Neepra.com » songs

ઋણાનુબંધ પાછો નીકળ્યો – ધૂની માંડલિયા
ગઝલ પઠન - ધૂની માંડલિયા

માછલી સાથે જ દરીયો નીકળ્યો,

લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,

મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,

શોધવા પંખીને માળો નીકળ્યો.

હુંજ મારા ભાર થી થાકી ગયો,

હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,

એક દરિયો એય ખારો નીકળ્યો.

થોભવાનો થાક વસમો હોય છે,

માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

આગીયાઓ ઉજળા છેકે પછી-,

વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.

- ધૂની માંડલિયા

Share on Facebook

ક્યાંસુધી લખવા ! – ડૉ. મહેશ રાવલ
ગઇકાલે ૪થી સપ્ટેમ્બર - મારા જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવનાર દરેક મિત્રોનો હ્રદયપૂર્વક.. ટહુકાપૂર્વક આભાર..!  અને હા ગઇકાલે જ ગઝલકાર શ્રી ડૉ. મહેશ રાવલનો પણ જન્મદિવસ હતો..   તો એમને એક દિવસ મોડી.. પણ જરાય મોળી નહીં એવી જન્મદિવસની ખૂબકામનાઓ સાથે માણીએ એમની આ ગઝલ… એમના જ અવાજમાં, અને એ પણ તરન્નુમ સાથે..!!

ગઝલ પઠન - ડૉ. મહેશ રાવલ

સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા

અમારી લાગણી, ને એમનાં શક, ક્યાંસુધી લખવા !

બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ

હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

લખી’તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈ

ફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા !

મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણ

અધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, ક્યાંસુધી લખવા !

ન આપે સાથ જો સંજોગ તો, શું થઈશકે છેલ્લે ?

અને અમથાં ય, અંગતને જ ઘાતક ક્યાંસુધી લખવા !

જરૂરી છે ખબર છે જિંદગીમાં પ્રેમ, બે-મતલબ

છતાં મતલબ પરસ્તીનાં વિચારક, ક્યાંસુધી લખવા !

વરસતાં હોય છે વાદળ ગમે ત્યારે, ગમે ત્યાં જઈ

ન વરસે ક્યાંય, એવાં ડોળકારક ક્યાંસુધી લખવા !

- ડૉ. મહેશ રાવલ

Share on Facebook

શંકર નહીં આવે – જલન માતરી
શ્રી જલન માતરી સાહેબન જન્મદિવસે - આજે માણીએ એમની આ મઝાની ગઝલ…

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;

હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે;

સરિતાને કદી ઘરઅંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,

નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,

તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,

ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,

જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,

લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,

‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.

- જલન માતરી

Share on Facebook

પગલું – ગીતા પરીખ
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા

ને તેં તો લંબાવી દીધી કેડી !

આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં

નજરુંની બાંધી દીધી બેડી!

હૈયાનાં દ્વાર હજી ખુલ્યાં-અધખુલ્યાં ત્યાં

અણબોલ વાણી તે જાણી,

અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં

પૂનમની ચાંદની માણી.

પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં

આયુષની અમીધાર રેડી,

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા

ને તેં તો લંબાવી દીધી કેડી !

- ગીતા પરીખ

Share on Facebook

ફરક તો પડે – ભરત દેસાઇ ‘સ્પંદન’
શિકાગો આર્ટ સર્કલ આયોજિત ૭મી ઓગસ્ટના કવિ સંમેલનમાં ભરતભાઇ પાસેથી સ્ટેજ પરથી આ ગઝલ સાંભળવા મળેલી.  કવિ સંમેલનની શરૂઆત જ ભરતભાઇએ કરેલી અને ઓપનિંગ બેટ્સમેન પહેલી ઓવરમાં સિક્સર મારે એટલી સરસ રજૂઆત કરીએ એમણે સૌની દાદ મેળવેલી..!  કાર્યક્રમનું રેકોર્ડિંગ હજુ મારી પાસે નથી આવ્યું, એટલે હમણા તો ફક્ત આ શબ્દોથી જ ગઝલ માણીએ..!

હાજરી    હોય   અંહી  જો   તમારી    ફરક તો પડે

હોય    સંગત    સનમની  ગુલાબી ફરક તો પડે

લાગણી,  ભાવના,  યાદ   સુધ્ધા   શમી જાય પણ

બસ  રહી    જાય   કોઇ    નિશાની    ફરક   તો પડે

લો   અમે તો  બધી   વાત  માની ગયા પણ…તમે

વાત    ક્યારેક     માનો    અમારી     ફરક    તો પડે

જિંદગી   છે!    બધી     જાતના   ખેલ    કરવા    પડે

તું    બની     જાય     સારો    મદારી   ફરક   તો પડે

એ ગઝલ,   ગીત,   કવિતા   કશું પણ   હશે ચાલશે

શબ્દની     જો     અસર   થાય   ધારી ફરક તો પડે

આપવા   છે   ખુલાસા    વિગતવાર     મારે     તને

જાણકારી     તને    હોય    સાચી      ફરક    તો   પડે

ભરસભામા      ગઝલની     રજૂઆત   જો    તું     કરે

દાદ   ‘સ્પંદન’     મળે    જો   બધાની   ફરક   તો   પડે

- ભરત દેસાઇ ‘સ્પંદન’

એમની આ અને બીજી રચનાઓ આપ એમના બ્લોગ - http://bharatdesai.wordpress.com/ પર માણી શકો છો.

