Browsing all articles tagged with નિબંધો
Sep
6

સાચો સમય – કીર્તિદા પરીખ

[ રીડગુજરાતીને આ જીવનપ્રસંગ મોકલવા માટે કીર્તિદાબેનનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kirtidasp@rediffmail.com અથવા આ નંબર પર +971 50 1364530 સંપર્ક કરી શકો છો. ] એ વખતે મારી ઉંમર લગભગ દશેક વર્ષની હશે. મારા પિતાજીનો નાનો એવો ધંધો હતો. એ જમાનામાં તો દીકરીને એક જ શેરી કે ગામમાં પરણાવતાં. તેથી મારી મમ્મી [...]
Sep
4

…તને મોડેથી સમજાશે – જિગર જોષી ‘પ્રેમ’

[તાજેતરમાં પ્રકાશિત થયેલ યુવાસર્જક શ્રી જિગરભાઈના (રાજકોટ) ગઝલસંગ્રહ ‘...તને મોડેથી સમજાશે’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jigarmsw@gmail.com અથવા આ નંબર પર +91 9925157475 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત અંતમાં આપવામાં આવી છે.] [1] પ્રાર્થનામાં એકસાથે કેટલું માંગી શકો ? જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને [...]
Aug
24

મૌનની આરતી – વર્ષા તન્ના

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] જ્યારે શ્યામ વાસંળી વગાડતા હોય અને આખી સૃષ્ટિ તેને સાંભળ્યા કરે અને જે ચૂપકીદી છવાઈ ગઈ હોય તે અલૌકિક હોય છે. તે ચૂપકીદી સભર સભર હોય છે. મૌન રળિયામણું હોય છે. ત્યારે બીજા અવાજો અણગમતા હોય છે. માત્ર કૃષ્ણની વાંસળીનો સૂર ગોપીઓને સાંભળવો છે. જ્યાં પોતાના હૃદયના ધબકારા પણ ખલેલ પહોંચાડે છે. [...]
Aug
22

ચોમાસું – ભૂપેન્દ્ર શેઠ ‘નીલમ’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] બેઠું છે કણ કણ ચોમાસું મનગમતું વળગણ ચોમાસું જે વરસે આલિંગન દેતાં- એવી છે સમજણ ચોમાસું તારું-મારું છે સહિયારું- બાંધે છે સગપણ ચોમાસું સારાં કે માઠાં વરસોને, દેખાડે દર્પણ ચોમાસું. મારું છે પ્રિયજન, છો વરસે છલકાવે આંગણ ચોમાસું ગોધણ પાછાં વળતાં વરસે ગાતો છે ચારણ ચોમાસું માગે ના વરસે, ના માગે વરસે, [...]
Aug
19

ઝલક નવરંગ – સુરેશ દલાલ

[ વિચારપ્રેરક નિબંધોની શ્રેણીના પુસ્તક ‘ઝલક નવરંગ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] અદેખી માણસજાત આપણે એકમેકને મળીએ છીએ ખરા, પણ એકમેકનું શોષણ કરવા………… – ટી. એસ. એલિયટ નોબેલ પ્રાઈઝ વિજેતા એલિયટે ‘ધ વેસ્ટ લૅન્ડ’ નામનું કાવ્ય લખ્યું. કાવ્યનો વિષય છે કે આપણી સંસ્કૃતિની ઈમારત કડડડભૂસ થઈ ગઈ છે. આપણે [...]
Aug
14

ગઝલ – આબિદ ભટ્ટ

[‘ગઝલ વિશ્વ’માંથી સાભાર.] જીવવું છે જેમણે સુવાસમાં, ફૂલને લેજો જરા વિશ્વાસમાં. એ જ નક્કી રૂબરૂ થાશે પછી, આજ ઓળખ જે ફરે છે શ્વાસમાં. હાજરીમાં થાય અવગણના અને, યાદ આવે એ નથી જે પાસમાં. ચાલવાનો આગમાં અનુભવ હતો, પગ સતત બળતા રહ્યા ભીનાશમાં ! મ્હેંકનું કારણ મળ્યું ના વાડને, છોકરી ઊભી હતી આડાશમાં ! આઠમો છે [...]
Aug
8

