Browsing all articles in ટૂંકી વાર્તાઓ
Jul
27

સાચી મૂડી – ગિરીશ શર્મા

૧૯૭૩થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કર્મઠ સંનિષ્ઠ કાર્યકર, દેશભક્તિના રંગે રંગાયેલા શ્રી ગિરીશ મ. શર્માના કેટલાક સંસ્મરણો ધરાવતું પુસ્તક પારિજાતના પુષ્પો તેમના બાળપણના કેટલાક સંસ્મરણો, સ્વાનુભાવે સંસ્કારાયેલા કેટલાક ચરિત્રો અને મૌલિક સર્ગશક્તિના પરિપાક રૂપ કેટલાક પાત્રો એમણે આ સંચયમાં મૂક્યાં છે. એક નિષ્ઠાવાન, કલાકારના ચિત્રને સહજ એવી સ્ફુરણા એમણે સાદી સીધી ભાષામાં અહીં વહેતી કરી છે. આ પ્રસંગ કે સ્મરણચિત્ર સંગ્રહના ફૂલોને કોઈ વાર્તા કહે કે ન કહે તેની ઝાઝી તમા તેમને નથી, છતાં અહીં પાતળું તો પાતળું વાર્તાતત્વ નથી એમ કોણ કહેશે? નસીબજોગે ૨૦૦૧માં શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયેલું આ પુસ્તક વિમોચનમાં હાજર રહેવાનો અવસર મને મળેલો. ત્યારથી આ પુસ્તકના સહજ પ્રસંગો અને સરળ દર્શન વાંચવા, મમળાવવા ગમતાં રહ્યાં છે. આજે પ્રસ્તુત છે એ પુસ્તકમાંથી એક પ્રસંગચિત્ર. આ રચના અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ગિરીશભાઈ શર્માનો ખૂબ ખૂબ આભાર.
Jul
22

રણ તો લીલાંછમ – ગુણવંત શાહ

[‘રણ તો લીલાંછમ’ પુસ્તકમાંથી સાભાર.] [1] નાનકડું એ રૂપકડું સુખી લોકોનું એક લક્ષણ હોય છે. તેઓ થાક ન લાગે તોય આરામ કરી શકે છે. ભૂખ ન લાગી હોય તોય તેઓ ખાતાં રહે છે. તરસ ન લાગી હોય ત્યારે પણ શરબત પીવાની ટેવ ખબર ન પડે એમ પડી જાય છે. કોઈ ખાસ આપત્તિ વગર પણ તેમનો [...]
Jul
21

ઊઘડવાની અવસ્થા – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’માંથી સાભાર.] વર્ષો પછી આ રીતે તરબોળ ભીંજાઉં છું, બલ્કે ભીંજાવું પડે છે. પહેલાં તો ભીંજાવા માટેનાં અનેક બહાનાં હતાં. જેમ કે, છત્રી ભૂલી જવાતી, રેઈનકોટ ન જડતો, કશેક પહોંચવામાં મોડું થઈ જતું. વરસાદ ત્રાંસો આવતો, છત્રી કાગડો થઈ જતી…. હવે ન ભીંજાવાનાં અનેક કારણ અથવા બહાનાં છે. પણ, આજે પહેલા નહિ [...]
Jul
20

માઈક્રો ફિક્શન (લઘુ) કથાઓ – સંકલિત

માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, ત્રણ પાનાની આખી વાર્તામાં જે કહી શકાય છે તેનું જ ટૂંકુ વર્ણનાત્મક સ્વરૂપ ફ્લેશ ફિક્શનમાં પણ અપનાવી શકાય, પણ તેમાંથી વર્ણનો મોટેભાગે બાદ થઈ જાય છે, પ્રસંગો અને સંવાદોનું અહીં મહત્વ અદકેરું થઈ જાય છે. ઉપરાંત વાર્તાના અંતે ભાવકના મનમાં એક થી વધુ અર્થો નીકળે કે વાર્તાના શિર્ષકમાંથી પણ એકથી વધુ અર્થો નિકળે તે ઈચ્છનીય છે. અંગ્રેજીમાં આ ક્ષેત્રનું ખેડાણ ખૂબ થયું છે અને અનેક બ્લોગ ફક્ત માઈક્રો ફિક્શન પ્રકાર પર પણ ચાલે છે. આપને આ પ્રયાસ કેવો લાગ્યો એ વિશેના તથા આ પ્રકાર વિશેના પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે.
Jul
19

આફત આવ્યા પહેલાં – મોહમ્મદ માંકડ

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.] આ મહિનામાં, આ તારીખે અત્યારે તમે આ લેખ વાંચી રહ્યા છો. પરંતુ ગયા વર્ષે આ મહિનામાં આ તારીખે આ સમયે તમે શું કરતા હતા તે કહી શકશો ? મોટા ભાગે નહીં કહી શકો, અરે, ચોક્કસ નહીં કહી શકો. એ જ રીતે આવતા વર્ષે આ મહિનાની આ તારીખે તમે શું કરતા હશો તે [...]
Jul
18

સચ કા સામના – રિષભ મહેતા

[‘નવનીત સમર્પણ’ મે-2010માંથી સાભાર.] ઊભા છો આપ કે અટકી ગયા છો ? લો, જવાબ આપો. હજી નીકળ્યા જ કે પહોંચી ગયા છો ? લો, જવાબ આપો. નથી સમજી શકાતું ખુશનુમા ચહેરો નિહાળીને હસ્યા કે આપ આંસુ પી ગયા છો ? લો, જવાબ આપો. હજી ગઈ કાલ સુધી ફૂલને ઓળખતા પણ નો’તા અચાનક આજ કાં મહેકી [...]
Jul
11

ગઝલ – રશીદ મીર

[‘ગઝલવિશ્વ’માંથી સાભાર.] તારી ભરપૂરતાના સમ ખાવું, આવ, ખાલીપણાને છલકાવું. સાંજ ઢળતાં જો આપ આવો તો, રાતરાણીની જેમ મહેકાવું. આ અબોલાંય બોલકાં છે બહુ, કોને કોને જઈને સમજાવું ? દર્પણોની ગલીમાં ઊભો છું, લાવ ચહેરો જરાક સરખાવું ! દેહ પર સેંકડો ઉઝરડા છે, વાંસવનમાં પડ્યું છે અટવાવું. આપને ઝાંઝવા મળ્યાં રણમાં, હું તો ઘરમાં રહીને ભરમાવું. ‘મીર’ આવાગમન તો રહેવાનું, હું ગયો છું તો પાછોયે આવું.
Jul
6

ભીતર-બહાર – પ્રવીણ દરજી

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] એક ભારતીય જન માટે ઋગવેદના ઋષિની જેમ જ, આ વિશ્વ કુતૂહલભર્યું છે. જ્યારે જીવ-અજીવ કશું અહીં અસ્તિત્વ નહીં ધરાવતું હોય ત્યારે આ વિશ્વ કેવું હશે ! અને જીવ-અજીવ પછીનું આરંભકાળનું વિશ્વ પણ કેવું હશે ! વિશ્વ માટે આપણા મનમાં અનેક આશ્ચર્યો ભર્યા છે, અનેક પ્રકારનું વિસ્મય રહ્યું છે. કવિ રવીન્દ્રનાથે આપણા સમયમાં તો [...]
Jul
2

શૈશવની સાંજ – જયંત પાઠક

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-4માંથી સાભાર.] અમારે જમીન ખરી, પણ ખેતીનો ધંધો નહિ. દાદાએ જુવાનીમાં જાતે ખેતી કરેલી. પછી તો જમીન ભાગે કે સાંથે ખેડૂતોને ખેડવા આપીએ; પણ ઘેર ઢોર ખરાં. અમારાં બંને ઘરનો અર્ધો ભાગ ઢોર માટેની કૉઢ રોકે. ઢોરને બાંધવા માટે દોરડાં વણવાનું, માંદા પડે ત્યારે ઉપચાર કરવાનું, એમને માટે ઘાસચારો લાવવાનું કામ દાદાને માથે. [...]
Jun
27

કૃષ્ણને કરવું હોય તે કરે ! – સુરેશ દલાલ

દાંત તો હવે દંતકથા ને ચોકઠું ચમત્કાર તાલ મિલાવી ચાલતો રહું : સમયની વણઝાર આંખની મારી છીપમાં જુઓ બંધાયાં બે મોતી એક પછી એક ફેંકી દીધાં : ઝળહળ ઝળહળ જ્યોતિ પગમાં મારા અડગ ખડક, લોહીનું ઝીણું ઝરણ ધીમે ધીમે વહેતું રહે : થાંભલા જેવા ચરણ હાથ તો કદી કંપે જરી : કદીદ શબ્દ ધ્રૂજે તોયે મારો જુવાનિયો જીવ સૈનિક જેવો ઝૂઝે ઈન્દ્રિયોનો હદથી [...]
Jun
25

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

[ માનવીય સંબંધો, સ્વભાવ, જીવન અને પ્રકૃતિના વિષયો પર હૃદયને સ્પર્શે એવી ભાષામાં ચિંતન રજૂ કરવાની કૃષ્ણકાંતભાઈની કલમની કુશળતા છે. તેમના ‘ચિંતનની પળે’ પુસ્તકમાંના કેટલાક લેખ આપણે ગતવર્ષે માણ્યા હતા. આજે માણીએ વધુ બે લેખ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ કૃષ્ણકાંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825061787 અથવા આ [...]
Jun
22

ટીકા કરવી સહેલી છે, પણ…. – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] બેન્જામીન ફ્રેન્કલીને એક વખત કહ્યું હતું, ‘જીવનમાં બે વસ્તુ જ નિશ્ચિત છે. એક મૃત્યુ અને બીજા કરવેરા.’ પરંતુ મને એમ લાગે છે જીવન સાથે એક ત્રીજી વસ્તુ પણ સંલગ્ન છે અને તે છે ટીકા, આલોચના, નિંદા-‘ક્રિટીસિઝમ’ ! ભાગ્યે જ કોઈ ટીકામાંથી બચી શકતું હોય છે. તમે કંઈ કરો તોપણ ટીકા થવાની અને ન [...]
Jun
21

સફળતા જોઈએ છે ? – સુધીર દેસાઈ

[‘જલારામદીપ’ સામાયિક (વડોદરા)માંથી સાભાર.] દરેક માનવીને જીવનમાં સફળતા જોઈએ છે. પણ સફળતા મળતી નથી. કારણ ? દુનિયામાં એવા ઘણા બધા માણસો છે, જે આને માટે વિચારે છે. આ કંઈ એક બે માનવીનો પ્રશ્ન નથી. મોટાભાગના માનવીઓને જીવનમાં કંઈક પામવું હોય છે. પણ પામી શકતા નથી. મને પહેલેથી જ આ વિષયમાં રસ. એટલે આ વિષય ઉપર કંઈ [...]
Jun
20

ગઝલ – જલન માતરી

જેને ખુદાની સાથે વધુ પ્યાર હોય છે એ હોય છે ગરીબ ને લાચાર હોય છે. એના ઉપર તો જીતનો આધાર હોય છે મરવાને માટે કેટલા તૈયાર હોય છે. ઊડતા રહે છે ચોતરફ કોઈ રોક-ટોક વિણ આકાશમાં જે પંખીઓ ઊડનાર હોય છે. વ્યક્તિને જોઈને એ ખૂલી જાય છે તરત દ્વારો ઘણી જગાના સમજદાર હોય છે. હદમાં રહીને જીવવા જે માગતી નથી એવી જ વ્યક્તિઓ બધી [...]
Jun
19

ગઝલ – રવીન્દ્ર પારેખ

તૂટી હો ભેખડ પર ભેખડ, કેમ કરી ત્યાં કે’વું કે રડ ! બીજાને શું શોધે છે તું ? સૌથી પહેલાં ખુદને તો જડ ! વેચે તો પૈસા દૈ જાજે – લૈ જા આજ મને તું જાંગડ ! વ્હેતી જાત હજી રોકી લે, બાકી તો શઢ ઊડે ફડફડ ! લાગે છે લડવું ના છોડે, માન ન માન હશે મારું ધડ ! લડવા માટે જાત જ શોધે [...]
Jun
17

‘છે’ ને છે તરીકે અને ‘નથી’ ને નથી તરીકે સ્વીકારીએ ! – દિનકર જોષી

[‘અખંડ આનંદ’માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ આદરણીય શ્રી દિનકરભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો.] મહાભારતના કર્ણ પર્વમાં એક એવી ઘટના આવે છે કે જે લોકોના ધ્યાન ઉપર ઓછી મુકાઈ છે પણ એનું અર્થઘટન અને એનો સંકેત ઘણો વ્યાપક [...]
Jun
15

આત્મપરીક્ષણનો અરીસો – ભૂપત વડોદરિયા

[અનિવાર્ય સંજોગોને કારણે આજે બીજી અન્ય નવી કૃતિ પ્રકાશિત ન કરી શકાઈ હોવાથી, અગાઉ પ્રકાશિત થયેલો આ લેખ અહીં પુનઃપ્રકાશિત કરવામાં આવે છે. આ કૃતિ ‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપેલ છે.] પેરિસમાં સોળસો ને તેરમી સાલમાં પંદરમી સપ્ટેમ્બરના રોજ જન્મેલા લા રોસેફો કોલ્ડે માણસનાં છિદ્રો [...]
Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

Professional Web Hosting with Neepra.com

RSS Top 5 blogs at WP

Blogroll