[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.]
[અ] જેવું મન એવો માણસ, જેવી સવાર એવો દિવસ
વર્ષ વીતી રહ્યું છે. ઋતુ બદલાઈ રહી છે. વર્ષભરની તાજગી ભરી શકાય એવા દિવસો આપણે માણ્યાં છે પરંતુ આ નવા તાજગીસભર દિવસોમાં પણ આપણી સવાર તાજગીભરી રીતે શરૂ થાય છે ખરી ? આપણે તાજગીભરી રીતે સવારે ઊંઘમાંથી જાગી, ઊઠીએ છીએ, ખરા ? શિયાળાના દિવસો [...]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
મુશ્કેલ જીવવાનું છે એના સિવાય પણ,
તેથી જ હું દેતો નથી એને વિદાય પણ.
મૂકે છે મારી સામે સમસ્યાઓ હરઘડી,
આવીને પાછો એ જ તો દે છે સહાય પણ.
એ સત્ય છે કે હાજરી એની બધે જ છે;
ને, આમ પાછો એ નથી દેખાતો ક્યાંય પણ.
મજબૂર ફૂલ ડાળ ત્યજીને ન જઈ શકે,
ખુશ્બૂને ક્યાં નડે છે કોઈ અંતરાય પણ [...]
મયદાનવની નગરી લાગે
અટકળ આજે અઘરી લાગે
પળપળ ચાંપે કોઈ પલીતો
જન્મારો જામગરી લાગે
ઉપર આભ નીચે ધરતી છે
પડછાયા ઘરવખરી લાગે
દંડકવનમાં શુષ્ક બોરડી
વણચાખેલી શબરી લાગે
આંસુને ઘડવા બેઠેલી
નદીઓ બહુ કામગરી લાગે
તું જો ઓઝલ, અષ્ટ પ્રહર આ
દષ્ટિ સાવ જ નવરી લાગે
ટગરટગર તું તાકી રહે તો
ત્રાટક કરતી ટગરી લાગે
ચકરી પાઘ જુઓ પંડિતની
ગનાનધેરી ગઠરી લાગે.
ઠેસ વાગી ભીતરે ક્યાંથી વળે કળ,
બંધ આંખે કેટલું છલકાય છે જળ.
ખૂબ આગળ મોકલી પાછાં ફર્યા એ,
શોધવાનો છે રસ્તો મારે જ આગળ.
એકલા ચાલી જવાનું છે નસીબે,
કોણ આવી આપવાનું છે મને બળ.
તું નથી ત્યાં માત્ર ભણકારા મળે છે,
જીવવાનું એ જ સથવારે પળે પળ.
આંસુઓને આવવું ગમતું નથી પણ,
કોણ આવીને કહે છે જા હજી મળ.
[ લેખિકા લુઈસ સામવેઝના ‘ધી ટેન સીક્રેટ્સ ઑફ હેલ્થ ઍન્ડ હેપીનેસ’ પુસ્તકનો આધાર લઈને ભારતીય સંસ્કૃતિના પરિપેક્ષ્યમાં ‘સુખ’ શબ્દનો અર્થ સમજાવતાં પુસ્તક ‘સ્વસ્થ અને સુખી જીવનની દિશામાં’થી પ્રસ્તુત છે પ્રથમ પ્રકરણ. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
મનુષ્ય આ જગતમાં રુદન કરતો પ્રવેશે છે, અને જન્મથી લઈને મૃત્યુ સુધીની તેની યાત્રમાં તેના રુદનની લાગણીને સુખની [...]
[આદરણીય સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડના તાજેતરમાં પ્રકાશિત થયેલા નિબંધસંગ્રહ ‘પ્રકીર્ણ’માંથી સાભાર પ્રસ્તુત છે બે સુંદર નિબંધો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
[1] બધાં કામ સરકાર કે સંસ્થાઓ નહીં કરી શકે
વીસમી સદીના ઉત્તરાર્ધમાં લગભગ મોટા ભાગના દેશોના લોકોમાં સરકારે શું શું [...]
[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]
સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠિયાવાડ તરીકે ઓળખાતું. પંજાબમાં એક કાળે વસતા કાઠીઓ 11 થી 13મી સદી દરમ્યાન સિંધમાંથી કચ્છમાં અને કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા. કદાવર અને જોરૂકા ગણાતા કાઠીઓ ઘોડલા ઘૂમાવતા ને હાથમાં હથિયારો રમાડતાં સૌ પ્રથમ થાનમાં આવ્યા. શ્રી પ્રદ્યુમ્ન ખાચર નોંધે છે કે એ બાબતે ગાયકવાડ અને મરાઠા રાજવીઓનાં લશ્કરો સૌરાષ્ટ્રમાં મુલકગીરી ઉઘરાવવા [...]
[ સ્વ. મનોજ ખંડેરિયા, ‘બેફામ’ સાહેબ તથા ‘ઘાયલ’ સાહેબના સુપ્રસિદ્ધ શૅર પરથી રચેલી કેટલીક પ્રતિરચનાઓ રીડગુજરાતીને મોકલવા માટે હાસ્યલેખક શ્રી રતિલાલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9925111301. અહીં સૌ પ્રથમ મૂળ શૅર અને ત્યારબાદ તે શૅરની પ્રતિરચના પ્રસ્તુત કરવામાં આવી છે.]
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ [...]
[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર.]
[1] અંધકાર અને ઉજાસ વચ્ચેનો તટ
માણસને ક્યારેક અંધકારના કોચલામાં ભરાઈ લપાઈને સૂઈ જવાનું મન થાય છે, તો ક્યારેક બારી ફટોફટ ઉઘાડી તડકામાં થનગન નાચતા દિવસને ભેટવાનું મન થાય છે. ક્યારેક એ ખૂબ અંધારાથી મૂંઝાય છે, તો ક્યારેક વધુ પડતા અજવાળાથી એ અકળાય છે. અંધકાર અને ઉજાસ વારાફરતી આપણો હાથ [...]
[ વ્યવસાયે કલાર્કની ફરજ બજાવતા શ્રી પંકજભાઈ (સુરેન્દ્રનગર) સ્વભાવે સાહિત્યકાર છે. તેમની અનેક વાર્તાઓ અને કૉલમોને લોકપ્રિય અખબારોમાં સ્થાન મળ્યું છે. ફૂલછાબ અખબારમાં ‘મર્મવેધ’ કૉલમ અંતર્ગત પ્રગટ થયેલા તેમના લેખો પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે, જેમાંથી આજે માણીએ બે નિબંધો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pankajsmit@gmail.com [...]
મારું જ નામ ને હું નકશો ભૂલી ગયો છું,
મારા સુધી જવાનો રસ્તો ભૂલી ગયો છું.
છે યાદ કે હતો હું મોંઘો મનેખ અહીયાં;
પણ કેમ થઈ ગયો હું સસ્તો, ભૂલી ગયો છું.
કૂંડા મહીં આ કેકટસ રોપી રહ્યો છું ત્યારે –
ઊગ્યાં’તાં આપમેળે વૃક્ષો ભૂલી ગયો છું.
છેલ્લું રડ્યો’તો ક્યારે એનું નથી સ્મરણ તો
ક્યારે મને મેં જોયો હસતો ભૂલી ગયો [...]
મુજ અધર ઉપર તું એક મજાનું સ્મિત થઈને આવ હવે,
નિ:શબ્દ થયા છે શબ્દ બધા, તું ગીત થઈને આવ હવે.
જો મન ઉપવનનાં પંખીઓ પણ મૌન ધરીને બેઠા છે,
એ ગૂંજન કરવા ચાહે છે – સંગીત થઈને આવ હવે.
છે ભીડ મહી પણ એકલતા એ વાત હવે તું સમજી લે,
આ સાવ અજાણી નગરીમાં મનમીત થઈને આવ હવે.
હૈયામાં છે સૂનકાર [...]
Recent Comments