ગઝલ – હરીશ મીનાશ્રુ

[‘ગઝલવિશ્વ’ સામાયિકમાંથી સાભાર.] તલનું તાળું કૂંચી રજની મંજૂસ આજે ખોલ સૂરજની ધવલ ચાંદની શ્યામલ રજની ઠેઠ તળે ક્ષણ શુદ્ધ પરજની એક આંખ સમજણની પલકે તો બીજી અનહદ અચરજની ખર્યા પાંદડે આશિષ દેતી છબિ અમે દેખી પૂર્વજની રથ કોનો ને કોણ સારથિ પવન સગાઈ જાણે ધ્વજની કેવટને જાગી છે ઝંખા ઊડતા પંખીની પદરજની. મળી રોકડી બે’ક [...]
Aug
1

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એક છત નીચે બધાનાં થૈ ગયાં જ્યાં મન જુદાં, એકની એક જ ઘટે ઘટના છતાં વર્ણન જુદાં સંત હો કે હો શરાબી રંક કે રાજા ભલે, સર્વ બંધાયા અદીઠા, સર્વનાં બંધન જુદાં. હાથ તો બંનેઉ એક જ રીતથી જોડે છતાં, છે ભિખારીનાં જુદાં ને ભક્તનાં વંદન જુદાં. વૃક્ષો-ફૂલો-પાંદડાં-પંખી બધું એક જ મગર. હોય છે જંગલ [...]
Jul
22

રણ તો લીલાંછમ – ગુણવંત શાહ

[‘રણ તો લીલાંછમ’ પુસ્તકમાંથી સાભાર.] [1] નાનકડું એ રૂપકડું સુખી લોકોનું એક લક્ષણ હોય છે. તેઓ થાક ન લાગે તોય આરામ કરી શકે છે. ભૂખ ન લાગી હોય તોય તેઓ ખાતાં રહે છે. તરસ ન લાગી હોય ત્યારે પણ શરબત પીવાની ટેવ ખબર ન પડે એમ પડી જાય છે. કોઈ ખાસ આપત્તિ વગર પણ તેમનો [...]
Jul
21

ઊઘડવાની અવસ્થા – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’માંથી સાભાર.] વર્ષો પછી આ રીતે તરબોળ ભીંજાઉં છું, બલ્કે ભીંજાવું પડે છે. પહેલાં તો ભીંજાવા માટેનાં અનેક બહાનાં હતાં. જેમ કે, છત્રી ભૂલી જવાતી, રેઈનકોટ ન જડતો, કશેક પહોંચવામાં મોડું થઈ જતું. વરસાદ ત્રાંસો આવતો, છત્રી કાગડો થઈ જતી…. હવે ન ભીંજાવાનાં અનેક કારણ અથવા બહાનાં છે. પણ, આજે પહેલા નહિ [...]
Jul
19

આફત આવ્યા પહેલાં – મોહમ્મદ માંકડ

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.] આ મહિનામાં, આ તારીખે અત્યારે તમે આ લેખ વાંચી રહ્યા છો. પરંતુ ગયા વર્ષે આ મહિનામાં આ તારીખે આ સમયે તમે શું કરતા હતા તે કહી શકશો ? મોટા ભાગે નહીં કહી શકો, અરે, ચોક્કસ નહીં કહી શકો. એ જ રીતે આવતા વર્ષે આ મહિનાની આ તારીખે તમે શું કરતા હશો તે [...]
Jul
18

સચ કા સામના – રિષભ મહેતા

[‘નવનીત સમર્પણ’ મે-2010માંથી સાભાર.] ઊભા છો આપ કે અટકી ગયા છો ? લો, જવાબ આપો. હજી નીકળ્યા જ કે પહોંચી ગયા છો ? લો, જવાબ આપો. નથી સમજી શકાતું ખુશનુમા ચહેરો નિહાળીને હસ્યા કે આપ આંસુ પી ગયા છો ? લો, જવાબ આપો. હજી ગઈ કાલ સુધી ફૂલને ઓળખતા પણ નો’તા અચાનક આજ કાં મહેકી [...]
Jul
11

ગઝલ – રશીદ મીર

[‘ગઝલવિશ્વ’માંથી સાભાર.] તારી ભરપૂરતાના સમ ખાવું, આવ, ખાલીપણાને છલકાવું. સાંજ ઢળતાં જો આપ આવો તો, રાતરાણીની જેમ મહેકાવું. આ અબોલાંય બોલકાં છે બહુ, કોને કોને જઈને સમજાવું ? દર્પણોની ગલીમાં ઊભો છું, લાવ ચહેરો જરાક સરખાવું ! દેહ પર સેંકડો ઉઝરડા છે, વાંસવનમાં પડ્યું છે અટવાવું. આપને ઝાંઝવા મળ્યાં રણમાં, હું તો ઘરમાં રહીને ભરમાવું. ‘મીર’ આવાગમન તો રહેવાનું, હું ગયો છું તો પાછોયે આવું.
Jul
6

ભીતર-બહાર – પ્રવીણ દરજી

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] એક ભારતીય જન માટે ઋગવેદના ઋષિની જેમ જ, આ વિશ્વ કુતૂહલભર્યું છે. જ્યારે જીવ-અજીવ કશું અહીં અસ્તિત્વ નહીં ધરાવતું હોય ત્યારે આ વિશ્વ કેવું હશે ! અને જીવ-અજીવ પછીનું આરંભકાળનું વિશ્વ પણ કેવું હશે ! વિશ્વ માટે આપણા મનમાં અનેક આશ્ચર્યો ભર્યા છે, અનેક પ્રકારનું વિસ્મય રહ્યું છે. કવિ રવીન્દ્રનાથે આપણા સમયમાં તો [...]
Jul
2

શૈશવની સાંજ – જયંત પાઠક

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-4માંથી સાભાર.] અમારે જમીન ખરી, પણ ખેતીનો ધંધો નહિ. દાદાએ જુવાનીમાં જાતે ખેતી કરેલી. પછી તો જમીન ભાગે કે સાંથે ખેડૂતોને ખેડવા આપીએ; પણ ઘેર ઢોર ખરાં. અમારાં બંને ઘરનો અર્ધો ભાગ ઢોર માટેની કૉઢ રોકે. ઢોરને બાંધવા માટે દોરડાં વણવાનું, માંદા પડે ત્યારે ઉપચાર કરવાનું, એમને માટે ઘાસચારો લાવવાનું કામ દાદાને માથે. [...]
Jun
27

કૃષ્ણને કરવું હોય તે કરે ! – સુરેશ દલાલ

દાંત તો હવે દંતકથા ને ચોકઠું ચમત્કાર તાલ મિલાવી ચાલતો રહું : સમયની વણઝાર આંખની મારી છીપમાં જુઓ બંધાયાં બે મોતી એક પછી એક ફેંકી દીધાં : ઝળહળ ઝળહળ જ્યોતિ પગમાં મારા અડગ ખડક, લોહીનું ઝીણું ઝરણ ધીમે ધીમે વહેતું રહે : થાંભલા જેવા ચરણ હાથ તો કદી કંપે જરી : કદીદ શબ્દ ધ્રૂજે તોયે મારો જુવાનિયો જીવ સૈનિક જેવો ઝૂઝે ઈન્દ્રિયોનો હદથી [...]
Jun
25

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

[ માનવીય સંબંધો, સ્વભાવ, જીવન અને પ્રકૃતિના વિષયો પર હૃદયને સ્પર્શે એવી ભાષામાં ચિંતન રજૂ કરવાની કૃષ્ણકાંતભાઈની કલમની કુશળતા છે. તેમના ‘ચિંતનની પળે’ પુસ્તકમાંના કેટલાક લેખ આપણે ગતવર્ષે માણ્યા હતા. આજે માણીએ વધુ બે લેખ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ કૃષ્ણકાંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825061787 અથવા આ [...]
Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

Professional Web Hosting with Neepra.com

RSS Top 5 blogs at WP

Blogroll