ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે ટહુકો.કોમને એવોર્ડ
મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા. આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?……… અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને…
આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને, ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે. હવે બ્લોગજગતની પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત ખુશી અને ગૌરવની વાત છે.
સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…

ગુજરાતી લિટરરી એકેડેમીનું સાતમું સાહિત્ય સંમેલન… ટૅમ્પા-ફ્લોરિડામાં
મિત્રો, ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા દર બે વરસે એક સાહિત્ય સંમેલન યોજાય છે. આ વરસે ટૅમ્પા-ફ્લોરિડામાં સપ્ટેમ્બર ૧૭-૧૮-૧૯, ૨૦૧૦ દરમ્યાન યોજાનાર સાતમા સાહિત્ય સંમેલનની જાહેરાત કરતાં અમને ઘણો જ આનંદ થાય છે. શ્રી નિરંજન ભગત, શ્રી ભોળાભાઈ પટેલ અને શ્રી વર્ષા અડાલજા જેવા ઘણાં નામાંકિત સર્જકોના સાંનિધ્યમાં સાહિત્ય-ચર્ચા માણવાની આ તક દરેક સાહિત્યપ્રેમી ઝડપી લેશે એવી આશા રાખીએ છીએ.
વધુ માહિતી મેળવવા નીચેની લિંક જોઈ લેશો:
જરૂરી ફોર્મ આપના પ્રિંટર પર છાપી અને વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન મોકલી આપવા વિનંતી છે.
વધુ માહિતી મળ્યે અહીં જરૂરથી મૂકતા રહીશું અને સંમેલનમાં જરૂર મળીશું એવી આશા સહ…
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

ગુજરાતી શબ્દ અને સંગીત મહોત્સવ… શિકાગોમાં !
આપણા NRI કવિ ડો. આશરફ ડબાવાલાને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા આપાતું ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અને આઇ.એન.ટી.(INT)નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમના કાવ્યસંગ્રહ ‘ધબકારાના વારસ’ને ભાવનગર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં આવેલ છે. છેલ્લાં ૧૫ વર્ષથી ડો.ડબાવાલા ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થા થકી ગુજરાતી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કરી શિકાગો વિસ્તારમાં આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રચાર ને પ્રસારમાં પ્રવૃત્ત છે.
ડો.ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવા ‘શિકાગો આર્ટ સર્કલ’ના મિત્રોએ ૭મી ને ૮મી ઓગસ્ટે શબ્દ ને સંગીતના મહોત્સવનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમો વિષે વધારે માહિતી નીચેના ફ્લાયરમાંથી મળી શકશે.

આ મહોત્સવની જવલંત સફળતા માટે મારા અને તમારા તરફથી ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રોને અઢળક શુભેચ્છાઓ…

સંત અને સાહિત્યનું સાન્નિધ્ય… ન્યુ જર્સીમાં ! (જુલાઈ 3 – 11)
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા
સહર્ષ યોજે છે
‘સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ’ની વિદેશયાત્રા… મણકો બીજો : સંત શ્રી મોરારીબાપુની રામકથા.
‘સ્વર્ણિમ ગુજરાત’નો ઉમંગ, સાહિત્યનો સત્સંગ અને રામકથાનો સંગ
દિવસે શ્રી મોરારી બાપુની રામકથા અને
સાંજે સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો
સમન્વય સાધતા સાંસ્કૃતિક કાર્યક્રમો…

રવિવારે જૂનની છઠ્ઠીએ ‘સર્જકો સાથે સાંજ’ કાર્યક્રમના અંતે શ્રી રામ ગઢવીએ ગુજરાતી લિટરરી એકેડેમી (GLA) દ્વારા એડિસન, ન્યુ જર્સીમાં યોજાનારી પૂજ્ય શ્રી મોરારીબાપુની આગામી રામકથા વિશે જણાવ્યું હતું. અમેરિકામાં થતી સાહિત્યિક પ્રવૃત્તિને વેગ આપવા માટે ‘સ્વર્ણિમ ગુજરાત’ નિમિત્તે શ્રી મોરારીબાપુએ લીધેલાં પાંચ સ્વર્ણિમ કથા-મણકાના સંકલ્પમાંથી બીજા કથા-મણકાને ખાસ GLAનાં સંચાલન હેઠળ એડિસન, ન્યુ જર્સીમાં આપવાનું નક્કી કર્યુ છે. આ રામકથા પણ ગુજરાતી સાહિત્યને લગતી જ હશે. શ્રી મોરારીબાપુના નામની સાથે ‘ગુજરાતી સાહિત્ય’ નો ઉલ્લેખ થતાં જ તમને મહુવામાં થતા ‘અસ્મિતા પર્વ’ ની યાદ આવી ગઈ ને?! તો બસ, એમ જ સમજો કે આપણા માટે એ અસ્મિતા પર્વ અહીં ઘર આંગણે આવી રહ્યું છે.
આ રામકથા જુલાઈની 3જી થી 11મી તારીખ સુધી યોજવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે સમય બપોરે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધીનો રહેશે અને બાકીના દિવસોમાં રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે. રામકથાના બીજા દિવસથી રોજ સાંજે 7 થી 10 વાગ્યા સુધી સાહિત્યને લગતા કાર્યક્રમો યોજાશે. જેમાં કવિ સંમેલન, સુગમ સંગીત, લોક સંગીત, ગઝલ-ગીત, તેમ જ ‘મેઘાણીથી મરીઝ સુધી’ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે અને છેલ્લા દિવસે રાસ-ગરબા થશે.
કવિ સંમેલનમાં ગુજરાતથી આવનાર કવિઓ અને અમેરિકા નિવાસી કવિઓનો સમાવેશ થશે. ગુજરાતથી આવનાર કવિઓમાં શ્રી સુરેશ દલાલ, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી માધવ રામાનુજ અને શ્રી ખલીલ ધનતેજવી, શ્રી ચીનુ મોદી ઉપરાંત શ્રી પ્રણવ પંડ્યા અને શ્રી અંકિત ત્રિવેદી પણ હાજરી આપશે. અમેરિકા નિવાસી કવિઓમાં શ્રી પન્ના નાયક, શ્રી ચંદ્રકાંત શાહ, શ્રી અશરફ ડબાવાલા, શ્રી મધુમતી મહેતા, શ્રી નટવર ગાંધી, શ્રી નિલેશ રાણા, શ્રી પ્રીતિ સેનગુપ્તા તેમ જ શ્રી મોના નાયક ‘ઊર્મિ’ નો સમાવેશ થાય છે. કવિ સંમેલનનું સંચાલન અંકિત ત્રિવેદી કરશે.
સુગમ સંગીત અને લોક સંગીતમાં શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી સરોજબેન ગુંદાણી જેવા પીઢ ગાયકોની સાથે શ્રી નયન પંચોલી, શ્રી નયનેશ જાની અને શ્રી ઓસમાન મીર જેવા ગાયકો પણ હાજરી આપશે.

હોટેલનાં બુકિંગ અને ડિસ્કાઉંટ માટેની માહિતી માટે તમે અમારા GLA બ્લોગની મુલાકાત લઈ શકો છો !

ગોવામાં કલ્ચર શોક!
ગોવા જઈને આવેલા એટલા બધા લોકોએ એની મોજ-મજા અને મસ્તીના વખાણ કર્યા છે કે મને પણ થયું કે ગોવામાં આનંદ થશે. ઓફિશિયલ કામે મુલાકાત હોવાથી મસ્તી ને મોજ ન પણ હોય પણ મજા તો અપેક્ષિત હોય. પણ મને ગોવામાં શું મળ્યું? ભરપૂર કલ્ચર શોક! ગોવા એરપોર્ટથી તળ ગોવા અને એમાંય વેલકમ ગ્રુપની અમારી હોટલ એટલી દૂર કે જેટલુ દૂર અમદાવાદથી ગોવા હવાઈ માર્ગે નથી!ગોવામાં તમને થોડા થોડા અંતરે સફેદ ખ્રિસ્તી ક્રોસ દેખાય. કોઈ ઘરનીઅવતારના શો માં … અને શો પછી
સાયન્સ સિટીના આઈમેક્સ થિયેટરમાં પ્રદર્શિત થયેલી પાછલી છ એક થ્રીડી ફિલ્મ પૈકી દરેકના પ્રિવ્યૂ શોમાં મારે હાજર રહેવાનું બન્યું છે. આ વખતે વારો હતો અવતાર ફિલ્મનો. ટાઈટેનીક વાળા દિગ્દર્શકનો આ ડ્રીમ પ્રોજેક્ટ અગાઉ સિનેમેક્સમાં પ્રદર્શિત થયો હતો ત્યારે જોવાનું રહી ગયું હતું. પણ સાયન્સ સિટીમાં મોકો ઝડપી લીધો. સામાન્ય રીતે સાયન્સ સિટી કોઈ પણ નવી ફિલ્મ રજૂ કરે એટલે આગલી બપોરે પ્રિવ્યૂ શોનું નિમંત્રણ અમનેથોડા હવાઈ અવલોકનો
પંદરથી ઓછા દિવસના ગાળામાં આઠ વખત વિમાનમાં બેસવાનું થયું અને પાંચ અલગ અલગ ડોમેસ્ટીક વિમાની કંપનીઓનો અનુભવ લીધો. કેટલાક અવલોકનો:-સ્પાઈસ જેટની દિલ્હી ઉડાન માટેની ટિકીટ ઉડાનના ત્રણ દિવસ પહેલા ૩૮૦૦ રૂપિયા, બે દિવસ પહેલા ૪૮૦૦ રૂપિયા અને ઉડાનના દિવસે સવારે અગિયાર હજાર રૂપિયાની હતી!-ઈન્ડિગો એની વેબસાઈટ પર તમારે વિમાનમાં કઈ સીટ જોઈએ છે એનો ઓપ્શન આપે છે. પસંદગીની સીટ મેળવવાનો દર છે પચાસ રૂપિયા.-મારા મતેફોટાની વાત
ડિજીટલ ફોટોગ્રાફીનું આગમન થયું પછી પણ ઘણા સમય સુધી ઝવેરીલાલ મહેતા તેમના પેન્ટેક્સ ફિલ્મ કેમેરાથી જ ફોટોગ્રાફસ પાડતા હતા. ગુજરાત સમાચારે સર્વપ્રથમ વખત સોનીનો ડિજીટલ કેમેરો ઝવેરીલાલને આપ્યો ત્યારે તેમણે ડિજીટલ ફોટોગ્રાફીની શરૂઆત મારા ફોટાથી કરી હતી. હમણા ઓફિસમાં ઝવેરીલાલ આવ્યા અને તેમની નજર મારા નવા ઈ૭૨ નોકિયા મોબાઈલ ફોન પર પડી. પછી મેં એમને મોબાઈલથી ફોટોગ્રાફી વિશે વાત કરી અને કહ્યું કે આજકાલ મેંસીદી સૈયદની જાળી,અસલ અમદાવાદમાં તડકે તપે,નકલના દિલ્હીમાં એસી ઠાઠ
અમદાવાદના પ્રતીક તરીકે સીદી સૈયદની જાળી મને હંમેશા બોરીંગ અને મીસફીટ લાગી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અગાઉના દિવસોમાં વિદેશથી આવેલા મહેમાનોને સીદી સૈયદની જાળીની નાની પ્રતિકૃતિ મોમેન્ટો તરીકે આપતું હતું. હવે થેન્ક્સ ટુ હેરિટેજ સેલ, મ્યુનિસિપલ કોર્પોરેશન ચબૂતરા અને પોળના પરંપરાગત મકાનનો કોતરેલો મોમેન્ટો આપે છે. ગુજરાત સરકારે પણ હવે મોમેન્ટોમાં સોમનાથ અને મોઢેરાના મંદિરની પ્રતિકૃતિવાળી ફ્રેમનેગરમી? "ટુ બ્લેન્કેટ, વુલન ટોપીસ એન્ડ સ્વેટર્સ પ્લીઝ!"
જો તમે કોઈ અતિધનાઢ્ય વ્યક્તિ કે હોન્કો પોલીટીશીયનને મળો તો ભૂલેચૂકેય એમ ન કહેશો કે 'આજ કાલ બહુ ગરમી છે.' કારણકે એ તમારી વાત સમજી જ નહીં શકે. જ્યારે દેશભરમાં ગરમીની બૂમાબૂમ ચાલતી હતી ત્યારે મેં બે દિવસ હાઈલાઈફની મજા માણી. અને જાણવા મળ્યું કે ગમે તેટલી ગરમીમાંય હાઈલાઈફમાં ગરમી હોતી જ નથી.એસી અમદાવાદ એરપોર્ટમાં પ્રવેશ - એરપોર્ટ બીલ્ડીંગથી પ્લેન સુધી ટર્મેક પર એસી બસમાં પ્રસ્થાન - સીધા એસી પ્લેનમાં -ફુગાવાજન્ય પરિબળો અને રૂપિયાના અવમૂલ્યનને કારણે રિયલ એસ્ટેટના ભાવોમાં તેજી થઇ છે
- જગદીશ ઝવેરી
ફુગાવાજન્ય પરિબળો અને રૂપિયાના અવમૂલ્યનને કારણે રિયલ એસ્ટેટના ભાવોમાં તેજી થઇ છે
- અમમ શાહ (રિયલ એસ્ટેટ ડેવલપર)
ગુજરાતના યુવાન સાહસિક ઉદ્યોગપતિની યાદીમાં સ્થાન ધરાવનાર અને ખૂબ ટૂંકાગાળામાં રિયલ એસ્ટેટ બિલ્ડર્સ અને ડેવલપર્સ તરીકેની ખ્યાતિ હાંસલ કરનાર અમમ શાહનો આત્મવિશ્ર્વાસ ખૂબ દ્ઢ છે. દૈનિક વર્તમાનપત્રમાં સૌથી વધુ રીડરશિપ ધરાવતા ગુજરાત સમાચાર વર્તમાનપત્રના પ્રમોટરના કુટુંબમાંથી આવેલ આ સાહસિક દ્વારા ખૂબ ઊંચી આકાંક્ષાઓ દર્શાવાઇ રહી છે. સિદ્ધિ વિનાયક દેવ તેઓની પ્રેરણામૂર્તિ છે અને શુભ નામથી રિયલ એસ્ટેટના ક્ષેત્રે પદાર્પણ કરીને તેમણે હાંસલ કરેલ સિદ્ધિ અને રિદ્ધિ પણ નોંધનીય છે. ફીલિંગ્સના સંવાદદાતા સાથે થયેલ તેમની મુલાકાત દરમિયાન તેમની દરેક વાતમાં આત્મ-વિશ્ર્વાસનો રણકો સંભળાતો હતો.
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં એમ.જે. લાઇબ્રેરી સામે ગુજરાત ભવન નામનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઝડપભેર ઊભું કરી નામાંકિત કોર્પોરેટ કંપ્નીઓ અને બેંકોને તેમના ગ્રાહક બનાવીને તેમના પુરુષાર્થના પ્રથમ તબક્કે હાંસલ કરેલ સિદ્ધિથી તેમનું મનોબળ ખૂબ મક્કમ બન્યું. સેટેલાઇટ રોડના જંકશન પર વિશાળ શોપિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ સિદ્ધિ વિનાયક સંકુલનું જ્યારે તેઓએ નિર્માણ કરવાનું આયોજન કર્યું ત્યારે અનેક પ્રતિકૂળતા હોવા છતાં કૃતનિશ્ર્ચયીતાથી તેઓએ તેમના સ્વપ્નો સાકાર કરી આ વિસ્તારમાં તેમનું નામ દીપાવ્યું છે. તેમના મંતવ્ય મુજબ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીક્ષેત્રે હાલ તેજીનો માહોલ પ્રવર્તે છે. પ્રોપર્ટીરોકાણ કરવાનું ફળદાયી બનાવવા માટે તેનું લોકેશન અને ભવિષ્યના તેના થનારા એપ્રિસિએશનનો ખ્યાલ રાખવો ખૂબ અનિવાર્ય છે. તેમના કહેવા પ્રમાણે પ્રોપર્ટીમાર્કેટમાં ભાવો ઊંચકાઇ રહ્યા છે તેના હાર્દમાં ફુગાવાજનક પરિબળો અને રૂપિયાના સાપેક્ષ મૂલ્યમાં નોંધાઇ રહેલ અવમૂલ્યન પરિબળો છે.
સરકારની નીતિ પ્રોપર્ટીમાર્કેટ માટે એકંદરે સાનુકૂળ છે. તેમાં મોટા સુધારાની હાલ અનિવાર્યતા નથી. સરકાર 30થી 40 માળના કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે પરવાનગી આપવાનું યોગ્ય લેખે તો શહેરનો વિકાસ ઝડપી અને સમતોલ થાય અને ગીચતા ઘટાડવા મદદરૂપ થાય.
શોપિંગ મોલનો અભિગમ બદલાયેલ સંજોગોમાં હવે આઉટડેટેડ થઇ રહ્યો છે. મુંબઇ તેમજ મેટ્રો સિટી કરતાં અમદાવાદના ગ્રાહકોની ખરીદી માટેની રીતરસમ કંઇક જુદા પ્રકારની છે. તેના પરિણામે શોપિંગ મોલનો અભિગમ અમદાવાદમાં ધાર્યા પ્રમાણમાં સફળ થયો નથી. જ્યારે મલ્ટિપ્લેક્સનો અભિગમ ડેવલપર્સ કરતાં મલ્ટિપ્લેક્સ કંપ્નીઓને માટે વધુ ફાયદાકારક પુરવાર થઇ રહ્યો છે.
રહેણાક માટેના ફલેટના સંકુલ ઊભા કરતી વખતે ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ડિઝાઇનનું આયોજન કરાય તે બદલાયેલ સંજોગોમાં ખૂબ મહત્ત્વનું બન્યું છે. રહેણાક માટે ફલેટના ડેવલપર્સનો, ગ્રાહકની આવશ્યક સુવિધાઓને સમાવેશ કરવાનો અભિગમ વાસ્તવિક રીતે સારો લાગે પણ તેના આયોજન પાછળ ઉપયોગમાં લેવાતી જગ્યાના કારણે ફલેટની કિંમતમાં વધારો થતાં ઘણીવાર ગ્રાહકોના ખિસ્સાને અનુરૂપ ફલેટ પ્રોજેક્ટ સફળ થતા નથી. ખાસ કરીને રોડ,સ્ટ્રીટલાઇટ, એલિવેશન અને રાજમાર્ગ સુધીના રસ્તાની સારી સુવિધા ખૂબ પાયાની બાબત છે. ટાઉન પ્લાનિંગને અનુરૂપ રહી નિર્માણ થતા ફલેટ માટે ગ્રાહકો ઝડપથી ઉપલબ્ધ થાય છે.
સાત વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત અમમભાઇ શાહ દ્વારા ગાંધીનગર-સરખેજ હાઇવે પર મકરબા વિસ્તારમાં 11 લાખ ચોરસ ફૂટમાં 12 માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ આકાર લઇ રહ્યું છે. તેમણે તેમની બધી ક્ષમતા અને ઉપલબ્ધ સાધનો તેમાં કાર્યરત કરી દીધા છે.
આ ઉપરાંત તેઓ મધ્ય-ગુજરાતના વિકાસ પામતા શહેરી વિસ્તારમાં એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ તેમજ એક મુંબઇ નજીક અને બે રેસિ. પ્રોજેક્ટ ભરૂચ નજીક સ્થાપવાની યોજના કરી છે. આ ઉપરાંત પાંચ કોમર્શિયલ રિયલ એસ્ટેટ ડેવલપ કરવાનું કાર્ય પણ તેમના આયોજનમાં અગ્રતા ધરાવે છે. દિલ્હી નજીક પણ રિયલ એસ્ટેટની પ્રવૃત્તિ હાથ ધરવાનું આયોજન તેઓ વિચારી રહ્યા છે.
એક પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે દર્શાવ્યું હતું કે, ર000થી રપ00 ફલેટસ બાંધવાનો તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. અત્યારે તેઓ અર્બન વિસ્તારને જ વધુ પ્રાધાન્ય આપવાનું મંતવ્ય ધરાવે છે. રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ્સ ઇકો ફ્રેન્ડલી હોવા જોઇએ. ઉપયોગમાં લેવાતી જમીનમાં આવેલ ઝાડપાનના અસ્તિત્વને ધ્યાનમાં રાખી આયોજન કરવું જોઇએ. ગ્રાઉન્ડ ફલોર પર વધુ જગ્યા છોડીને ઇકો ફ્રેન્ડલી બનાવવાની દિશામાં તેમજ પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખવાની બાબતને વધુ મહત્ત્વ આપવાનું તેઓએ દર્શાવ્યું હતું.
રહેઠાણ માટે ફલેટ બનાવતી વખતે તેના ફલોરિંગ, સ્ટોરિંગ, ટોઇલેટ, બાથરૂમની સારી સુવિધા અને કન્સ્ટ્રકશનની ઊંચી ગુણવત્તા આપ્નાર રિયલ એસ્ટેટ ડેવલપર્સના ફલેટ પ્રોજેક્ટ્સને સારા ગ્રાહકો ઝડપથી મળે છે.
ફલેટ લેનાર ગ્રાહકને હોમલોન: પ્રોપર્ટીલોન સરળતાથી મળી રહે તેવું સુમેળભર્યું વાતાવરણ ખૂબ મહત્ત્વનું પરિબળ છે. નાના અને મધ્યમવર્ગના ફલેટ ખરીદનારા ગ્રાહકોને વધુ પ્રાધાન્ય અપાય તે જરૂરી છે. લોન મેળવવા ઇચ્છુક ગ્રાહકોએ ફિકસ્ડ રેટના વ્યાજની લોન માટેની સુવિધા ઉપલબ્ધ થાય તે ગ્રાહકના માટે લાંબા ગાળે ફાયદાકારક છે. કારણ કે, ફલોટિંગ રેટની લોન ભવિષ્યમાં ગ્રાહક માટે વધુ બોજારૂપ બની શકે તેમ છે. બેંકોની 8 ટકાની હોમ લોન ગ્રાહકો માટે સંતોષકારક છે. લોન મળે તે પૂર્વે પ્રિપેમેન્ટ ચાર્જિસની પદ્ધતિ ન હોવી જોઇએ.
સનસિટી ગ્રૂપ : ગ્રાહકોને અપેક્ષા કરતાં વધુ આપવા તત્પર
ગુજરાતીમાં કહેવત છે ધરતીનો છેડો ઘર. દરેક વ્યક્તિનું સ્વપ્ન `પોતાનું ઘર’ જ્યાં હળવાશ, શાંતિ અને સુખનો માહોલ હોય છે. દિલોજાનથી સ્વપ્નને સાકાર કરવા મથતા વ્યક્તિને માટે `સનસિટી ગ્રૂપ’ પણ બિલ્ડર્સ સમૂહમાં પોતાનું યોગદાન આપવા તત્પરતાથી મથી રહ્યું છે. સનસિટી ગ્રૂપ્ના સમીર શાહે સનસિટી, સનસિટી પેરેડાઇઝ, સન બ્લોઝમ, સન પ્લાઝા, સન એક્ઝોટિકા જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટસ સાઇટ્સનું આયોજન કર્યું છે.
વડોદરા માટે સનસિટી આકર્ષણરૂપ બન્યું છે. લોકોની પ્રશંસા મેળવી રહ્યું છે. કારણ ઘર ખરીદતી વખતે ઉદ્ભવતા તમામ પ્રશ્ર્નોનું સમાધાન અહીં મળી શકે છે. ગ્રાહકોની તમામ ઇચ્છાઓની પૂર્તિ સાથે અપેક્ષા કરતા વધુ કંઇક આપવાનો સમીરભાઇનો હેતુ આ પ્રોજેકટમાં છે. તેમના પુત્ર મિથિલ શાહે પણ પપ્પાના ખભે ખભા મિલાવતા સનસિટી પેરેડાઇઝની મહત્વની જવાબદારી ઉપાડી લીધી છે. સમીર શાહે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલાં સનસિટીમાં રપ0 બંગલાના બાંધકામના અનુભવને આધારે સનસિટી પેરેડાઇઝની ડિઝાઇન કરવામાં આવી છે. સન ડેવલપરના નામે કન્સ્ટ્રકશન લાઇનમાં આગળ વધેલા સમીરભાઇએ વડોદરાના લોકોને `ઘર’ના નવા પરિમાણો આપ્યા છે. 8 લાખ ચો. ફૂટ વિસ્તારમાં પથરાયેલા સનસિટી પેરડાઈઝના જાજરમાન ભવ્ય પ્રવેશદ્વારની રચના અંદરની કલ્પ્ના કરવા પ્રેરે તેવી છે. તેમાં દરેક નાનામાં નાની વાતનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. ગ્રાહકની ભવિષ્યની જરૂરિયાતને મકાનની કિંમતમાં સમાવી હોવાથી ગ્રાહકને વધારાનું આર્થિક ભારણ ન આવે તેની પણ કાળજી રાખવામાં આવી છે. સનસિટી પેરડાઈઝમાં ત્યાંના રહેવાસીઓ માટે 60000 ચો. ફૂટનો કોમન પ્લોટ જેમાં ચિલ્ડ્રન પાર્ક, ક્લબ હાઉસ, પાર્ટીપ્લોટ, સિનિયર સિટિઝન માટેની અલાયદી વ્યવસ્થા, સ્કેટિંગ રિંગ, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પુલ વગેરે સુવિધા ધરાવતું આયોજન સાવચેતી અને સંભાળપૂર્વક કરવામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે, ઉધઇના ત્રાસથી રાહત મળે તે માટે ઇઝરાયેલની વિશિષ્ટ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરાયો છે. 
આ બધી બાબતો પરથી કોર્પોરેટ કંપ્ની, મલ્ટિનેશનલ કંપ્નીઓના ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટર્સ, બિનનિવાસી ગુજરાતીઓએ સનસિટી પેરડાઈઝના મેમ્બર બનવાનું પસંદ કર્યું છે એ સર્વથા યોગ્ય છે એવું લાગ્યા વિના રહેતું નથી.
વડોદરામાં કન્સ્ટ્રકશન ક્ષેત્રની તંદુરસ્ત હરીફાઇમાં સમીર શાહ અને પુત્ર મિથિલ સનસિટી ગ્રૂપ્ના બેનરથી આઠ લાખ ચો. ફૂટમાં 500 ઘરો બનાવી રહ્યા છે જેમાં પર્યાવરણનો ખ્યાલ રાખી સનસિટી પેરેડાઇઝમાં 1000થી વધુ વૃક્ષોનું આયોજન ઘ્યાનાકર્ષક છે. વિશ્ર્વામિત્રી બ્રિજ પાસે અને જૂના પાદરા રોડથી નજીકના અંતરે આકાર પામી રહેલું આ પેરેડાઇઝ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સરખાવી શકાય તેવું બાંધકામ ધરાવે છે. વડોદરામાં રહેઠાણોના કન્સેપ્ટમાં પરિવર્તન અને થીમ રેસિડેન્સી કોલોની નિર્માણ સનસિટીથી શરૂ થયું અને સનસિટી ગ્રૂપ આ માટે અગ્રેસર થવા કટિબદ્ધ હોય એમ તેની યાત્રા ચાલુ છે.
અમદાવાદ રિઅલ એસ્ટેટ ક્ષેત્રે પા પા પગલી નહીં ફલાંગો ભરી રહ્યું છે…
હમણાં થોડાં સમય અગાઉ 600મી બર્થ-ડે ઉજવનાર અમદાવાદનો ચોતરફી વિકાસ આજે અખબારોમાં સતત ચમકતી હેડલાઈનથી લઈને ઘરે-ઘરે ચર્ચાતો હોટ સબ્જેક્ટ બની ચૂક્યો છે. મંદીના કારણે અમેરિકા સહિતના દેશોમાં જયાં રિયલ એસ્ટેટ પાણીના ભાવે વેચાઇ રહી છે તેવા સંજોગોમાં અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કરોડોનું રોકાણ થાય એ વાત જ તાજ્જુબની છે. આ કારણથી જ અમદાવાદમાં રિયલ એસ્ટેટના ભાવો આસમાને છૂતા હતા. એક સમય હતો કે જ્યારે અમદાવાદનું નામ પડે એટલે મિલોના ભૂંગળાં યાદ આવતા હતા. પણ હવે ભારતના માન્ચેસ્ટરની ઓળખ બદલાઈ ગઈ છે. આજે દેશનું પાંચમાં નંબરનું સ્થાન ધરાવતું અમદાવાદ તેના `ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ને લીધે ખાસ ખ્યાતિ ધરાવે છે. છેલ્લાં કેટલાંક દાયકાથી અમદાવાદમાં વૈશ્ર્વિક કક્ષાના લક્ઝરિયસ મકાનો, બંગલા, ફાર્મ હાઉસ, શોપિંગ સેન્ટરો, મોલ આકાર લઈ રહ્યાં છે. નોંધવા જેવી વાત તો એ છે કે અગાઉ રોકાણકારો મુંબઇ, દિલ્હી, કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં રોકાણ કરતા હતા તેની જગ્યાએ હવે અમદાવાદમાં રોકાણકારોની સંખ્યા વધી છે. અહીં વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગનું નિર્માણ થઇ રહ્યું છે. પાંચ લાખથી પાંચ કરોડ સુધીના ફલેટ તથા બંગ્લોઝ બની રહ્યાં છે. એમ કહેવામાં સ્હેજપણ અતિશ્યોક્તિ નહીં ગણાય કે ગુજરાતમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો લિસોટો સતત ઉપર ને ઉપર ચડતો રહ્યો છે.
અલબત્ત, ગુજરાતમાં અને તેમાંય ખાસ તો અમદાવાદમાં રિયલ એસ્ટેટના ભાવો આસમાને પહોંચ્યા હોવાની વાતને સમર્થન આપતા ધ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપમેન્ટ (ગાહેડ) ના પ્રમુખ સુરેશ પટેલે ફીલિંગ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું “ વર્ષ ર004થી ર010નો સમય ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં ચડતીનો રહ્યો હતો. જો કે ર008 થી ર009 જૂન સુધીનો સમયગાળો થોડો ખરાબ એટલા માટે રહ્યો કે સમગ્ર વિશ્ર્વ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદીમાં આવી ગયું હતું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુ.એસ.માં 40 ટકા જેટલો ભાવ ઘટાડો થયો હતો. રાષ્ટ્રીય સ્તરે મુંબઇ, દિલ્હીમાં રપ ટકા જેટલો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે પૂણે, બેંગ્લોરમાં 30 ટકા જેટલો ભાવ ઘટાડો આવ્યો હતો. પરંતુ બીજી તરફ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં 1પ ટકાથી વધારે ભાવ ઘટાડો થયો નથી. મઝાની વાત તો એ છે કે જૂન-ર009થી ર010ના સમયે ફરીથી 1પ ટકા જેટલો ભાવ વધારો થતાં રિયલ એસ્ટેટમાં તેજી આવી છે.
અમદાવાદમાં અર્બન ડેવલોપિંગ તથા અવનવા પ્રોજેક્ટોને કારણે રિયલ એસ્ટેટમાં ભાવ વધી રહ્યા છે. જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોને કારણે રિયલ એસ્ટેટમાં ખૂબ જ વૃઘ્ધિ જોવા મળી છે. ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ, મુંબઇથી વિદેશોમાં વસ્તુઓ આપ-લે થતી હતી જે હવે ગુજરાતના બંદરોમાંથી
આયાત કરવામાં આવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં અમદાવાદ સમગ્ર ઉત્તર ભારતનું નોર્થ ગ્રેટ-વે બની જશે.”
તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ થોડા વર્ષોમાં અન્ય રાજ્યોમાંથી મોટું ભંડોળ ખેંચી લાવ્યું છે જેના કારણે બીઆરટીએસ, કાંકરિયા ડેવલોપિંગ, સાબરમતી રિવરફ્રન્ટ, નેશનલ એરપોર્ટ, સરદાર પટેલ રિંગ રોડ જેવા પ્રોજેક્ટોના વિકાસને કારણે આજુબાજુના વિસ્તારોના ભાવમાં સતત ભાવવધારો નોંધાયો છે. આ બધા જ પરિબળો અમદાવાદ-ગુજરાતના રિયલ એસ્ટેટને વેગ આપવા માટે પૂરતા છે. ખેતી પછી દેશને રોજીરોટી આપતું બાંધકામ ક્ષેત્ર છે જે ધીમે ધીમે પણ બહુ મોટા પાયે આકાર લઈ રહ્યું છે.
નોંધનીય છે કે ગાહેડ દ્વારા એક જ છત નીચે વાજબી દરે મકાનો દરેક વર્ગના લોકોને સહેલાઇથી મળી રહે તે માટે પ્રોપર્ટી શોનું આયોજન પણ કરાય છે. મકાન એ પ્રાથમિક જરૂરિયાત છે જયારે બીજી તરફ મોંઘવારી અને ફુગાવાનો દર વધતાં રોકાણકારો જમીન કે ફલેટમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. હાઉસિંગ લોનના ઓછા દરે વ્યાજે હપ્તાથી મકાન રોકાણ કરી શકાય છે. મકાનમાં રોકાણ કરવાથી ફરજિયાત ભવિષ્યમાં સેવિંગ તથા ઇન્કમ ઊભી થાય છે. હાલ પૂર્વ વિસ્તાર કરતાં પશ્ર્ચિમ વિસ્તારના ભાવ આસમાને પહોંચ્યા છે. બાંધકામ ક્ષેત્રે અમદાવાદ શહેર દેશના ટોચના શહેરો પૈકીનું એક રિયલ એસ્ટેટનું અતિ શક્તિશાળી હબ બની ચૂક્યું છે. અમદાવાદમાં લગભગ પ00થી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટો તૈયાર થઇ રહ્યાં છે. આ પ્રોજેક્ટમાં વધતાં જતાં ઉછાળાના કારણે મોટા પ્રમાણમાં નવી રેસિડેન્શિયલ સ્કીમો આકાર લઇ રહી છે. વર્તમાન સમયમાં ખરીદદારો બે કે ત્રણ બીએચકે ધરાવતાં મકાનોને પ્રાધાન્ય આપી રહ્યાં છે.

તક્ષશિલા ગ્રૂપ્ના સીએમડી કમલેશ ગોડલિયા જણાવે છે કે, રિયલ એસ્ટેટ માર્કેટમાં અમદાવાદ સૌથી આગળ છે. જ્યારે વૈશ્ર્વિક મંદી ચાલી રહી હતી ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રને અમદાવાદમાં મંદી નડી નથી. બાંધકામ ક્ષેત્રે ઉછાળો આવ્યો છે. રોકાણકારો વઘ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મણિનગર સેન્ટરમાં આવેલું કાંકરિયા તળાવ, બીઆરટીએસ પ્રોજેક્ટો, વડોદરા-અમદાવાદ હાઇવે જેવા પરિબળોને કારણે પૂર્વ વિસ્તારના ભાવોમાં ઉછાળો આવ્યો છે. નરોડા, નારોલ, નિકોલ, વટવા, ઓઢવ, વસ્ત્રાલ, મણિનગર, બાપુનગર જેવા વિસ્તારોમાં રિયલ એસ્ટેટના 100થી વધુ પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યા છે. જેમાં પાંચ લાખથી લઇ 18 લાખ સુધીના મકાનોની મઘ્યમ વર્ગના લોકોમાં ભારે માંગ છે. છેલ્લા છ મહિનામાં શહેરમાં પ્રોપર્ટી માર્કેટમાં ખાસ કરીને રેસિડેન્શિયલમાં ર0 ટકાનો ભાવ વધારો આવ્યો છે. શહેરમાં કોમર્શિયલ કરતાં રેસિડેન્શિયલ સ્પેસની માંગને કારણે ભાવ વધારો નોંધાયો છે. 1, 2, 3 બીએચકેના ફલેટોમાં ભારે માંગ જોવા મળી છે.
બીજી તરફ અમદાવાદ (પૂર્વ) બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ બાબુભાઇ વોરા જણાવે છે કે, નિકોલ, નરોડા, ઓઢવ, વટવા, વસ્ત્રાલ એ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર છે. જેમાં ગરીબ તથા મઘ્યમ વર્ગ પરિવારને મકાન સરળતાથી મળી રહે તેવા ઓછા દરના 1 બીએચકે અને ર બીએચકેનો ફલેટ તૈયાર થઇ રહ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગનો વિકાસ થવાથી પૂર્વ વિસ્તારનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે.
આ જ વાતમાં સૂર પૂરાવતાં ગેલેક્ષી ગ્રૂપ્ના મેનેજર મેહુલ જોશી જણાવે છે કે, પૂર્વ વિસ્તારનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે મઘ્યમ વર્ગના પરિવારો 1, 2 બીએચકેના ફલેટોની માંગ વધારે છે. કોમર્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં મંદી જોવા મળે છે, પણ રેસિડેન્શિયલમાં જબરદસ્ત ભાવમાં તેજી છે. બિ9ડરો પણ રોકાણકારોને માટે લક્ઝરિયસ ફલેટો પૂર્વ વિસ્તારના કઠવાડા, નિકોલ, નારોલ, વટવા, બાપુનગર, વસ્ત્રાલ, ઓઢવમાં તૈયાર કરી રહ્યા છે. રિંગ રોડની આજુબાજુના વિકાસના કારણે પશ્ર્ચિમ બાજુના બિલ્ડરો પૂર્વ વિસ્તારમાં પોતાના પ્રોજેક્ટો લાવી રહ્યાં છે. ર010-2011માં 10 થી 15 ટકા ભાવ વધારાની શક્યતા છે. હવે તો હાઉસિંગ લોન તથા હોમ લોન સરળતાથી મળી જતાં રિયલ એસ્ટેટમાં રોકાણકારો વધી ગયા છે. ગેલેક્ષી ગ્રૂપ્ના પૂર્વ વિસ્તારમાં એક-સાથે 15 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. બિલ્ડરો રોકાણકારોને આકર્ષવા માટે ડિશ ટીવી, ગેસ પાઇપલાઇન, ઇન્ટરનેટ, ઇન્ટરકોમ સુવિધા જેવી સ્કીમોની નવતર પ્રયોગ પણ શરૂ કરી રહ્યા છે.

જો કે આ અંગે અમદાવાદના જાણીતા બિલ્ડર એન.જી. ગ્રૂપ્ના સીએમડી નરસિંહભાઇ પટેલ કહે છે કે, પૂર્વ વિસ્તાર કરતાં પશ્ર્ચિમ વિસ્તારના પ્રહલાદનગર, સેટેલાઇટ, બોડકદેવ, થલતેજ, એસ.જી. હાઇવે, સી.જી. રોડ, આંબાવાડી વિસ્તારના ભાવ સૌથી વધારે છે. 3, 4 બીએચકેના લક્ઝરિયસ ફલેટોની માંગમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. આવા વિસ્તારમાં રોકાણકારોને ભવિષ્યમાં વિસ્તારનાં ભાવ વધતો જતો હોવાથી ફાયદો પણ થશે. ગાંધીનગર-સરખેજ હાઇવેના વિકાસથી આજુબાજુના વિસ્તારોમાં ભાવ સતત વધતો જાય છે. ઘર ખરીદવા માટે અત્યારે જે ધસારો જોવાઇ રહ્યો છે તે ભાવ વધારાને આભારી હોઇ શકે છે. આગામી દિવસોમાં રેસિડેન્શિયલમાં 10 થી 15 ટકાનો ભાવ વધારો થશે.
અલબત્ત, મેહૂલ જોશીની વાત માનીએ તો એમ કહી શકાય કે એક નવું અમદાવાદ આકાર લઈ રહ્યું છે જેમાં બંગ્લોઝ, એપાર્ટમેન્ટ, ટાઉનશિપ, કોમર્શિયલ મોલ, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક જેવા પ્રોજેક્ટો તૈયાર થઇ રહ્યાં છે. તેમાં પણ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે કન્સ્ટ્રક્શનમાં અત્યારે નવો કોન્સેપ્ટ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ ઘણા બિલ્ડરો શરૂ કરી રહ્યા છે. ગ્રીન હાઉસ એટલે કે સામાન્ય બિલ્ડિંગની સરખામણીમાં જ્યાં પાણીનો ઓછો ઉપયોગ થાય, કુદરતી સ્રોતોનો પૂરતો ઉપયોગ કરવો, રહેનારને વધુ તંદુરસ્ત હવાચુસ્ત વાતાવરણ પૂરી પાડી શકે તેવી બિલ્ડિંગ.
મુંબઇ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર જેવા લક્ઝરી બુટિક હોમ અમદાવાદમાં આવી રહ્યા છે. પ્રોપર્ટી માર્કેટમાં `વૈભવ ઘર’ શબ્દ ફરી ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. કારણ કે, બિલ્ડરો સમૃદ્ધ ગ્રાહકોનો લાભ
લેવા ઉત્સુક બન્યા છે. અમદાવાદમાં લક્ઝરી બુટિક હોમમાં કોમન સ્વિમિંગ પુલ, એક્સક્લુઝિવ પ્લન્જ પુલ, ટેરેસ ગાર્ડન, અલગ સરવન્ટ ક્વાર્ટર, ફલેટ દીઠ છ કાર પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવે છે. રૂા. 1 કરોડથી 4 કરોડ સુધીના ફલેટ કદાચ અતિ ધનાઢ્ય વર્ગને આકર્ષવાનો પ્રયાસ જ કહી શકાય. અત્યારે ઘણા બિલ્ડરો 4000થી 6000 ચોરસ ફૂટ માપ્ના લક્ઝુરિયસ ફલેટ તૈયાર કરી રહ્યા છે. ઘણા બિલ્ડરોને હવે 1, 2, 3ને બદલે 4 બીએચકે લક્ઝરી એપાર્ટમેન્ટ બાંધવા તરફ વળ્યા છે. આવા એપાર્ટમેન્ટ કમ્યુનિટી લિવિંગ ઓફર કરવા ઉપરાંત મેઇન્ટેનન્સ ચાર્જ પણ ઘટાડે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાતોના મતે બુટિક પ્રોપર્ટીનું મૂલ્ય તેના વોલ્યુમ નહીં, પરંતુ ગુણવત્તાને આધારે નક્કી થાય છે. બુટિક હોમના ડેવલપરો આવી પ્રોપર્ટીમાં તમામ પ્રકારની વૈભવી સુવિધાઓ પૂરી પાડે છે અને તમારી જરૂરિયાત મુજબ ફેરફાર પણ કરી આપે છે. આવા ઘર માટેની માંગ હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ સેગમેન્ટમાંથી આવે છે. રોકાણકાર સમુદાયને ઘ્યાનમાં લીધા વગર માત્ર વપરાશકારને જ ઘ્યાનમાં રાખે છે.
અલબત્ત, વિવિધતા અને નવીનતા જયાં નસેનસમાં વસે છે તેવા અમદાવાદનો ઉચ્ચ આર્થિક દર તથા આવકના વધતા સ્રોતને કારણે અમદાવાદીઓની રહેણી-કરણીમાં પણ જોરદાર પરિવર્તન આવ્યું છે અને તેને પગલે મોટી-મોટી જાયન્ટ કંપ્નીઓ તેમજ સામાન્યમાં સામાન્ય માણસની રિઅલ એસ્ટેટમાં રોકાણની શક્તિમાં પણ ધરખમ ફેરફાર જોવા મળ્યો છે તે એક ર4 કેરેટના સોના જેવું સત્ય છે…
ઇન્ટિરિયર ડેકોરેશન યે અંદર કી બાત હૈ….!
- ઉપેન્દ્ર કાજરેકર
ઇન્ટિરિયર ડેકોરેશન મહદ્ અંશે એક આર્થિક બાબત હોવાથી દરેક માટે આ કરવું શક્ય નથી હોતું. કારણ કે, પોતાની આર્થિક બચત અને લોન લઇ ઘર ખરીદવાની કવાયત તેમણે અગાઉ કરેલી હોય છે. ત્યાર પછી લોનના પરત કરવાના હપ્તા અને પછી પણ ઘણું બધું! આથી ઇન્ટિરિયર ડેકોરેશન તેમના માટે વર્ષો સુધી શક્ય બનતું નથી. જોકે, સાધન-સંપ્ન્ન વ્યક્તિ માટે ઇન્ટિરિયર ડેકોરેશન ઘર ખરીદતી વખતે જ અમલમાં આવે છે.
ઘરનું ઘર ચાહે એ ટેનામેન્ટ, ફલેટ કે બંગલો હોય… ક્ષમતા પ્રમાણે તે ખરીદ્યા પછી દરેક વ્યક્તિ પોતાની ઇચ્છા, આર્થિક સદ્ધરતા મુજબ તેને સજાવવાનો પ્રયત્ન કરે છે. ઘર ખરીદવાનું નક્કી કર્યા પછી તે અંડર કન્સ્ટ્રકશનમાં હોય ત્યારથી જ ઇન્ટિરિયર ડેકોરેશન વિશે દરેક વ્યક્તિ વિચારે છે.
તેમ છતાં ઇન્ટિરિયર ડેકોરેશન મહદ્ અંશે એક આર્થિક બાબત હોવાથી દરેક માટે આ કરવું શક્ય નથી હોતું. કારણ કે, પોતાની આર્થિક બચત અને લોન લઇ ઘર ખરીદવાની કવાયત તેમણે અગાઉ કરેલી હોય છે. ત્યાર પછી લોનના પરત કરવાના હપ્તા અને પછી પણ ઘણું બધું! આથી ઇન્ટિરિયર ડેકોરેશન તેમના માટે વર્ષો સુધી શક્ય બનતું નથી.
સાધન-સંપ્ન્ન વ્યક્તિ માટે ઇન્ટિરિયર ડેકોરેશન ઘર ખરીદતી વખતે જ અમલમાં આવે છે. રિસેલ, કન્સ્ટ્રકટેડ કે અન્ડર કન્સ્ટ્રકશન ગમે તે રીતે ઘરનું ડીલ કર્યું હોય તેના ઇન્ટિરિયર ડેકોરેશન માટે તે પોતાની પ્રક્રિયા શરૂ કરે છે.
ઘરનું એલિવેશન, ફલોરિંગ, વોલ પેન્ટિંગ, ફર્નિચર, ઘરની બારીઓના પડદા, ઘરના ડ્રોઇંગ રૂમમાં સજાવટની વિવિધ આઇટમો, કિચનની ટાઇલ્સ તેમજ એરેન્જમેન્ટ, કિચન ફર્નિચર, બેડરૂમ, વોલ પેપર્સ, હેંગિંગ્સ, ઇન્ડોર ગ્રીન પ્લાન્ટ્સ, ટોઇલેટ-બાથરૂમ્સ, વોલ ટાઇલ્સ, ટેરેસ, બંગલાઓના પોર્ચિસ, વિવિધ પ્રકારના હિંડોળાઓ આ બધું ઇન્ટિરિયર ડેકોરેશનના ભાગરૂપ હોવા છતાં ઘણા પોતાની ક્ષમતાનુસાર ગાર્ડન લેન્ડસ્કેપિંગ જેમાં વિવિધ ફૂલ-ઝાડ, ફળ-ઝાડ, ઓર્નામેન્ટલ પ્લાન્ટસ સાથે ગાર્ડન વોક-વે, હોજ, ફુવારા, વોટર ફલો ફોલ્સ, ડેકોરેટિવ સ્ટેચ્યુઝ વગેરે રખાવે છે. એટલું જ નહિ, નાના પ્રકારના સ્વિમિંગ પુલનું આયોજન પણ ઘણા શોખીનો કરે છે.
હાલમાં ઘરને સજાવવા નિષ્ણાતો, સલાહકારો પણ ઉપલબ્ધ હોવાથી ઇન્ટિરિયર ડેકોરેશન કરાવવા ઇચ્છનારને પોતાના બજેટ સિવાય કશું વિચારવાનું રહેતું નથી.
ઘરના ફલોરિંગ વિવિધ પ્રકાર અને રંગોના શેડમાં થાય છે. ડ્રોઇંગરૂમ, બેડરૂમ, કિચનમાં ઘણાં એકસરખું ફલોરિંગ કરાવડાવે છે. ઘણાં તેમાં વિવિધતા પણ મૂકે છે. ફલોરિંગ સ્ટોનથી કરવાનું હોય તો વિવિધ રંગના માર્બલ, ગ્રેનાઇટ પથ્થરોથી કરાવી શકાય છે, પણ સામાન્યપણે વિવિધ રંગના અને સાઇઝના માર્બલ પસંદ કરવામાં આવે છે. જ્યારે ગ્રેનાઇટનો ઉપયોગ ઘરની બહારની દીવાલો પર કરવાનો ટ્રેન્ડ ઘરને નેચરલ લૂક આપવાનો હોય છે. ડ્રોઇંગરૂમની એકાદ દીવાલ ગ્રેનાઇટ સ્ટોનથી કરાવતાં ડ્રોઇંગરૂમને સુંદર સજાવટ પ્રાપ્ત થાય છે. સિરામિક ટાઇલ્સ વિવિધ શેડ્સ અને સાઇઝમાં બજારમાં મળી રહે છે. તેનો પણ ફલોરિંગમાં ઉપયોગ કરી શકાય છે. બાથરૂમ અને ટોઇલેટ્સ ફલોરિંગ એસિડપ્રૂફ ટાઇલ્સથી કરવામાં આવે છે. આ ટાઇલ્સ રફ સર્ફેસ ધરાવતી હોય તેવી વાપરવામાં આવે છે. જેથી ભીનાશને કારણે લપસી ન પડાય. ડ્રોઇંગરૂમમાં કોઇ એક દીવાલ પર વિવિધ ડિઝાઇનની ટાઇલ્સ પસંદ કરી લગાવવામાં આવે છે જે અન્ય ત્રણ દીવાલોને કરેલા પેન્ટિંગની શોભા વધારે છે. ટાઇલ્સ કે સ્ટોન્સ દીવાલો પર લગાડવાથી ચોમાસામાં લીકેજને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે અને દીવાલોને પેન્ટ કરવાના ખર્ચમાંથી રાહત મળે છે. આર્થિક બજેટને અનુરૂપ વોલ પેપર પણ લગાડવામાં આવે છે. તેમાં પણ સરસ મજાના કુદરતી મનોહર દ્શ્યો જેમ કે પર્વત, જંગલ, જંગલના ઝરણાં, વોટર ફોલ, સૂર્યોદય, સૂર્યાસ્ત, પક્ષીઓના ઝૂંડ વગેરે ઉપલબ્ધ હોવાથી ઘરમાં જ મનોરમ્ય વાતાવરણ ઊભું કરી શકાય છે. કિચન પ્લેટફોર્મ પણ કોટાસ્ટોન, માર્બલ સ્ટોનના બનાવવામાં આવે છે. જેથી સાફ-સફાઇ માટે અનુકૂળતા રહે છે. પ્લેટફોર્મ પાસેની દીવાલો પર સુંદર શેડમાં, સુંદર ડિઝાઇનોની ટાઇલ્સ બે ફૂટથી ચાર-પાંચ ફૂટ સુધી લગાવવામાં આવે છે.
ઘરના ફલોરિંગ બાબતે છેલ્લા થોડા વર્ષોથી વુડન ફલોરિંગ કન્સેપ્ટ લોકપ્રિય થવા લાગ્યો છે. ઓક, મેપલ, વોલનટ, વેલો, બીચ, ચેરી વગેરે વિવિધ લાકડાંમાંથી ફલોરિંગ બનાવવામાં આવે છે. હાર્ડવુડનું બજેટ ઘણું ઊંચું હોવાથી અતિ ઉચ્ચ વર્ગના લોકો જ તેને પસંદ કરી શકે છે. મોટાભાગે કેનેડા, અમેરિકા, બ્રાઝિલ, સ્વિડન, પોલેન્ડથી આયાત થાય છે જે રેડી ટુ યુઝ પ્રોડક્ટ તરીકે લાવવામાં આવે છે. આ એક ખૂબ જ લકઝુરિયસ બુક આપતો કન્સેપ્ટ ગણી શકાય.
ઘરની છત પણ ઇન્ટિરિયર ડેકોરેશનમાં વધુ રમણીયતા આપી શકે છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી વિવિધ મોલ્ડેડ ડિઝાઇનો છતને સુંદરતા બક્ષે છે. હવે ઘણી જગ્યાએ એક રૂમમાંથી બીજા રૂમના ખૂલતા દરવાજાની ફરતે પણ પ્લાસ્ટર ઓફ પેરિસની ડિઝાઇનો બનાવવામાં આવતી હોવાથી ઇન્ટિરિયર ખૂબ જ સુંદર બને છે. વોલ પેન્ટિંગ દીવાલોના રક્ષણ માટે જરૂરી હોવા ઉપરાંત તેનાથી ઘરના ઇન્ટિરિયરને સારો, સુંદર, શાંત લૂક આપી શકાય છે. નિષ્ણાતો અને ઘરના પરિવાર બંનેની સંમતિથી વિવિધ મિશ્રિત રંગોથી દીવાલોનું પેન્ટિંગ કરી ઘરના ઇન્ટિરિયરને વધુ સારો લૂક આપી શકાય છે. ઇન્ટિરિયર ડેકોરેશન `તુંડે તુંડે મતિર્ભિન્ના’ની ઉક્તિ પ્રમાણે હોવાથી કોઇ એક ટ્રેન્ડ કે કન્સેપ્ટ તેના લૂકમાં હોતો નથી. ઇન્ટિરિયર ડેકોરેશન ઘણી બાબતો પર આધાર રાખે છે. જેમાં આર્થિક પાસું ખૂબ જ મહત્ત્વનું ગણાય છે. દીવાલોને પેન્ટ કરવાની સફર ચૂનાથી શરૂ કરી પ્લાસ્ટિક પેન્ટ સુધીની હોય છે. તેના વિવિધ શેડ ઘરના ફલોરિંગ, છતની ડિઝાઇન, ફર્નિચર, પરિવારનું સ્ટેટ્સ, ઘરની સાઇઝ, લોકેશન વગેરે બાબતો પર નિર્ભર કરે છે. ઉપરાંત, દરવાજા, બારીઓ, વગેરેની ડિઝાઇન પણ ધ્યાનમાં લેવી પડે છે. હવે પહેલેથી ફર્નિચર તૈયાર ન કરાવ્યું હોય તે વખતે ઇન્ટિરિયર ડેકોરેશનને અનુરૂપ ફર્નિચર ડિઝાઇન કરવામાં આવે છે. જોકે,ઇન્ટિરિયર ડેકોરેશનમાં બાકીના મુદ્દાઓનો સમન્વય જાળવી એકાદ મુદ્દે બાંધછોડ કરવામાં આવે છે. નિષ્ણાતો આ બાંધછોડ ખૂબ જ ખૂબીથી કરતા હોય છે. જેથી જોનારાને કે આગંતુક મહેમાનોને ખ્યાલ આવે નહિ અને આવે તો ટીકા ન કરી શકે.
ઘરની સજાવટના મુખ્ય ત્રણ ઘટક ફલોરિંગ, છત અને દીવાલો ઉપરાંત ફર્નિચર પછી વોલ હેન્ગિંગ, વોલ ફિટિંગ્સ, છત હેન્ગિંગ, શો-કેસ, વિવિધ ચીજવસ્તુઓ, કાચની, લાકડાંની, મેટલની, લાઇટિંગના ફિટિંગ્સ, ઇન્ડોર પ્લાન્ટ્સ, પ્લાન્ટર્સ, પોટ્સ જે સિમેન્ટ, માટી, પ્લાસ્ટિક્સ કે મેટલ્સના પ્રાપ્ય હોય છે તેની પસંદગી પણ મહત્ત્વની હોય છે. બારી-બારણાંના પડદાઓનું કાપડ, તેની વેરાઇટીઝની પસંદગી, સરકતા ઉપર-નીચે કરી પ્રકાશ નિયંત્રણ કરી શકાય તેવા પ્લાસ્ટિક બ્લાઇન્ડસ, બાંબુ બ્લાઇન્ડઝ, સ્પે. કોટેડ ફેબ્રિક રોલર બ્લાઇન્ડસ પડદાઓ વિવિધ રંગોમાં અને વિવિધ ડિઝાઇનોમાં મળે છે. તેનો ઉપયોગ ઇન્ટિરિયર ડેકોરેશનના એક ઘટક તરીકે થતો હોય છે. તેનાથી તાજગીનો ઉમેરો થાય છે. બાથરૂમમાં ક્રોમિયમ પ્લેટેડ, સ્ટેનલેસ સ્ટીલ, બ્રાસના ફિટિંગ્સ શાવર્સના વિવિધ પ્રકારો પણ ઈન્ટિરિયર ડેકોરેટિવ્સના એક અંગ તરીકે સ્વીકૃત થયા છે. મોટા ઘરોમાં સિરામિક બાથટબ, એક્રેલિક પ્લાસ્ટિક્સ અને અન્ય પ્લાસ્ટિક્સ મટિરિયલ્સના બાથટબ પણ પ્રચલિત છે. બાથટબમાં પણ હોટ વોટર, કોલ્ડ વોટર ફિટિંગ્સ આ બધુ બાથરૂમ્સ ઇન્ટિરિયરના ભાગરૂપ હોવા ઉપરાંત પ્રસાધન એરેન્જમેન્ટ્સમાં ફુલ સાઇઝ મિરર, વોશ બેસિન બાથરૂમની શોભામાં ચાર ચાંદ લગાવવામાં ઉપયોગી નીવડે છે.
આ સુંદર ઇન્ટિરિયર જે આહલાદકતા, શાંતિ, શીતળતા, સુખ સાથે સમાધાન અને આનંદ આપતું હોય ત્યારે તેની સાફ-સફાઇ, સાર-સંભાળ, મેન્ટેનન્સ જેવા મુદ્દાઓ પરત્વે બેઘ્યાન ન થવાય તેનો ખ્યાલ રાખવો ખૂબ જ અગત્યનું છે. ઇન્ટિરિયર ડેકોરેશનમાં વસ્તુઓનો અતિરેક કરવો જોઇએ નહિ. જૂની વસ્તુઓના સ્થાને નવી ડેકોરેટિવ વસ્તુ આવે તે પરિવર્તનનો ખ્યાલ ખોટો નથી.
ફલોરિંગ એ વારંવાર બદલી કરી શકાય નહિ, એટલે તેની પસંદગી તીક્ષ્ણ વિચારથી કરવી જરૂરી છે. ફર્નિચર માટે પણ સમય સાથે બદલાતી ડિઝાઇનો પાછળ દોટ મૂકવી પણ આવકાર્ય ન ગણાય, વોલ પેઇન્ટ પણ લાંબા સમય સુધી જળવાય તેવા પસંદ કરવામાં શાણપણ છે, તેમ છતાં તેને રિન્યૂ કરવા જરૂરી છે. શેડને બદલવા પાછળ બાકી ઇન્ટિરિયર્સમાં સુધારા-વધારા કરવાનો વિચાર ખર્ચાળ બની શકે છે. એટલે પેન્ટને રિન્યૂ કરવાનું ઉચિત ગણી શકાય.
અંતે મની, મની… મની હોય તો બધું જ શક્ય છે, કશું જ અનુચિત નથી ગણાતું, કારણ ઇન્ટિરિયર ડેકોરેશન પરિવારને પ્રતિષ્ઠા, ગૌરવ, સુખ-શાંતિ અને આનંદ આપ્નારું એક મહત્ત્વનું અંગ છે. આર્થિક નબળા કે સધ્ધર પરિવારને પણ ઇન્ટિરિયર સારું બનાવવાની ઉત્સુકતા કહો કે ઘેલછા કહો તે સ્વાભાવિક છે. પછેડી પ્રમાણે પગ પસારવા એ સિદ્ધાંત યાદ રાખવો, ત્યાર પછી, ગૌરવ અને સ્પર્ધાત્મકતા માટે વિચારવું જરૂરી છે.
યે ઘર બહુત હસીન હૈ…
એચ. દેસાઇ
આંતરિક સુશોભનકળા :
દુનિયામાં એવું કોઇપણ પ્રાણી નહિ હોય જેને સુંદરતા ના ગમતી હોય. જો બુદ્ધિ વગરના એવા પશુ-પંખીઓને પણ સુંદરતા વિશેનું ભાન હોય તો પછી મહાન બુદ્ધિશાળી ગણાતા મનુષ્યમાં તો સુંદરતાનું ઘણું જ મહત્ત્વ હોવું જોઇએ. સુંદરતા મનની હોય એ જરૂરી છે, સાથે તનની સુંદરતા પણ એ ચાહે છે. પરંતુ તેની આસપાસ સંકળાયેલી દરેક વસ્તુઓમાં પણ તે એટલું જ જરૂરી છે. પછી તે તેનું ઘર હોય કે ઓફિસ. સુંદરતા નિખાર ત્યારે જ લાવી શકે કે જ્યારે એને અંદરથી તેમજ બહારથી યોગ્ય રીતે, સમજણપૂર્વક સુશોભિત (ડેકોરેટ) કરવામાં આવે. સુઘરી નામનું પક્ષી જે સમજપૂર્વક અને આયોજનપૂર્વક એનું ઘર બાંધે છે. તે કોઇ આર્કિટેક્ટથી કમ નથી. અરે, કુદરત પણ આપણને આ વિશેનું ઘણું બધું જ્ઞાન આપે છે જો આપણે નજર દોડાવીએ તો.
ટૂંકમાં આયોજનપૂર્વક અને સમજણપૂર્વકની ગોઠવણીથી તેમજ યોગ્ય રંગોના તાલમેળથી, કુદરતને સાથે રાખીને મેળવાતી સુંદરતા એટલે સુશોભનકળા (ડેકોરેશન). એ આંતરિક (Interior) પણ હોય અને બાહરી (Exterior) પણ. સુંદર સુશોભિત ઘર- ઓફિસથી માનવી સ્નેહથી, ઉલ્લાસથી, આનંદથી અને હળવાશથી જીવન માણી શકે છે.
સુંદર ઘર: (Beautiful Home)
કેવું હોવું જોઇએ :
દરેક પોતાનું ઘર સુંદર હોય એવું હંમેશાં ઇચ્છે છે અને એ સુંદર ત્યારે બને જ્યારે નીચે મુજબની જરૂરિયાતો પરિપૂર્ણ થાય…
- હવાની મુક્ત અવરજવર (Cross-Ventilation) વાળું ઘર હોવું જોઇએ. જેથી ઘર હંમેશાં તાજગીયુક્ત લાગે અને તેને કારણે પ્રસન્નતા રહે.
- પવનની દિશા દક્ષિણ-પશ્ર્ચિમ (wind direction-south west) હોવી જોઇએ.
- ચોખ્ખાઇ (Cleanliness) : ઘર સુંદર ત્યારે જ લાગે, જ્યારે ત્યાં ચોખ્ખાઇ હોય. કહેવાય છે કે જ્યાં ચોખ્ખાઇ હોય ત્યાં પવિત્રતા લાગે. પ્રભુને પણ ચોખ્ખાઇમાં વાસ કરવો પસંદ છે. આ માટે ઘરના કચરા, પસ્તી, ભંગારનો નિકાલ સમયસર કરવો જોઇએ. ઘર જ્યારે ગંદું અને કચરાવાળું હોય ત્યારે તેની અસર અજાણપણે ઘરના વાતાવરણમાં અને ઘરના સભ્યોમાં નકારાત્મક સ્વરૂપમાં (ગયલફશિંદય યરરયભિ)ં જોવા મળે છે. ચીડિયાપણું, બેચેની વગેરે નકારાત્મક સ્વરૂપ ગણી શકાય. માટે ઘરનું વાતાવરણ તાજગીયુક્ત અને પ્રેમભર્યું રાખવા માટે ચોખ્ખાઇ ખૂબ જ જરૂરી છે.
- વ્યવસ્થાવાળું ઘર હોવું જોઇએ. આવું ઘર હંમેશાં મોટું અને સુંદર લાગે છે. દરેક ચીજવસ્તુ માટે યોગ્ય જગ્યા રાખવી જોઇએ. તે જ રીતે દરેક સભ્યો માટે પણ તેમને યોગ્ય જગ્યા ફાળવવી જોઇએ. ભલે ઘરમાં વસ્તુઓ ઓછી હશે, પણ તેને યોગ્ય રીતે ગોઠવણ કરી હશે તો ઘર અવશ્ય સુંદર લાગશે જ.
- યોગ્ય રંગ-પસંદગી (Perfect colour schemeય)વાળું ઘર હોવું જોઇએ. રંગોની પસંદગી વાતાવરણ ઉષ્માભર્યું લાગે તેવી હોવી જોઇએ.
- શાંતિ અને આનંદ મળે તેવું ઘર મંદિર જેવું જ લાગે.
- બારીની રચના (window view) એવી હોવી જોઇએ, જેનાથી કુદરત સાથે સંપર્કમાં રહી શકાય. (દા.ત. હવા, પ્રકાશ, સુગંધ વગેરે વગેરે)
- સાદગીવાળું (Simple), પણ સાફ-સૂથરું ઘર સૌને પ્યારું લાગે. ખોટાં ભપકાં ના બતાડવા જોઇએ.
- એકમેક સાથે સંલગ્ન વ્યવસ્થા(Functional) હોવી જોઇએ. દા.ત. ડાઇનિંગ ટેબલ રસોડા નજીક હોય વગેરે…
- ગૂંચવાડાભર્યું કે ગીચતાવાળું (conjusted) ઘર ન હોવું જોઇએ.
આમ ઉપર મુજબ સુંદર ઘર વિશેની જરૂરિયાતો જોતાં સુંદર ઘરના પાયામાં નીચેના મુદ્દા લઇ શકાય…
-સાદગી - સ્વચ્છતા - વ્યવસ્થા - યોગ્ય ગોઠવણી - યોગ્ય રંગોની પસંદગી - વાસ્તુ અને પર્યાવરણ
ક્યાં હોવું જોઇએ :
સ્વાભાવિક છે કે વારે વારે કાંઇ ઘર લઇ શકાતું નથી. જ્યારે પણ ઘરની પસંદગીનો પ્રશ્ર્ન આવે ત્યારે યોગ્ય રીતે વિચાર કરીને નીચેની વાત ધ્યાનમાં રાખીને પસંદગી કરવી જોઇએ.
- LOCALITY : આસપાસની વસતી આપણા લાયક છે કે નહિ તે જોવું.
- STATUS : આપણા કયદયહ (સ્તર)ના અડોશ-પડોશ હોવા જોઇએ.
- ઘોંઘાટવાળી જગ્યા ન હોવી જોઇએ. જેમ કે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શાળા, શાકબજાર વગેરે જેવા ઘોંઘાટવાળા સ્થળની નજીક પસંદગી ન કરવી જોઇએ. આનાથી ઘરમાં વાતાવરણ અશાંત લાગે છે.
ઘરમાં કલા (આર્ટ) લાવો :
જેમ કે..
- સંગીત(મ્યૂઝિક)
- ચિત્રકળા(પેન્ટિંગ).. જેમાં કુદરતી, લેન્ડસ્કેપ, પશુઓ, પંખીઓ, ફળો, ફૂલો તથા તાન્ઝોર પેન્ટિંગ, મિનિએચર, મંડાણા પેન્ટિંગ, Tribles paintings, કેલેન્ડર જેમાં જાણીતા ચિત્રકારો, હુસૈન, રાજા રવિવર્મા વગેરેના ચિત્રો, પિછવાઇ વગેરે વગેરે લાવી શકાય.
- શિલ્પકળા-મૂર્તિ….
(Sculpture / Statues)
- સ્થાપત્ય
- સાહિત્ય
સારા શોખનો વિકાસ
કરવો જોઇએ
(Develop Good Test) :
તે માટે..
- ડિઝાઇનના મૂળ સિદ્ધાંતો (Basic Principles)ને ન્યાય આપો.
- સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ)ને વધારો.
- સારા પુસ્તકોમાંથી ડિઝાઇન શોધો.
- સારા ઘરનો અભ્યાસ કરો, તેને જુઓ.
- Choosy (સારી પસંદગી /ચોક્કસ પસંદગીવાળા) બનો. (જેમાં ઓછી વસ્તુ ખરીદો પણ ગુણવત્તાને ધ્યાનમાં રાખો.)
- યોગ્ય ડિઝાઇન પસંદ કરો. (વધુ ભપકાંવાળી કે વધુ ઝાંખી વસ્તુ પસંદ ન કરો.) સારી અને ખરાબ ડિઝાઇનમાં રહેલ ભેદ પારખો.
આવી બાબતોને જો ધ્યાનમાં રાખશો તો આપ પણ જરૂર કહેશો કે..યે ઘર બહુત હસીન હૈ…
‘વ્હાલ વાવી જોઈએ’ : ગૌરાંગભાઈ ઠાકરનો બીજો કાવ્યસંગ્રહ
રવિવારે નવમી મે નાં રોજ આપણા પ્રિય કવિ શ્રીગારાંગભાઈ ઠાકરનાં બીજા કાવ્યસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. વળી, લયસ્તરો ઉપર પણ એનું ખાસ ઇ-મોચન કરવામાં આવ્યું હતું ! એમના પહેલા કાવ્યસંગ્રહનું નામ તો લગભગ બધાને ખબર જ છે - ‘મારા હિસ્સાનો સૂરજ ‘. એમના આ બીજા કાવ્યસંગ્રહનું નામ એમણે રાખ્યું છે - ‘વ્હાલ વાવી જોઈએ ‘ ! મિત્રો, એમનું આ નામ તમને થોડું જાણીતું લાગ્યું ને? કારણ કે કદાચ તમને આ શિર્ષકવાળી એમની એક ગઝલ એમના ગઝલ-પઠન સાથે યાદ આવી ગઈ હશે, જે આપણે અહીં ગયા વર્ષે માણી ચૂક્યા છીએ : વ્હાલ વાવી જોઈએ :-)
તો એમના આ નવા કાવ્યસંગ્રહમાંની બીજી બે ગઝલોની થોડી ઝલક આપણે એમનાં જ અવાજમાં માણીએ… જે આપણે આમ તો આગળ અહીં અને લયસ્તરો પર અપ્રગટ ગઝલો તરીકે માણી જ ચૂક્યા છીએ.

