Browsing all articles tagged with સોનેટ
Jan
28

સોહાગ રાત અને પછી – ઉશનસ્

Author વિવેક    Category Uncategorized     Tags , ,
તમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ! અહીંથી પથારી છાંડીને પથિક, અરધા સ્વપ્ન સરખા, અને હું તો સ્વપ્ને સ્થગિત, અધધેને હું પછીયે તમોને ક્યાં સુધી રહી સઘન સેવંતી પડખે… તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ...

Read more on the blog.

Original Source: http://layastaro.com

Dec
6

પરમ સખા મૃત્યુ :૦૨: મરણ – ચુનીલાલ મડિયા

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફ્તા વડે મળે મરણ ગાય-ગોકુળ સમું, ધીમું–વાવરે યદા કૃપણ સંપદા અસહ લોભથી – ના ગમે. અનેક જન જીવતા મરણ-ભાર માથે વહી ભલે હલચલે જણાય જીવતા, છતાં દીસતા મરેલ, શબશા અપંગ, જડ, પ્રેત...

Read more on the blog.

Original Source: http://layastaro.com

Sep
8

પ્રેમની ઉષા – બળવંતરાય ક. ઠાકોર

પાડી સેંથી નિરખિ રહિ’તી ચાંદલો પૂર્ણ કરવા, ઓષ્ઠો લાડે કુજન કરતા, ‘કંથ કોડામણા હો, વલ્લીવાયૂ રમત મસતી ગૅલ શાં શાં કરે જો !’ ત્યાં દ્વારેથી નમિ જઈ નીચો ભાવનાસિદ્ધિ દાતા આવ્યો છૂપો અરવ...

Read more on the blog.

Original Source: http://layastaro.com

Jul
26

મળી ન્હોતી જ્યારે- : ઉમાશંકર જોશી

. . ( ઉમાશંકર જોશી પત્ની જયોત્સનાબેન સાથે ) . મળી ન્હોતી ત્યારે તુજ કરી હતી ખોજ કશી મેં ? ભમ્યો’તો કાન્તારે, કલરવ કરંતાં ઝરણને, તટે ઘૂમ્યો, ખૂંદ્યો ગિરિવર તણો સ્કંધપટ, ને દ્રુમે ડાળે ડાળે કીધ નજર માળે ખગ તણા. મળી ન્હોતી જ્યારે દિવસભરની જાગૃતિ મહીં, મળી’તી સ્વપનોમાં મદિલ મિલનોની સુરભિથી. સુગંધે પ્રેરાયો દિનભર રહ્યો [...]

Original Source: http://webmehfil.com

Jul
21

નખી સરોવર ઉપર શરત્-પૂર્ણિમા : ઉમાશંકર જોશી

. . પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય, નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ વ્યોમે ખીલ્યાં જલઉર ઝીલે અભ્રનાં શુભ્ર રંગ, સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય. વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ; શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ. ત્યાં તો જાણે જલવિધુ [...]

Original Source: http://webmehfil.com

Jul
21

ઉમાશંકર વિશેષ :૧૭: જઠરાગ્નિ

(ઉપજાતિ છંદ, સ્વતંત્ર સૉનેટ રચના) રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા ! મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો, રંગે ઉડાવો જળના ફુવારા ! રચો, રચો ચંદનવાટિકાઓ, રાચો, રચી કંચનસ્થંભમાળા ! ઊંડા...

Read more on the blog.

Original Source: http://layastaro.com

Jul
10

બુદ્ધનું ગૃહાગમન – મકરંદ દવે

ફરી ચાલો, જૂના દિવસ તણું જ્યાં ખાંપણ ધરી હશે સૂતી ગોપા, મુજ મૃત સમું જીવન નર્યું, અને છેલ્લે જોયો શિશુ, અબળનું નીડ વિખર્યું, મને લાગે શાને નભ વિહરતાં ભીંસ નકરી ? મહામુક્તિ,શાંતિજળ મુજ કને, ચોગમ ફરી ઘણી જ્વાળા ઠરી, ઘણુંક વિષનું અમૃત કર્યું, ગૃહે સૂતાં તેનું હજુ ન પણ કાં ઘારણ હર્યું ? ભલે જાગ્યો [...]

Original Source: http://layastaro.com

Jun
25

વાતો – પ્રહ્લાદ પારેખ

હજુ ધીમે ધીમે પ્રિય સખી ! તહીં ઝાડ ઉપરે સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે, પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે; કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે. હજુ ધીમે ! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે, સુવાસે તો કે શે સકલ કથની એ અનિલને; અને આ તીરેથી અવર તટ વાયુ લઈ જશે. અને [...]

Original Source: http://layastaro.com

May
8

સ્મૃતિ – લાભશંકર ઠાકર

કૂંડું જૂનું તુલસીનું પડ્યું આંગણામાં. તેની પરે ઢળી ગયું જલ શું સુનેરી આકાશથી જરીક, ને મધુસ્પર્શજન્ય રોમાંચથી હલી ઊઠી અતિ શુષ્ક સાંઠી ! ને આવ્યું ક્યાંક થકી દૈયડ સાવ ધૃષ્ટ બેઠું કૂંડા પર જરા ફફડાવી પાંખો કૂંડા મહીં છલકાતા જલમાં ઝબોળી ચંચૂ અને કરી જરા નિજ પુચ્છ ઊંચી છેડી દીધી સહજ કંઠ તણી સતાર ! એ શ્વેત વસ્ત્ર મહીં શોભત પ્રૌઢ કાયા રેડી રહી ચળકતો [...]

Original Source: http://layastaro.com

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives