Browsing all articles in સાહિત્ય
Jun
8

મરજીવા (ભાગ:2) – વીનેશ અંતાણી

[‘મરજીવા’ જાણીતા સાહિત્યકાર શ્રી વીનેશભાઈ અંતાણીની ‘ડૂબકી શ્રેણી’નું બીજું પુસ્તક છે. આ લઘુલેખો બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના માણસોના નાજુક સંવેદનો અને અસીમ ભાવવિશ્વને પ્રગટાવે છે. સંવેદનશીલ સર્જકની કલમ મરજીવાની જેમ માનવમનના અતલ ઊંડાણમાં પ્રવેશીને સાચાં મોતીઓનો સાક્ષાત્કાર કરાવે છે. ‘મરજીવા’માંથી કેટલાક લેખો આપણે અગાઉ માણ્યા હતાં, આજે માણીએ થોડા વધુ લેખો. આપ શ્રી વીનેશભાઈનો આ [...]
Jun
5

મૌનના પડઘા – દત્તાત્રય ભટ્ટ

[‘ગઝલવિશ્વ’ સામાયિકમાંથી સાભાર.] સમંદરની લહેરોમાં લહેરે મૌનના પડઘા, નિરાકારી શબદનાં રૂપ છેડે મૌનના પડઘા. ભલે પર્વતની ટોચથી એ સીધા ખીણમાં ગબડે, પછી ટોચે પહોંચીને ચહેકે મૌનના પડઘા. એ વૃક્ષો, મૂળિયાં ને પાંદડાંઓની જ ભાષા છે, લીલેરાં ને ભીનાં ટહુકે ગહેકે મૌનના પડઘા. દિશાઓનાંય અવલંબન મળે પણ ના મળ્યાં જેવાં, મળે એના લઈ ટેકા અઢેલે મૌનના પડઘા. શબદ છે બ્રહ્મને અવકાશ આખું વ્યાપ્ત એનાથી, સિતારાઓ નથી [...]
Jun
1

માણસનું મધ્યબિંદુ – મૃગેશ શાહ

આ દુનિયાના સૌથી જટિલ કામોમાં જેની નોંધ લઈ શકાય એવું એક કામ છે અને તે છે માણસને ઓળખવાનું. ક્યારેક સૌથી નિકટ રહેતા વ્યક્તિને પણ સમજવાનું મુશ્કેલ થઈ પડે છે. સ્નેહ કે લાગણીના બંધને જોડાયા હોવા છતાં એકમેકના મનનો તાગ પામી શકાતો નથી. કોણ-ક્યારે-કેવા પ્રકારનું વર્તન કરશે તે કળવું મુશ્કેલ છે. ખાસ કરીને એવું બને [...]
May
30

ગઝલ – સિકંદર મુલતાની

['ગઝલવિશ્વ' સામાયિકમાંથી સાભાર.] એટલે તો નિત મઝામાં હોઉં છું, રાત-દી’ તારા નશામાં હોઉં છું ! કેટલી સંતોષવા મથશો મને ? હું છૂપી ઈચ્છા બધામાં હોઉં છું ! સર્વ વ્યાપી છું; અગર માનો મને, ને; ન માનો…ક્યાં કશામાં હોઉં છું !? પ્રેમનાં પુષ્પો ઉરે ઊગી જશે, હું વસંતી વાયરામાં હોઉં છું ! ખીણ, ખંભે ઊંચકી ચાલ્યાં કરું, કેટલી ઉન્નત દશામાં હોઉં છું !? જાણતો; મુજની કમી સાલે [...]
May
29

દડમજલ – અશોક જાની ‘આનંદ’

[વ્યવસાયે ઈજનેરી ક્ષેત્રમાં રહીને સાહિત્યનું સર્જન કરનાર શ્રી અશોકભાઈ જાની ‘આનંદ’ના ગીત અને ગઝલ સંગ્રહ ‘દડમજલ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી અશોકભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ashokjani_23@yahoo.co.in અથવા આ નંબર +91 9879565012 પર સંપર્ક કરી શકો છો.] [1] તો બહુ થયું મારું તને સ્મરણ મળે તો બહુ થયું, તે [...]
May
17

સફળતાનો રાજમાર્ગ – સુધીર દેસાઈ

[‘જલારામદીપ’ સામાયિક (વડોદરા)માંથી સાભાર.] જીવનમાં સતત આગળ વધ્યા કરવું હોય તો એને માટેના રસ્તાઓ શોધ્યા જ કરવા પડશે. જીવનમાં એક જ સમસ્યા નથી હોતી. જુદા જુદા પ્રકારની અનેક સમસ્યાઓ સતત આવ્યા જ કરતી હોય છે અને એ બધી સમસ્યાઓમાંથી રસ્તો કાઢીને આગળ ને આગળ વધ્યા કરવાનું છે. એમાં જ જીવનનો સાચો આનંદ છે અને જીવનના અંત [...]
May
16

ઝાકળના ઝગારા – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જે પળે આયુષ્યના ખાલી પટારા નીકળ્યા, સૌ ઉપરછલ્લા ઘડીભરના ઠઠારા નીકળ્યા. સ્હેજ જ્યાં ભીતર ગયા સંબંધ શું છે જાણવા, આ સગાંવ્હાલાંય ઝાકળના ઝગારા નીકળ્યા. કોણ બીજું જાય વરસી ? એ જ અંધાર્યા હતા, ભરદુકાળે વાદળાં જેવા મૂંઝારા નીકળ્યા. કેટલાં વરસો થયાં’તાં આમ તો એ વાતને, કોઈ ફૂંકીને ગયું તાજા તિખારા નીકળ્યા. કોઈની પાસે કરી બે વાત મન ખોલી અહીં, ગઈ વગાડી બોલનારા સૌ નગારાં [...]
May
15

તથા કુરુ – રાજેન્દ્ર શુક્લ

વદી વદી વદ્યા ગરુ, યથેચ્છસિ તથા કુરુ. ભર્યો છે ભીતરે ચરુ, યથેચ્છસિ તથા કુરુ. ન ખોટું કે નથી ખરું, યથેચ્છસિ તથા કુરુ. જે સૂઝ્યું તે કર શરૂ, યથેચ્છસિ તથા કુરુ. નથી સરલ ન આકરું, યથેચ્છસિ તથા કુરુ, થશે બધું ય પાધરું, યથેચ્છસિ તથા કુરુ. ન ઘેરશે તને ધરું, યથેચ્છસિ તથા કુરુ. ટકી શકે ન છાપરું, યથેચ્છસિ તથા કુરુ. ભલે ન મન કહ્યાગરું, યથેચ્છસિ [...]
May
14

બે અક્ષર જિંદગીના – ભૂપત વડોદરિયા

[ જીવનપ્રેરક વાતોના પુસ્તક ‘બે અક્ષર જિંદગીના’માંથી કેટલાક લેખો આપણે અગાઉ માણ્યા હતા. આજે આ પુસ્તકમાંથી થોડાક વધુ લેખો સાભાર માણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] અર્થપૂર્ણ શબ્દ અંતરમાંથી આવે છે એક મિત્રે એના સમવયસ્ક મિત્રને કહ્યું : ‘તમે કેટલુંક લખ્યું છે અને મેં પણ કેટલુંક લખ્યું છે. પણ કોઈ વાર હું [...]
May
10

અવાજોની બંદિશો – જનક ત્રિવેદી

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક એપ્રિલ-2004માંથી સાભાર.] અવાજોની એક વિશિષ્ટ દુનિયા છે – રેલવે. આંખો ખૂલી રાખી માત્ર જોયા કરો તો અહીં અનોખા દશ્યોનો કોઈ પાર નથી. એમ આંખો બંધ રાખી માત્ર કાન સરવા રાખી સાંભળતા રહો તો અવાજોની એક અનોખી દુનિયા તમારા ચિત્તમાં ખડી થાય. દશ્યો અને અવાજોએ રેલવેને અન્યથી અલગ માહોલ રચી આપ્યું છે. સૌને સમાન રીતે [...]
May
8

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ, બધા જ હાથમાં ઊભા હતા હથોડી લઈ. ઘણાય લાગણી ઉઘરાવતા ફરે કાયમ, સદાય આંસુ-ઉદાસીની કાંખઘોડી લઈ. કદીક કોઈને પૂછ્યું હતું અટકવું’તું, બધું બગાડી મૂક્યું છે સ્વયમનું ફોડી લઈ. ગયું’તું ડૂબી બધું કાલ મરજીવાનું પણ, સવાર પડતાં ગયો દરિયે ફરી હોડી લઈ. ઉદાસ ડાળ પછી સાંજ લગી રહી રડતી, ઘડીક કોઈ થયું ખુશ ફૂલ તોડી લઈ. રહ્યો [...]
May
8

ગઝલ – છાયા ત્રિવેદી

તળિયા લાગણીના બળતા લઈ ફરું છું, રણમાં થોરની એકલતા લઈ ફરું છું. પરીક્ષા ફૂંકની છે, અજમાવીને જો તું, હું તો વાંસની પોકળતા લઈ ફરું છું. સૂરજની હવે જો, પરવા છે ય કોને ? થોડાં આગિયા ઝળહળતાં લઈ ફરું છું. કંઈ નહિ હાથ આવે, રહેવા દે તું શોધવું, ખિસ્સામાં નરી શૂન્યતા લઈ ફરું છું ! શબ્દોની દીવાદાંડી કાયમ રહેશે…., દરિયા શ્વાસના ઓગળતા લઈ ફરું છું.
May
4

સડકના સૂર – વર્ષા તન્ના

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ લલિતનિબંધોના સુંદર પુસ્તક ‘મૌન મલકે શબ્દો છલકે’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રીમતી વર્ષાબેનનો (સાંતાક્રુઝ, મુંબઈ) ખૂબ ખૂબ આભાર. તેમની ઘણી કૃતિઓ ‘અખંડ-આનંદ’, ‘નવનીત’ વગેરે જેવા સામાયિકો સહિત ‘મુંબઈ સમાચાર’, ‘જન્મભૂમિ’ વગેરેમાં સ્થાન પામતી રહી છે. આપ તેમનો સંપર્ક આ નંબર પર +91 9820738467 અથવા tanna.varsha@rediffmail.com પર કરી [...]
May
2

મુલાકાત થઈ – દિવ્યા રાજેશ મોદી

લ્યો, પવનની ગતિની શરૂઆત થઈ; પાંદડીમાં પરસ્પર કશી વાત થઈ. એટલે તો ભ્રમર મંડરાયા અહીં, મ્હેંકની ફૂલ દ્વારા રજૂઆત થઈ. મેં મારા માહ્યલામાં કરી જો નજર, જાત સાથે અચાનક મુલાકાત થઈ. આ તમારાં નયનમાં ઢળે સાંજ પણ, ને તમારે ઈશારે પછી રાત થઈ. એક તણખો સ્મરણનો થયો’તો પ્રથમ, તે પછી ચોતરફ આગની વાત થઈ. હું ગઝલને ઘડું ને ગઝલ પણ મને, આંગળીમાં વહે રક્ત જઝબાત થઈ.
Apr
25

ગઝલ – ભગવતીકુમાર શર્મા

માણસને ઓળખું નહીં, ઈશ્વરને ઓળખું; કારણ છે માત્ર એ કે હું ભીતરને ઓળખું. ગોચરને ઓળખું ને અગોચરને ઓળખું; સૌથી વધારે મારા જૂના ઘરને ઓળખું. માણસનો પાર પામવો મુશ્કેલ છે ઘણું; બાકી તો સત્ય, ત્રેતા ને દ્વાપરને ઓળખું. ઈશ્વર ભણીનો માર્ગ છે પ્રેમાશ્રુધારમાં; છે વ્યર્થ, હું સુવર્ણ કે પથ્થરને ઓળખું. હું ભુલભુલામણીમાં પડ્યો પુષ્પ કેડીએ; રસ્તો તરત મળે જો હું ઠોકરને [...]
Apr
19

મારામાં જીવતું મારું ઘર – મનસુખ સલ્લા

[ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર. આપ શ્રી મનસુખભાઈનો (અમદાવાદ) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9824042453.] ઘરની મહોબ્બત વર્ણવતાં કોઈ થાક્યું નથી, થાકશે નહિ. એની માયા અદ્વિતીય હોય છે. ત્યાં દેવકી અને યશોદાની સાથે જ પ્રાપ્તિ થાય છે. એવી હૂંફ અને કાળજી જીવનમાં પછી દુર્લભ હોય છે. અબોધતા અને સ્વીકારની આ એવી મોહક સૃષ્ટિ [...]
Apr
17

ગઝલ – આબિદ ભટ્ટ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] અમે વાટ જોઈ વળાંકે વળાંકે, અને આશ ખોઈ વળાંકે વળાંકે. ન આગળ જવાયું, ન પાછળ જવાયું, પછી આંખ રોઈ વળાંકે વળાંકે. અમે નીકળ્યા એક એવા ભરોસે, પ્રતીક્ષા કરે કોઈ વળાંકે વળાંકે. મને કંઈ ખબર ના કે મેળાપ શું છે ? ખમી મેં જુદાઈ વળાંકે વળાંકે. કદી શબ્દ મરહમ બનીને ના આવ્યા, અમે આંખ લોઈ વળાંકે વળાંકે. હતો સ્વર્ગનો ઢોળ ઝાઝો ટક્યો ના, ગઈ જોનવાઈ [...]
Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

Professional Web Hosting with Neepra.com

RSS Top 5 blogs at WP

Blogroll