Browsing all articles tagged with ટૂંકી વાર્તાઓ
Jan
29

ગોવિંદનું ખેતર (ટૂંકી વાર્તા) – ધૂમકેતુ

ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન જાણીતું છે. વિષયવૈવિધ્ય, સચોટ અને સ્પષ્ટ પાત્રાલેખન, તાદ્દશ વર્ણનો અને ભાવનામય વાતાવરણની ચિત્રાત્મકતા, માનવ સંવેદનોની સૂક્ષ્મ અભિવ્યક્તિ, તીવ્ર સંવેદનો સાથે સમયોચિત કથાવસ્તુને કંડારીને તેમણે અનેક સુંદર ટૂંકી વાર્તાઓ આપી છે. પ્રસ્તુત વાર્તામાં નગરજીવનના મોહમાં રઘુનાથ મહારાજનો પુત્ર ગોવિંદ હર્યાભર્યા કુટુંબને, રાજપુર ગામને છોડીને શહેરમાં નોકરી કરવા જાય છે. શહેરના મોહમાં કૃત્રિમ અને પ્રદૂષિત જીવનવ્યવસ્થા તેને મોતના મુખમાં ધકેલે છે. અને જીવનના અંતે ફરીથી મૂળ જગ્યાએ આવે છે - (Read more...)

Original Source: http://aksharnaad.com

Jan
15

યાચક (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ

અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ'ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. પ્રસ્તુત વાર્તા ગુર્જર પ્રકાશનની વાર્તા ઉત્સવ માં છપાઈ ચૂકી છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદને વાર્તા મોકલવા (Read more...)

Original Source: http://aksharnaad.com

Jan
6

ખચ્ચાક (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક

હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમરચનાનો સ્વાદ અને આનંદ આપણે અનેક વખત લઈ ચૂક્યા છીએ. અક્ષરનાદ પર તેમની કૃતિઓ ખૂબ નિયમિતપણે આવતી રહે છે. અને તેમની રચનાઓને જોતા હું તેમને સૂચવું છું કે તેઓ માઈક્રોફિક્શન અને ટૂંકી વાર્તાઓનું એક પુસ્તક કરી શકે એવી સરસ અને ધારદાર કૃતિઓ તેમની કલમે રચાઈ છે. પ્રસ્તુત ટૂંકી વાર્તા પણ એક અનોખા પ્રસંગને કેન્દ્રમાં રાખીને વહે છે, અને અંતે એક રહસ્યનું ઉદઘાટન થતાં જ એ પૂરી થાય છે. આ સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા (Read more...)

Original Source: http://aksharnaad.com

Dec
19

પ્રસંગમોતીઓ… – સંકલિત

એક પાનાનું કે એથીય નાનકડું લખાણ, નાનકડો ચોટદાર અને મર્મસભર એક પ્રસંગ પણ વિચારોના વંટોળને સાચી દિશા આપવા સક્ષમ છે. નાનકડો દાખલો કે અનુભવ કે એક સુવાક્ય પણ જીવનમાં મોટી અસરો ઉપજાવી શકે. આજે આવા જ ત્રણેક પ્રસંગો અહીં ટાંક્યા છે અને અંતે બિલિપત્રમાં એક અનોખી પ્રાર્થના. આશા છે કે આજનું આ સંમિશ્રણ સૌને ઉપયોગી થઈ પડશે. આ પ્રસંગો અને કાવ્ય શ્રી મહેન્દ્ર મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત અનોખી પુસ્તિકા 'રોજેરોજની વાચનયાત્રા'માંથી સાભાર લીધું (Read more...)

Original Source: http://aksharnaad.com

Nov
17

ગોઝારાં નીર – પંકજ સોની

અડાજણ, સૂરતના રહેવાસી શ્રી પંકજભાઈ એન સોનીએ અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા, 'ગોઝારા નીર' પાઠવી છે. સૂરતમાં આવેલા પૂરની કારમી યાદો એમાં ડોકાય છે તો એક પરિવારની પીંખાઈ જવાની ઘટના હૈયું હચમચાવી મૂકે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આશા છે તેમની કલમે આવી વધુ કૃતિઓ આપણને મળતી રહેશે. તેમને આભાર સહ શુભકામનાઓ.

Original Source: http://aksharnaad.com

Nov
15

વિનિપાત – ધૂમકેતુ

વિનિપાત એ ધૂમકેતુ રચિત સમાજની પોતાની ઐતિહાસીક ધરોહરને વેડફી નાંખવાની અને એક અજાણ્યા પરદેશીએ તેને ઓળખીને જાળવવા દાખવેલ ઈચ્છાની વાત કરતી આગવી નવલિકા છે. પણ આટલું કહ્યા પછી એ પણ ઉમેરવું છે કે એ ફક્ત આવા વિષયવસ્તુ સાથેની એક સામાન્ય ટૂંકી વાર્તા નથી, એ વિષયવસ્તુ, સંવેદન, સર્જનની રચનારીતિ કે વર્ણન કૌશલ્યની દ્રષ્ટિએ અનોખી છે અને આપણી ભાષાના સર્વેશ્રેષ્ઠ સર્જનોમાં આગવું સ્થાન ધરાવે છે. શાળામાં પણ આ કૃતિ અમે ભણેલા એવું આછું યાદ આવે છે. ગુજરાતી (Read more...)

Original Source: http://aksharnaad.com

Nov
13

પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે (ઈ-પુસ્તક ડાઉનલોડ)

પ્રસ્તુત પુસ્તક 'પાંદડે પાંદડે જ્યોતિ', એ શ્રી મહેશ દવે દ્વારા સંક્ષેપ, સરળીકરણ અને સંકલન પામેલી અકેક પાનાની બોધપ્રદ અને સુંદર કથાઓનો સંગ્રહ છે. શ્રી મહેશ દવેની આ પુસ્તકોની શૃંખલા પાંદડે પાંદડે મોતી થી શરૂ થયેલી અને આ શૃંખલા ખૂબ પ્રચલિત થઈ વાચકો દ્વારા અનેરા પ્રેમ અને આદરને પામી છે. અક્ષરનાદ પર આ પુસ્તિકા ખૂબ લાંબા સમયથી મૂકાવા માટે તૈયાર હતી, પરંતુ અંગત મુશ્કેલીઓ અને છેલ્લા એક મહીના ઉપરાંતથી સમયની ભારે ખેંચતાણને પગલે તેની પ્રસ્તુતિમાં વિલંબ (Read more...)

Original Source: http://aksharnaad.com

Oct
13

ખેમી – રામનારાયણ પાઠક

શ્રી મનસુખલાલ ઝવેરી કહે છે તેમ કથનના ત્રણ મુખ્ય અંગો - પાત્ર, ક્રિયા અને વાતાવરણ વાચકના ચિત પર એક જ છાપ મૂકી જતા હોવાથી આને વાર્તામાં પ્રાધન્ય મળે તે કુદરતી છે. પાત્રોની ગતિવિધિ અને વાર્તાને અનુરૂપ વાતાવરણનું નિર્માણ પણ સર્જકના ચિત્રમાં ચાલતા અભિનિવેશ સાથે અનુકૂલન સાધે તો જ તેનું પરિણામ અનોખું આવી શકે. પ્રસ્તુત વાર્તામાં પણ આ જ વિશેષતા ભંડારાયેલી પડી છે. શ્રી રા. વિ. પાઠકની કલમનો ચમત્કાર અહીં સ્થળે સ્થળે થયા કરે છે. સામાન્યજીવનનું (Read more...)

Original Source: http://aksharnaad.com

Oct
7

હાથતાળી – રૂપેન પટેલ

શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત વાર્તા આજના જીવનની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. ઘણાં ગુનાહિત માનસ ધરાવતા લોકોના જીવનમાં ગુનો આચરવો એ સામાન્ય કાર્ય જેટલું સરળ થઈ ગયું છે. અને એ કાદવમાંથી નીકળવા માંગનારે સતત જાગૃત રહેવું ઘટે. રૂપેનભાઈની સરસ વાર્તાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ જ છે, પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

Original Source: http://aksharnaad.com

Sep
13

પાંચ દાણા – અજ્ઞાત

પ્રસ્તુત બોધકથા એક સરળ પણ અગત્યનિ વાત તરફ ધ્યાન દોરે છે, પહેલાના સમયમાં જે અગત્યનું મનાતું અને આજના સમયમાંતો જેની એથીય વધુ જરૂર છે એવું વ્યવહાર કૌશલ્ય - વિચારવિવેક સુખી અને ગૌરવપ્રદ જીવનનું એક અગત્યનું જમાપાસું છે. આજે અહીં મૂકેલી સરળ અને સુંદર વાર્તામાં વ્યવહારીક શાણપણ અને ચાતુર્ય દેખાડતી નાની વહુ જેવી ગૃહિણીઓ ખરેખર ગૃહલક્ષ્મી બની રહે એ ચોક્કસ છે.

Original Source: http://aksharnaad.com

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives