી ગઝલ

લોન લીધી શ્વાસોની મનવા
વ્યાજ સહિત મુંઝારો ભરવા

ભાવ વધે, પડછાયા માફક
સાંજ પડે દોઢા ચુકવવા

શેર ખરીદ્યા સંબંધોના
ચડ-ઉતરમાં કેમ નિભવવા

રેડ પડી સંતોની એવી
પૂણ્ય પરાણે આજ કઢવવા

ફિક્સ કઢાવી ઉભવાની મેં
ચાર ગણી થઈ મળશે સુવા

Original Source: http://jkshabdasoor.blogspot.com/

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives