Browsing all articles in ગઝલ
Jul
18

સચ કા સામના – રિષભ મહેતા

[‘નવનીત સમર્પણ’ મે-2010માંથી સાભાર.] ઊભા છો આપ કે અટકી ગયા છો ? લો, જવાબ આપો. હજી નીકળ્યા જ કે પહોંચી ગયા છો ? લો, જવાબ આપો. નથી સમજી શકાતું ખુશનુમા ચહેરો નિહાળીને હસ્યા કે આપ આંસુ પી ગયા છો ? લો, જવાબ આપો. હજી ગઈ કાલ સુધી ફૂલને ઓળખતા પણ નો’તા અચાનક આજ કાં મહેકી [...]
Jul
18

તો તુ શું કરીશ ? – મુકેશ જોષી

ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

- મુકેશ જોષી

Jul
17

અષાઢમાં : મનોજ ખંડેરિયા

( ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં…  ફોટો : મિલિન્દ ગઢવી ) એવા ભર્યાં છે શું ભલા જંતર અષાઢમાં, ફૂલોની જેમ ફોરતા પથ્થર અષાઢમાં. ભૂરકી છવાઈ જાય છે આંખોમાં એવી કે, જે જે નિહાળો તે બધું સુંદર અષાઢમાં. કોઈ તરસતી છે જો યુવાની ધરા રુપે, કોઈ વરસતું હૈયું છે અંબર, અષાઢમાં. જોજે ન લાગે [...]
Jul
16

રહી ગઈ! – સ્વ. મહેન્દ્ર ‘સમીર’

Author Manav    Category ગઝલ     Tags ,
ખલકતની સાહ્યબી તો તમારે રહી ગઈ સહુ અલ્પતા જ ભાગે અમારે રહી ગઈ! આહો રૂદન અમારાં છુપાયાં ન રાતથી ઝાકળ રૂપે નીશાની સવારે રહી ગઈ! સારૂં થયું હે કાળ! સમય સાચવી ગયો અમ આબરૂ તો તારા પ્રહારે રહી ગઈ! કહેવી ઘણી ય વાત હતી કિંતુ હે ખુદા! જીવન-કિતાબ મારી મઝારે રહી ગઈ! લાવીને માંડ આયખું [...]
Jul
16

ગઝલ – ગૌરાંગ ઠાકર

જે ગમે તે બધું કરાય નહી, ઢાળ પર જળનું ઘર ચણાય નહી. આંગણે આવી ચકલી પૂછે છે, બારણું પાછુ ઝાડ થાય નહી? એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે, કોઈના પણ કદી થવાય નહી. દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે, કોઈ બાળક વગર ભણાય નહી સાંજ પડતા તો સાવ ખાલી થાઉ, ઘેર પડછાયો પણ લવાય નહી. મા નથી ઘરમાં બાપ ઘરડો છે, પણ [...]
Jul
16

મરવાનું મન થયું – અમર પાલનપુરી

સ્વર - સંગીત : હરીશ સોની

This text will be replaced

તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું;
બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું.

ખોળામાં જ્યારે કોઈના માથું મૂકી દીધું;
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.

દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?

દીઠી જ્યાં મસ્ત ઝૂલ્ફ ને ચકચૂર આંખડી,
તૈબાને ઘોળી, પ્યાલીઓ ભરવાનું મન થયું.

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ;
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું!

- અમર પાલનપુરી

Jul
15

હવે આ તરફ પણ નિકળતા રહો – હેમંત ઘોરડા

Author Manav    Category ગઝલ     Tags ,
હવે શબ્દને યાદ કરતા રહો, હવે મૌનને પણ તરસતા રહો. હવે કારણો ક્યાં છે સંબંધના? હવે જીન્દગીમાં અમસ્તા રહો. હું વેરાન દિવસોનો વિસ્તાર છું, તમે પણ ક્ષણોમાં ભટકતા રહો. હું દોરું છું આકૃતીઓ શ્વાસમાં, તમે પણ હવાને પકડતા રહો. હવે દર્દના રણમાં ભટકું છું હું, તમે પણ સૂરજમાં સળગતા રહો. હવે ક્યાં કોઈ એક જગા [...]
Jul
15

ગઝલ – આદિલ મન્સૂરી

સર્વ કળીઓના ખ્વાબમાં આવી તારી ખુશ્બૂ ગુલાબમાં આવી. આંખ પ્યાલીમાં ઓગળી ગઇ છે, કોની છાયા શરાબમાં આવી ! તારા હૈયે જે વાત ઘૂંટાઇ, જો એ મારી કિતાબમાં આવી. એણે જ્યારે નજર કરી ઊંચી, રોશની આફતાબમાં આવી. લાખ પત્રો લખ્યા હશે ત્યારે, એક લીટી જવાબમાં આવી. પ્રેમનો દાખલો ફરી માંડો, ભૂલ પાછી હિસાબમાં આવી. - આદિલ મન્સૂરી આજે માણીએ, એક આદિલીયતભરી ગઝલ…
Jul
13

તકદીર ખુદ ખુદાએ લખી – જલન માતરી


સ્વરાંકન / સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
સારું થયું કે કોઈ આ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા,
કે મારવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવ શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

મૃત્યુની ઠેસની વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.

Jul
13

શોધે – નયના જાની

અંધારે ચાંદરણું શોધે ડૂબતો માણસ તરણું શોધે નથી નથીનાં ગૂઢ પ્રદેશે હશે હશેનું શરણું શોધે. સૂકેલાં પર્ણો ખખડીને લીલુંછમ સંભારણું શોધે. અડાબીડ અંધારું જંગલ કિરણ તેજનું હરણું શોધે. કાંટાળી કેડીને મારગ અધવચ્ચે ફૂલખરણું શોધે. ભવરણ તડકે ધખે મુસાફિર વ્હાલપનું નિર્ઝરણું શોધે - નયના જાની શોધ એટલે આશા. શોધ એટલે ગતિ. શોધ એટલે જીવન.
Jul
12

આ રાહદારીનો નથી રસ્તો – અમિત ત્રિવેદી

Author Manav    Category ગઝલ     Tags ,
સમજો જરા, આ રાહદારીનો નથી રસ્તો, બોલો બધા, આ રાહદારીનો નથી રસ્તો. મારા હ્યદયદ્વારે તમે આવી ગયા છો પણ, થોભો જરા, આ રાહદારીનો નથી રસ્તો. શાને કરો છો રોજ ઇન્ટરનેટ પર પૂજા, જાણો ખરાં ? આ રાહદારીનો નથી રસ્તો. થાકી નથી જાતા અમે ફરતા પ્રણય રસ્તે, બોલો ખરાં, આ રાહદારીનો નથી રસ્તો. શબ્દો બધાં ખૂલ્યાં [...]
Jul
11

દોડતો રાખ્યો મને…!

સ્વપ્ન જેવા ઝાંઝવાએ દોડતો રાખ્યો મને જે નથી, એ પામવાએ દોડતો રાખ્યો મને કઈ હદે પહોંચ્યાં પછી અનહદ ગણાશું વિશ્વમાં એ વિષે વિચારવાએ દોડતો રાખ્યો મને મનઘડન અંધાર ઓઢી માત્ર ખુદને ઓળખે એ ખૂણા અજવાળવાએ દોડતો રાખ્યો મને જો ચડે તો કેમ ઊતરતાં નથી વળ ગર્વનાં ? એ હકીકત જાણવાએ દોડતો રાખ્યો મને શ્વાસ ‘ [...]
Jul
11

મન વગર – ચિનુ મોદી ‘ઈર્શાદ’

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

*****

અમેરિકાના પશ્ચિમ તરફના અખાતી વિસ્તાર (west coast - bay area) માં વસતા ગુજરાતીઓ માટે ખાસ જાહેરાત…

ડગલો રજુ કરે છે - શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’ સાથે એક સંવાદ, July 11, 2010, Sunnyvale CA

Jul
11

વરસોના વરસ લાગે ! – આશિત હૈદરાબાદી

Author Manav    Category ગઝલ     Tags ,
પ્રતિષ્ઠા સ્થાપવા બેશું તો વરસોના વરસ લાગે , બુકાની છોડવા બેસું તો વરસોના વરસ લાગે ! છે સહેલું કામ ને તો પણ કહે છે જોઈલો કેવું ? અરીસો ફોડવા બેસું તો વરસોના વરસ લાગે ! તેં ચસ્માને ફગાવીને ક્ર્યા છે કચના કટકા , ફરીથી જોડવા બેસું તો વરસોના વરસ લાગે ! બરફ તો પીગળે પળપળ, [...]
Jul
11

ગઝલ – રશીદ મીર

[‘ગઝલવિશ્વ’માંથી સાભાર.] તારી ભરપૂરતાના સમ ખાવું, આવ, ખાલીપણાને છલકાવું. સાંજ ઢળતાં જો આપ આવો તો, રાતરાણીની જેમ મહેકાવું. આ અબોલાંય બોલકાં છે બહુ, કોને કોને જઈને સમજાવું ? દર્પણોની ગલીમાં ઊભો છું, લાવ ચહેરો જરાક સરખાવું ! દેહ પર સેંકડો ઉઝરડા છે, વાંસવનમાં પડ્યું છે અટવાવું. આપને ઝાંઝવા મળ્યાં રણમાં, હું તો ઘરમાં રહીને ભરમાવું. ‘મીર’ આવાગમન તો રહેવાનું, હું ગયો છું તો પાછોયે આવું.
Jul
10

રસ્તો કરી જવાના : અમૃત ઘાયલ

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના ! કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ? દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. એક આત્મબળ અમારું, દુ:ખ માત્રની દવા છે, હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના. સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે [...]
Jul
10

મનોજ પર્વ ૧૨ : જળ

‘હસ્તપ્રત’માંનું પંચતત્ત્વ વિશેનું ગઝલગુચ્છ વિશેષ ઉલ્લેખનીય છે. વાયુ, આકાશ, અગ્નિ, પૃથ્વી અને જળ જેવાં પંચતત્ત્વનું અહીં થયેલું નૂતન અર્થઘટન કવિની ચિંતનપ્રવણતાનું પરિચાયક બને છે, તો કવિતાના દ્રાવણમાં ઓગળીને થયેલું કથયિતયનું નિરૂપણ કવિની સર્ગશક્તિનું ધોતક પણ બની રહે છે. માટીમાંથી ઉદૂભવતાં અને માટીમાં ભળી જતાં, અગ્નિ અને આકાશમાં ઓગળી જતાં કે પવનના પાતળાં પોતમાં અને પાણીના પ્રવાહી રૂપમાં એકાકાર થઈ જતાં દેહની તત્ત્વગર્ભ વાત અહીં ગઝલના રસાયણમાં ભળીને આવે છે ત્યારે ગઝલનું નવું જ પરિમાણ પ્રગટી ઊઠે છે. ર્દષ્ટાંત તરીકે ‘જળ શીર્ષકની ગઝલના મત્લા અને મક્તાના શે’ર પ્રસ્તુત છે -

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

*  *  *  *  *

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

મનોજ ખંડેરિયાની ગઝલોમાં આમ આત્મનિરીક્ષણને પરિણામે પ્રગટતા ચિંતનની સરવાણી સતત વહે છે, તો સાથેસાથ કવિની ભાવસૃષ્ટિ કાવ્યાત્મક પશ્ર્ચાદભૂમાં પણ ચિંતનાત્મક રૂપ ધરે છે. ગઝલના શિલ્પમાં સિધ્દ્ર થતું આવું વિચારસૌન્દર્ય ગઝલ ને મનભર બનાવ છે અને સહૃદયના ચિત્તકોષને અજવાળે છે.

- નીતિન વડગામા

***********

(કાગળની હોડી…..Photo : A Daily Photo of Brooklyn)

સ્વર-સંગીત : અમર ભટ્ટ

This text will be replaced

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં ઠીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ

કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ

માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ

જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ

સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા-
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

- મનોજ ખંડેરિયા

Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

Professional Web Hosting with Neepra.com

RSS Top 5 blogs at WP

Blogroll