જય ગણેશ જય ગણેશ દેવા – આરતી
આપ સહુને ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભેચ્છા. વિધ્નહર્તા આપના જીવનમાંથી સઘળાં વિઘ્નો દૂર કરે તથા આપને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તી થાય તેવી બાપાને પ્રાર્થના....Original Source: http://www.krutesh.info/
એક સપનું મુજ ખોવાઈ ગયું….કરસનદાસ માણેક
શ્રી કરસનદાસ માણેકની હૃદય સ્પર્શતી અનેક રચનાઓ એ આપણા
સાહિત્ય થકી ઉજાશ પ્રગટાવતી કૃતિઓ છે. એક ગઝલના થોડા શેર
સાચે જ માણી ધન્યતા અનુભવાય છે.
એક સપનું મુજ ખોવાઈ ગયું….કરસનદાસ માણેક
જ્યાં દ્ર્ષ્ટિ પડે ત્યાં દારુણ દવ, ને કાન પડે ત્યાં કોલાહલઃ
અફસોસ , તમારી ધાંધલમાં, એક સપનું મુજ ખોવાઈ ગયું!
રે જિંદગીભર ભ્રમણા સેવી, ને એક ઘડી એવી ઊગી
કે કંચન છે કે કથીર, એ સ્પષ્ટ પણે જોવાઈ ગયું
હું ફાટી આંખે શોધી (Read more...)
Original Source: http://nabhakashdeep.wordpress.com
ભાગવત – વિજ્યા લક્ષ્મી (અનુ. કિશોર શાહ)
ગોધૂલિ સમયે તમે સ્નાન કરીને
ગૃહસ્થીના કંકાસ અને શોરબકોરથી દૂર
ભાગવતનો સ્વકંઠે પાઠ કરવા બેસી જાઓ છો.
અને તમારો અવાજ સંભળાય છે –
‘સાંભળે છે ? ક્યાં ચાલી ગઇ?
અહીં આવી ને બેસ અને સાંભળ’
પણ હું તો ચૂલા પાસે ખોડાયેલી ,
તમારું જમવાનુ બનાવી રહી છુ,
સેંકડો વણઉટક્યાં વાસણો, થાળી વાટકા
મારી પ્રતિક્ષામાં છે.
અને સેંકડો નાનામોટા કામ,
જે મારે કાલે કરવા પડશે.
મારા મેશ ખરડાયેલા હાથોથી
હું પણ ફેરવું છું
એક વિરાટ ભાગવતનાં પાનાં
(Read more...)
Original Source: http://tahuko.com
અન્ના પર ગાંધીજીનો ફોન આવ્યો…
એમાં ન માનવા જેવું કશું નથી. જનલોકપાલ ખરડાથી ભ્રષ્ટાચાર નાબુદ થઇ જવાનો હોય તો ‘ગાંધીવાદી’ અન્ના પર ગાંધીજીનો ફોન ન આવી શકે? ધારો કે ગયા અઠવાડિયે ગાંધીજીએ અન્નાને ફોન કર્યો હોત તો કેવો સંવાદ થયો હોત?
***
અન્નાઃ હલો, કોણ?
ગાંધીજીઃ બાપુ. ગાંધી.
અન્નાઃ આ ગમ્મતનો સમય નથી. અત્યારે તો હું જ ગાંધી છું. એવું હું નથી કહેતો. લાખો-કરોડો-અબજો લોકો કહે છે. કેજરીવાલ અને કિરણ બેદી પણ કહે છે. તો આ બીજો ગાંધી વળી ક્યાંથી (Read more...)
