સાધના કરવી પડે – કિરણકુમાર ચૌહાણ
ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે. એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો, એના માટે પણ જગતમાં નામના કરવી પડે. આપવા માગે જ છે તો આટલું દઇ દે મને, યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે ! આપણે એવી રમત રમવી નથી જેમાં સતત, અન્ય હારી જાય એવી કામના કરવી પડે. આમ તો [...]ગઝલ – જયંત સંગીત
આંધળી આંખે બધું જોતાં રહે છે ટેરવાં, સ્પર્શનું રૂપાંતરણ કરતાં રહે છે ટેરવાં. એકબીજામાં ભળીને ઓગળી જાતું સકલ, ને સપાટી પર ફકત તરતાં રહે છે ટેરવાં. ના થવાની તૃપ્ત હું ક્યારેય પણ વ્હાલી સખી, રોજ મારામાં તરસ ભરતાં રહે છે ટેરવાં. આ દિવસની માછલી પણ હાથમાં રહેતી નથી, ને ઉપરથી રાત ખોતરતાં રહે છે ટેરવાં. શું કહું ? શરમાઉં છું કહેતા તને સંગીતયા, એમને [...]પહેલી પ્રીત – રતિલાલ ‘અનિલ’
યૌવનની પ્રીત પ્હેલી, ફાગણની રંગહેલી ! હૈયુ અતિ અધીરું ને આંખ સાવ ઘેલી ! નયને કટાક્ષ આછા વાણી પ્રીતે રસેલી, હૈયામાં પ્રીત જાણે મ્હેંકી ઊઠી ચમેલી! પ્રસરે છે એમ બાહુ, વીંટળાય છે જેમ વેલી. શરમાઈ તે રહ્યાં છે, મેં સાવ લાજ મેલી! ઈર્ષ્યાળુ કેટલી છે, ઊગી ઉષા વહેલી! જોઈ રહ્યાં છો સ્વપ્નો ! કાં આંખ છે ઢળેલી ? તારી શરમની લાલી ગુલમ્હોરમાંય રેલી [...]ગઝલ – અશરફ ડબાવાલા
અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી, આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી. બેઉ છેડા પર પતનની શક્યતા ભારે હતી; એટલે સમજી વિચારી મધ્યની પૂજા કરી. હું સમર્પિત થઈ ગયો નખશિખ શમણાંઓ ઉપર, એણે તો સન્મુખ કે બસ શક્યની પૂજા કરી. ટેવવશ તેં તો ‘તથાસ્તુ’ કહી મને ટાળ્યો હશે, મેં તથાસ્તુમાં રહેલા તથ્યની પૂજા કરી. છે અનુયાયી ગઝલના પંથનો ‘અશરફ’ ખરો, એણે જીવનભર હૃદયના [...]ગઝલ – અનિલ ચાવડા
એકધારા દોડવાની તું મૂકી દે ટેક, પ્લીઝ ! રાખ તારી સ્પીડ પર થોડીઘણી તું બ્રેક, પ્લીઝ ! રોક, મારામાં પડેલી આ તિરાડો રોક, દોસ્ત ! ભીતરેથી રોજ થાતો જાઉં છું હું ક્રૅક, પ્લીઝ ! પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે, બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ. કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું, ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કેક, પ્લીઝ [...]ગઝલ – સ્મિતા પારેખ
જિંદગી કેવી અધૂરી હોય છે ! ક્યાં પિછાણી એને પૂરી હોય છે ? એક હો તો મૂલ્ય છે આ શૂન્યનું, પ્રેમ જીવનમાં જરૂરી હોય છે. કોણ જાણે કેવી મજબૂરી રહી ? હોય પાસે તોય દૂરી હોય છે. વાતવાતે આમ હસતી હોઉં છું , વેદના ભીતર ઢબૂરી હોય છે. રોજ આવે રક્તવર્ણી સાંજ આ , એક ઇચ્છા રોજ ઝૂરી હોય છે. - સ્મિતા પારેખ એક સરળ સહજ [...]ખાલી ઘડો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
શ્વાસ ખખડે છે અને વાગે છે, સાવ ખાલી ઘડો આ લાગે છે. કોણ તારા વિશે ગઝલ લખવા- આમ મારામાં રોજ જાગે છે ? ઓણ ચોમાસું ઝટ ગયું બેસી, ને બધાં સ્વપ્ન તો નિભાડે છે. એક વેળા ફૂટી જઈ માણસ, જિંદગીભર કરચ ઉપાડે છે. ટેવવશ સાવ કાચા નખ જેવી- રોજ મિસ્કીન રાત કાપે છે. - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ કાચી ઈંટોને હજુ નિભાડામાં સીંચી માંડ હોય અને ત્યારે [...]ગઝલ – વજેસિંહ પારગી
સપનાં કમળનાં દઈને વધુ ના સતાવ રે, છે આંખ મારી જન્મથી સૂકું તળાવ રે. છૂટી ગયાં સગપણ પછી ઘરનો લગાવ શું ? વણજાર છૂટી ને રહ્યો સૂનો પડાવ રે. ના હાથ મારે બાગ, ના હૈયે વસંત છે, તું ના હવે મારી કને ગજરો મગાવ રે. હસવું પડે તો હસ અને રડવું પડે તો રડ, કરવું પડે તે કર, નથી બીજો બચાવ રે. મરજી [...]અજવાળાનું – રતિલાલ બી. સોલંકી
કાયમ હો કે વચગાળાનું, વળગણ સૌને અજવાળાનું. સંબંધોને અંકગણિત બસ, માફક આવે સરવાળાનું. લગભગ ચોરી એ જ કરે છે, કામ કરે જે રખવાળાનું. શત્રુની તાકાત નથી આ, કાવતરું છે ઘરવાળાનું. સોળ અહીં ને આંસુ ત્યાં છે, કેવું બંધન વરમાળાનું ! ભર બપોરે ટાઢક-ટાઢક, શમણું આવ્યું ગરમાળાનું. - રતિલાલ બી. સોલંકી કયા શે’ર વિશે લખવું એની મૂંઝવણ થઈ આવે એવા બળુકા એકેક શે’ર… સૌને અજવાળાનું જ વળગણ હોવાની કેવી [...]ગઝલ – સુરેશ વિરાણી
ખુદની કિંમત જો તમે આંકી શકો, શક્ય છે બ્રહ્માંડને માપી શકો. કાળમીંઢા કાળજા કૂણા પડે ! સાવ સાચું સ્મિત જો આપી શકો. આવનારી પેઢીઓ લણતી રહે, સદવિચારો જો તમે વાવી શકો. માછલીએ પૂછ્યું માછીમારને : આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ? આ પવનની પાલખી તૈયાર છે, પુષ્પતાને જો તમે પામી શકો. - સુરેશ વિરાણી પોતાની જાતની ‘સાચી કિંમત’ આપણે આંકી જ ક્યાં શકીએ છીએ? કાળમીંઢા કાળજાને [...]વાર્તા મારી મળી
વાર્તા મારી મળી - રૂપલ પટેલ
વાર્તા મારી મળી, આ વ્યથા સારી મળી,
નામ દુશ્મનોનું હતું ‘ને “એમની” કારી મળી.
રણમાં જો ભુલા પડ્યા તો નદીઓએ ખારી મળી,
હ્ર્દયના ખૂણે બાઝેલી યાદોની છારી મળી.
રાતભર જો જાગી તો ચાન્દની યારી મળી,
સુકા હોઠને ભીંજવવા ઝાકળની ઝારી મળી.
બસ એને જોતા રહ્યા ચીજ શું પ્યારી મળી,
“રૂપ”ની આંખોને ભીની પાંપણો તારી મળી.
પાગલ છે
પાગલ છે - રૂપલ પટેલ
નામ એક બોલ્યા કરે છે પાગલ છે, ઝખ્મો પમ્પાળ્યા કરે છે પાગલ છે.
કોઈ જ્યાં રહેતું નથી એ મહેલમાં જઈને દીવા પ્રગટાવ્યા કરે છે પાગલ છે,
ફર્યા કરે છે સુક્કા ભઠ્ઠ તણખલાં વચ્ચે સાવ સળગતો પાલવ લઈને પાગલ છે.
આન્ધળા બહેરા અરીસા વચ્ચે રાતભર ગઝલો સમ્ભળાવ્યા કરે છે પાગલ છે.
ક્યાંક ભૂલમાં હસી પડે તો થઈ જઈ ઉદાસ કેટલું મુરઝાયા કરે છે પાગલ છે.
કોઈ અત્તરની શીશીને શ્વાસમાં ફોડી દિલમાં ઉતાર્યા કરે છે પાગલ છે.
હાથમાં ફૂલછાબ, લોહીઝાણ નયનો લઈ કોઈને કરગર્યા કરે છે પાગલ છે.
ઝાંઝવાના જળની વચ્ચે ‘રૂપ’ વર્ષોથી હોડી હંકાર્યા કરે છે પાગલ છે.








