Browsing all articles in નિબંધ
રણ તો લીલાંછમ – ગુણવંત શાહ
[‘રણ તો લીલાંછમ’ પુસ્તકમાંથી સાભાર.] [1] નાનકડું એ રૂપકડું સુખી લોકોનું એક લક્ષણ હોય છે. તેઓ થાક ન લાગે તોય આરામ કરી શકે છે. ભૂખ ન લાગી હોય તોય તેઓ ખાતાં રહે છે. તરસ ન લાગી હોય ત્યારે પણ શરબત પીવાની ટેવ ખબર ન પડે એમ પડી જાય છે. કોઈ ખાસ આપત્તિ વગર પણ તેમનો [...]ઊઘડવાની અવસ્થા – રીના મહેતા
[‘ખરી પડે છે પીંછું’માંથી સાભાર.] વર્ષો પછી આ રીતે તરબોળ ભીંજાઉં છું, બલ્કે ભીંજાવું પડે છે. પહેલાં તો ભીંજાવા માટેનાં અનેક બહાનાં હતાં. જેમ કે, છત્રી ભૂલી જવાતી, રેઈનકોટ ન જડતો, કશેક પહોંચવામાં મોડું થઈ જતું. વરસાદ ત્રાંસો આવતો, છત્રી કાગડો થઈ જતી…. હવે ન ભીંજાવાનાં અનેક કારણ અથવા બહાનાં છે. પણ, આજે પહેલા નહિ [...]આફત આવ્યા પહેલાં – મોહમ્મદ માંકડ
[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.] આ મહિનામાં, આ તારીખે અત્યારે તમે આ લેખ વાંચી રહ્યા છો. પરંતુ ગયા વર્ષે આ મહિનામાં આ તારીખે આ સમયે તમે શું કરતા હતા તે કહી શકશો ? મોટા ભાગે નહીં કહી શકો, અરે, ચોક્કસ નહીં કહી શકો. એ જ રીતે આવતા વર્ષે આ મહિનાની આ તારીખે તમે શું કરતા હશો તે [...]સચ કા સામના – રિષભ મહેતા
[‘નવનીત સમર્પણ’ મે-2010માંથી સાભાર.] ઊભા છો આપ કે અટકી ગયા છો ? લો, જવાબ આપો. હજી નીકળ્યા જ કે પહોંચી ગયા છો ? લો, જવાબ આપો. નથી સમજી શકાતું ખુશનુમા ચહેરો નિહાળીને હસ્યા કે આપ આંસુ પી ગયા છો ? લો, જવાબ આપો. હજી ગઈ કાલ સુધી ફૂલને ઓળખતા પણ નો’તા અચાનક આજ કાં મહેકી [...]ગઝલ – રશીદ મીર
[‘ગઝલવિશ્વ’માંથી સાભાર.] તારી ભરપૂરતાના સમ ખાવું, આવ, ખાલીપણાને છલકાવું. સાંજ ઢળતાં જો આપ આવો તો, રાતરાણીની જેમ મહેકાવું. આ અબોલાંય બોલકાં છે બહુ, કોને કોને જઈને સમજાવું ? દર્પણોની ગલીમાં ઊભો છું, લાવ ચહેરો જરાક સરખાવું ! દેહ પર સેંકડો ઉઝરડા છે, વાંસવનમાં પડ્યું છે અટવાવું. આપને ઝાંઝવા મળ્યાં રણમાં, હું તો ઘરમાં રહીને ભરમાવું. ‘મીર’ આવાગમન તો રહેવાનું, હું ગયો છું તો પાછોયે આવું.ભીતર-બહાર – પ્રવીણ દરજી
[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] એક ભારતીય જન માટે ઋગવેદના ઋષિની જેમ જ, આ વિશ્વ કુતૂહલભર્યું છે. જ્યારે જીવ-અજીવ કશું અહીં અસ્તિત્વ નહીં ધરાવતું હોય ત્યારે આ વિશ્વ કેવું હશે ! અને જીવ-અજીવ પછીનું આરંભકાળનું વિશ્વ પણ કેવું હશે ! વિશ્વ માટે આપણા મનમાં અનેક આશ્ચર્યો ભર્યા છે, અનેક પ્રકારનું વિસ્મય રહ્યું છે. કવિ રવીન્દ્રનાથે આપણા સમયમાં તો [...]શૈશવની સાંજ – જયંત પાઠક
[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-4માંથી સાભાર.] અમારે જમીન ખરી, પણ ખેતીનો ધંધો નહિ. દાદાએ જુવાનીમાં જાતે ખેતી કરેલી. પછી તો જમીન ભાગે કે સાંથે ખેડૂતોને ખેડવા આપીએ; પણ ઘેર ઢોર ખરાં. અમારાં બંને ઘરનો અર્ધો ભાગ ઢોર માટેની કૉઢ રોકે. ઢોરને બાંધવા માટે દોરડાં વણવાનું, માંદા પડે ત્યારે ઉપચાર કરવાનું, એમને માટે ઘાસચારો લાવવાનું કામ દાદાને માથે. [...]કૃષ્ણને કરવું હોય તે કરે ! – સુરેશ દલાલ
દાંત તો હવે દંતકથા ને ચોકઠું ચમત્કાર તાલ મિલાવી ચાલતો રહું : સમયની વણઝાર આંખની મારી છીપમાં જુઓ બંધાયાં બે મોતી એક પછી એક ફેંકી દીધાં : ઝળહળ ઝળહળ જ્યોતિ પગમાં મારા અડગ ખડક, લોહીનું ઝીણું ઝરણ ધીમે ધીમે વહેતું રહે : થાંભલા જેવા ચરણ હાથ તો કદી કંપે જરી : કદીદ શબ્દ ધ્રૂજે તોયે મારો જુવાનિયો જીવ સૈનિક જેવો ઝૂઝે ઈન્દ્રિયોનો હદથી [...]ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
[ માનવીય સંબંધો, સ્વભાવ, જીવન અને પ્રકૃતિના વિષયો પર હૃદયને સ્પર્શે એવી ભાષામાં ચિંતન રજૂ કરવાની કૃષ્ણકાંતભાઈની કલમની કુશળતા છે. તેમના ‘ચિંતનની પળે’ પુસ્તકમાંના કેટલાક લેખ આપણે ગતવર્ષે માણ્યા હતા. આજે માણીએ વધુ બે લેખ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ કૃષ્ણકાંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825061787 અથવા આ [...]ટીકા કરવી સહેલી છે, પણ…. – જયવતી કાજી
[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] બેન્જામીન ફ્રેન્કલીને એક વખત કહ્યું હતું, ‘જીવનમાં બે વસ્તુ જ નિશ્ચિત છે. એક મૃત્યુ અને બીજા કરવેરા.’ પરંતુ મને એમ લાગે છે જીવન સાથે એક ત્રીજી વસ્તુ પણ સંલગ્ન છે અને તે છે ટીકા, આલોચના, નિંદા-‘ક્રિટીસિઝમ’ ! ભાગ્યે જ કોઈ ટીકામાંથી બચી શકતું હોય છે. તમે કંઈ કરો તોપણ ટીકા થવાની અને ન [...]સફળતા જોઈએ છે ? – સુધીર દેસાઈ
[‘જલારામદીપ’ સામાયિક (વડોદરા)માંથી સાભાર.] દરેક માનવીને જીવનમાં સફળતા જોઈએ છે. પણ સફળતા મળતી નથી. કારણ ? દુનિયામાં એવા ઘણા બધા માણસો છે, જે આને માટે વિચારે છે. આ કંઈ એક બે માનવીનો પ્રશ્ન નથી. મોટાભાગના માનવીઓને જીવનમાં કંઈક પામવું હોય છે. પણ પામી શકતા નથી. મને પહેલેથી જ આ વિષયમાં રસ. એટલે આ વિષય ઉપર કંઈ [...]ગઝલ – જલન માતરી
જેને ખુદાની સાથે વધુ પ્યાર હોય છે એ હોય છે ગરીબ ને લાચાર હોય છે. એના ઉપર તો જીતનો આધાર હોય છે મરવાને માટે કેટલા તૈયાર હોય છે. ઊડતા રહે છે ચોતરફ કોઈ રોક-ટોક વિણ આકાશમાં જે પંખીઓ ઊડનાર હોય છે. વ્યક્તિને જોઈને એ ખૂલી જાય છે તરત દ્વારો ઘણી જગાના સમજદાર હોય છે. હદમાં રહીને જીવવા જે માગતી નથી એવી જ વ્યક્તિઓ બધી [...]ગઝલ – રવીન્દ્ર પારેખ
તૂટી હો ભેખડ પર ભેખડ, કેમ કરી ત્યાં કે’વું કે રડ ! બીજાને શું શોધે છે તું ? સૌથી પહેલાં ખુદને તો જડ ! વેચે તો પૈસા દૈ જાજે – લૈ જા આજ મને તું જાંગડ ! વ્હેતી જાત હજી રોકી લે, બાકી તો શઢ ઊડે ફડફડ ! લાગે છે લડવું ના છોડે, માન ન માન હશે મારું ધડ ! લડવા માટે જાત જ શોધે [...]‘છે’ ને છે તરીકે અને ‘નથી’ ને નથી તરીકે સ્વીકારીએ ! – દિનકર જોષી
[‘અખંડ આનંદ’માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ આદરણીય શ્રી દિનકરભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો.] મહાભારતના કર્ણ પર્વમાં એક એવી ઘટના આવે છે કે જે લોકોના ધ્યાન ઉપર ઓછી મુકાઈ છે પણ એનું અર્થઘટન અને એનો સંકેત ઘણો વ્યાપક [...]આત્મપરીક્ષણનો અરીસો – ભૂપત વડોદરિયા
[અનિવાર્ય સંજોગોને કારણે આજે બીજી અન્ય નવી કૃતિ પ્રકાશિત ન કરી શકાઈ હોવાથી, અગાઉ પ્રકાશિત થયેલો આ લેખ અહીં પુનઃપ્રકાશિત કરવામાં આવે છે. આ કૃતિ ‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપેલ છે.] પેરિસમાં સોળસો ને તેરમી સાલમાં પંદરમી સપ્ટેમ્બરના રોજ જન્મેલા લા રોસેફો કોલ્ડે માણસનાં છિદ્રો [...]અમે મોં ફેરવી લીધું – નીતિન વડગામા
બધી મસ્તી મજાઓથી અમે મોં ફેરવી લીધું, જર્જરિત એ જગાઓથી અમે મોં ફેરવી લીધું. વરસવાનું વચન આપી હમેશાં છેતરે છે એ, ગરજતાં વાદળાંઓથી અમે મોં ફેરવી લીધું. સદા બસ આભમાં ઊડ્યા કરે છે એ જ કારણથી, પરીની વારતાઓથી અમે મોં ફેરવી લીધું. ઠરીને ઠામ એ થાતાં નથી ક્યારેયને ક્યાંયે, ખરેલાં પાંદડાંઓથી અમે મોં ફેરવી લીધું. અભિનય સાવ સઘળો આજ એનો પાંગળો લાગ્યો, ઉપરછલ્લી અદાઓથી [...]શૈશવ અને હું – ભગીરથ બ્રહ્મભટ્ટ
મોટપણ પ્રાપ્ત થાય છે ત્યારે બાળપણ વિકસે છે, વિરમે છે ? બાળપણ એ જીવનનો સ્મરવા જેવો તબક્કો છે કે વિસ્મરવા જેવો ? કોની મૂડી મોંઘી – બાળપણની કે મોટપણની ? વિસ્મયના કિલ્લા મોટા કે સ્વ-અર્થનાં મહાલયો ? આ સર્વે સવાલો મને મારા ગામની કેડીએ ચઢાવે છે અને હું મારાં સ્મરણ-ચરણ થકી પહોંચી જાઉં છું મારા [...]Archives
- July 2010
- June 2010
- May 2010
- April 2010
- March 2010
- February 2010
- January 2010
- December 2009
- November 2009
- October 2009
- September 2009
- August 2009
- July 2009
- June 2009
- May 2009
- April 2009
- February 2009
- January 2009
- December 2008
- November 2008
- October 2008
- June 2008
- May 2008
- March 2008
- January 2008




