Browsing all articles in કાવ્યો
Jul
29

હોય છે…!

જિંદગી થઈ અવતરેલી હોય છે એ તરસ, છળથી મઢેલી હોય છે આમ સુક્કા લાગતા પેટાળમાં કોઇ સરિતા ઊતરેલી હોય છે છે અજાણ્યું કોણ એ વૈભવ થકી ? ફળસભર ડાળી નમેલી હોય છે છે હજૂ આજેય પડછાંયો અજય કદ મુજબ હદ વિસ્તરેલી હોય છે નામ આપ્યું હોય ઈચ્છાનું ભલે પણ,અનિચ્છા વર્ણવેલી હોય છે ! કાચઘરમાં કેદ [...]
Jul
23

આપણે…રત રહ્યાં !

આપણે બસ આપણામાં રત રહ્યાં ધૂંધવાતા તાપણામાં રત રહ્યાં કોઇવેળા ભાનમાં આવ્યા હશું મોટેભાગે, ધારણામાં રત રહ્યાં ! કંઇ રહ્યું નહીં પર્વ જેવું ,છેવટે પાછલા સંભારણામાં રત રહ્યાં જેટલું  ભરતા ગયા- ખાલી થયું છિદ્રશાળી ઠામણામાં રત રહ્યાં ! ભૂલમાંથી કોઇ  કંઇ શીખ્યું જ નહીં વળ ચડેલા તાંતણામાં રત રહ્યાં ! એક આંખે આંસુ, બીજીમાં હરખ [...]
Jul
21

ગુજરાતી શબ્દ અને સંગીત મહોત્સવ… શિકાગોમાં !

આપણા NRI કવિ ડો. આશરફ ડબાવાલાને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા આપાતું ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અને આઇ.એન.ટી.(INT)નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયો છે.  તેમના કાવ્યસંગ્રહ ‘ધબકારાના વારસ’ને ભાવનગર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં આવેલ છે.  છેલ્લાં ૧૫ વર્ષથી ડો.ડબાવાલા ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થા થકી ગુજરાતી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કરી શિકાગો વિસ્તારમાં આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રચાર ને પ્રસારમાં પ્રવૃત્ત છે.

ડો.ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવા ‘શિકાગો આર્ટ સર્કલ’ના મિત્રોએ ૭મી ને ૮મી ઓગસ્ટે શબ્દ ને સંગીતના મહોત્સવનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમો વિષે વધારે માહિતી નીચેના ફ્લાયરમાંથી મળી શકશે.

flyer_program_aug07_08_2010

આ મહોત્સવની જવલંત સફળતા માટે મારા અને તમારા તરફથી ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રોને અઢળક શુભેચ્છાઓ…

Jul
11

દોડતો રાખ્યો મને…!

સ્વપ્ન જેવા ઝાંઝવાએ દોડતો રાખ્યો મને જે નથી, એ પામવાએ દોડતો રાખ્યો મને કઈ હદે પહોંચ્યાં પછી અનહદ ગણાશું વિશ્વમાં એ વિષે વિચારવાએ દોડતો રાખ્યો મને મનઘડન અંધાર ઓઢી માત્ર ખુદને ઓળખે એ ખૂણા અજવાળવાએ દોડતો રાખ્યો મને જો ચડે તો કેમ ઊતરતાં નથી વળ ગર્વનાં ? એ હકીકત જાણવાએ દોડતો રાખ્યો મને શ્વાસ ‘ [...]
Jul
11

મન વગર – ચિનુ મોદી ‘ઈર્શાદ’

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

*****

અમેરિકાના પશ્ચિમ તરફના અખાતી વિસ્તાર (west coast - bay area) માં વસતા ગુજરાતીઓ માટે ખાસ જાહેરાત…

ડગલો રજુ કરે છે - શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’ સાથે એક સંવાદ, July 11, 2010, Sunnyvale CA

Jul
9

વરસાદમાં…

કેવું  હ્રદય હરખાય છે વરસાદમાં ! નમણાંશ બમણી થાય છે વરસાદમાં હોઠે ન આવી હોય એ વાતો બધી શબ્દોવગર થઈ જાય છે વરસાદમાં ! તન મન દઝાડે જે પવન વૈશાખમાં મલ્હાર ગાતો વાય છે વરસાદમાં પાલવ ધરાનો કેટલો શોભે હરિત ! સુંદરપણું છલકાય છે વરસાદમાં ખળખળ વહે છે સ્વપ્ન,જીવન સીંચતાં કાંઠા સજીવન થાય છે વરસાદમાં [...]
Jul
6

…જેવી લાગશે.

જિંદગી પ્રત્યેક પળ  જંજાળ જેવી લાગશે મન હશે ઉદ્વિગ્ન તો તો, ફાળ જેવી લાગશે હોય મતલબ ત્યાંસુધી સહુ  વ્હાલસોયું  હોય છે પણ, પછી હર શખ્સિયત કંગાળ જેવી લાગશે ! રાખવા પડશે  હિસાબો  ખામી-ખૂબી બેયનાં આખેઆખી જાત નહીંતર, આળ જેવી લાગશે કોઇવેળા સ્વપ્ન તૂટે, કોઇવેળા લાગણી તડ ગમે તે હો, પ્રથમ તો વાળ જેવી લાગશે વાસ્તવિક્તા [...]
Jul
2

લખું છું ગઝલમાં…!

અણીશુદ્ધ તડકા લખું  છું ગઝલમાં મઠારેલ સપના લખું છું ગઝલમાં હતી કાલ જે માત્ર કેડી, અમસ્તી હવે એને રસ્તા લખું છું ગઝલમાં તફાવત બધા, ખાસિયત થઈ ગયા છે હજૂ તો હું અડધા લખું છું ગઝલમાં ! અસંભવ ગણી, ચાતરે માર્ગ લોકો હું  એનાય નક્શા લખું છું ગઝલમાં ! હવે ક્યાં રહ્યું છે અજાણ્યાપણું કંઇ ખુદાને [...]
Jun
29

તું ક્યાં જશે…!

જાતથી ગભરાઈને તું ક્યાં જશે આડશે  ઢંકાઈને તું ક્યાં જશે  ! કેટલું ચાલ્યા જ કરવું છે હજૂ આટલો લંબાઈને તું ક્યાં જશે તું જ મારણ શોધ, તારા ઝેરનું ગર્વથી છલકાઈને તું ક્યાં જશે કમકમાટી ભેળવી તેં, શ્વાસમાં રક્ત પીને-પાઈને તું ક્યાં જશે ! કોઈ પાસે ક્યાં હતી સંજીવની મોતથી સંતાઈને તું ક્યાં જશે તું ય [...]
Jun
29

છોડી દેજો…!

અડધું રહીને, અડધામાંથી  છલકાવાનું છોડી દેજો માણસ થઈને માણસમાંથી વટલાવાનું છોડી દેજો ! વાવ્યું એવું લણવાની તૈયારી સાથે વાવ્યું છે, તો અમથેઅમથું અવળા  રસ્તે ફંટાવાનું છોડી દેજો તડકા સાથે લાંબો-ટૂંકો  પડછાંયો  થાવાનો સહુનો કેવળ છાંયો  ઝંખી ખુદને ભરમાવાનું  છોડી દેજો પાણી તો પાણી છે ભઈલા ! વહેતું રહેશે ઢાળે-ઢાળે આંતરવા  રસ્તો, પાણો થઈ ખડકાવાનું છોડી [...]
Jun
29

સજીવન થશે…!

સહેજ પગરવથી રસ્તો સજીવન થશે મૃત ગણાયેલ પડઘો સજીવન થશે નહીં ટકે એકક્ષણ પણ તમસ, વિશ્વમાં સૂર્ય ઉગતાં જ તડકો સજીવન થશે બહુજ અઘરૂં છે તૂટ્યા પછી, જોડવું પણ પ્રયત્નોથી નક્શો સજીવન થશે ચાલ, ઈતિહાસને ખોતરી જોઈએ શક્ય છે મૂળ તથ્યો સજીવન થશે જાળવીને જરા ખોલજો સંસ્મરણ મન ઉઘડતાં જ કિસ્સો સજીવન થશે છે જરૂરી  [...]
Jun
29

ઠપકો ય વહાલો લાગશે !