Original Source: http://urvishkothari-gujarati.blogspot.com/
મારી ગાગર ઉતારો તો જાણું – સુરેશ દલાલ
કવિ - સુરેશ દલાલ સ્વર - હંસા દવે સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય મારી ગાગર ઉતારો તો જાણું કે કાન, તમે ઊંચક્યો ‘તો પહાડને ! હું તો ઘરે ઘરે...Original Source: http://www.krutesh.info/
વેપારી વાર્તા- “લક્ષ્મીનું વેપારી-ચક્ર કે વિપરીત ચક્કર?…”
વેકેશન અને વરસાદની પૂરજોશ સીઝનમાં હિલ સ્ટેશનની એક હોટેલ આ વર્ષે મંદીને લીધે લગભગ ખાલી જેવી રહી હતી. એટલે દેખીતું હતું કે હોટેલ માટે એક એક મુસાફર મૂલ્યવાન હતો. પોકેટમાં કેશ અને દિમાગમાં ક્રાઈસીસની અસર લઈને એક મુસાફર પ્રવેશ્યો. કાઉન્ટર પર આવતાની સાથે તેણે રૂમનું ભાડું પૂછી રિસેપ્શનિસ્ટના હાથમાં ૫૦૦ રૂપિયાની નોટ મૂકી દીધી. બીજા હાથે રૂમની ચાવી અને પોતાનો સર-સામાન સંભાળીને રૂમ તરફ ચાલી નીકળ્યો.......Original Source: http://netvepaar.wordpress.com
ચાંદ બનીને નીકળું છું
(Painting: Amita Bhakta) રૂપજીવિનીની વ્યથાકથા ભર બપ્પોરે તડકો ઓઢી ચાંદ બનીને નીકળું છું, ભીતરમાં કોલાહલ પણ સૂમસામ બનીને નીકળું છું. સાકી, મદિરા કે મયખાનું ? નામ નથી કોઈ મારું, પ્યાસા તન-મન માટે કેવળ જામ બનીને નીકળું છું. यत्र नार्यस्तु पूज्यन्ते-ની વાત કરી જે ધરતીએ, એ જ ધરા પર સદીઓથી અપમાન બનીને નીકળું છું. યુગ બદલાતાં [...]Original Source: http://www.mitixa.com
અન્ના-આંદોલનઃ પ્રાથમિક સરવૈયું
(લખ્યા તા. 27 ઓગસ્ટ, શનિવાર)
ટોચે પહોંચેલા બલ્કે ગયા અઠવાડિયે ટોચે અટવાઇ ગયેલા અન્ના આંદોલનનાં વિવિધ પક્ષ વિશે થોડું પુનરાવલોકન જરૂરી બન્યું છે. આ સરવૈયાનો આશય કોઇ એક પક્ષની આંખે મળતું ખંડિત નહીં, પણ વિવિધ દૃષ્ટિબિંદુના સમન્વય જેવું, બને એટલું સંપૂર્ણ ચિત્ર મેળવવાનો છે.
સરકારપક્ષ
યુપીએ સરકારે દાખલ કરેલો લોકપાલ ખરડો એટલો નબળો હતો કે સાધારણ સમજણ ધરાવતી કોઇ પણ વ્યક્તિને તેની સામે વાંધો પડી શકે. અનેક શરમજનક કૌભાંડોથી ખરડાઇ ચુકેલી યુપીએ સરકારની મેલી મથરાવટીનું (Read more...)
Original Source: http://urvishkothari-gujarati.blogspot.com/
અબ હમ અમર ભયેં ન મરેંગે – આનંદઘન
ત્યાગ અને નિયમનના પર્વ પર્યુષણ નિમિત્તે એક સુંદર ગીત. મધ્યકાળ દરમિયાન થયેલ ભક્તિ આંદોલનમાં કવિ આનંદઘનનો ફાળૉ અમૂલ્ય છે. આશરે ૧૭મી સદી દરમિયાન થઇ...Original Source: http://www.krutesh.info/
મુકામ પોસ્ટ માણસ : નયન દેસાઈ
. જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ, ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ. રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ, ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ. બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે, [...]Original Source: http://webmehfil.com
Recent Posts
- વેપાર વર્તમાન : માર્કેટિંગના ઉંદરની દોડાદોડી…
- શ્રી રામચરીત માનસ અનુસાર જ્ઞાન, ભક્તિ અને કર્મ – વિનોદ માછી
- S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-22 17:13:00
- S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-22 09:28:00
- ક્યાં ક્યાં ફરું – લલિત ત્રિવેદી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- "ગુજરાતી ગઝલ™"
- "સુરતીઉધીયું"
- મા ગુર્જરીના ચરણે....
- સહિયારું સર્જન - ગદ્ય
- મારો બગીચો
- ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં
- અશ્વિન પટેલ નો બ્લોગ
- વાંચનયાત્રા
Archives
- February 2012 (212)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)


Uncategorized