Share on Facebook

દર્દને ગાયા વિના રોયા કરો – કૈલાસ પંડિત
સ્વર - આલાપ દેસાઈ

સંગીત - આશિત દેસાઈ

(San Francisco Downtown & Bay Bridge)

This text will be replaced

દર્દને ગાયા વિના રોયા કરો,

પ્રેમમાં જે થાય છે જોયા કરો.

બીક લાગે કંટકોની જો સતત,

ફૂલનો સુંઘો નહીં જોયા કરો.

કેમ આવ્યા આ જગે રડતા તમે?

જિંદગી આખી હવે રોયા કરો.

લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,

રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

- કૈલાસ પંડિત

Share on Facebook

મજા ક્યાં છે – અમૃત ‘ઘાયલ’
સ્વર: મનહર ઉધાસ

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે, જીગર ક્યાં છે?

જીવનમાં જીવવા જેવું કઈ તારા વગર ક્યાં છે ?

જે દુશ્મન છે તે દુશ્મન છે, ન સમજો દોસ્તને દુશ્મન,

તમોને દોસ્ત દુશ્મનની ખબર ક્યાં છે, કદર ક્યાં છે?

સમજ પણ એ જ છે મુજમાં, નજર પણ એ જ છે કિન્તુ,

સમજ લાંબી સમજ ક્યાં છે, નજર લાંબી નજર ક્યાં છે?

તને છે રૂપની મસ્તી, મને છે પ્રેમની મસ્તી,

તને તારી ખબર ક્યાં છે, મને મારી ખબર ક્યાં છે?

કવિ જેને કહો એવા કવિ ક્યાં છે કવિ ‘ઘાયલ’,

યદી છે તો જગતમાં કોઈને એની કદર ક્યાં છે?

ત્યાં ભરીશું આપણે મુશાયરો..
સ્વર: સોનિક સુથાર

આંખ તારી થઈ જશે જયારે નમેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો

ઉકલે એ વાત તેં જે નહીં કહેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.

તેજ કિસ્સો તેજ રેતી તેજ કાદવ ધૂળમાં મેલો થયેલો એ સમય,

બાંધશું દરિયે ફરી પાછી હવેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.

એ ગઝલ જે ફૂલ પર બેસી રહે ને બાતમી ખુશ્બુ સભર આપ્યા કરે,

એ ગઝલ ઝાકળ બની ઉડી ગયેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.

સાંજ ટાણું સ્વપ્ન કોરાં, આંખમાં આંજી ગઝલ ને આંખમાં લઈને ઉદાસી

જે ગઝલ વર્ષો પાછી સામે મળેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.

ફૂલદાની – ગની દહીંવાલા
ગનીચાચાને આજે એમના જન્મદિવસે ફરી એકવાર યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..! અને માણીએ એમની આ મઝાની ગઝલ, ભરતભાઇના સ્વર-સ્વરાંકન સાથે..!

સ્વર - સંગીત : ડૉ. ભરત પટેલ

વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,

જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.

તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન ?

સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને.

તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,

કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને.

તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,

નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.

સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,

ભરી દીધી હ્રદયમાં આગ દુનિયાભરની લાવીને.

મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !

પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.

બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,

કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને.

ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,

ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને.

-ગની દહીંવાલા

(શબ્દો માટે આભાર - લયસ્તરો.કોમ)

Share on Facebook

હવે પાંપણોમાં અદાલત ભરાશે – રમેશ પારેખ
પહેલા ૨૨ ઓગસ્ટ ૨૦૦૬ માં મુકેલી કવિ રમેશ પારેખની ગઝલ આજે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકન અને એમના જ અવાજમાં….

આવતી કાલે આ ધુરંધર સ્વરકારનો જન્મદિવસ.. એટલે જરા એક દિવસ advance માં એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!  એઓ વર્ષોના વરસ આપણને આમ જ એમના સૂર-સંગીતના જાદુમાં તરબોળ કરતા રહે એવી અમિત શુભેચ્છાઓ..!!

સ્વર - સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

આ હથેળી બહુ વહેમવાળી જગા છે,

અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.

હવે પાંપણોમાં અદાલત ભરાશે

મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે

મને આ નગરમાં નિરાધાર છોડી

રસ્તા બધા કોની પાછળ ગયા છે

છે આકાશમાં છે, અને આંખોમાં પણ છે

સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણા છે

પહાડો ઉભા રહીને થાક્યા છે એવા

કે પરસેવા, નદીઓની પેઠે વહ્યા છે

મને ખીણ જેવી પ્રતિતિ થઇ છે

હું છું ને ચારે તરફ ડુંગરા છે

ગઝલ હું લખું છું અને આજુ-બાજુ

બધા મારા ચહેરાઓ, ઉંઘી રહ્યા છે

( કવિ પરિચય )

Share on Facebook