વહાલસોયાં સાદનો પડઘો ય વહાલો લાગશે ઘર તરફ દોરી જતો રસ્તો ય વહાલો લાગશે ઓળખીતા સ્પર્શની  સંવેદના વાગોળતાં લાગણીના દર્દનો સણકો ય વહાલો લાગશે હાથના છાલાં ઘડે લઈ આંસુભીનો લોટ, એ ભાગે પડતો રોટલો અડધો ય વહાલો લાગશે ક્યાંસુધી વેઠી શકાશે ભૂખને, તરસ્યા ગળે ? એ ઝુરાપો વેઠતો ખટકો ય વહાલો લાગશે કાન ફાડીનાંખતા ઘોંંઘાટ વચ્ચે [...]
Jun
29

ધાર નહીં નીકળી શકે…

અથવા અને લગભગમાંથી જે બહાર નહી નીકળી શકે એ વ્યક્તિના વક્તવ્યનો આધાર નહી નીકળી શકે ! નિષ્કર્ષથી વંચિત રહે, એ વાત રહેશે વાંઝણી ‘ને છેવટે પરિણામલક્ષી સાર નહીં નીકળી શકે સંધાન પરથી ખ્યાલ આવી જાય વેધન લક્ષ્યનું અમથા વછૂટે તીર તો, એ પાર નહીં નીકળી શકે ! પડકારવું ‘ને જીતવું બહુ ફેર છે બન્નેયમાં દેદીપ્ય [...]
Jun
29

માણસ થઈને ઊભો રે’શે…!

માણસ છેલ્લે માણસ થઇને ઊભો રે’શે ભીંજાયેલું બાકસ થઈને ઊભો રે’શે વ્હેલી-મોડી ફળશે ઈચ્છા, એ તરકીબે સરવર કાંઠે તાપસ થઈને ઊભો રે’શે ટોળામાં ભળશે તો, થઈ જાશે ટોળાનો એકલપંડે  બેબસ થઈને ઊભો રે’શે આડાહાથે લેતો ફરતો સહુને, કાયમ ખુદના પ્રશ્ને, રડમસ થઈને ઊભો રે’શે પંખીનો માળો છે દુનિયા -તો એને શું ? એ તો નિર્જીવ [...]
Jun
29

અનટચ રહી ગયા છે…

આધારભૂત પડઘા અનટચ રહી ગયા છે ક્યારેક સાદ ગમતાં અનટચ રહી ગયા છે સામેલ થઈ ગયા સહુ સંબંધ, તાલિકામાં પણ હાંસિયા તરફના અનટચ રહી ગયા છે ભંડારતો રહ્યો છું ભોંમાં, વીણીવીણીને પણ તોય બે’ક તણખા અનટચ રહી ગયા છે અધિકાંશને ખુદાએ હર કોણથી મઠાર્યા ખાનાખરાબ, અડધા અનટચ રહી ગયા છે સાથે રહ્યાં સહજ રહી માળા [...]
Jun
29

બહુ થાપ ખાધી છે…

નજીવા કારણોને અવગણી બહુ થાપ ખાધી છે અમે ઘર આંગણે આડશ ચણી બહુ થાપ ખાધી છે વળોટી ગઈ તરસ હદ એ હદે, કે વાત પૂછો મા કપાતર ઝાંઝવાને જળ ગણી બહુ થાપ ખાધી છે પ્રથમ વરસાદ સમજ્યા એ, કમોસમ માવઠું નીકળ્યું કરીને ખુદ કટાણે વાવણી બહુ થાપ ખાધી છે ફળે છે સહુની તો ફળશે અમારી, એ [...]
Jun
29

માણસો ફોડી શકે…!

જળમાં રહી જળને ય અવખોડી શકે માણસ, કદી માણસપણું છોડી શકે ? સહુને ગમે વિસ્તારવું ખુદનું ફલક પણ કૂપમંડક શું નવું જોડી શકે ? મનથી જ જે ભાંગી પડેલાં હોય, એ દોડી-દોડીને કેટલું દોડી શકે ? નાજુક ગણાતી લાગણી, પથ્થર બને તો જિંદગી શું, જાતને તોડી શકે છે હસ્તગત માણસને એ નવતર કસબ ફુગ્ગાની જેમજ [...]
Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

Professional Web Hosting with Neepra.com

RSS Top 5 blogs at WP

Blogroll