(કાવ્યસંગ્રહનું મુખ્યપૃષ્ઠ…)
સ્વર : ગૌરાંગ ઠાકર
[See post to listen to audio]
*
એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.
આખી ગઝલ ગૌરાંગભાઈનાં હસ્તાક્ષર સાથે અહીં વાંચો !
*
ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઈ,
માવજત માળીની બસ વિસરાઈ ગઈ.
લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.
વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ.
સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.
કોણ પડછાયા ઉપાડી જાય છે ?
એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ.
*
પ્રિય ગૌરાંગભાઈને એમનાં આ બીજા કાવ્યસંગ્રહ માટે આપણા સૌના તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…
આ સાથે જ માણો -

આઉટલૂક એ પ્રોપર્ટીનું ઘરેણું છે…
`પ્રવર્તમાન સંજોગોમાં રિયલ એસ્ટેટ-પ્રોપર્ટી ક્ષેત્રે ઘણો જ સારો માહોલ જોવા મળી રહ્યો છે.’ આમ કહે છે શરણમ્ ગ્રૂપ્ના ધર્મેશભાઇ ચોરડિયા. વડોદરા શહેરમાં બિલ્ડર વ્યવસાય ક્ષેત્રે શરણમ્ ગ્રૂપ્નું બહુ મોટું નામ છે. હાલ શહેરના ફતેગંજ-પ્રતાપગંજ વિસ્તારમાં તેના નવા પ્રોજેક્ટ હાથ ધરાનાર છે. ધર્મેશભાઇ ચોરડિયાના કહેવા મુજબ સરકાર દ્વારા છઠ્ઠા પગારપંચના અમલીકરણથી પગારમાં ખૂબ જ વધારો આવ્યો. પરિણામે ખરીદશક્તિ પણ વધી જેના પરિણામ સ્વરૂપે દરેક ક્ષેત્રમાં તેજીનો માહોલ સર્જાયો છે. તેમાંય ખાસ કરીને શેર માર્કેટ, સોનાના બજારમાં અને રિયલ એસ્ટેટ-પ્રોપર્ટી ક્ષેત્રે પણ તેજી સર્જાઇ. લોકોની માગ સામે સપ્લાઇ ગેપ્ના કારણે પ્રોપર્ટીના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. તેમ છતાં લોકોને પ્રોપર્ટી ક્ષેત્રે પોતાનું રોકાણ સુરક્ષિત અને ફાયદાકારક લાગતાં લોકો માટે લાંબાગાળાનું રોકાણ કરવું હોય તો રિયલ એસ્ટેટ-પ્રોપર્ટી ક્ષેત્ર જ સેફ અને લાભકારક પૂરવાર થયું છે. આ માટે હિતકારક અને ઘણો સારો સમય હાલનો તબક્કો ગણી શકાય.
સરકારની હાલની નીતિ વિશે ચોરડિયાએ જણાવ્યું હતું કે, ગવર્નમેન્ટ પોલિસી સંતોષકારક નથી. સરકારે સર્વિસ ટેક્સ અમલી બનાવ્યો. જેના પરિણામે બાંધકામ ક્ષેત્રે રો-મટિરિયલ્સના ભાવોમાં ધરખમ ઉછાળો આવ્યો. પરિણામે નાના વેપારીઓ પર માઠી અસર જોવાઇ રહી છે. પ્રવર્તમાન સંજોગોમાં એફએસઆઇ વધારવી જોઇએ. બિલ્ડિંગ ક્ષેત્રે હાઇટ પણ વધારવી જોઇએ. આજે પ્રચાર અને પ્રસારના માધ્યમો ઘણા બધા હોવાથી ગ્રાહકો જાગૃત થઇ ગયા છે. એથીય વિશેષ ધંધાકીય સ્પર્ધામાં ટકી રહેવા અમે ગ્રાહકને સારું અને સુવિધા સાથેનું સર્વોત્તમ બાંધકામ આપીએ છીએ. ઉપરાંત ગ્રાહકોને તમામ સુવિધા બાહ્ય આઉટલૂક સાથે તદ્ન ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ કલાઇમેન્ટને ઘ્યાનમાં રાખીને અમે કમર્શિયલ મકાનો બનાવીએ છીએ. વિદેશી ટેકનોલોજીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. છેલ્લા 9 વર્ષથી આ વ્યવસાય સાથે હું સંકળાયેલ છું. મારા ભાગીદારો ચિરાગ પટેલ, રણવિરસિંહ ચૌહાણ, હિમાંશુ તલાટી અને ઘર્મેન્દ્રસિંહ ચૌહાણ પણ સારા અનુભવી છે.
`ક્રિસ્ટલ ક્યુબ’ એ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે : મનીષ પટેલ (કેયા રિયલ્ટી)
રિયલ એસ્ટેટ ડેવલપર્સ વ્યવસાયલક્ષી કે સ્વલક્ષી પ્રગતિમાં જ શ્રદ્ધા ધરાવે છે કે સાંપ્રત કાળની જરૂરિયાત, રિયલ્ટી ક્ષેત્રનું અને ગ્રાહકનું હિત તેમજ રાષ્ટ્ર નિર્માણની પણ ભાવના ધરાવે છે તે જાણવા `ફલિંગ્સે’ વડોદરાના એક અગ્રણી કેયા રિયલ્ટીના મનીષ પટેલ સાથે કરેલા સંવાદમાંથી જાણવા મળ્યું કે, વિશ્ર્વ આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યું હોવા છતાં રિયલ્ટી સેક્ટર પ્રગતિ કરી રહ્યું છે અને શેરબજાર કે પ્રોપર્ટી માર્કેટ બંનેમાંથી રોકાણકારોએ પ્રોપર્ટી માર્કેટને રોકાણ માટે પસંદ કરવામાં ખોટું નથી. કારણ કે, સરકારની નીતિ સારી છે.
આ જ કારણથી પ્રોપર્ટીના ભાવ ધીમે ધીમે ઊંચકાઇ રહ્યા છે. મોલ કે મલ્ટિપ્લેક્સ ફાયદાકારક અને જરૂરી હોવાનું માનતા મનીષભાઇએ ગુજરાતમાં વેસ્ટર્ન કલ્ચરની હિમાયત કરી હતી. છેલ્લા સાત વર્ષથી તેઓ બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી ગ્રાહકોના મનને ઓળખી તેમની ઇચ્છા મુજબ સારી ક્વોલિટી અને સારી વર્કમેનશિપ આપવાના તેમના પ્રયત્નો હોય છે. તેમના મતે બિલ્ડિંગના અંદરના સ્પેસ જેટલું જ મહત્ત્વ આઉટલૂકનું પણ છે. ગુણવત્તાયુક્ત બાંધકામ સાથે ગ્રાહકને સંતોષ થાય તેવી સવલતો પૂરી પાડવી જ જોઇએ, પરંતુ માર્કેટને પણ ન અવગણવાની તેમની નીતિ છે. ટાઇનશિપ કે હાઉસિંગ સ્કીમોમાં વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે હોમ થિયેટર સિસ્ટમ, જોગિંગ ટ્રેક અને સ્વિમિંગ પુલ અને પર્યાવરણ અને ઇકો ફ્રેન્ડલી બાંધકામમાં રૂચિ તેમણે દર્શાવી હતી. મુંબઇ પછી વડોદરાને કાર્યક્ષેત્ર તરીકે તેઓ પસંદ કરે છે. વરસાદી પાણી સંગ્રહની સિસ્ટમ દરેક બિલ્ડરે બનાવવી જોઇએ અને સરકારે તેને ફરજિયાત કરવી જોઇએ તેવો દ્ઢ મત પણ તેમણે પ્રગટ કર્યો હતો.
હાલમાં `ક્રિસ્ટલ ક્યુબ’ નામથી સાકાર થઇ રહેલા પ્રોજેક્ટને તેમનો ડ્રીમ પ્રોજેક્ટ ગણે છે અને પ્રોપર્ટી ખરીદનારાઓને સલાહ આપતા જણાવ્યું હતું કે, હોમ લોન-પ્રોપર્ટી લોન સરળતાથી મળતી હોવા છતાં પોતાના આર્થિક સ્રોતો અનુસાર જરૂર પૂરતી જ લોન લેવી જોઇએ. તેમની મેનેજરિયલ કેપેબિલિટી બાબતે તેમણે હળવાશની પળોમાં બોલતાં જણાવ્યું હતું કે, બિલ્ડર બનવામાં કસ ના હોત તો કોઇ કંપ્નીના ડાયરેક્ટર તરીકે કામ કર્યું હોત.
Archives
- September 2010
- August 2010
- July 2010
- June 2010
- May 2010
- April 2010
- March 2010
- February 2010
- January 2010
- December 2009
- November 2009
- October 2009
- September 2009
- August 2009
- July 2009
- June 2009
- May 2009
- April 2009
- March 2009
- February 2009
- January 2009
- December 2008
- November 2008
- October 2008
- June 2008
- May 2008
- March 2008
- January 2008
Top 5 blogs at WP
- "ગુજરાતી ગઝલ™"
- મારા વિચારો, મારી ભાષામાં!
- "કુરુક્ષેત્ર"
- ગુર્જર કાવ્ય ધારા.........a way of talking
- પરમ સમીપે













શરણમ ગ્રૂપ્ના ભાગીદારો ચિરાગ પટેલ, ધર્મેશભાઇ ચોરડિયા, ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, રણવિરસિંહ ચૌહાણ, હિંમાશું તલાટી તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

