Jul
29

લોકસાહિત્યના કોપીરાઇટ – ઝવેરચંદ મેઘાણી

લોકસાહિત્યના કોપીરાઈટ પ્રશ્ને આજથી અડધી સદીથીય વધારે સમય પહેલા શ્રી ઝવેરચંદ મેઘાણીએ ગ્રામોફોન કંપનીઓ સામે કરેલી લડતની વાત અહીં તેમણે આલેખી છે. જન્મભૂમીમાં તેમણે ૨૯ જુલાઈ ૧૯૩૭, આજથી બરાબર ૭૩ વર્ષ પહેલા આ લેખ લખેલો. જો કે સાહિત્યના અનેક પ્રકારો વચ્ચે આ પ્રસંગ એક અલગ વાત લઈને આજે પ્રસ્તુત કર્યો છે છતાં એક અનોખો પ્રસંગ છે, લોકસાહિત્યની તેમની રચનાઓ વિશે શ્રી મેઘાણી લખે છે, 'જોગીદાસ ખુમાણ જ્યારે તમે વાંચતા હશો ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ કોઈએ ઉતરાવી આપી હશે. એ કથાને નાટક લેખે વાપરનારાઓ, વૃતાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી-ત્રીજી રીતે જાહેર મૂકનારાઓ, સહુ એવો સંતોષ અને દાવો ધરાવતાં કે આ તો પ્રચલિત સાહિત્ય છે, એ સર્વકોઈના અધિકારની સામગ્રી છે. તમને ભાગ્યે જ એ સત્ય સમજાશે કે એ સમગ્ર કથા વણવા મારે વાણાતાણા કરવા પડ્યાં છે, ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈ, ગઢવી દાદાભાઈ, ખોજા વાલજી ઠક્કરે, ડુંગરના સ્ંધી પસાયતાએ - નામો જેનાં નથી એવા બીજા કેટકેટલાએ અક્કેક અસ્થિ આપ્યું. આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું, અને તેના ઉપર ઉર્મિની અંજલી છાંટીને પ્રાણ જગાડ્યો છે."
Jul
29

Rhythms of India – World Premier on JUL 31 [ARTICLE ATTACHED]

Rhythms of India - Link to the Past, Bridge to the Future: SATURDAY JULY 31, 2010 - 7 PM નદંતા પ્રસ્તુત "રીધામ્સ ઓફ ઇન્ડિયા" ના વર્લ્ડ પ્રીમિયર ઉપર [...]
Jul
29

प्रसीद देवि प्राणदा !!

या देवी सर्व भूतेषु चिती-रूपेण संस्थिता शक्तिरूपा शान्तिरूपा श्रद्धारूपा रूपातिता [...]
Jul
29

ૐ નમો ભગવતે વાસુદેવાય

ૐ નમો ભગવતે વાસુદેવાય સંગીતકાર:- હરિપ્રસાદ ચૌરસિયા ૐ નમો ભગવતે વાસુદેવાય ૐ નમો ભગવતે [...]
Jul
29

નીકળે..

  લાગણીની પાળ  જેવું નીકળે, આંસુ તો ખડકાળ જેવું નીકળે. ભેજ ક્યાં મળતો હતો આ શબ્દમાં? પત્રમાં [...]
Jul
29

S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2010-07-29 21:36:00

ફૂંક બે તું મારજે, શઢમાં ખુદા
છે પછી બે હાથ મારા, નાખુદા

છે અરીસો એજ કે, છું હું અલગ
આજ ચહેરા સાવ લાગે બેહુદા

સહેજ પીળી ચટ્ટ શંકાએ જુઓ
પાંદડાઓ ડાળથી પડતા જુદા

લાગણી નક્કર હતી મારી છતાં
આપણા સંબંધ જાણે બુદબુદા

યાદમાં હું કોઈની, મળતો નથી
ક્બ્ર પર મારી લખી દો ગુમ શુદા
Jul
29

પિતાનું આપણા જીવનમાં કેટલું મહત્વ?

પિતાનું આપણા જીવનમાં કેટલું મહત્વ? માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ [...]
Jul
29

જામનગરી…

અમે જેને પેટીસ કહી...એને ઇ કચોરી ક્યે... અમે કહી માંડ્વી ઘણી બધી થૈ...માંડવીયુ મલક થઇ...એમ ક્યે, ચોકડી [...]
Jul
29

!*!*!*!*! વૃધ્ધાવસ્થા કયાં વિતાવશો ? પરિવાર સાથે કે વૃધ્ધાશ્રમમાં ? !*!*!*!*! (via અરવિંદ અડાલજાનો બ્લોગ)

સામાન્ય રીતે સૌ કોઈ વૃધ્ધત્વ અર્થાત ઘરડાપણાની અવસ્થા મોડી આવે તેવું ઈચ્છ્તા હોય છે. લાંબી ઉમર [...]
Jul
29

ચાહને ગૂંજાવતું રમે……રમેશ પટેલ(આકાશદીપ)

હૃદય એટલે લાગણીથી છલકતું લહેરાતું સરોવર. પ્રેમની આરાધના કરતું ,શોધતું અને સદા ભાવ [...]
Jul
29

હું માનવી

તમે પંખીને જુઓ છો ત્યારે ક્યારેય વિચાર આવ્યો છે કે એને ઓફીસ જવાનું ટેન્શન નથી ..એને રસોઈ નું [...]
Jul
29

ગ્રહોનાં સંબંધ

ગ્રહોનાં સંબંધ ચાર પ્રકારે થાય છે.

૧. યુતિ

કોઈ પણ બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સ્થિત હોય ત્યારે તે બે ગ્રહોની યુતિ થઇ કહેવાય. આપણે અગાઉ જોયું હતું કે ગ્રહ બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે અને પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે. જયારે બે ગ્રહો યુતિ કરે છે ત્યારે તેઓ ઘણાં અંશે એકબીજાને પ્રભાવિત કરે છે. જેટલું અંતર ઓછું તેટલો પ્રભાવ વધારે.

આ ઘટનાને પતિ-પત્નીના સંબંધનાં ઉદાહરણ દ્વારા સમજીએ. જયારે બે અજાણી વ્યક્તિઓ લગ્નસંબંધમાં બંધાઇને એક જ ઘરમાં સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે તે બંને એકબીજાની પ્રકૃતિ અને આદતોથી અસર પામે છે. પતિની કેટલીક આદતો પત્ની ગ્રહણ કરી લે છે અને પત્નીની કેટલીક આદતો પતિ ગ્રહણ કરી લે છે. બંનેના સ્વભાવમાં પણ એકબીજાની હાજરીથી બદલાવ આવે છે. આવું જ કંઈક બે ગ્રહોની યુતિ થવાથી થાય છે.

બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સાથે રહીને યુતિ કરે ત્યારે તેઓ એકબીજાની પ્રકૃતિ અને કારકત્વથી અસર પામે છે. ગ્રહ જે ભાવનો સ્વામી હોય તે ભાવને લગતી બાબત પર પણ યુતિમાં સાથે રહેલા ગ્રહનો પ્રભાવ પડે છે. વળી જયારે એક ગ્રહ બે ભાવનો સ્વામી હોય ત્યારે એક અટપટું સંયોજન પેદા થાય છે. આ યુતિ જે ભાવ અને રાશિમાં થતી હોય તે ભાવ અને રાશિનો પ્રભાવ પણ આ ગ્રહો પર પડે છે.

બે ગ્રહો જ્યારે એક રાશિમાં ૧૨ અંશ કે તેથી ઓછાં અંતરે હોય ત્યારે યુતિનું સૌથી વધુ ફળ મળે છે. આમ છતાં બે ગ્રહો વચ્ચે એક અંશ કરતાં પણ ઓછું અંતર હોય ત્યારે તે અશુભ ગણાય છે. ઉપરાંતમાં જ્યારે કોઈ ગ્રહ સૂર્યથી આશરે ૧૦ અંશ નજીક હોય ત્યારે સૂર્યનાં તેજથી પ્રભાવિત થઈને અસ્ત થઇ જાય છે. (જુઓ ગ્રહોનો અસ્ત)

૨. પરસ્પર દ્રષ્ટિ યોગ

ગ્રહો પરસ્પર એકબીજા પર દ્રષ્ટિ કરીને વધુ એક રીતે એકબીજાને પ્રભાવિત કરે છે. આ રીતે દ્રષ્ટિ કરીને ગ્રહ પોતાની પ્રકૃતિ, કારકત્વ અને સ્વામીત્વને લગતી બાબતોની બીજાં ગ્રહ સાથે આપ-લે કરે છે. પ્રત્યેક ગ્રહ પોતાનાથી સપ્તમ સ્થાનમાં રહેલી રાશિ અને ગ્રહ પર દ્રષ્ટિ કરે છે. આથી સામાન્ય રીતે જયારે ગ્રહો એકબીજાથી સપ્તમ સ્થાનમાં હોય ત્યારે પરસ્પર દ્રષ્ટિ યોગ રચાય છે. પરંતુ મંગળથી શનિ ચોથે હોતાં મંગળ અને શનિ વચ્ચે પણ પરસ્પર દ્રષ્ટિ યોગ રચાય છે.

૩. એકપક્ષીય દ્રષ્ટિ યોગ

એક ગ્રહની બીજાં ગ્રહ પર દ્રષ્ટિ હોય પરંતુ બીજાં ગ્રહની દ્રષ્ટિ પ્રથમ ગ્રહ પર ન હોય ત્યારે આ યોગ રચાય છે. આ યોગમાં ગ્રહ પોતાની પ્રકૃતિ, કારકત્વ અને સ્વામીત્વને લગતી બાબતોનું બીજાં ગ્રહ પર વહન કરે છે. બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ પોતાના સ્થાનથી સપ્તમ સ્થાન ઉપરાંત વધારાની દ્રષ્ટિ ધરાવતા હોવાથી તેમના દ્રષ્ટિ કરવાને લીધે આ યોગ રચાય છે.

૪. પરિવર્તન યોગ

જયારે એક ગ્રહ બીજાં ગ્રહની રાશિમાં અને બીજો ગ્રહ પ્રથમ ગ્રહની રાશિમાં સ્થિત હોય ત્યારે પરિવર્તન યોગ રચાય છે. દા.ત. શુક્ર ધનુ રાશિ સ્થિત હોય અને ગુરુ વૃષભ રાશિ સ્થિત હોય. પરિવર્તન યોગમાં રહેલા ગ્રહો સ્વરાશિ સ્થિત હોય તે રીતે વર્તે છે. આ બાબતનું ઉદાહરણ આપીને સમજાવું તો ધારોકે બે મિત્રો અલગ -અલગ શહેરમાં પોતાનું ઘર ધરાવે છે. કોઈ કારણોસર બંનેને એકબીજાના શહેરમાં રહેવાનું થયું હોવાથી એક મિત્ર બીજાં મિત્રના ઘરમાં રહે છે જ્યારે બીજો મિત્ર પ્રથમ મિત્રના ઘરમાં રહે છે. અહી બંને મિત્રો એકબીજાના ઘરમાં રહેતા હોવાથી બંને બીજાના ઘરની પોતાના ઘરની માફક જ સંભાળ રાખશે અને નુકસાન પહોંચાડવાનો વિચાર નહિ કરે.
Jul
29

બાપા જલારામ

                        બાપા જલારામ

તાઃ૨૯/૭/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનું રટણ કરતાં,પ્રભુ કૃપા મેળવાઇ ગઇ
જગમાં મળેલા જન્મને,સ્વર્ગની સીડી મળી ગઇ
                                 ……….રામનામનું રટણ કરતાં.
સંસારની સાંકળમાં રહીને,માનવતા મહેંકી ગઇ
આવી આંગણે માગે ભીખ,એ જીવની જગે જીત
ભક્તિની છે એ બલીહારી,નાજગમાં એ અજાણી
મળે શાંન્તિ ત્યારે જીવને,પ્રભુદેહ ધરે અવનીએ
                                    ………રામનામનું રટણ કરતાં.
સંસ્કાર મળે છે માબાપથી,નાજગે તેમાં કોઇ શંકા
તનથી મહેનત સંગ,ને મનથી રામનામ લેવાય
અન્નદાનની અજબશક્તિ,ના કોઇથી એ મેળવાય
ઉજ્વળ જીવન બનીરહે,જ્યાં સાતપેઢી તરી જાય
                                  ………..રામનામનું રટણ કરતાં.
માગણી મનથી પરમાત્માને,દેજો ભક્તિનો સંગ
ના આવે માયામોહના બંધન,જે દુનીયાનો રંગ
જલારામની શ્રધ્ધા,ને વિરબાઇ માતાને વિશ્વાસ
નસેનસમાં રામનામથી,નારહે જન્મે કોઇ ઉદાસ
                                      ……..રામનામનું રટણ કરતાં.

+++************************************+++

Jul
29

મોહમાયાના સબંધો ના છુટે !

        મોહમાયાના સબંધો ના છુટે ! મોહમાયાના સબંધો ના [...]
Jul
29

સંવાદ – પ્રભુલાલ સાથે.

29.07.2010 Prabhulal: namaskar mara vhaalaa atmswaroop kem chho? Prabhulal: hamna khya chho? Akhil: વલસાડ. તમને મેઇલ લખી હતી. ફેરફાર અંગેની જાણ સારુ Prabhulal: hamna [...]
Jul
29

આજની જોક

સ્રોત : ફોઈમ કોપેક ( ફોર્વડેડ ઈમેલમાં મળ્યું; કોપી પેસ્ટ કર્યું ) સાભાર : 1) મૂળ અનામી કલ્પના કાર; [...]
Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

Professional Web Hosting with Neepra.com

RSS Top 5 blogs at WP

Blogroll