Mar
9

કારણ વગર !

ગીત કે મળશે ગઝલ : કારણ વગર ! શબ્દની પકડી મજલ : કારણ વગર ! ફૂલ કૂંડામાં ખીલેલું જોઈને- સુખ પામું [...]
Mar
9

મહિલા દિવસ – શું થયું?

* ક્યાંક ફેસબુક પર વાંચેલું કે પોતાની પત્નિને જ મુખ્યમંત્રી બનાવનાર અને પુત્રવધુ માટે [...]
Mar
9

રાહુલ મહાજન કા સ્વયંવરઃ 21મી સદીમાં 10મી સદીના વિચારો…


'તે ત્રણેય છોકરીઓ મને પ્રેમ કરે છે, પણ હું જેને પ્રેમ કરું છું તેની સાથે લગ્ન કરીશ.' આ શબ્દો છે ભાજપના ભૂતપૂર્વ ખજાનચી સ્વ. પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજનના. તે સપૂત છે કે કપૂત તેનો ફેંસલો તમારી વિવેકબુદ્ધિ પર છોડું છું. ડિમ્પીના ગળામાં વરમાળા પહેરાવ્યાં પછી રાહુલબાબા ગર્વ સાથે બોલે છેઃ''આ શોના ઓડિશન દરમિયાન તે મને કહ્યું હતું કે તું પાંચ વર્ષની હતી ત્યારથી લગ્ન કરવાનું સ્વપ્ન સેવી રહી છે. એટલે કે 16 વર્ષથી મારી રાહ જુએ છે.' 21 વર્ષની ડિમ્પી અને 34 વર્ષનો અધગધો (મને બાપના પૈસા તાગડધિન્ના કરતાં મોટા હોંઠવાળા અધાગધા જ લાગે છે) રાહુલ મહાજન!

એનડીટીવી ઇમેજીન પર આ શો ચાલુ થયો ત્યારે મને એમ હતું કે રાહુલ મહાજનના ભૂતકાળને ધ્યાનમાં રાખીને એક અબજથી વધારે વસતી ધરાવતા આ દેશમાં વધુમાં વધુ 100 યુવતીઓ તેની સાથે લગ્ન માટેની અરજી કરવાનું સાહસ કરશે. રાખી સાવંત સાથે લગ્ન કરવા સેંકડો યુવાનો અરજી કરે તેમાં કોઈ નવાઈ નથી. તે વિવાદો સર્જવા જાણીતી છે પણ રાહુલ મહાજનની જેમ અસામાન્ય મનોસ્થિતિ ધરાવતી નથી. રાખ સાવંતે કદાચ જાણીજોઈને પબ્લિસિટી સ્ટંટ કર્યા છે, પણ રાહુલ મહાજનની જેમ ગુનાહિત અને કલંકિત ઇતિહાસ ધરાવતી નથી. જોકે આશ્ચર્ય વચ્ચે સેંકડો યુવતીઓએ રાહુલ મહાજનને વરમાળા પહેરાવવા અરજી કરી. નવાઈ લાગી અને ગાંડા અને ગાંડીઓના ગામ ન હોય, તે તો દરેક ગામમાં હાજર જ હોય તેનો પુરાવો મળી ગયો. આ શોમાં ફક્ત ડીમ્પીએ જ નહીં પણ એક અન્ય સ્પર્ધક યુવતી પ્રિયદર્શિની સિંહે પણ કહ્યું કે, ''તે 14 વર્ષની હતી ત્યારથી તે રાહુલને તેના મનનો માણિગર માને છે.''

ડિમ્પીના અદાઓ અને વિધાનોમાં પ્રેમ ઓછો હતો અને નાટક વધારે હતું. તે કોઈ ફિલ્મમાં કામ કરી રહી હોય તેવું લાગતું હતું. કદાચ એવું પણ બને કે અનેક યુવતીઓ રાહુલ મહાજનને માધ્યમ બનાવી ટીવીની દુનિયામાં પગપેસરો કરવા માગતી હોય. ડિમ્પીએ એવું દેખાડવાનો પ્રયાસ કર્યો કે તે બહુ બહાદુર છે. કોઈ પણ પરિસ્થિતિમાં હિમ્મત હારી જતી નથી અને તેના ચહેરા પર હાસ્ય ફરકતું રહે છે. કદાચ તેને આ બહાદુરીની જરૂર છે. રાહુલ મહાજન સાથે લગ્ન પછી તેની જરૂર પડે તો નવાઈ નહીં. તેણે એવું કહ્યું કે, ''તે સંયુક્ત પરિવારમાં રહેવા માગે છે. તે બહુ મહત્વાકાંક્ષી નથી અને આ લગ્ન તેના માટે 'ડ્રીમ કમ ટ્રુ' છે.''

ડિમ્પીએ જે વાત કરી તેના મુદ્દા ખાસ ધ્યાનમાં લેવા જેવા છે. ખરેખર આ શોનું હાર્દ જ ડિમ્પીની પસંદગી અને તેની વાતો છે. તે જ સંદેશ છે. આ શોમાં વારંવાર એવું સ્થાપિત કરવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ બહુ મહત્વાકાંક્ષી ન હોવું જોઈએ અને તેના માટે પતિ પરમેશ્વર છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના બરોબર બે દિવસ પહેલાં આ શોમાં મહિલાઓને ગૂંગી ગુડિયા તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ શોની સ્ક્રીપ્ટ લખનારે વારંવાર એવું સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો કે છોકરી બાળપણથી જ લગ્ન કરવાનું સ્વપ્ન સેવે છે!

શરૂઆતમાં રાષ્ટ્રીય મહિલા પંચે આ શોનો વિરોધ કર્યો હતો, પણ ખબર નહીં ચેનલવાળાઓએ શું સેટિંગ કર્યું કે સંગઠન સાથે જોડાયેલી બધી મહિલાઓ ચૂપ થઈ ગઈ. મેરા ભારત મહાનના મહાન સંગઠનો કદાચ બૂમબરાડા પણ સેટિંગ માટે જ પાડતાં હોય તો તેનું આશ્ચર્ય ન થવું જોઈએ. 21મી સદીમાં રજૂ થતાં આ શોમાં દસમી સદીના વિચારો રજૂ કરવામાં આવ્યાં અને મહિલાઓનો ગૂંગી ગુડિયા તરીકે રજૂ કરવામાં આવી. કદાચ હવે એવું પણ બને કે આ જ ચેનલ હવે રાહુલનું જીવતું જગતિયું કરવાનો શો રાખે અને તેમાં ડિમ્પીને સતી કરવા માટેની વકીલાત કરે...ડિમ્પી ભલે સતી ન થાય ટીઆરપી તો વધવાની જ છે ને.....

આ શોમાં રાહુલની ઇમેજ સુધારવા જોરદાર પ્રયાસ કરવામાં આવ્યો. એક આખા એપિસોડમાં રાહુલના ભૂતકાળ સાથે સંબંધિત સવાલો પૂછવામાં આવ્યાં. તેમાં આ રાજકુમારે અન્ય સેલિબ્રિટીઓની જેમ તેના શરમજનક ભૂતકાળ માટે મીડિયાને દોષિત ઠેરવ્યું. આ એપિસોડમાં રાહુલે તેની ભૂતપૂર્વ પત્ની શ્વેતા સિંહ વિશે કહ્યું કે, ''શ્વેતા હજુ પણ મારી મિત્ર છે. મારા જન્મદિવસે સૌથી પહેલો ફોન તેનો જ આવે છે.'' ધનિકોને હડાહડ જૂઠ્ઠાણું બોલવાનો જન્મજાત અધિકાર હોય છે! શ્વેતાએ એક મુલાકાતમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, ''રાહુલ આ શોની ટીઆરપી વધારવા માટે રાહુલ મને બોલાવવામા માગતો હતો. એટલું જ નહીં હું તૈયાર થવું તો ફરીથી મારી સાથે જ લગ્ન કરવા માગતો હતો.'' આ માટે શ્વેતાને મોટી રકમ પણ ઓફર કરવામાં આવી હતી. પણ શ્વેતા તો ગધાપચીસીથી પરિચિત હતી....

ચલતે-ચલતેઃ બોલીવૂડના સ્વયંપ્રસ્થાપિત સુપરસ્ટાર અને સ્રૈણ ડોન શાહરૂખ ખાનનું સૌથી જાણીતું ફિલ્મી નામ શું છે?
Mar
9

આજની ખાટી મીઠી..

જેની નીચે તમારા નામની સહી કરવા તૈયાર ન હો એવું કશું બોલશો નહીં..
Mar
9

જીવનના સાત પગલાઃઆ ક્ષણથી સારા કાર્યો કરવા મંડી પડો.

Subject: જીવનના સાત પગલા................ જીવનના સાત પગલાઃઆ ક્ષણથી સારા કાર્યો કરવા મંડી [...]
Mar
9

ચન્દલાની પ્રથા બંધ છે ! – Bharat Pandya

ઍક લગનના રીસેપશનમા બધી બૈરીઓ ચન્દલા વગરની હતી. ઍક વડીલે પુછ્યું ‘ આ બધીઓ કોરાકપાળ વાળી કેમ છે ? [...]
Mar
9

ઇચ્છા મૃત્યુ

શ્રધ્ધાનો વિષય છે, પૂરાવાની ક્યાં જરૂર છે. કુરાનમાં તો પયગંબરની સહી નથી. http://bit.ly/cTY37o ખબર નથી પડતી [...]
Mar
9

પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.] [અ]  જેવું મન એવો માણસ, જેવી સવાર એવો દિવસ વર્ષ વીતી રહ્યું છે. ઋતુ બદલાઈ રહી છે. વર્ષભરની તાજગી ભરી શકાય એવા દિવસો આપણે માણ્યાં છે પરંતુ આ નવા તાજગીસભર દિવસોમાં પણ આપણી સવાર તાજગીભરી રીતે શરૂ થાય છે ખરી ? આપણે તાજગીભરી રીતે સવારે ઊંઘમાંથી જાગી, ઊઠીએ છીએ, ખરા ? શિયાળાના દિવસો [...]
Mar
9

આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસની ખુબ ખુબ વધાઈ…

આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસની ખુબ ખુબ વધાઈ...સ્ત્રી સામાજીક, ધાર્મિક, વ્યવારિક  તેમજ દરેક [...]
Mar
9

ના પૂછજો તમે…રમેશ પટેલ(આકાશદીપ)

Thanks...web jagat. અહીં કેલિફોર્નિયા ખાતે ,માર્ચ માસમાં વૃક્ષો નવ પલ્લિત થઈ રહ્યા છેઅને છોડવા પુષ્પોથી [...]
Mar
9

શબદુંની જાતરાઉં કાઢી…

‘રવ રવ’ ગૌરવગાન ! શબ્દોના સાથીયા પુર્યા, અલકબાઈ ! સુંવાળા સાથીયા પુર્યા; ઉઘાડાં ભોણ કૈંક [...]
Mar
8

આંચકી

આંચકી દીવસમાં એક વાર એક કપ ઠંડા પાણીમાં એક નાની ચમચી બાંધાની હીંગનું ચુર્ણ અને હીંગથી ચાર ગણો [...]
Mar
8

D. J. Lloyd on Star Plus for Amul Music ka Maha Muqqabla

                                 A Disc Jockey (D.J.) is a person who selects and plays recorded music for an audience. Originally, disk referred to phonograph records, while disc referred to the Compact Disc, and [...]
Mar
8

તેની જિંદગી બની જાઉં…

Hu E Nathi Je Koina Jivan Ni Varta Bani Jau, Hu E Nathi Ke Koini Ankhna Ashru Bani Jau, Hu To 1 Vahal No Dariyo 6u, Jena Jivan Ma Jau Teni Jindgi Bani jau. હું એ નથી જે કોઈના જીવનની [...]
Mar
8

એક ઔર ધરતીકંપ…

શૈલને થયું પોતે આ સ્ત્રીને, શચીને કયારેય સમજી નહીં શકે. સ્ત્રીને સમજવી અઘરી છે. તેવું તેણે [...]
Mar
8

મરજી

મારી પણ મરજીનુ ધ્યાન રાખ ઓ કનૈયા.... એ શું હર વખત તારી જ મરજી ચાલે ? નીશીત જોશી मेरी मरजी का भी खयाल [...]
Mar
8

મનનીવાત

માફ કરજો ઘણા દિવસોથી તમારી સાથે કોઇ વાત નથી કરી... આજે કઈક મનની વાત કરવી છે. આમ તો ઘણા સમયથી હું [...]
Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

RSS Top 5 blogs at WP

Flickr Photostream
FX7_0700-21IMG_2165In a hurrymiu& ki2